દિલની વાત, પ્યારની સોગાત - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

દિલની વાત, પ્યારની સોગાત - 1

"આઈ જસ્ટ હેટ માયસેલ્ફ!" કૃતિ બોલી તો નેહલ તુરંત જ એની પાસે ચાલ્યો ગયો. શક્ય હોત તો એને અટકાવી જ લેવાની એની ઈચ્છા પણ થઈ આવી હતી! કોઈ પોતે આટલું મસ્ત હોવા છત્તાં કેમ આવું કહેતું હશે?! એને આશ્ચર્ય પણ હતું અને અફસોસ પણ.

"હે ભગવાન, પણ કેમ તું આવું કહે છે?! શું થયું છે?!" નેહલ એ સવાલો કર્યા. બસ સ્ટેશન માં બહુ જ ભીડ હતી, પફ વગેરે વેકવાવાળા ઓનો શોર બહુ જ હતો, તો પણ નેહલ ને તો જાણે કે બસ એ અને કૃતિ જ ત્યાં હોય એવું લાગતું હતું! દિમાગ પણ ખાસ વસ્તુઓને જ તો યાદ રાખતુ હોય છે ને!

"હા તો, હું કેટલી બુરી છું!" એ બોલી. કોણ જાણે મેડમ નાં મનમાં શું વિચારો ચાલતાં હતાં.

"તું નહિ બુરી, બેહતરીન છું, ચૂપ થઈ જા અને કહે તો થયું છે શું?!" નેહલ એ એના બંને હાથને પકડી લીધા. જાણે કે ગમે એવી મુસીબત પણ કેમ ના હોય એ એને ઉગારી જ લેવાનો હતો! ગમતી વ્યક્તિ પર આવે તો વ્યક્તિ ખુદને પણ ગમે એવી આગમાં ઝોંકવા તૈયાર થઈ જતો હોય છે. નેહલ પણ તૈયાર જ હતો, બસ એને ખબર તો પડે.

"બોલ," કૃતિ નો કોઈ જવાબ ના આવ્યો તો એને ફરી કહ્યું.

"લૂક એટ મી! આટલી તો ખરાબ છું હું, તો તું કેમ એકસેપ્ટ નહિ કરતો?!" એને નેહલની આંખોમાં જોતા પૂછ્યું તો નેહલ માટે તો એ આંખો આંખો જ નહોતી, એનું બધું જ હતું! આંખો પણ તો ગહેરી હોય છે ને કોઈ દરિયા જેવી, પણ આ દરિયો જ નહોતો, પણ દુનિયા હતી, આખી દુનિયા, નેહલની દુનિયા. બસ એક વ્યક્તિમાં પણ તો આપની દુનિયા વસતી હોય છે ને! એની સાથે હોઈએ તો કારણ વગર જ ખુશ હોઈએ, થોડા સમય માટે પણ જો દૂર જઈએ તો દિલ બેચેન થવા લાગે. નેહલ ની પણ કૃતિ દુનિયા જ હતી.

"મુદ્દાની વાત કર ને! મારી બસ છૂટી જશે!" હજી પણ એને એના હાથ નહોતા છોડ્યા. ખરેખર તો એને હાથ છોડવા પણ તો નહોતાં જ ને. ગમતી વ્યક્તિને છોડવાનું કોને પસંદ પણ હોય છે?!

"જા તો નહીં કંઇ કહેવું, જા તું બાય!" એ થોડી અકળાતાં બોલી.

"તારી બસ," કૃતિ એ બસ ને જતાં જોઈ કહ્યું.

નેહલ એ એના ફેસને હાથથી એની તરફ લાવીને કહ્યું - "છોડ, તું બોલ ને! કેમ આવું કહે છે!" એની આંખોમાં આતુરતા હતી. ગમતી વ્યક્તિ પર આવે તો માણસ અલગ જ રીતે વિચારે છે, દિમાગથી નહિ દિલથી. બસ એને પણ દિલથી જ વિચાર્યું અને એની બસ છુટી ગઈ. બસ તો શું છે, નેહલ ખુદ તો કૃતિ માટે આખી દુનિયા પણ તો છોડવા તૈયાર જ હતો. એ બસ અપલક કૃતિની મોટી મોટી આંખોમાં જ જોઈ રહ્યો. ખુદ એને જ થયું કે જો હવે વધારે જોશે તો શાયદ એને રડવું જ ના આવી જાય, એને નજર ફેરવી લીધી.

"તો તું જ કહી દે ને શું ખાસ છે મારામાં?!" એના શબ્દોના જવાબમા નેહલ કંઇ કહી શકે એ પહેલાં જ સ્ટેશન પર એક નાના છોકરાઓ સાથેનું પરિવાર આવ્યું તો વાતાવરણ અવાજોથી ભરાય ગયું.

"ચાલ તને કોફી પીવડાવું, આજે તો હવે તું રોકાઈ જઈશ ને?!" કૃતિ થી હસી જવાયું. એ નેહલ સામે જોતી અને હસી પડતી. જાણે કે બહુ મોટી જીત હાંસલ કરી હોય એવી એની અદા હતી.

********

"સાહેબ તમે જવાબ ના આપ્યો, એવું શું ખાસ છે મારામાં?!" કોફીના બે મગ ટેબલ પર હતા. ટેબલ નાં બે કિનારે ખુરશીમાં આ બંને.

વધુ આવતા અંકે..