Chhappar Pagi - 29 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 29

(પ્રકરણ-૨૯ )

ઘરે જઈને લક્ષ્મીએ સૌથી પહેલું કામ પલને ફોન કરવાનું કર્યુ અને કોન્વોકેશન સેરેમોનીની બધી જ ડિટેઈલ્સ મંગાવી અને પછી પ્રવિણને એર ટિકિટ્સ, હોટેલ બુકિંગ માટે મોકલી આપી. પ્રવિણે એ જ દિવસે બન્નેનીટિકિટ્સ અને સ્ટે માટે પોતાના પી.એ.ને સેરેમોનીની બે દિવસ પહેલાંપહોંચી જવાય તેવી જરુરી સૂચના સાથે કામ સોંપી દીધું.

પ્રવિણ પોતાના કામમાં એકદમ વ્યસ્ત થઈ ગયો હતો,પણ એ દરમ્યાન જ એનો પી.એ. ચેમ્બરમાં આવે છે અને કહે છે, ‘મોટા શેઠનો મારા પર ફોન હતો અને કહ્યું કે પ્રવિણ શેઠનો આજનો શેડ્યુલ શું છે ? ક્યારે ફ્રી થશે ? રાત્રે કોઈ ડેલિગેટ્સ સાથે ડિનર મિટિંગ છે ? આવુ પૂછતાહતા… તો મેં સાઉથ આફ્રિકાથી ડેલિગેટ્સ આવેલ છે અને એમની જોડે ડિનર મિટિંગ છે એવું કહ્યું, પણ મેં જ્યારે એવું પૂછ્યું કે કંઈ અરજન્ટ કામ હોય તો…! પણ તરત એમણે કહ્યું કે તો પ્રવિણને કંઈ વાત ન કરીશ.. હુંકાલે ફોન પર વાત કરી લઈશ.. મને થયું કે તમને જણાવી દઉં એ પ્રોપરરહેશે એટલે..’

પ્રવિણે તરત જ જવાબ આપ્યો, ‘ હા… તમે પ્રોપર જ કર્યુ મને તરત જણાવી દીધું એ જ સારુ કર્યું.’

પ્રવિણ જાતે ઊભો થઈ હિતેનભાઈની ચેમ્બરમાં જાય છે… હિતેનભાઈએ કહ્યું, ‘ પ્રવિણ મને બોલાવવો હતોને ભાઈ..!’

પ્રવિણે કહ્યું, ‘તમે વારંવાર મને આવું જ કહો છો.. પણ હુ એક્સેપ્ટસમ મિટીંગ ઈન માય ચેમ્બર..ક્યારેય નહીં બોલાવું એ તમને ખબર છે.. તમે વડીલ છો અને આજીવન આ રિસ્પેક્ટ રહેશે જ… સારુ સાંભળોને..! મને તમારું કામ પડ્યું છે. આજે સાઉથ આફ્રિકાવાળી પાર્ટી સાથે ડિનરમીટ છે… તમારો જ શોધેલ એકસ્ટેંડેડ ક્લાયન્ટ છે, તમારે રેપો પણ સરસ છે, તો તમે આજે મેનેજ કરી લેશો..?’

‘વ્હાય નોટ... પ્રવિણ... આઈ વીલ મેનેજ ધેમ પ્રોપર્લી.. તું ચિંતા ના કરીશ… પણ કોઈ સ્પેશિયલ કારણ..?’

‘અરે ના કોઈ જ એવું કારણ નથી… પણ હું શેઠને મળવા નીકળું છું અને મને વાર લાગી જશે, પછી હું સીધો જ ઘરે જતો રહીશ... આમ પણ લક્ષ્મી આજે થોડી પેનિક છે’

હિતેનભાઈએ પૂછ્યું કે ‘પેલી જ વાત માટે ને…? આ છોકરી પણ ખરી છે..! ગયા વર્ષે ત્યાં બેઠાં બેઠાં લક્ષ્મીને “ટેડ ટોક” માટે ફસાવી દીધી હતી અને હવે સીધી ઈન્ટરનેશનલ સ્ટેજ પર… પણ જે થયું તે સારુ થયુંને… લક્ષ્મીને “ટેડ ટોક”થી આટલી પ્રસિદ્ધિ મળશે એ કલ્પના જ કોઈએ નહોતી કરી.

લક્ષ્મીએ “પહેલ” એનજીઓ શરુ કરીને ચાર વર્ષમાં તો હજારો નવયુવાનોને પ્લેટફોર્મ પુરુ પાડી, રૂપિયા રળતા કરી દીધાને…! એપ્રિસિએટ તો થાય જ ને..! એ પછી જ તો એને “ મહાનારી મહારાષ્ટ્ર” એવોર્ડ મળ્યો હતો…’

‘હમમમમ… પણ મને સૌથી વધારે એ વાત ગમી કે એ એવોર્ડ લેવા એણે સ્ટેજ પર શેઠ-શેઠાણીને બોલાવ્યાં હતાં અને ક્રેડિટ પણ એમને જ આપી. અને એમને જ ક્રેડિટ જાય કેમ કે એ બન્ને જ એ એનજીઓનાં પહેલાં ટ્રસ્ટી છે.. હું નીકળુંને તો..?’ એમ જણાવી પ્રવિણ તરત પોતાના ડ્રાઈવરને મોટા શેઠ પાસે લઈ જવા કહે છે.

શેઠ અને શેઠાણીને હવે અનિવાર્યતા સિવાય બિલકુલ ઘરની બહાર નીકળાતું નથી… માત્ર પ્રવિણ, લક્ષ્મી, તેજલબેન, હિતેનભાઈ, નર્સ, કૂક અને જરુર પડે તો ડોક્ટર્સ સિવાય કોઈને પણ મળવા નહીં દેવા એવો લક્ષ્મીનો હઠાગ્રહ હતો… અને એટલે જ બન્ને નેવું વરસ આસપાસ પહોંચ્યાં તો પણ ખાસ કોઈ કોમ્પ્લિકેશન નથી આવતું.. એમના બેડરૂમમાંએવી વ્યવસ્થા ગોઠવી હતી કે એ બન્નેને વોઈસ કેમેરા દ્વારા મોનિટર થઈ શકતાં હતાં.. અમેરિકાથી દીકરા અને વહુ, લંડનથી પલ, અહીંથી આ લોકો જ્યારે ઇચ્છે ત્યારે વિડીઓકોલથી વાત કરી શકે અને બધુ જ મોનિટરીંગ કરી શકતાં.. અને લક્ષ્મી તો દરરોજ એમને મળવા જતી જ… આજે પણ પ્રવિણ શેઠને મળવા ગયો તો તે પણ પછી ત્યાં ભેગા થઈ જ ગયા.

પ્રવિણને જોઈને શેઠ રાજી થઈ ગયા.. પણ પછી તરત ચિંતા કરતા હોય તેમ કહ્યું, ‘મેં ના પાડી હતી તોય એણે તને કહી દીધુંને..! તારે આજે મિટિંગ હતી તો કેમ સ્કીપ કરી..? આપણે તો કાલે પણ મળી શક્યા હોતને..?’

પ્રવિણે કહ્યું, ‘એ લોકોને મારા કરતાં હિતેનભાઈ જોડે વધારે રેપોછે…એ મેનેજ કરી જ લેશે… પણ તમારે કાલ સુધી રાહ જોવાની શી જરુર… બિઝનેશ તો ચાલતો જ રહેવાનો… ફેમિલી ફર્સ્ટ...ચાલો હવે મારા મોટા શેઠ… બોલો શું આદેશ છે..?’ એમ થોડા મજાકિયા અંદાજમાં શેઠને હળવા કરવા પ્રયત્ન કર્યો.

