પ્રેમ સમાધિ - પ્રકરણ-29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-29

પ્રેમ સમાધિ
પ્રકરણ-29

વિજયે સકસેનાને થોડી કરન્સી નોટ કાઢી ને આપી કહ્યું “આ રોઝીને આપી દેજે બાકીની સૂચના મેં શિંદેને આપી દીધી છે પછી પાંચ ડોલરની કરન્સી સકસેનાને આપી... હસ્યો... સકસેના કંઇક વિચિત્ર રીતે હસ્યો... પછી નોર્મલ હાવભાવ કરી કહ્યું “થેંક્સ સર... હું બધાં કામ પતાવી દઇશ. તમે નિશ્ચિંત રહો...” વિજયે થેન્ક્સ કહ્યું અને પોતાની બેગ સાથે ટેક્ષીમાં બેસી ગયો.
ટેક્ષીમાં બેસી ડ્રાઇવરને કહ્યું “સુરત લે લો..” પેલો ડ્રાઇવર મીરરમાંથી વિજય અને એની એટેચીને જોઇ રહેલો એણે નજર હટાવી કહ્યું “યસ સર.”. વિજયે શીપ પર ફોન લગાવ્યો... શીપ પરનાં સ્ટાફે કહ્યું "સર તમે આવો એટલે નીકળીએ અહીં બધો સામાન ઉતરી ગયો છે આપણે કયા..... એ આગળ બોલે પહેલાં વિજયે ક્હ્યું" શીપને દમણ લઇ લે... અહીંથી કોઈ માલ ભરવાનો નથી અને હું કહું નહી ત્યાં સુધી શીપ દમણથી હટાવવાની નથી હું પાછો સંપર્ક કરીશ.”. એમ કહી ફોન કાપ્યો.
વિજય ક્યાંય સુધી ટેક્ષીમાં ચૂપચાપ બેઠો એણે આંખો બંધ કરીને અત્યાર સુધી ઘટેલી ઘટનાઓ પર વિચાર કરી રહ્યો. માત્ર ત્રણ દિવસમાં શું નું શું થઇ ગયું ? પણ સાધુ-બિહારીને પતાવી દીધાની શાંતિ હતી. ટેક્ષી ડ્રાઇવર વારે વારે વિજયને મીરરમાંથી જોઇ રહેલો.
વિજયનું ધ્યાન નહોતું.. વિજય લગભગ નીંદરમાં સરી પડેલો ટેક્ષી ફુલ ઝડપે સુરત તરફ જઇ રહી હતી મહારાષ્ટ્ર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી લીધો હતો. ત્યાં વિજયનાં મોબાઇલ પર રીંગ આવી.. વિજયે નીંદરમાંજ ફોન ઉઠાવ્યો બોલ્યો.. “હલ્લો..” સામેથી શંકરનાથનો અવાજ આવ્યો.. એ સહસા આનંદથી સફાળો ઉઠી પડ્યો. “અરે ભૂદેવે ક્યાં છો ? તમારો સંપર્ક નથી થતો...પેલો મધુ ...” શંકરનાથે કહ્યું “ભાઇ વિજય હું જુનાગઢથી આવ્યો ત્યારથી કોઇને કોઇ મુશ્કેલીમાં છું ડુમ્મસ આવ્યો ત્યાં કોઇ મળ્યુ નહી.. ભુરીયો સુરત હતો ડુમ્મસમાં રીક્ષાવાળાનાં ફોનથી ઓફીસમાં મધુનું છેલ્લું કામ પતાવ્યું પણ ફોન ટ્રેક કરીને એ લોકોને મારું લોકોશન મળી ગયું અજાણ્યો નંબર હતો રીક્ષાવાળાનો પણ ત્યાં ઓફીસમાંથી વાત લીક થઈ કે શું થયું ખબર ના પડી પણ મારો ફોન ત્યાં ટ્રેક થયો હતો મધુ સુરતમાંજ છે પછી મને ધમકી મળી હું ડુમ્મસથી સુરત સ્ટેશન પહોચ્યો ત્યાં નારણ પણ સુરતનું કામ પતાવી સુરત સ્ટેશન આવેલો.. પ્રભુની દયાથી મળી ગયો.. એણે કહ્યું પેલો મધુ આપણી પાછળ છે અને પાછા ટેક્ષીમાં ડુમ્મસ આવી ગયાં ત્યાં ભૂરો મળ્યો તમારી હોટલમાં જ છીએ.. ભુરાએ અમને પૈસા આપ્યા છે.. મધુ તો હવે ગયો.. પણ મને જાણવા મળ્યુ છે એ ભૂરાયો થયો છે મારી ફેમીલીને નુકશાન પહોચાડશે. મને સમજ નથી પડતી આટલાં સમયમાં અમે જુનાગઢ કેવી રીતે પહોચીશું ?”
વિજયચે કહ્યું “ગભરાવ નહીં ભૂદેવ નોકરી તો એની ગઇ પણ એ ચંડાળ હવે આ ધંધામાં આવી ગયો છે સાધુ બિહારી ગયા એટલે એકલો પડ્યો છે એની પાછળ પોલીસ છે એતો જેલનાં સળીયાજ ગણશે. મેં જુનાગઢને... હું કંઇક ગોઠવણ કરું છું હું થાકેલો નીંદરમાં સરી પડેલો હમણાં ફોનથી બધુ કરુ છું એક કામ કરો તમે અને નારણ ત્યાંથી દમણ પહોંચી જાવ ત્યાં આપણી એસ્ટેટ છે શીપ પણ ત્યાં પહોચી જશે હવે તમે અમારી સાથેજ જોડાઇ જાવ.. તમારાં જેવા પ્રમાણિક માણસની મારે જરૂર છે. હું ભૂરીયાને કહું છું એ તમને દમણ મારે ત્યાં પહોચાડી દેશે. ત્યાંનો કારોબાર તમે સંભાળો હું ત્યાં રૂબરૂ આવીને બધુ સમજાવીશ હમણાં તમે દમણ પહોચી જાવ ભૂરાને ફોન આપો.”
શંકરનાથ આશ્ચર્યથી મોં વકાસીને સાંભળી રહ્યાં એમની આંખમાં પાણી આવી ગયાં ફોન ભૂરાને આપ્યો એમને ઉમાબેન-ગાર્ગી અને કલરવની ચિંતા થવા લાગી આંખે અંધારા આવવા માંડ્યા.. મનમાં વિચાર્યુ આ શું થઇ ગયું બધુ ? દમણ ?
વિજય ભુરાને બધી સૂચના આપી રહેલો. પેલો ટેક્ષી ડ્રાઇવર ડ્રાઇવીંગ કરતાં વધારે આ લોકોની વાતો સાંભળી રહેલો.. વિજયની એનાં પર નજર નહોતી એ એક પછી એક ફોન કરી રહેલો ભૂરાને બધી સૂચના આપી ફોન મૂક્યો અને એનાં પર રીંગ આવી... વિજયને આશ્ચર્ય થયું સકસેનાનો ફોન ? એણે તરતજ ફોન ઉપાડ્યો.. સામેથી સકસેનાનો હસવાનો અવાજ આવ્યો બોલ્યો “સર... તમારાં ડોગને કોઈ બીજા સાહેબે સોનાનાં બિસ્કીટ મોકલાવ્યાં છે..”. પાછો હસ્યો ત્યાં જોરથી કારનો ટ્રકને અથડાવાનો મોટો અવાજ આવ્યો. કારનાં ફુરચે ફુરચાં ઉડી ગયાં ટેક્ષી ડ્રાઇવર ઓન ધ સ્પોટ મરી ગયો વિજય ગંભીર રીતે ઘાયલ થયો એનાં શરીરમાંથી લોહીનાં ફુંવારા ઉડવા લાગ્યાં એ બેભાન થઇ ગયો...
*************
ઉમાબહેન, ગાર્ગી અને કલરવ ત્રણે જણાં સાંજ થઇ ગઇ વાળુ કરીને સૂવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં દૂર મહાદેવનાં મંદિરમાં ઘંટ વાગીને શાંત થઇ ગયાં. કલરવે કહ્યું “માં ચિંતા ન કર જો કાલ સાંજ સુધીમાં પાપાનાં સમાચાર કે ફોન ના આવે તો હું સુરત જઇશ ત્યાંની ઓફીસમાં તપાસ કરવા.”
કલરવ હજી બોલે ત્યાં એનાં ફોન પર રીંગ આવી એણે નંબર જોયો અજાણ્યો હતો છતાં ઉપાડ્યો સામેથી પાપાનો અવાજ સાંભળી ખુશ થઇ ગયો "પાપા- પાપા તમે ક્યાં છો ? તમારી ક્યારની રાહ જોઇએ છીએ”. ઉમાબેને પાપા સાંભળીને કલરવ પાસે આવી ગયાં એમણે કહ્યું “મને આપ ફોન...”
ઉમાબેને ફોન લીધો હજી વાત શરૂ કરે પહેલાં આંખો વરસી ગઇ રડતાં રડતાં બોલ્યાં “તમે કહેલુ તમે ફોન કરશો બે દિવસમાં આવી જશો, કેટલા દિવસ થયાં ? ક્યાં છો ? ક્યારે આવો છો ? પેટ ચોળીને પીડા ઉભી કરી છે તમે.. તમે આવો જલ્દી બોલો ને..”.
સામેથી શંકરનાથે કહ્યું “ઉમા હું સહી સલામત છું સુરતજ છું.. સુરતથી નજીક છું હું આવીશ અથવા તમને તેડાવી લઇશ તમે લોકો તમારું ધ્યાન રાખજો ઘરની બહાર ના નીકળશો કલરવને ફોન આપ.”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-30