મિત્રતા... - 3 Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા... - 3

જય માતાજી...જય શ્રી કૃષ્ણ...વ્હાલા મિત્રો આપનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આપે મારા બધા જ લેખો ને ખૂબ જ સારી રીતે વાંચ્યા અને મને જે પ્રગતિ કરવી લખવા નું જ્ઞાન વધાર્યું એ બદલ આપનો હું ખૂબ આભારી રહીશ અને આવનારા સમય મા ઘણા બધા વિષય અને ઘણી બધી વાતો હજી કાઈક નવું લાવવા ની ભાવના સાથે જે કાઈ પણ મને મારા ખ્યાલ મુજબ અને આપના વિશેષ આશીર્વાદ રૂપી ફાવે છે તેને જરૂર થી વ્યક્ત કરતો રહીશ અને મને વિશ્વાસ છે કે આપ બધા ખૂબ સાથ સહકાર આપશો....😊🙏
વ્હાલા મિત્રો વાત હતી મિત્રતા ની તો એના ઉદાહરણ મા લગભગ બધા ને મુખે શ્રી કૃષ્ણ અને શુદામા નું જ નામ આવે અને સ્વભાવિક છે કે "શુદામા એ કાઈ માગ્યું નોહ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ એ એને કાઈ ઘટવા દીધું નોહ્તું" અમારા મિત્રો મંડળ ની વાત પણ કાઈક એવી જ છે બધા એક બીજા પ્રત્યે બવ અદભુત ભાવ એની લાગણી વ્યક્ત કરે છે અને ખરા સમયે કોઈ પણ મુશ્કેલી મા હોઈ તો એ ખંભાથી ખંભો મિલાવી ને ઉભી જાય છે ને બધા ને મોઢે એક જ વાક્ય સંભળાય છે કે "એ દોસ્ત ચિંતા ના કર અમે તારી સાથે છીએ..."
વ્હાલા મિત્રો અમે જ્યાં બધા મળ્યા એ જગ્યા પર અમે બેઠા હતા અને બધા જ પોતાની વાતો કરતા હતા એમાં બધા એ મને પૂછ્યું કે આ તું સીક્ષક ની નોકરી કરે છે એમાં તારો અનુભવ તો ઘણો છે તો કોઈ એવા પ્રશ્ન બાળકો ને થાય જેમ કે મારે નથી ભણવું મારે લેશન વધી જાય છે, આટલું બધું પાકું થાય...?? ઘણા વાલી ના એવા પ્રશ્ન તમારી સ્કૂલે આવતા હસે ને...??
મે કીધુ હા અમુક સમયે એવા પ્રશ્ન આવે હો...પણ એનું સોલ્યુશન પણ અમે તાત્કાલિક વાલી ને જણાવી ને ત્યાંજ સમજાવી દઈએ છીએ....
તો એક પરમ મિત્રો એ સરસ મજા નું પ્રશ્ન કર્યું તમે સમજાવો એ કદાચ અમને કહી સકે કે એનું નિકાલ એ પ્રશ્ન નું સચોટ જવાબ મળે તો મારી બાજુ મા રેહતા એક ભાઈ ના બાળક ને પણ એવો જ પ્રશ્ન છે...
તો વ્હાલા મિત્રો મે મારી ભાષા મા તેને મિત્રતા ની દૃષ્ટી એ સમજાવ્યું કે જો ભાઈ કોઈ બાળક ભણવા આવે તો શીક્ષક અથવા તો આચાર્ય દ્વારા જે કાઈ પણ કેહવા મા આવે તે કોઈ ને ધ્યાન મા રાખી ને નહિ પણ બાળક ના હિત મા અને એનું ભવિષ્ય સુધરે અને આગળ જતાં એને કોઈ મુશ્કેલી ઊભી નો થાય એના માટે હોઈ છે...પણ ઘણા વાલી ઓ નથી સમજી સકતા કે આ બાળક કુમળા ફૂલ જેવું હોઈ તેનું તમે ધારો એવું સર્જન કરી સકો અને એને તને દેશ નો જવાન આર્મી પણ બનાવી સકો સારા મા સારો ડોક્ટર પણ બનાવી સકો એક જાગૃત નાગરિક જો એ અભ્યાસ કરશે અને ભણસે તો એ પણ બનાવો અને સારા મા સારો દેશ નો એન્જિનિયર વકીલ ,જજ,કલેક્ટ,મામલતદાર....તમે બાળક નું જેવું ઘડતર કરસો એવું એ પ્રગતિ કરશે અને દેશ નું જીલા નું પોતાના પરિવાર અને શીક્ષકો નું નામ રોશન કરશે....
વાલી મિત્રો પણ અત્યાર થી એ ને થોડી તકલીફ પડશે લેશન પૂરું કરવું પડશે ભણવું પડશે અને શીક્ષક દ્વારા પણ એના હિત માટે અનિચ્છનીય પગલા લેવા પડે પણ એની જિંદગી ને સોનેરી તક માટે અત્યારથી તમે જો આવો રીતે શીક્ષકો ને રોકસો બાળકો ને સમર્થન આપશો તો એ જીવન મા આગળ જેમ જેમ જસે તેમ તેમ અનેક મુશ્કેલી આવશે જેની સામે એ નહીં ટકી સકે અને અત્યાર નું યુગ એટલે હરિફાઈ નું યુગ તો તમે જ તમારા બાળક ને આવી રીતે કરસો તો એ ક્યારેય આગળ નહિ વધી સકે...
વ્હાલા મિત્રો કોઈ સમજુ વાલી ને આટલું સમજાવા મા આવે તો એ ખુશી થી સમજી શકે છે ને મારા મત મુજબ બાળકો ને કદાચ અત્યારે તકલીફ પડે પણ આગળ જતાં ક્યારેય ન પડે આવી સમસ્યા જ ના આવે એના માટે શીક્ષકો આવા પગલાં લે છે તો એમાં શું ખોટું છે...???
ત્યારે મારા વ્હાલા મિત્રો એ કીધુ બધા એ ખૂબ ધ્યાન થી સાંભળ્યું અને હજી બીજા લોકો ને પણ અમે આવી જ રીતે સમજાવી ને ભણવા નું અને સીક્ષણ નું આગ્રહ રાખશું....
હજી મારા બધા જ મિત્રો ના એના જે જે ક્ષેત્રો છે તેના આવનવા કિસ્સા ઓ બધા જ તમારી સમક્ષ રજૂ કરીશ તો આપ પણ કૉમેન્ટ મા જણાવજો અને કંઈ પણ ભૂલ હોઈ તો બે ફિકર થઈ ને અમને જણાવજો જેથી હજી પણ કાઈ સુધારો કરી અને નવું નવું લાવી શકીએ....હવે ભાગ 4 મા આપડે બીજા મિત્રો ના જે કામ અને વિષય છે એની ચર્ચા કરશું ત્યાં સુધી આપનો ખુબ ખુબ આભાર...અને આપ સાથ સહકાર આપો અને આપના આશીર્વાદ મળે એજ મારા માટે બવ ઉતમ છે...ખૂબ આભાર...જય માતાજી...જય શ્રી કૃષ્ણ...😊🙏