Featured Books
શ્રેણી
શેયર કરો

અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 2 (છેલ્લો ભાગ - કલાઈમેક્સ)


કહાની અબ તક: મને બહુ જ વિચિત્ર સપનું આવ્યું હતું, હું બહુ જ ડર અનુભવી રહ્યો હતો. કિચનમાં પાણી પીવા હું ગયો ત્યારે ત્યાં કોઈ એ આઇસ્ક્રીમ ખાધી હોય એવું લાગી રહ્યું હતું, હું વધારે ડરી ગયો અને ફરી મારા રૂમમાં આવીને ટીવી જોઈ રહ્યો, હા, ટીવીને મેં બંધ કરી હતી તો પણ એમાં મારો જ ભૂતકાળ હું જોઈ રહ્યો હતો. ગીતા મને કહી રહી હતી કે પોતે મને પ્યાર નહિ કરતી અને એને દસ વર્ષનો છોકરો પણ છે! પણ હું એને કહી રહ્યો હતો કે હું એને બહુ જ પ્યાર કરું છું!

હવે આગળ: "હું એ કઈ જ નહિ જાણતો, બસ તું એટલું સમજી લે કે હું તને બહુ જ પ્યાર કરું છું અને એની માટે હું કઈ પણ કરવા તૈયાર છું, દુનિયાની કોઈ પણ તાકાત મારી સામે આવશે તો પણ હું એનો સામનો કઈ લઈશ!" મેં એને કહ્યું.

"હે ભગવાન, તું કેમ સમજતો નહિ!" એને ખુદના માથાને પકડી લીધું, એ બહુ જ અસહાય મહેસૂસ કરી રહી હતી.

અચાનક જ ટીવીમાં આવતા દૃશ્ય બદલાય ગયા, કોઈ દસેક વર્ષના છોકરાની પડછાઇ ત્યાં દેખાવા લાગી, હા, કિચનમાં જેવી મેં જોઈ હતી હૂબહૂ એવી જ, આઇસ્ક્રીમ ખાતા!

"મમ્મી, આઇસ્ક્રીમ આપ ને!" બસ આ જ શબ્દો વારંવાર આખાય ઘરમાં ગુંજી રહ્યાં હતા! અને ધીમે ધીમે એનો અવાજ વધી રહ્યો હતો! છેવટે આખરે ટીવી એક ધમાકા સાથે ફૂટી ગઈ અને એના કાચના ટુકડા જાણે કે મને જ ધસી જવાના હોય એવું લાગી રહ્યું હતું, મારી ચીસ નીકળી પડી!

એક પળમાં જાણે કે એ ટુકડાઓ ફરીથી જોડાઈ ગયા અને ટીવી ફરીથી ચાલવા માંડ્યું.

મારા કરેલા પાપની દાસ્તાન એમાં ચાલવા માંડી! હું બહુ જ ગભરાઈ ગયો.

ટીવીમાં બધું જ બતાવાઈ રહ્યું હતું, હા, એવી જ રીતે જેવી રીતે કોઈ ન્યુઝમાં ક્રાઇમ સીન બતાવાઈ રહ્યાં હોય!

ટીવીમાં ગીતાં રડી રહી હતી, "કાશ પરાગ તું હમણાં અહીં હોત તો આવું કંઈ થાત જ ના!" એ એના ઘરે રડીને કહી રહી હતી, જો મને ખબર હોત કે એ મને પ્યાર નહીં કરતી, તો શાયદ હું એને એટલી મજબૂર ના કરતો! પણ હવે બહુ જ વાર થઈ ગઈ હતી. મેં તો પાપ કરી દીધું હતું!

ટીવીમાં દૃશ્ય બતાવાય રહ્યાં હતાં -

"ચાલ બેટા, તને હું આઇસ્ક્રીમ ખવડાવું, મારા ફ્રીજમાં બહુ બધી આઇસ્ક્રીમ છે.." હું ઘરે આવ્યો એ પહેલાં જ મેં ગીતાનાં ગાર્ડનમાં રમતા બીટ્ટુ ને જોઇને મારા પ્લાન પ્રમાણે ઘરે લઈ જવા વિચાર્યું હતું. ટીવી પર મારા ચહેરાની એ કાતિલ સ્માઈલ જોઈએ એક પળ માટે તો હું ખુદ જ વિચારમાં પડી ગયો કે હું આટલો ખરાબ કેવી રીતે હોઈ શકું છું!

બીટ્ટુ એ જાતે જ ફ્રીજમાંથી આઇસ્ક્રીમ કાઢી અને આ વખતે એને ટીવીમાં થી જ મારી સામે જોયું, એની આંખો એકદમ લાલ હતી, ચહેરો બહુ જ ડરાવનો લાગતો હતો, એ ધીમે ધીમે ટીવીની અંદરથી હા, બહાર આવી ગયો!

"મને મારી નાંખ્યો હતો ને! હવે હું પણ બદલો લઈશ!" એને ચીસ પાડી, મારે પણ બચવા માટે જોરથી ચીસ પાડવી હતી, પણ જાણે કે અવાજ મારા ગળામાંથી નીકળી જ નહોતો રહ્યો. થાકીને, હારીને, હું આખરે મારા મોતનો ઇન્તજાર કરતો રહ્યો.

મેં જોયું તો ટીવીની અંદર બીટ્ટુ પાછો જઈ રહ્યો હતો, મને લાગ્યું કે શાયદ એને મને માફ કરી દીધું, પણ હું ગલત હતો.

ટીવીની સ્ક્રીન એકવાર ફરી એક ધમાકા સાથે ફાટી અને એનાં કાચનાં ટુકડા મારા શરીરમાં ધસી ગયા. હું દર્દથી ચીસ પાડવા માંગતો હતો, પણ અવાજ આજે નીકળવા જ નહોતો માગતો. થોડી વારમાં બધું જ શાંત થઈ ગયું અને એક ગહેરો અંધકાર મારી આંખોની સામે આવ્યો. મારા પાપની સજા મને મળી ગઈ હતી.

(સમાપ્ત)