મિત્રતા... - 2 Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા... - 2

જય માતાજી...જય શ્રી કૃષ્ણ વ્હાલા મિત્રો આપ બધા ના સાથ સહકાર થી ઘણું બધું શીખવા જાણવા અને લખવા મળે છે અને પ્રસંગો પણ ઘણા અવાર નવાર અને અવનવા બને છે તો આપ બધા સાથ સહકાર આપજો અને વાંચજો જેથી મને હજી પણ મારા જીવન મા બનેલી સત્ય ઘટના અને પ્રસંગો આ સરસ મજા ના પ્લેટફો્મ મળ્યું તો લખવા નું થાય...ખૂબ ખૂબ આભાર બધા વ્હાલા મિત્રો નું...😊🙏

મિત્ર હેડા કીજીએ જે ઢાલ સરીખો હોઈ...દુઃખ મા આગળ હોઈ અને સુખ માં પાછડ હોઈ.... વ્હાલા મિત્રો મિત્ર તા વિશે તો શું લખવું શું બોલવું શું કેહવુ બહુ ગજા બહાર નું કામ છે એના માટે કોઈ શબ્દો નાં આંકી સકાય પણ તોય અંદર થી મનમાં એવું ભાવ વ્યક્ત કરવા ની ઈચ્છા છે તો આપ બધા જરૂર નિભાવ જો....
વ્હાલા મિત્રો હમણાં દિવાળી નો તેહવાર ગયો અને આપડે બધા આપડા પરિવાર સગા સંબંધી અને સ્વજનોને તો ખૂબ મળ્યા સાથે રહ્યા વાતો કરી આનંદ કર્યું અને બધા સાથે મળી ને ખૂબ મજા કરી પણ મે થોડું ટાઇમ લઈ અને મારા એક અંગત મિત્રો છે એને મળવા નું નક્કી કર્યું...
વ્હાલા મિત્રો અત્યારે તો આ એક આધુનિક યુગ આધુનિીકરણનું જમાનો એટલે મેં એને ફોન કર્યો કે નવું વર્ષ છે દિવાળી નો તેહવાર છે તો આપડે બધા મિત્રો સાથે મળી થોડો ઘણો સમય મળ્યો છે એમાં થોડી જૂની યાદો અને સંભારણા કરીએ...
અમારે મિત્ર મંડળ મા અમે સરખા 7 થી 8 જણા છીએ અને બધા એ એક જગ્યા એ મળવા નું નક્કી કર્યું અને મારા મિત્રો મા એટલો બધો આનંદ અને આપડા હોવા ની જે ભાવના છે તે તો કાઈક અલગ જ છે...
વ્હાલા મિત્રો બધા જ અમે મળ્યા એને એટલી બધી વાતો નો ખજાનો બધા પાસે કે કદાચ રાતો ની રાતો બેસીએ તો પણ વાતો નાં ખૂટે...અને જૂની સ્કૂલ ની વાતો અમારું ઘર લેસન દર શનિવાર ની વિકલી ટેસ્ટ પરીક્ષા અને એના પરિણામો અને ઘણું બધું રમત ગમત મજાક મસ્તી અને અમારા જૂના સીક્ષકો ની પણ ઘણી યાદી થઈ અને એટલી બધી વાતો થઈ કે અમારી પાસે સમય હતો બે કલાક નો અને પછી તો રાત્રિ નું ભોજન પણ હારે લીધું અને રાત્રી ના લગભગ 5 વાગ્યા સુધી અમે ખૂબ મોજ મસ્તી ને વાતો કરી અને બધા અલગ અલગ વિભાગ અને એના છેત્રો મા જોડાયેલ છે તેની એક બીજા મહિત ગાર થાય અને સમજે એની વાતો પણ બવ અઢળક કરી અને ખૂબ મજા કરી....
મારા વ્હાલા મિત્રો આમ તો બધા મળતા જ હોઈ પણ અમુક સમય અને સંજોગો અનુસાર ભલે તમે તમારા કાર્ય છેત્ર અલગ હોઈ પણ વર્ષ મા એક વખત તમામ મિત્રો ભેગા મળી અને જૂની યાદો તાજી કરો બહુ મજા આવશે અને આ એક જીવન નો અનેરો અવસર છે જે ભાગ્યેજ લોકો ને મળતો હોઈ છે....બાકી સમય નું તો કામ એક જ છે સાહેબ ચાલ્યા જ કરવા નું અને હતું એના થી પણ સમય અત્યારે કઠિન થતું જાય ને માણસ પાસે બધું છે બસ સમય નથી...એટલે કાઈક ને કાઈ આવું કરી અને આનંદ કરો તો મજા આવે....
હજી મિત્રતા નાં આવા રાત્રી ના અનેક કિસ્સા ઓ ની અનેક ઘણી બધી વાતો આપણા આવડત અને લિપિ મુજબ ના કિસ્સા ઓ આપને કહેવા છે અને જરૂરી થી કહીશ મિત્રો તો આગળ ના ભાગ માં ખુબ હશિ મજાક વાળા કિસ્સા ની વાત કરીશ તો આપ સૌ વાંચજો અને તમારા પણ મારી જેમ કોઈ મિત્ર હોઈ તો કોમેન્ટ મા જરૂર થી કહેજો....ત્યાં સુધી આપ નો ખુબ ખુબ આભાર... ફરી મળીશું આવતા ભાગમાં...જય માતાજી...જય શ્રી ક્રિષ્ના....😊🙏