તારી યાદ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી યાદ

"તુ કયાં છે ? મને તારી બહુ યાદ આવે છે.

આજે હું ખુશ છું કારણ કે આજે એનો જન્મ દિવસ છે. હદયમાં કયાંક ઉંડે ઉંડે કોઈ દુઃખી છે.



તે કોણ છે તે ખબર નથી.હું દોડતી દોડતી તેના રૂમ તરફ ગઇ

ત્યાં જઇ બોલુ કે બેટા કયાં છે તું ચાલ જલદી તૈયાર થઇ જા.

"આપણે આજે બહાર જવાનું છે."

"કારણકે આજે તારો જન્મ દિવસ છે".

તને ખબર છે. મારા ને તારા પપ્પાના લવ મેરેજ છે માટે અમારા જીવનમાં જે સૌથી મોટી ખુશી છે તે તું જ છે.


જ્યારે તારો જન્મ થવાનો હતો ત્યારે ડોક્ટરે કીધું હતું કે બેબીના ધબકારા ધીમાં છે છતા અમે આશા ન છોડી.


" તુંઆવી એ અમારી જીંદગીની અનમોલ ઘડી હતી."



જયારે તૂ થોડી મોટી થઇ તારૂ નામ શું રાખવું તે મુંઝવણ હતી.માટે અમે "મારા નામનો અક્ષર પ્રિ (પ્રિયા) તારા પપ્પાના નામનો અક્ષર શા(શાન) એટલે પ્રિશા રાખ્યું. "
તું સૌ પ્રથમ માં બોલતા શીખી એ શબ્દ મને હજુ સંભળાય છે.


અરે હું આટલું બધું બોલી ગઇ પણ તું જવાબ પણ નથી દેતી. અરે પ્રિશા તું કયાં છે? રૂમ જોયો આખું ઘર જોયું પ્રિશા કયાં છે તું?

કદાચ બગીચે ગઇ હશે. હું દોડતી બગીચે ચાલી અરે અહિં પણ પ્રિશા નથી. મને લાગે છે કદાચ તેના પપ્પા લઇ ગયા હશે. ચાલ ઘરે જાવ તે આવશે.

મારે પ્રિશા ને વિશ પણ કરવી છે. ઘરે આવી પાણી પીધું ત્યાં તો ડોરબેલ વાગી ટિન...ટિન...ટીન...

હું ખુશી થી દોડી કે પ્રિશા આવી દરવાજા ખોલ્યો ત્યાં શાન ઊભો હતો. મે તેની સામે જોયા વગર જ કહ્યું કે પ્રિશા કયાં છે.

શાન કહે તે તો વોટરપાકઁ માં રમે છે. માટે જ તો હું તને લેવા આવ્યો. હું ફટાફટ તૈયાર થાવ એમ બોલી ને પ્રિયા તૈયાર થવા ગઇ.

પ્રિયા આવી એટલે શાને તેની આંખો પર પટ્ટી બાંધી ને ગાડીમાં બેસાડી, ત્યારે પંદર મિનીટના રસ્તા પછી ગાડી ઊભી રાખી શાને નીચે ઊતારી આંખે પટ્ટી ખોલીને જોયું તો એક કબર પાસે અમે ઊભા હતા.


શાને મને કહ્યું કે શાંત અવાજે રડમસ ના થા અહિં ગાંડિ આપણી દિકરી પાંચ વષઁ પહેલાં વોટરપાકઁમાં શોક લાગવાથી મરી ગઇ છે. ને ગમ ની વાત એ છે આ વાત તું દર વરસે ભુલી જાય છે. "આજે પ્રિશાનો જન્મ દિવસ ને મૃત્યુ દિવસ છે."

આટલું સાંભળતા પ્રિયા ખુબ રડી ને ત્યારે શાન કહે રડમાં તને ખબર છે ને પ્રિશા આપણા દિલમાં છે અને જે દિલમાં હોય તે કયારેય મરતા નથી.પછી કબર પર દિવો કર્યા લાલ ગુલાબ મૂકયું ને ઘરે આવ્યા.

આજે પણ પ્રિશાના બથઁડે નું સેલીબ્રશન છે. બાળકો બધા ઘેર આવ્યા હતા. નાની બાળકી ખુશી ના હાથે કેક કટીંગ કરાવ્યું. ને એ નાની બાળકી સહજતાથી બોલી કે આ ફુલવાળા ફોટોમાં જે દીદી(પ્રિશા) છે તે કયાં છે. ત્યારે તેની માતા એ જવાબ આપ્યો તે ભગવાન પાસે છે. પછી માતા રડતા બોલી કે"બેટા પ્રિશા" 'તું કયાં છે ? મને તારી બહુ યાદ આવે છે ".

"આ વાર્તા માં એક મૃત દિકરી ને નિઃસવાથઁ ભાવે પ્રેમ કરતી માતા ની વાત કરવામાં આવી છે.

આવે યાદ તારી તો હું શું કરુ?
પાડયા હતા પગલા જ્યાં તે .....
કિલકારી ગૂંજતી હતી તારા અવાજની
જ્યાં તારી એક મુસકુરાહટ પર હું વારી જતી...
તારા રુદન પર હું કેટલી ગભરાઈ જતી..
આજ એ રુદન ને કિલકારી સાંભળવા કયાં જવ!

Shital