Chhappar Pagi - 27 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 27

( પ્રકરણ-૨૭ )

ઘરે પહોંચતાં જ લક્ષ્મી શેઠાણીએ આપેલ પોતાની ડાયરીનેસંભાળીને કબાટમાં મુકી દે છે અને પ્રવિણને કહે છે કે, ‘આજે શેઠાણીને સાંભળ્યા પછી, મને તો એવું લાગતું હતું કે નિત્ય પુજાપાઠ, ડ્રાઈવિંગ શીખ્યું, અંગ્રેજી શીખ્યું , સારી મેનર, એટીકેટ, ડ્રેસિંગ, બાળકો માટે અને આપણા માટે ધન ભેગું કર્યુ, વ્યવસાયમાં સફળ થયાં…આ બધુ થઈ ગયુંએટલે જીવન સફળ..! પણ… પ્રવિણ મને લાગે છે કે આપણે તો યોગ્ય માર્ગે જવાની હજી કદાચ શરૂઆત જ કરી છે…। માર્ગ ઘણો લાંબો છે, સમય કોની પાસે કેટલો છે ? કોઈને ખબર જ નથી… ! હું નાની હતી ત્યારેસવારે શાળાએ જતી તો રસ્તામાં એક કરિયાણાના વેપારી પરમાણંદબાપાની દુકાને રોજ રેડિયો પર ભજન વાગતાં.. રેડિયો જોવાની કૂતુહલતાએ કદમ થોડાં ધીમાં કરી દેતી...એ વખતે સાંભળેલાં કેટલાંક ભજનોની પહેલી કડી જ યાદ રહેતી. તે ગણગણતા આગળ શાળાએ જતીરહેતી. આજે કદાચ હવે સમજાય છે કે “ વિજળીનાં ચમકારે મોતીડાંપરોવવાં” દ્વારા પાનબાઈ શું કહેવા માંગે છ. પ્રવિણ મને શેઠાણીએ આજે ચમકારો કરાવ્યો.. હરિનો મારગ શૂરાનો, નહીં કાયરનું કામ… શેઠાણી એક વિરાંગના છે, કેવી રીતે એ મને સમજાઈ ગયું છે…મને ‘ભગવદ્દગીતા’કદાચ જાતે નહીં સમજાય તો હું કોઈ મદદ લઈશ… પણ હાલ પુરતી તો એની ડાયરી મારે માટે એક ‘ગીતા’ જ છે..’

એક શ્વાસે બોલી ગયેલી લક્ષ્મીની વાત પ્રવિણ ધ્યાનથી સાંભળતો હતો… પછી કહ્યું, ‘લક્ષ્મી, તારા માટે પહેલાં મને અનુકંપા, પછી સદ્ભાવ, પછી લાગણી અને તાદાત્મ્ય બંધાયું હતું… પણ આજે તો આ સાંભળ્યા પછી, તારા માટે સન્માન થાય છે….મને પણ એટલી તો ખબર છે કે ..આ પૈસો, પાવર, પોઝીશન કે પ્રસિદ્ધિ આવવી એ કદાચ ભાગ્ય હોય તો આપણને મળી તેવી સહેલી છે, મહેનત કરી મેળવવું કંઈ અશક્ય નથી, જાળવવું કઠિન છે …પણ આ બધું પચાવવું ખૂબ જ દુષ્કર છે… આપણને બન્નેને ઈશ્વરે સહધર્મચાર બંધાવી…કદાચ નિમિત્ત બનાવ્યાં છે એવું જ મને લાગે છે… આપણી ઉપર ઈશ્વરે શેઠ શેઠાણીના માધ્યમથી ઈશ્વરે ભરોસો મૂક્યો છે…પણ સાથે સાથે એક લોભામણી સરળ મજાની લસરપટ્ટી જેવી જિંદગી તૈયાર કરી આપી છે… આપણને મળેલ આ ઐશ્વર્યથી આ દુનિયામાં બધું જ પ્રાપ્ય છે જે સામાન્ય માણસો ઝંખીને સતત રચ્યા પચ્યારહેતા હોય છે. મને એવું હતું કે લક્ષ્મી તને આવું બધુ ગમશે તો એ જ માર્ગે જવું પડશે પણ આજે તે આ વાત કરી મને સંપૂર્ણપણે જીતી લીધો છે.. (હવે સહર્ષ સજલ નયને ) તું મારા માટે લક્ષ્મી જ નહીં, ભાગ્યલક્ષ્મી છો... તને મારા જીવનમાં મોકલી ઈશ્વરે મને એક શ્રેષ્ઠત્તમ વરદાન આપ્યું છે… આપણે બન્ને મળીને ઈશ્વરે શેઠ-શેઠાણીના માધ્યમ દ્વારા મુકેલો ભરોસો એળે નહીં જવા દઈએ… હું ક્યાંય કોઈ માર્ગ ચૂકું એવું સ્હેજ પણ લાગે તો તું મને સંભાળી લેજે..’

પલ સુઈ ગઈ હોવાથી પારણામાં હળવેથી મુકી લક્ષ્મી તરત પ્રવિણનો હાથ પકડીને પોતાના ઘરના મંદિર પાસે લઈ જાય છે. ત્યાં બેસાડીને કહે છે, ‘આપણે બેવ એકબીજાને લપસતાં તો કદાચ સાચવીએએતો ફરજ છે.. પણ ચાલો અત્યારે મા-ને જ પ્રાર્થિએ કે, હે મા.. અમે તારાંછોરુ છીએ… ભવસાગરમાં સામે હજારો વમળો આવશે.. મા અમને માર્ગ બતાવતી રહેજે.. તારાથી દૂર કદાપી ન કરજે…મા અમને શબ્દોનીઆંટીઘૂંટી નથી ફાવતી… અમારી લાગણી સમજજે.. મા તું તો મુંગાઓનીપણ વાત સાંભળે તો… અમારી કંઈ કમી રહે તો અમારા શબ્દો પર નહીં… અમારી ભાવનાઓને બળ દેજો.. મા.. શેઠ-શેઠાણીના ભરોસે અમે ખરાં ઉતરીએ એવા આશીર્વાદ દેજે મા.. નહીંતર આ દુનિયામાંથી લોકોનો ભરોસો ડગવા માંડશે… કોઈ કોઈનો ભરોસો નહીં કરે...બન્ને મા સામે હાથ જોડી પ્રાર્થના કરે છે, પછી લક્ષ્મીના એ જોડેલ હાથને પ્રવિણ પોતાના બન્ને હાથ વીંટાળીને પવિત્ર ભાવે કહે છે.. આપણે બંને આ માર્ગથી નહીં ચૂકીએ… મા આપણું ધ્યાન રાખશે… મા તારે જે કરાવવું હોય તે કરાવજે, નિમિત્ત અમને બનાવી અમારી પર દયા દાખવતી રહેજે… તારી કરુણા વહાવતી રહેજે.’

બન્ને પુનઃ પ્રણામ કરી નિંદ્રાદેવીના ખોળામાં પરમ શાંતિ સાથે એક અગાઢ નિંદરમાં ગરકાવ થઈ જાય છે.. એક એવા દિવ્ય સ્વપ્ન સાથે કે આવતી કાલનો સૂર્ય હવે કદાચ એમના માટે સોનાનો ઊગશે…

લગભગ સવારે પાંચ સવાપાંચ જેવો સમય થયો હશે… પારણામાંથી અવાજ આવે છે.. આ સચેત યુગલ તરત જાગી જાય છે… બન્નેની નજર પારણાની અંદર જાય છે.. અને જુએ છે તો.. પલ એકલીએકલી રમતી, એક દિવ્ય પ્રભા એના ચહેરા પર દેખા દેતી હોય એમ એ સહજ ભાવ સાથે ખિલખિલાટ હસતી હતી… બન્નેનું મોઢું જોઈ પલ હવે વધારે સ્મિત સાથે, પોતાના હાથ પગ હલાવી જાણે એને જલ્દી તેડી લે .. એવું કહેતી હોય…

પ્રવિણ અને લક્ષ્મી બન્ને બે હાથ જોડી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી…

“समुद्र-वसने देवि, पर्वत-स्तन-मंडिते ।

विष्णु-पत्नि नमस्तुभ्यं, पाद-स्पर्शं क्षमस्व मे” ॥

આ શ્લોક બોલી, ઝડપથી પગ નીચે મુકી પોતાની વ્હાલી પલને ઊંચકી છાતી સરસી ચાંપી લે છે…

વિનંતી: વાર્તા ગમી હોય તો ફોલો કરજો... રેટિંગ પણ 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED