Krushn darshan - 1 books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ દર્શન - 1

ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ,

સમય ને એક વાક્ય મા કહું તો "જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય".

આ વાતને વાણા વિતી ગ્યા.

ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત.

જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ મારી તાલાવેલી પણ વધતી હતી કે જલ્દી દ્વારકા પહોંચી પહેલા દ્વારિકાના નાથ ના દર્શન કરી દરિયાકાંઠે જઈ થોડી ટાઢક અનુભવી.મને દરીઓ બહુ ગમે એના કારણો તો ઘણા છે પણ મૂળ કારણ એની શાંતિ છે આમ તો એનું કામ ઘૂઘવતા રહેવાનું છે,પણ એનામાં સમાયેલો એ નીરવ અને શાંતિપ્રિય અવાજ મને અનહદ વાલો.

ત્યાં અચાનક મારી નજર આવનારી બસ પર પડી. ત્યાં મારી વાટ નો અંત આવ્યો. ફટાફટ મારો સરસામાન લઈ હું બસ માં બેઠો. એકજેટ 8 વાગે મારી બસ ઉપડી ગઈ અને હું મારા આદત અનુસાર બુક કાઢી ને વાંચવા માંડ્યો. અને સમય પસાર કરવા લાગ્યો.

રસ્તે-રસ્તે આવતા જતા માણસો ને જોતા જોતા વિચાર આવતો ભગવાને દુનિયા બનાવી એની સાથે સ્થળો બનાવીયા અને સાથે જોડાવા માટે મુસાફરો બનાવીયા. કોણ જાણે ક્યારે કયો મુસાફર તમને તમારી જિંદગીમાં કયો પાઠ ભણાવી જાય. જોયે તો આપણી જિંદગીમાં આવતો હર એક મુસાફર કાંઈક ને કાંઈક શીખાડી જાય છે.

જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ મને ઘૂંટન મહેસુસ થવા લાગી. લાગ્યું થોડું બહાર નો નજારો જોઈ લવ. પવનની લેરકી દ્વારા આવતી ટાઢક મને આરામ આપ્યો. થોડો સ્વસ્થ થયો અને બહારની બધી વસ્તુઓ ને નિહાળતો રહ્યોં.

ત્યાં કાને અવાજ સંભળાયો "દ્વારકા વડા આગળ આવી જજો", બસટેન્ડ આવી છે."
મને લાગ્યું હવે આપણું ઠેકાણું આવી ગયું. હું બધો સામાન ઉપાડી મારી સીટ પાસેથી દરવાજા તરફ જાવા લાગ્યો.

કંડકટર બોલ્યા 'દ્વારકા મંદિર તરફ જાવા વાળા લોકો ઉતરી જજો'.

હું બસ નીચે ઉતરી મંદિર તરફ જવા પ્રયાણ કર્યું.આજુબાજુ નો નજારો જોવા લાગ્યો. મારી નજરે ઘણી બધી વસ્તુ જોય .જોતા જોતા આગળ ચાલવા લાગ્યો.ચારે બાજુ ભક્તિમય વાતાવરણ ને લીધે મનમાં ભક્તિના ઉમળકા ઉઠતા હતા. ધીરે ધીરે મેં મારી વાટ લીધી ને આગળ ચાલવા લાગ્યો. ધીરે ધીરે મારા પગ અને હું બને આગળ વધતા વધતા આજુ બાજુ ની એક ગલી માં પડી થોડી જર્જરિત,મકાનો થોડા જુનાજમના ના લાગ્યા.. આગળ ડગ માંડી ને જોયું તો મારી નજર એક મકાન પર પડી ,એક દરવાજો હતો.બારીઓ બધી તૂટી ગયેલ, ચારે ખૂંડે કરોળિયા ફરી રહ્યા હતા. વસ્તુની જગ્યા કચરા એ લઈ લીધી હોય તેમ લાગતું હતું..ગંધાતા ખુણા ની વાસ અસહ્ય હતી..

તો પણ, કેમ જાણે એક પ્રકાશ મારી નજર એના તરફ કેન્દ્રિત કરી. એક બાજુ એ પ્રકાશ અને એક બાજુ બઘું જોઈ મારુ મન વિચલિત થવા લાગ્યું.

ઓરડાની પાસે આવી હું હું સઘળું નિહાળી રહ્યો હતો.. ત્યાં ઓરડા ની અંદર ના ભાગમાંથી અવાજ આવ્યો..

'કોણ હૈ , બચ્ચા અંદર આ જાવ..'

મારી નજર એકીટશે એ વ્યક્તિ સામે જોઈ રહી હતી.પહેરવેશ મેલોઘેલો ઝભ્ભો અને નીચે ધોતિયું પહેરીયું હતું.. ચહેરા પર દાઢીના વાળ બહુ હોવાથી કરચલી છુપાઈ ગઈ હતી.ઉંમર ની જાણ થતી નહતી. મારી નજર જાણે એ વ્યક્તિ ને જોઈ ઘણું બધું જાણવા ઉત્સુકતા દર્શાવતી હતી.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો