Featured Books
શ્રેણી
શેયર કરો

અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 1


પહેલાં ક્યારેય આવું મેં ફીલ જ નહોતું કર્યું. કોઈ આકૃતિ જાણે કે ટીવીમાં થી બહાર આવી રહીં હતી! એકદમ જ એ મારી એકદમ નજીક આવી ગઈ તો હું હેબતાઈ ગયો. ડર અને આશ્ચર્યની લાગણીઓથી હું ઘેરાઈ ગયો.

ચાદર હટાવી તો ખબર પડી મને કે આ તો એક સપનું જ હતું. હા, જાણે કે હકીકત જ હોય એમ આ સપનાએ મને બહુ જ ડરાવી દીધો હતો!

ડર ને લીધે ગળું સુકાઈ ગયું હતું, પાણીની જરૂર લાગતા મારા પગ કિચન તરફ જવા લાગ્યા. કિચન નું દૃશ્ય જોઈને મારો ડર સો ગુણાં વધી ગયો! બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો, એના અંદરની મુકેલી આઇસ્ક્રીમ જાણે કે કોઈએ ખાધી હોય એવી રીતે ટેબલ પર હતી. મેં દરવાજો બંધ કરી દીધો. પાણી પીને રૂમમાં આવી ગયો.

માંડ થોડી વાર જ આંખ બંધ કરી હશે કે એકદમ જ ટીવી એની જાતે જ ચાલુ થઈ ગઈ, રૂમની બાકીની બધી જ લાઈટો બંધ થઈ ગઈ! ટીવી પર દૃશ્ય આવવા લાગ્યું કે જે ભૂતકાળની જ મારી ઘટનાને બતાવી રહ્યું હતું! મારા માથે પરસેવો આવવા લાગ્યો. પરસેવાને સાફ કરવા મેં જેવો જ હાથ મૂક્યો, હાથમાં કંઇક ગાઢું દ્રવ્ય હોય એવું લાગ્યું, જોયું તો આંખ ફાટી ગઈ! હા, એ લોહી જ હતું! ડર ની સાથે મેં ફરી જોયું તો ત્યાં પરસેવો જ હતો, મને હાશ થઈ. ટીવીમાં આવતા દૃશ્ય પણ નોર્મલ થયાં, મેં રિમોટથી ટીવી બંધ કરી દીધી.

એક અવાજ સાથે ટીવી ફરી એની જાતે જ ચાલુ થઈ ગઈ હતી. હું થોડો વધારે ડર અનુભવી રહ્યો હતો. ટીવી પર હા, મારાં જ ભૂતકાળને હું આંખો ફાડીને જોઈ રહ્યો હતો -

"આપને સારા દોસ્ત છીએ, તું કેમ નહિ સમજતો હું પરણેલી છું અને મારો એક દસ વર્ષનો છોકરો પણ છે!" ગીતા મને કહી રહી હતી.

"અરે પણ મેં તને સાચા દિલથી પ્યાર કર્યો છે, કેમ તું મારા પ્યારને સમજતી નહિ?! મારી સાથે તો તું કોફી પીવા જાય છે, આટલી બધી વાતો પણ કરે છે!" હું પાગલની જેમ એને કહી રહ્યો હતો. કિચનમાં થી અવાજ આવ્યો તો જાણે કે હું ટીવી ના મોહમાંથી બહાર આવ્યો.

હું દોડીને કિચનમાં ગયો તો એટલી જ સ્પીડ થી વળી પાછો રૂમમાં પણ આવી ગયો. કોઈ પડછાઈ કિચનમાં આઇસ્ક્રીમની ચમકી ચાટી રહી હતી, મને લાગ્યું કે હું રૂમમાં સુરક્ષિત છું, ટીવીમાં આગળ નું દૃશ્ય પ્લે થયું અને હું ફરી એને જોઈ રહ્યો હતો -

"કમ ઓન, જો મને ખબર હોત કે તું આપની દોસ્તીને પ્યાર સમજી રહ્યો છે તો હું ક્યારેય પણ તારી સાથે વાત પણ ના કરતી!" ગીતાની આંખોમાં આંસુઓ હતા.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: ટીવીમાં ગીતાં રડી રહી હતી, "કાશ પરાગ તું હમણાં અહીં હોત તો આવું કંઈ થાત જ ના!" એ એના ઘરે રડીને કહી રહી હતી, જો મને ખબર હોત કે એ મને પ્યાર નહીં કરતી, તો શાયદ હું એને એટલી મજબૂર ના કરતો! પણ હવે બહુ જ વાર થઈ ગઈ હતી. મેં તો પાપ કરી દીધું હતું!

ટીવીમાં દૃશ્ય બતાવાય રહ્યાં હતાં -

"ચાલ બેટા, તને હું આઇસ્ક્રીમ ખવડાવું, મારા ફ્રીજમાં બહુ બધી આઇસ્ક્રીમ છે.." હું ઘરે આવ્યો એ પહેલાં જ મેં ગીતાનાં ગાર્ડનમાં રમતા બીટ્ટુ ને જોઇને મારા પ્લાન પ્રમાણે ઘરે લઈ જવા વિચાર્યું હતું. ટીવી પર મારા ચહેરાની એ કાતિલ સ્માઈલ જોઈએ એક પળ માટે તો હું ખુદ જ વિચારમાં પડી ગયો કે હું આટલો ખરાબ કેવી રીતે હોઈ શકું છું!