છપ્પર પગી - 30 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 30

( પ્રકરણ- ૩૦ )

પ્રવીણે જ્યારે અભિષેકભાઈ ને ફોન કર્યો તો અભિષેક ભાઈએ પ્રવિણને કહ્યું કે પ્રવિણ મને પપ્પાનો ફોન હતો અને એવું પણ કહ્યું છે કે અમે બંને ત્યાં આવી જઈએ પરંતુ તું જાણે છે પ્રવિણ કે અમારા બંનેનુંઅહીંથી નીકળવું ખરેખર અઘરું છે, અમેરિકાની લાઈફ સ્ટાઈલ એવી છે કે જાણે સિંહની સવારી... ઉપર બેસી જ રહેવું પડે, નીચે ઉતરી જઈએ તો સિંહ આપણને પુરા કરી દે.. અમને લોકોને પુરી લાગણી અને ઈચ્છા હોવા છતાં પણ અમે બંને જોડે આવી શકીએ એવું શકય બને તેમ નથી.

આ વાત જ્યારે પ્રવિણે સાંભળી ત્યારે એના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેમ લાગ્યું... એણે થોડી સ્વસ્થતા કેળવી અને પછી કહ્યુંકે, ‘ડોન્ટ વરી અભિષેક ભાઈ... અત્યારે તમે ઘરે જવા નીકળી જાઓ... હું ઘરે જઈને આપને એક વોટ્સએપ મેસેજ મોકલું છું, જે તમે અને ભાભી નિરાંતે બેસીને વાંચીને નક્કી કરજો.. પછી ફરી વાત કરીએ.’ આટલી વાત કરી પ્રવિણ ફોન કટ કરી દે છે.

એ રાત્રે પ્રવિણને ઊંઘ નથી આવતી એટલે એણે એક ડિટેઈલ મેસેજ તૈયાર કર્યો અને અભિષેકભાઈને મોકલ્યો, જેમાં છેલ્લું વાક્ય બહુ જ સ્પષ્ટ રીતે લખ્યું હતું, ‘‘... જો તમે શેઠ અને શેઠાણીને જીવીત અવસ્થામાં મળવા માંગતા હોય તો આ છેલ્લી તક છે, મને લાગે છે કે એ લોકો એમના અંતિમ સમયે તમારી હાજરી ઝંખે છે... એમના ગયા પછી આવવું એના કરતાં એ લોકો છે, ત્યારે જ આવી જાઓ."

પ્રવિણના એ મેસેજ પછી સવારે અભિષેકભાઈનો ફોન આવ્યો અને કહ્યું,"મને મેસેજ ઉપરથી એવું લાગ્યું કે ખરેખર આ વાત કંઈક ગંભીર હશે અને એટલા માટે મેં મારી પત્ની સાથે વાત કરી, અને મને આ વાતની ખાતરી થઈ કે આ વખતે અમારે મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈપણ સંજોગોમાં આવવું જ જોઈએ. પ્રવિણ તું કોઈ જાતની ચિંતા ન કરીશ અને અમે જેટલી બને તેટલી ઝડપથી ત્યાં આવવા માટે પ્રયત્ન કરીએ છીએ એકવાર અમારી ટિકિટ કન્ફર્મ થાય એટલે તરત તને હું જણાવું છું. પરંતુ તું આગળની પ્રોસેસ ચાલુ રાખ, આપણે બધા જ જોડે જઈશું હરિદ્વાર..."

પ્રવિણને તો ખાત્રી હતી જ કે બધું સરસ ગોઠવાઈ જશે એટલે એણે પોતાની લંડનની વિઝીટનો પ્લાન દસ દિવસનો હતો, કોન્વોકેશન પછી પલ જોડે યુરોપ ફરવા જવાનું હતું તે ચેંજ કરાવી ફંકશન પછી તરત ઘરે પરત ફરીને બધાં હરિદ્વાર જોડે જ જઈ શકે તે રીતે ગોઠવી દેવાયો.

બીજા દિવસે પ્રવિણે ઓફિસે જઈને તરત હિતેનભાઈ સાથે બેસીને બધી વિગતે વાત કરીને જણાવ્યું કે હવે એ લોકો બે દિવસ પછી લંડનજશે અને એ દરમ્યાન અભિષેકભાઈ આવી જશે અને પછી બધાં હરિદ્વારજોડે જવા માટે રવાના થઇ જશે અને કયારે પરત ફરશે એ નક્કી નથી.એટલે એ ત્રણેય ઘરે અને ત્રણેય બિઝનેસ માટે કે એકલા જ હશે.

હિતેનભાઈએ કહ્યું, ‘પ્રવિણ...તું ચિંતા ન કરીશ. બધુ બરોબર ગોઠવાઈ જશે... આપણો બિઝનેસ તો લગભગ બધો ઓટોમેશન પર જતો રહ્યો છે, આપણે તો બસ પ્રોપર મોનિટરીંગ જ કરવાનું છે, હું કે અહીં છું જ અને જરૂર પડે તો તું ત્યાંથી પણ ધંધાને ત્યાં બેઠાં પણ ઓનલાઇનમેનેજ કરી શકે...પરંતુ અત્યારે શેઠ અને શેઠાણીની જે રીતે જરૂરિયાત છે તે જોતાં આ પરિવાર ભેગો થાય અને હરિદ્વાર જઈ આવો એ જ યોગ્ય રહેશે... મને પણ એવું જ લાગે છે કે શેઠ અને શેઠાણીને હવે પોતાના દિવસો નજીક હોય તેવો અહેસાસ થઈ રહ્યો હશે, એટલે કદાચ થોડા દિવસ એ બધાં સાથે રહેવા માંગતાં હોય એવું લાગે છે...તો આપણે આ પરિસ્થિતિને સમજીને એ રીતે યોગ્ય ગોઠવણી થાય તેવું આયોજન કરવું જ જોઈએ અને આવું કરવાથી જો શેઠ કે શેઠાણીને સારું લાગતું હોય તો ચોક્કસપણે આ થવું જ જોઈએ."

પ્રવિણ પછી હિતેનભાઈને જરુરી સૂચનાઓ આપવાની હતી, અમુક ચેક્સ સાઈન કરવાના હતા તે બધી કામગીરી પતાવી ઘરે જવા નીકળીજાય છે.

ઘરે પહોંચી ગયા પછી પ્રવિણ લક્ષ્મીને કહે છે કે હવે તારે જે કામ હોય તે કહે... મારું બધુ કામ પૂરું કરીને આવ્યો છું... તો લક્ષ્મી કહે છે કે મારે ત્યાં જઈને મારે મારી સ્પીચમાં શું કહેવું એ મારા માટે મોટો પ્રશ્ન છે એટલે મારી સાથે બેસીને તમે ડિસ્કસ કરો કે શું કરવું જોઈએ. આટલા બધા લોકો વચ્ચે, એજ્યુક્રેટ લોકો વચ્ચે મારે જઈને શું વાત કરવી એ જ મારું મોટું કન્ફ્યુઝન છે ...આપણી પલે તો મને ફસાવી દીધી છે...પરંતુ હવે એની પ્રતિષ્ઠા જાળવવા માટે મારે કંઈક તો એવું કહેવું પડશે કે જેથી એ પ્રોપર લાગે, તો મને કહો કે મારે શું વાત કરવી જોઈએ ?

પ્રવિણે કહ્યું, "તારી લાઈફ જર્ની કેવી પ્રેરણાદાયી છે.. મુંબઈમાં ગાજ બટનથી શરુઆત કરીને દીકરીને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સથીગ્રેજ્યુએટ કરાવી... આટલાં બધાં એનજીઓ ચલાવો, સોશ્યલ વર્ક કરો છો.. એ બધી વાત કરજે.. પલે આ બધુ જ કહ્યું એટલે તો એમને ખબર પડી અને એ લોકો ઈચ્છે છે કે હવે એ બધી વાતો ત્યાં ઉપસ્થિત લોકોને પણ ખબર પડે... !"

બીજા દિવસે સવારે લક્ષ્મી, તેજલબેન અને પ્રવિણ બધાં જ લંડનપહોંચી જાય છે અને ત્યાં પલના કોન્વોકેશ સેરેમનીમાં ઘણા બધા પેરેન્ટ્સને પોતાનો રિસ્પોન્સ આપવાનું કહ્યું હોય છે જ્યારે લક્ષ્મી પોતાનો રિસ્પોન્સ આપવા માટે ઊભી થાય છે ત્યારે શરૂઆતમાં એ થોડી કન્ફ્યુઝથાય છે પરંતુ પછી જ્યારે એણે પોતાની સક્સેસ સ્ટોરી વિશે વાત કરવાનું ચાલુ કર્યું તો લક્ષ્મી સ્ટેજ, પોડિયમ, પ્રસંગ કે ઓડિયન્સ બધું જ બધું જ ભૂલી ગઈ અને પોતાના દિલની અંદર જે કંઈ વાત આવી એ બધું જ સાહજિક રીતે કહેવા લાગી... લગભગ ચારેક મિનિટ સુધી પોતાની વાત કરી અને પછી બેસવા ગઈ તો ત્યાં હાજર રહેલા બધા જ લોકોએ ઊભા થઈ એને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને લક્ષ્મી જ્યાં સુધી પોતાની જગ્યા પર પાછી ન બેઠી ત્યાં સુધી ઉપસ્થિત સૌ કોઈએ તાલીઓનાગળગળાટથી એને વધાવી લીધી... આ જોઈ પલ, પ્રવિણ અને તેજલબેનની આંખમાંથી પણ આંસુ નીકળી ગયાં.. પલે બધાની વચ્ચે મોટા અવાજે કહ્યું..

"પ્રાઉડ ઓફ યુ માય મા... લવ યુ મા.. ધીસ મેડલ બિલોંગ્સ ટુ યુ..." એમ કહી પોતાને મળેલ ગોલ્ડ મેડલ લક્ષ્મીને પહેરાવી દે છે..

ફંકશન હવે પૂરું થઈ ગયું હોય.. લગભગ બધા પોતાની ડિગ્રી બતાવતા પોતાના ફેમિલી કે પરિચિત લોકો જોડે સેલ્ફી પડાવવા વ્યસ્ત હતા... એ દરમ્યાન ઘણા લોકો પલ અને એના પરિવાર જોડે વાત કરવાની તક લેવા તલપાપડ હતા... આ પરિવાર સૌ કોઈ જોડે સરસ અને સહજ મળતા રહીને બીજા દિવસે ફ્લાઈટ પકડી ભારત પરત આવવા નીકળી જાય છે.

વાર્તા ગમી હોય તો મને ફોલો કરી, રેટિંગ જરૂર આપશો.