કૃષ્ણ દર્શન - 2 Chavda Girimalsinh Giri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ દર્શન - 2

"કોણ હૈ, બચ્ચા અંદર આ જાવ."


મારી નજર એકીટશે એ વ્યક્તિ સામે જોઈ રહી. એ માણસે મેલોઘેલો ઝભ્ભો અને નીચે ધોતિયું પહેરીયું હતું. ચહેરા પર દાઢીના સફેદ વાળ બહુ હોવાથી કરચલી છુપાઈ ગઈ હતી. ઉંમરની જાણ કરવી અઘરી હતી. મારી નજર જાણે એ વ્યક્તિને જોઈ ઘણું બધું જાણવા ઉત્સુકતા દર્શાવતી હતી.


"જી મહારાજ... અંદર આ જાવું ?"


"આ જાવ બચ્ચા ક્યાં ચાહીયે ?"


મારી નજર ચારેકોર ફરી રહી હતી, દીવાલો પર ભગવાનના ફોટા ચિપકાવેલા હતાં, ઘણી છબિઓ ખીલીનો આધાર લઈને લટકી રહી હતી પણ ક્યારે ખરી પડે તેનું અનુમાન લગાવવું અશક્ય હતું. માણસને જીવવા માટે દોલત, મકાન અને રોટી આ ત્રણેય વસ્તુની જરૂર પ્રાપ્ય હોવા છતાં પણ તે હંમેશાં જિંદગીની ભાગદોડમાં ભમ્યાં કરે છે, જ્યારે મહારાજની સ્થિતિને જોતા એવું લાગ્યું કે, અહીં ખાસ કશું નથી. તૂટેલા એક પલંગમાં તેની આરામદાય પથારી, ઉપર તૂટેલી ફૂટેલી છત અને ઓઢવા માટે ફાટેલું ગોદડું.... છતાં મહારાજના ચહેરા પર 'ભગવાનને આપ્યું છે તે ઘણું છે !' એવું જણાતું હતું.


"મહારાજ આપ કહા સે હો... ?"


"બચ્ચા મેં તો બહુ દૂર છે હૂ. ભગવાન કાં ભજન કરને કે લિયે આયા હું ઔર ભગવાન કાં ભજન કરતે કરતે અપના જીવન વ્યતીત કરતા હૂ. હરિ કાં ઠિકાના હો ઔર હરિ કે ઠીકાને મેં અપના ઘર હો તો ફિર ક્યા ચાહિયે?"


દીવાલની ભીંતે એક ગોખલો ખૂબ પ્રકાશમય લાગી રહ્યો હતો. મારી નજર વરી વરીને ત્યાં જ પડી રહી હતી. તેમાં તેલનો દીવો પ્રગટાવેલો હતો. ગોખલાની અંદર પીતળની ઠાકોરજીની મૂર્તિ પધરાવેલી હતી. તેલના દીવાથી આખુંય મકાન પ્રકાશિત થઈ રહ્યું હતું.


"મહારાજ આપ એસી હાલત મેં ક્યું રહેતે હો ?"


"બેટા મેં એક પૂજારી હૂ. મંદિર કે અંદર મેં નિત્ય કર્મ પૂજા-પાઠ કરને જાતા થા, કૃષ્ણ કે મનમોહન દર્શન સે મેરા મન, વિચાર દોનો શાંત હો જાતે હૈ ! જબ ભી મેં દર્શન કર લેતા ઓર મેરી નિત્ય પૂજા કર લેતા થા. મુજે સબ કુછ મિલ જાતા થા. એક દિન એસા હુવા કે મુજે મંદિર કી અંદર ધક્કે માર માર કર નિકાલ દિયા ગયા. યહાં કે રહેને વાલેં પિંડતોને મુજે નહીં અપનાયા, મેને વિનંતી કર બોલા મેં એક પુજારી હૂ મુજે બહાર સે પૂજા કરને કાં અધિકાર હૈ, મુજે મંદિર કે અંદર સે પૂજા નહીં કરની હૈ, કૃપા કરકે મુજે પૂજા કરને દીજયે. પર મેરા પ્રયાસ નિષ્ફળ રહા. ઓર યહાં મેં દેખ રહા હૂ કી બહોત સારે પંડિત, પંડિત હોને કાં ઢોંગ કરકે લોગો કો લૂંટતે રહેતે હૈ પર મેને અપને મન કો મક્કમ કરકે મના લીયા. યદી મુજે કૃષ્ણ કી પૂજા કરની હૈ તો મંદિર કી ક્યા આવશ્યકતા 'સબ ભૂમિ ગોપાલ કી' એસા મનમેં નિશ્ચયકર કૃષ્ણ કી ભૂમિ દ્વારકા મેરા મંદિર હૈ એસા સોચ કે ઉસકી પૂજા કર લેતાં હૂ."


"જી... મહારાજ" સહી કહાં આપને."


મારી નજર એક જગ્યાએ ચોંટી ગઈ હતી. જીવનમાં દર્શનનો મહિમા ઘણો રહેલો છે, જ્યારે પણ ભગવાનના દર્શન કરીએ છીએ અંદરનો આત્મા શાંત થતો હોય છે. એવો જ અનુભવ મને ગોખલામાં બેઠેલા શ્રીકૃષ્ણની મૂર્તિના દર્શન કરીને થઈ રહ્યો હતો. દિવાના પ્રકાશથી આખું મકાન પ્રકાશિત થતું હતું પણ સાથે સાથે મારી અંદર રહેલો અંધકાર દૂર થતો હતો. "અચ્છા મહારાજ મેં ચલતા હું સબ ભૂમિ ગોપાલ કી જય શ્રી કૃષ્ણ."


મેં મંદિર તરફ જવાની વાટ પકડી. રસ્તો ટૂંકો હોવા છતાં પણ લાંબો લાગી રહ્યો હતો. ચાલતા-ચાલતા ઘણા પ્રશ્નો મનમાં ઊઠી રહ્યા હતા. એક સાથે એ બધા જ પ્રશ્નોને સહજ રીતે ભૂસી નાખી આગળ વધવા લાગ્યો.