છપ્પર પગી - 28 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 28

( પ્રકરણ-૨૮ )

‘દુ:ખ હોય તો એક એક દિવસ પસાર કરવો કપરો બની જતો હોય છે જ્યારે આનંદના દિવસો કેમ પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી… મારું આ જીવન તો જાણે પરીકથા જેવું હોય તેવું જ લાગે છે… આપણી પલ ગ્રેજ્યુએટ થઈ ગઈ… મારે અને પ્રવિણને બન્નેને સેરેમોનીમાંજવાનું છે…’ લક્ષ્મીએ તેજલબેનને ફોન પર કહ્યું.

‘લક્ષ્મી… પલને જોવા માટે મારું મન પણ તરસી રહ્યું છે. આ છોકરી પ્રણ લઈને જ ગઈ હતી કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી યુનિવર્સિટી ટોપ કરી અને ગ્રેજ્યુએશન પુરુ કરીને જ આવીશ… આજે ત્રણ વર્ષ ઉપર થોડું થયું. પ્રવિણ તો બિઝનેશના કામે જઈ ચાર પાંચ મહિને મળી આવતો… તું પણ બે વખત જઈ આવી… મેં જ નથી જોઈ એને.. અને એ પલડી વાઈડી મને ફોન કરે તો ધરાર ઈંગ્લીશ જ બોલે. એના નાના જોડે ગુજરાતીમાં તડાકા મારે પણ મારી હારે તો એક પણ શબ્દ ગુજરાતી ન બોલે.. અને ફાંકડૂ અંગ્રેજી બોલી ને કે.. ઓ.. નાની માય સ્વીટહાર્ટ.. ઈફ યુવોન્ના સ્પિક વીથ મી.. જસ્ટ ગો ઓન સ્પિકિંગ ઈન પ્યોર ઈંગ્લીશ, આઈ ડોના વોન ટુ સ્પિક ઈન ગુજરેજી લેંગ્વેજ…લક્ષ્મી તું તો ક્લાસ કરીને શીખી.. એ વાઈડીએ મને ત્રણ વર્ષમાં ઈંગ્લીશ બોલતી કરી દીધી… અને પાછી કહે છે.. ગુજરેજી લેંગ્વેજ.. …હાહાહા..’

‘કાલે મને ફોન કરીને પલે તારી જૂના દિવસોની નકલ કરીને બોલી… ‘ ઓઈ નાની… હું તમારી સોળી લખમીની સોળી પલડી બોલું સુ… ઈંગલેનથી.. મારા તઈણ વરહ આંઈ પુરા થય ગ્યા સે.. હુ આંય પઈણામઆઈવુ ઈમા હવથી મોખરે સવ.. બોઈલ મેં કીધું તુ તન ને મારી માને.. એકલો મારો બાપુ ને જ માર પર વિસવાહ હતો..તમને બે તો હતું કે હુ ફાંકામારુ સવ.. જોઈલે જે તારી સોળી ને આંય બધાય હોનાનો સાંદો પેરાવશે..’

સાચું કહું લક્ષ્મી એકવાર તો મને વીસ વરસ પહેલાંની તું જ બોલતી હોય એવું લાગ્યું .. પછી મારાથી ફોન પર રડી જવાયું તો … બાય માય સ્વિટહાર્ટ નાનકુડી.. કહીને ફોન કટ કરી દીધો. જાવ તમે બન્ને જલ્દી અને લઈ આવો મારી પલ ને… હવે મારે જલ્દી એને જોવી છે.’

‘… પણ મા હું શું બોલું ત્યાં..? આ પલ છેને ત્યાં પણ ક્લાસમાંમારી પેરોડી કરતી. એક ગુજરાતી બોર્ન ફેકલ્ટી તો એની જોડે મારી જૂની લેંગ્વેજ સ્ટાઈલમાં એની જોડે તડાકાં મારતી હોય છે…બોલો…એની બધી જ ફેકલ્ટીને મારી સ્ટોરીની ખબર છે.. એકવાર મને હરદ્વાર બોલતાં નહોતુંઆવડતું અને આજે ત્રણ એનજીઓ ચલાવું અને બીજી બધી શોસ્યલએક્ટીવીટી કરાવું એવું ત્યાં બધે કહી આવી એટલે હવે યુનિવર્સિટીવાળાઓએ મને ગ્રેજ્યુએશન સેરેમોની માટે સ્પેશ્યલીઈનવાઈટ કરી...લેક્ચર આપવાનું કહ્યું છે.. બોલ મા… મારે શું કહેવું ત્યાં ..! એને પૂછ્યું તો વાઈડી કે છે.. ઈટ્સ યોર પ્રોબ્લેમ મિસીસ લક્ષ્મી પ્રવિણભારતીય…. યુ ડિસાઈડ વોટ યુ વોન્ના સ્પિક..!’

સામે છેડેથી તેજલબેને કહ્યું, ‘બેટા… રાત્રે આવીએ છીએ તારા ઘરે જમવા.. કૂક જોડે તું આજે શાક ન બનાવડાવતી.. તારા હાથનું ભરેલરીંગણનું હવેજીયું શાક ખાવું છે… એ વખતે વાત કરીએ. અત્યારે થોડી બીઝી છું…તારા બાપુને લઈને જઉં છું… આપણા ફિઝીઓ આજે રક્ષાબંધનને કારણે ઘરે નથી આવ્યા.. એમના કોઈ ફ્રેંડ છે.. એમને જોડે લઈ જાઉં છું… જય શ્રી કૃષ્ણ બેટા..’