શેઠે શેઠાણી સામે જોયું અને જાણે ઈશારો કરતા હોય તેમ સમજાવ્યું… એટલે તરત શેઠાણીએ પ્રવિણને પોતાના બેડ પર બેસવા ઈશારો કર્યો અને પછી એના માથા પર હાથ ફેરવીને થોડીવાર જોઈ રહ્યાં… આંખમાંથી બેચાર આંસુ પણ નીકળ્યાં. પ્રવિણે તરત જ એને હગકરીને કપાળે ચૂમીને કહ્યું, ‘બોલો.. શું કહેવું છે..? કંઈ જ ચિંતા કર્યા વગર જે મનમાં હોય તે કહી દો મને.'

શેઠાણી બોલ્યાં, ‘પ્રવિણ તું અને લક્ષ્મી લંડન જઈ આવો પછી… લક્ષ્મીએ હરિદ્વાર જે આશ્રમ બનાવવામાં આપણી કંપનીના પોતાના હિસ્સાના શેર કાઢીને સૌથી મોટું ડોનેશન આપ્યું છે અને જેની પાછળ મારું નામ લગાવડાવ્યું છે તે “ભારતી વાનપ્રસ્થાશ્રમ” પર રોકાવા લઈ જા…બહુ જ ઈચ્છા છે..!’

‘બસ… આટલું જ… ચાલો હું લંડન નહીં જાવ. લક્ષ્મી એકલી જ જઈ આવશે ત્યાં.. હું તમને બન્નેને આ રવિવારે જ લઈ જઉં..!’

લક્ષ્મીએ પણ કહ્યું, ‘હા.. મા પ્રવિણ તમને લઈ જશે.. કહેતાં હોય તો હું પણ આવું જોડે.. આમ પણ પેલી પલે તો મને બરાબર ફસાવી છે. મારે ત્યાં જવાની કોઈ જરૂર નથી.’

શેઠ હવે કહે છે… ‘પ્રવિણ…. ભારતી બા-ની ઈચ્છા એવી છે કે.. આપણે બધાં જ જોડે જઈએ. પલ આવી જાય પછી જ, પણ તું આજે અભિષેક જોડે વાત કરી એ બન્ને હસબન્ડ- વાઈફને જોડે આવવા માટે કન્વીન્સ કર.. એ કહે છે કે અમે બેમાંથી કોઈ એક જ આવીએ. જ્યારે અમારી ઈચ્છા છે કે તમે બન્ને, એ બન્ને, તેજલ અને મારી પલ… આપણે બધાં જ જોડે હરિદ્વાર જઈએ… અને ત્યાં અમારું મન ભરાઈ જાય ત્યાં સુધી રહીએ..’

પ્રવિણે પુરી વાત સાંભળી…પણ એના ચહેરા પરના ભાવ થોડા બદલાયા અને પછી એણે કહ્યું કે એ ચોક્કસ એવો પ્રયત્ન કરશે. એના મોં પરના ભાવ જાણે શેઠાણી સમજી ગયાં હોય છે એટલે ફરીથી કહ્યું, ‘દીકરા… એવું સમજ કે આ મારી છેલ્લી ઈચ્છા છે..!’

પ્રવિણે કહ્યું, ‘મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી… મારા માટે તો તમારી ઈચ્છા એ જ મારા માટે આદેશ છે..પણ એ બન્ને જોડે આવશે કે કેમ..!’

શેઠે આ સાંભળીને પ્રવિણને કહ્યું…‘આ હવે તારી પરીક્ષા છે… કદાચ અમારા તરફથી છેલ્લી …’

પ્રવિણે જતાં જતાં કહ્યું, ‘હું ચોક્કસ પ્રયત્ન કરીશ.’

એ દિવસે રાત્રે જયારે અમેરિકામાં સવાર થયું હોય છે ત્યારે પ્રવિણેડો.અભિષેકને ફોન કર્યો અને બધી જ વાત વિગતે કહી સંભળાવી…. તો સામેથી જવાબ મળ્યો કે…

વાર્તા ગમી હોય તો મને ફોલો કરી, રેટિંગ જરૂર કરવા વિનંતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED