( પ્રકરણ-૩૧ )
લક્ષ્મી, પલ, પ્રવિણ અને તેજલબેન બધાં જ બીજા દિવસે રાત્રે મુંબઈ પોતાના ઘરે સુખરૂપ પહોંચી ગયાં… પછીના દિવસે મોડી રાત્રે અભિષેકભાઈ અને તેમનાં ધર્મપત્ની પહોંચી જવાનાં હોય, ડો.રચિત તેમને રીસિવ કરવા જશે તેવી ગોઠવણ કરી હતી.
પલ હવે એક રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી… આ ત્રણ વર્ષ દરમ્યાન એણે ફોન પર ઘણી બધી વાતચીત કરી, ઓનલાઈન બિઝનેશ વિગરે બાબતે ઈન્ટરેસ્ટ દાખવી પોતાના પરિવારના બિઝનેશ બાબતે ઘણી બધી જાણકારી મેળવી લીધી હતી. પોતાનું નોલેજ, ઈનસાઈટ, બિઝનેશ સ્કીલ્સ અને ઈન્ટરેસ્ટ દાખવીને પોતાના એક્સપોર્ટનાબિઝનેશને એક નવી ઊંચાઈ પર લઈ જવા કટિબદ્ધ હતી…પણ પલ વિચારતી હતી કે કેટલોક સમય પોતે થોડું ફરશે, જોશે, જાતે અમૂક અનુભવો કરશે અને પછી બે પાંચ મહિના પોતાના બિઝનેશ સમજવા જાતે દરરોજ ઓફિસ જશે અને પછી પપ્પા જોડે ચર્ચા વિચારણા કરી બિઝનેશઅંગે પોતાની ભૂમિકા ઊભી કરશે… પ્રવિણને તો કોઈ જ વાંધો ન હતો. એ તો કહેતો કે પલ પોતાની પુરી લિબર્ટીથી જે ગમે તેમ અને જેમ યોગ્ય લાગે તેમ જોડાય કે કંઈ નવું પણ કરે. કેમ કે એ બરોબર સમજતો હતો કે નવી જનરેશન બહુ જ ડાયનેમિક હોય અને એની પલ તો બહુ રેપ્યુટેડકોલેજમાંથી ડિગ્રી લઈને આવી છે એટલે મોકળું મેદાન આપી દેવાનું છે.
બે દિવસ વીતી ગયા… ત્રીજા દિવસે અભિષેકભાઈ અને એમનાં પત્ની મોડી રાત્રે ઘરે પહોંચી ગયાં છે.. બન્ને અરાઉંડ સાંઈઠ ઉપરની ઉંમર અને જેટલેગ આ બધુ ભેગું થયું એટલે એ દિવસ અને પછીનો દિવસ સતત આરામ જ કરે છે કેમ કે એમના પહોચ્યા પછીના ત્રીજા દિવસે તો તેજલબેન સહિત, આ આખોય પરિવાર હરિદ્વાર જવા એક ફુલ્લી ફરનિશ્ડવેનિટી બસ કે જેમાં બધાં આરામથી સૂઈ શકે, ટોઈલેટ, બાથ, કિચન અને પોતાનો કૂક અને મેઈડ જોડે લઈ જઈ શકાય તેવી સવલતવાળી બસ જોડે લઈને જ જવાનું હતું…આ બાબતે લક્ષ્મી બહુ જ ચીવટવાળી હતી એટલે એણે આ બસ જાતે જોવા મંગાવી પછી જ હાયર કરી હતી.
જે દિવસે જવાનું હતું એની આગલી રાત્રે શેઠ અને શેઠાણીએ પ્રવિણઅને લક્ષ્મીને બોલાવ્યાં હતાં.. એ છ લોકો વચ્ચે જ ખાનગી રીતે લગભગ બેથી ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી… પછી બધાં રાત્રે ડિનર લઈને છૂટાંપડ્યાં… પણ છૂટા પડતી વખતે અભિષેકભાઈ અને પ્રવિણ બન્નેએ શેઠ શેઠાણીને હગ કરીને કહી જ દીધું હતું કે તમે જે વાત કરી છે.. જે પણ વિચારો છો તેમાં અમે બન્ને પરિવાર સંપૂર્ણ સહમત છીએ અને તમારી ઈચ્છાનુસાર જ અમે આગળ વધીશું…શેઠ અને શેઠાણી બન્ને આત્મિક સંતોષના ભાવ સાથે ખૂશ થયાં હોય તેવું તેમના બન્નેના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવતું હતું.
બીજા દિવસે સવારે નીકળવાનું હોવાથી હવે બધાં છૂટાં પડે છે.
બીજા દિવસે વહેલી સવારે હિતેનભાઈ સિવાય બાકીના બધા જ લોકો હરદ્વાર જવા રવાના થઈ જાય છે. રસ્તામાં ક્યાં ક્યાં રોકાવું તેનુંઆગોતરું આયોજન પ્રવિણે કર્યુ હતું.. એમણે ઈન્દોર, ગ્વાલિયર, આગ્રા, દિલ્હીવાળા રૂટને બદલે થોડો લાંબો ગુજરાત થઈને જતો રસ્તો પસંદ કર્યો હતો… જે વડોદરા, અમદાવાદ, ઉદયપુર , જયપુર, દિલ્હી થઈને હરિદ્વારપહોંચે. એ રીતે લગભગ ચાલીસેક કલાક લાંબી છતાં આરામદાયકમુસાફરી પછી હરિદ્વારની પાવન ભૂમિ પર પહોંચી ગયાં. અહીં પહોંચતાં જ શેઠાણીના ચહેરા પર જાણે થાક ગાયબ થઈ ગયો હોય અને આ ભૂમિનેજોઈ એક નવો જ ઉત્સાહ આવી ગયો હોય બસમાં જ બધાંને માહિતી આપવા લાગ્યાં, “હરદ્વાર કે હરિદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનુંએક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે.”
આ સાંભળી શેઠ પણ બોલ્યા, “પ્રકૃતિ પ્રેમીઓ માટે હરદ્વાર સ્વર્ગ સમાન છે. હરદ્વાર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિવિધસ્વરૂપોનેપ્રસ્તુત કરે છે. હરદ્વારનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવેલ છે. હરદ્વાર ચારધામયાત્રા માટેનું પણ પ્રવેશદ્વાર છે.(ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી) આથી જ ભગવાન શિવના અનુયાયીઓ હરદ્વાર અને ભગવાન વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વારનામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ.”
પલ , અભિષેકભાઈ અને એમનાં પત્ની માટે તો આ સ્થળ બિલકુલ અજાણ, કોઈ માહિતી જ ન હતી એટલે પુરા અહોભાવથી સાંભળ્યું અને એમની કૂતુહલતામાં વધારો થયો… પ્રવિણ અને લક્ષ્મી તો “ભારતી આશ્રમ”ની આ જગ્યા માટે અગાઉ આવી ગયાં હતાં.. એટલે એમના માટે કંઈ નવું ન હતું.
થોડે આગળ પહોંચ્યા તો ગંગામૈયાનો દર્શન રુપે એક અદ્દભૂતનઝારો જોવા મળી રહ્યો છે… બે કાંઠે વહેતી ગંગામૈયા… એક પછી એક તિર્થસ્થાનો અને આશ્રમો આવતા જાય છે એમ બધાનાં હૈયામાં આનંદ ઉમટી રહ્યો હોવાની સાથે ઉત્સુકતા અને આસ્થા પણ આપોઆપ વધતી રહી છે… એટલાંમાં જ થોડે દૂર એક વિશાળ બોર્ડ દેખાઈ આવે છે… ભા ર તી આ શ્ર મ ….
આ ભારતી આશ્રમ હરિદ્વારના પ્રાચીન અને પ્રસિદ્ધ આશ્રમો પૈકી એક છે. ભારતી આશ્રમ હર કી પૌરીથી લગભગ સાત કિલોમીટરનાઅંતરે આવેલું છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. ખાણી-પીણીનીસાથે સાથે અહીં સંપૂર્ણ રહેવાની વ્યવસ્થા પણ મફતમાં ઉપલબ્ધ છે. ભારતી આશ્રમમાં સવાર-સાંજ લંગર હોય છે, જેમાં રોકાતા લોકો ભોજન કરી શકે છે. આશ્રમના રહેવાસીઓ સફાઈ અથવા બાગકામ જેવા મામૂલી કામો કરી શકે છે… એવી વ્યવસ્થા લક્ષ્મીએ ગોઠવી હોય છે.
આ આશ્રમમાં પ્રવિણ અને લક્ષ્મી સિવાય બાકી બધાં જ પહેલી વાર પ્રવેશી રહ્યાં છે… આશ્રમનો મુખ્ય પ્રવેશ દ્વાર પસાર કરી બસ જેવી આશ્રમના વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરીને ઊભી… બધાં જ નીચે ઊતરીને જુવે છે તો…..
❖
Please follow me and give rating, if you like this novel.