‘જય શ્રી કૃષ્ણ મા… મળીએ સાંજે..’ લક્ષ્મીએ ફોન પુરો કરી એમનાં સાસુ-સસરાની યાદમાં શરુ કરેલ એનજીઓ “સ્પંદન” સાથે સંકળાયેલપાટીલ સાહેબ અને એનાં ધર્મપત્નિને મળવા એના ઘરે જવા નીકળી ગઈ.

લક્ષ્મીની એક સરસ આદત હતી.. એ ત્રણ એનજીઓ ચલાવતી, પુરેપુરું ફાયનાન્સ પણ કરતી પણ વાત કે ચર્ચા કરવાની હોય તો એ ફોન પર વાત કરવાનું અવોઈડ કરતી અને જેનું સંલગ્ન કામ હોય તેમના ઘરે જ રુબરુ જઈને જ પર્સનલ ટચ આપી વાત કરતી…

ડ્રાઈવરે કહ્યું.. ‘બહેન તમારે તો પાટિલદાદાને ત્યાં થોડીવાર લાગશે ને..? તો હું સ્પંદન પર જઈ મારી ફોઈની જોડે જઈ આવું ?’

‘અરે… હા બેટા જઈ આવ… મારે કલાક તો અહીં થશે જ અને તાઈ મને બપોરે જમ્યા વગર અહીંથી જવા જ નહીં દે.. એટલે તું પણ નટુદાદાને પહેલાં મળી, તાત કરી પછી જ તારી ફોઈ જોડે બેસજે.. અને નટુદાદાને હું ફોન કરી દઉં છું કે તને એમની જોડે જમવા બોલાવી લે..એટલેતું શાંતિથી આવજે… તારી ફોઈને આ કાર બહુ ગમે છે તો એક બે ચક્કર પણ મરાવી દેજે.. એ રાજી થશે.’

ડ્રાઈવર સ્પંદન પર જવા નીકળ્યો અને લક્ષ્મી પાટિલ પરિવાર જોડે “સ્પંદન” બાબતે જરુરી ચર્ચા વિચારણા કરવા બેઠી. તાઈ બધાં માટે ગ્રીન ટી બનાવીને લાવ્યાં, લક્ષ્મીએ પોતાના પર્સમાંથી અગિયાર લાખનો ચેક કાઢીને પાટિલ સાહેબના હાથમાં મુક્યો અને કહ્યું, ‘કાકા…મલા વાટતં કી હી અકરા લાખ રુપયાંચી રક્ક્મ તુમ્હાલા હવં તે સગળં કરેલ…તરીહીઅજૂન ગરજ અસેલ તર સાંગા…આમચ્યા દુસર્યા કંપનીચા વેલફેયર ફંડ અજૂન વાપરાયચા આહે, ત્સાતૂન આણખી રક્કમ વાટુ શકતે…’

પાટિલ સાહેબે જવાબ આપ્યો, ‘ બેટા પુરે ઝાલે… અજૂન ગરજ પડલી તર આતા માઈયા પૈશાચે કાય કરું? માઈયા કડેહી દોન-તીનએફ.ડી. હે આહે…!

લક્ષ્મીએ બાકીની જરુરી બાબતો ચર્ચી અને પાટિલ સાહેબ પોતાના અનુભવોના આધારે આગામી ત્રણ ચાર વર્ષોનાં આયોજન અંગે રૂપરેખા નક્કી કરી રહ્યા હતા…એ દરમ્યાન તાઈએ રસોઈ બનાવી દીધી હતી અને પછી સાદ પાડીને કહ્યું, ‘હવે તમે બન્ને જે વાતચીત કરવી હોય તે ટેબલ પર કરજો.. આવો આપણે ત્રણેવ જમી લઈએ..’

લક્ષ્મી માટે અહીં આનાકાની કરવા જેવું હતું પણ નહીં અને તાઈ જોડે એનું કશું ઉપજે પણ નહીં..! એટલે એ બન્ને હવે ટેબલ પર ગોઠવાઈનેઆગળની વાતચીત ચાલુ રાખે છે.. એમની વાત પુરી થઈ એટલે તાઈએકહ્યું, ‘ લક્ષ્મી તું અને પ્રવિણ લંડન જાઓ છો ને ? શિવાંશ તમને મળવા આવશે જ… મારું થોડું સંપેતરું લઈ જજે. એને થોડા દિવસ તો ભાવતુંમળી જશે..’

લક્ષ્મીએ કહ્યું, ‘તમે અહીંથી કશુ ન બનાવશો.. મને ખબર છે શિવાંશને શું ભાવે છે… મારે ત્યાં કૂક છે જ.. હું બનાવી અને સરસ પેક કરી લઈ જઈશ… હવે તમારા હાથે જ બનાવીને મોકલવાની જીદ ના કરશો.. તમારે એ કડાકૂ્ટવાળું કામ હવે બહુ નહીં કરવાનું..!’

બપોરે જમ્યા બાદ થોડીવાર બેઠા પછી ડ્રાઈવર પરત આવી ગયો હતો એટલે લક્ષ્મી અને ડ્રાઈવર બન્ને પોતાનાં ઘરે જવા નીકળી ગયાં.

વાર્તા ગમી હોય તો ફોલો કરી, રેટિંગ જરૂર કરવા વિનંતી.