લાગણીઓ નું મર્ડર Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓ નું મર્ડર

તેર્યાની લાગણીઓનું મર્ડર

તેર્યા નું રીઝલ્ટ આજે સારુ નહતું આવ્યું .એ હવે ગુમસુમ ને ઉદાસ રહેવા લાગી.જે તેર્યા નાનપણમાં અવ્વલ નંબર પર પાસ થતી..હરેક એકટીવીટીમાં આગળ રહીને ભાગ લેતી.તે હવે ગુમસુમ કેમ થઈ ગઈ છે એવું એની મધર શ્રેયા વિચારવા લાગી.જે તેર્યા બધા જોડે રમવા જતી આજ એ ઘરમાં જ રહેતી ને વિચારોના વમળ એના માનસપટ પર છવાઈ રહેતા. ઘરની બહાર જવાનું એણે છોડી દીધુ .એક વાર તેર્યા રાતે ચીસ પાડીને ઊભી થઈ ગઈ. એની મોમ એનો અવાજ સાંભળી એના રૂમમાં ગયા...જ્યાં એ પરસેવાથી રેબઝેબ ડરીને એક ખૂણામાં બેઠી હતી ને પોતાની જાતને જાણે કોઈ અડે નહી એમ સીકુડાઈને ખૂણામાં ભરાઈ ગઈ...

તેર્યા ની મધર એની હાલત જોઈ ડરી ગયા....એમને એને ઢંઢોળી તો એ જોર જોરથી રોવા લાગી ...શ્રેયા એ એને પૂછતા એણે એની જોડે શું થયું એ બધી વાતથી અવગત કરી....

તેર્યા જ્યારે 10 વર્ષ ની હતી ત્યારે રોજ બાજુના ઘરમાં રમવા જતી..જ્યાં એમના પાડોશીની વહુ ને 1 વર્ષનો દીકરો હતો.ને તેર્યા ને એની જોડે બહુ ગમતું...
રોજ તેર્યા નો નિત્યક્રમ હતો એમના ઘરે જવાનો...પણ એકવાર નાનકડા તીર્થના મમ્મી કામથી બહાર ગયા હતા ને ઘરે દાદા દાદી ને તીર્થ...

તીર્થ ઘોડીયામાં રમતો હતો ને તેર્યા ત્યાં આવી ને એને રમાડવા લાગી...દાદી એનું ધ્યાન રાખવા કહી ઘરની નજીક વસ્તુ લેવા ગયા જ્યાં તીર્થ સાથે એના દાદા ને તેર્યા એકલા જ ઘરમાં હતા.
તીર્થ રમતા રમતા ઘોડીયામાં સુઈ ગયો ત્યાં દાદાજીની નજર તેર્યા પર પડી ને એને ખરાબ નજરે જોવા લાગ્યા.....પછી એમને તેર્યા ને એમના બદઈરાદા સાથે પીંખી નાખી....તેર્યા ને હજી કોઈ સમજ પડતી નહતી...એમને એને મોલેસ્ટ કરી ને તેર્યા નું બાલમાનસ મન શું થયું એ સમજી ન શક્યું.....
તેર્યાને આમ ને આમ ઘણી વાર દાદાજી એ જયારે એકલા હોય ત્યારે પોતાના હવસની શિકાર બનાવી...તેર્યા ને જ્યારે સ્કૂલમાં બેડ ટચ ને ગુડ ટચ નો લેશન શીખવવામાં આવ્યો ત્યારે એનામાં બધી સમજ આવી..
તેર્યા એ આ વાત એની મોમ ને કરી રડતા રડતા.... જ્યારે સમય નો વહેણ વીત્યો ને એ મોટી થતી ગઈ એનું મન માનસિક તણાવથી ઘેરાવા લાગ્યું ને એને આમાંથી બહાર કાઢવા દાદાજી ઉપર કેસ કર્યો....
તેર્યા એ દુનિયા શું કેહશે પોતાને બધા કેવી રીતે જોશે એની પર કેટલી આંગળીઓ ચીંધાશે એની પરવાહ કર્યા વગર એની મોમ અને ડેડને પોલીસ કેસ કરવા કહ્યું....ને એના મોમ ડેડ સાથ આપી તેર્યા એ પોલીસ કેસ કર્યો એને મોલેસ્ટ કરી ધમકી આપી એના ઉપર કેવા કેવા અત્યાચાર થયા....એની લાગણીઓનું કેટલી વાર મર્ડર થયું ....આજે તેર્યા ખુશ છે એણે એક હવસખોર ને જેલના સળીયા પાછળ ધકેલી દીધો......

કહેવાય છે કે વ્યક્તિ કેટલું પણ ખુશ હોય પણ માનસિક રીતે તે અંદરથી ઘવાયેલું હોય છે જ્યારે એની લાગણીઓનું મર્ડર થાય છે. ...

વ્યકિત ને તકલીફ ત્યારે નથી થતી જ્યારે એને પોતાનાં સમજી નથી સકતા,પણ ત્યારે તકલીફ થાય છે જ્યારે પારકા આવીને એના આત્મવિશ્વાસ ને હદયને તારતાર કરી નાખે છે,અંગને અડવું સહેલું છે પણ એકવાર મન તૂટી જાય ત્યારે એને જોડાતા વર્ષો લાગી જાય છે,આજની આ દુનિયાની કડવી વાસ્તવિકતા એ જ છે કે હર કોઈ અહીં પારકુ છે,સ્ત્રી કોઈ સાથે વાતો કરે તો એને ખોટી ને ખરાબ ની માન્યતા આપી દેવાય છે...પણ સામે વ્યકિત પોતે કેટલો સારો છે એ કોઈ જાણતા નથી....આજની દુનિયા જૂઠા પર જ નિર્ભર કરે છે....