પ્રેમ સમાધિ - પ્રકરણ -23 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ -23


"સાધુ આવનાર આગંતુકને છેવટે ઓળખી ગયો એણે પૂછ્યું "તું ? રાજુ હરામી તું મારી શીપ પર કેવી રીતે ? તમે લોકો તો મારાંથી આગળ હતાં ? તું..” રાજુએ કહ્યું “એય અક્કલનાં આંધળા તું તારી ઐયાશી અને નીચતામાંથી ઊંચો આવે તો તને ખબર પડે ને ? અમને તારી જાણ થઇ ગઇ હતી કે તું પાછળ છે એક નાની નિર્દોષ છોકરીને બાનમાં રાખીને તું પેલી.... છોડ અમે શીપ અટકાવી તારી શીપ અમારી નજીક આવી.... તારાં જાણભેરદુએ તને ફોન કરવા એલર્ટ કર્યો તે ફોન ના ઉપાડ્યો...”
"અમને બહુ ફાયદો થઇ ગયો... વાસનાની પૂર્તિ કરનાર તારો હરામી તો માર્યો ગયો.. તેં જે સુરત સુધી જાળ બીછાવી છે એ બધો પ્લાન અમને મળી ગયો છે તારું કામ તમામ કરી ત્યાંનું પણ નીપટાવી દઇશું.. અને હવે આ છેલ્લી સવાર જોઇલે..... તારું..” એમ બોલતાં બોલતાં બીજી બે ગોળી સાધુની છાતીમાં ઘરબી દીધી.. એની શીપનાં ખારવાઓને કહ્યું "હવે આ શીપનો માલિક વિજય ટંડેલ છે શરણે આવો અથવા મોતનું શરણ લો..” એમ કહી બધાં ખારવાઓ તરફ ગન ધરી.
સાધુનું પ્રાણ પંખેરું ઉડી ગયું બેઉ લાશ નિશ્ચેતન થઇને પડી હતી ખારવાઓ એ શરણ સ્વીકારી લીધુ એમાં જે ખારવો શીપ ચલાવતો હતો એ મોટું અણીદાર ધારીયું લઇ રાજુ તરફ દોડ્યો.... રામુએ નિશાન ચૂકવી એને ગોળી મારી દીધી....
બીજા બધાં શરણે આવી ગયાં.. રાજુએ સાધુનો મોબાઇલ હાથમાં લીધો .. કંઇ વિચારી મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને એનાં સાથીદારને કહ્યું "હું શીપ પર છું તું આ છોકરીને હોડીમાં બેસાડી આપણી શીપ પર જતો રહે. બોસનાં હુકમ પ્રમાણે આગળ કરીશું.” પછી પોતાનો મોબાઇલ કાઢી વિજય ટંડેલને ફોન કર્યો. "બોસ અહીં સાધુ, બિહારી અને શીપનો ચાલક બધાંને પતાવી દીધાં છે... શીપ સંપૂર્ણપણે આપણાં કબ્જામાં છે... અહીં સાધુનાં ફોનમાં...” એમ કહી બધી માહિતી આપીને કહ્યું “પેલી રોઝીની દીકરીને સર્વિસ બોટમાં આપણી બોટમાં મોકલી આપુ છું જેથી એની માં ને મળી શકે. શીપનું શું કરું ? આગળનો પ્લાન ?”
વિજય ટંડેલ ખડખડાટ હસવા લાગ્યો પછી ગંભીર થઇને એનાં મોઢામાંથી ગંદી ગાળ નીકળી ગઇ.. આગળ બોલ્યો “સારું કર્યું એ લોકોને સ્વધામ પહોચાડી દીધાં એ નાની છોકરીને અહીં મોકલી દે એ શીપ પર હમણાં તુંજ રહેજે. મુંબઇ સાવ નજીક છે અહીંની ડીલીવરી કરાવી લઇએ પછી સુરત તરફ નીકળી જઇશું.. મારાં ફોનની રાહ જો આગળ વિચારીને પ્લાન કહુ છું અત્યારે સુરતમાં વહીવટ ચાલતો હશે. હવે આ સાધુ તો ગયો સાલો હરામી હવે જોઊં છું હવે મધુ ટંડેલ શું કરે છે ?”
રાજુએ કહ્યું “બોસ એનાંજ ફોન આવ્યાં કરતાં હતાં પણ આ સાધુડો લીલા કરવાનાં મૂડમાં હતો ખૂબ પીધેલો અને એ ત્યાં બિહારી સાલા અડધા નાગા હતાં પછી હસતો હસતો બોલ્યો બેઉ પ્રેમી પંખીડાને સાથેજ સ્વધામ પહોચાડ્યા. દારૂનાં અને વાસનાના નશામાં ફોન ઉપાડયો નહીં મોટી ભૂલ કરી બેઠો અમે શીપમાં ચઢી આવ્યાં ત્યાં સુધી કોઇને ખબર ના પડી બધાં નશામાં અને પોતાને નિશ્ચિંત કરીને રંગ-રેલીયામાં પડ્યાં હતાં. ઊંઘતા ઝડપાયાં સાલાઓ... "
વિજયે કહ્યું "સાચે કુદરત મદદે આવી ગઇ... કંઇ નહીં પેલી છોકરીને તરત મોકલ પછી ફોન કરુ છું” કહી ફોન કાપ્યો.. રાજુએ એનાં ખારવાઓ સામે જોયું જોઈ કહ્યું “સાધુ અને બિહારી તથા શીપ ચાલકની લાશો કોથળામાં નાંખીને નીચે દરિયામાં નાંખી દેવા સૂચના આપી બોલ્યો" માછલીઓને મસ્ત ખોરાક મળી ગયોં” એનું બિભત્સ અને ક્રૂર હાસ્ય જોઇને સાધુનાં જમાનાનાં ખાધેલાં ખારવોએ પણ હંબકી ગયેલાં.
રામુએ કહ્યું “મેં કીધું એનો અમલ કરો.. ચલો ઉઠાવો આ નરાધમોની લાશોને કોથળામાં ભરી નીચે દરિયામાં નાંખો ઉતાવળ કરો.” ખારવાઓએ ભયસૂચક સંકેતો જોઇ લીધાં હતાં એમણે શીપ પરથી ખાલી બારદાન લીધાં લોહી નીતરતી લાશો ભરી દરિયામાં ફેંકી દીધી...
****************
રીક્ષાવાળાએ શંકરનાથનાં મોઢે દુમમ્સનાં દરિયા કિનારાં એ બીચ ઉપરની વાતો સાંભળી કહ્યું “સાહેબ તમે અહીં આવ્યા નથી તો તમને ઘણી માહિતી છે”. શંકરનાથે કહ્યું “ભાઇ મારી નોકરીજ એવી છે કે મને દરેક શહેર, ગામ, પ્રદેશની માહિતી હોયજ. વાત કરી મારી અહીં જાણકારીની તો..” ત્યાં રીક્ષાવાળા એ કહ્યું “સાહેબ અહીં ઉબી રાખું કે બજારમાં લઊં રીક્ષા ?”
શંકરનાથે કહ્યું “ના અહીંજ ઉભી રાખ અહીંથી મારે જવાનું છે ત્યાં જતો રહીશ..” અને રીક્ષા ઉભી રખાવી ત્યાં રીક્ષાવાળાનાં મોબાઇલ પર રીંગ આવી.. પેલાએ જોયું અજાણ્યો નંબર છે.. શંકરનાથે એનાં મૂંઝવણ ભર્યા ચહેરા સામે જોઇને પૂછ્યું" શું થયું ભાઇ કોનો ફોન છે ?”
રીક્ષાવાળાએ કહ્યું “સાહેબ અજાણ્યો નંબર છે” એમ કહીં ફોન ઉપાડયો. સામેથી પેલો માણસ બોલ્યો " તારાં ફોનથી જેણે ફોન કરેલો હમણાં એને આપ”. રીક્ષાવાળાએ હાંફળા થતાં કહ્યું “હાં હાં આપું છું “ એમ કહીને શંકરનાથને કહ્યું “તમારા માટે ફોન છે..” શંકરનાથે થોડાં વિસ્મય સાથે ફોન લીધો...
સામેવાળાએ કહ્યુ "શંકર તું બહું ચતુર બને છે.. તું કોઇ અજણાયાંનાં ફોનથી વાત કરે છે તારો ફોન ક્યાં જમીનમાં દાટી દીધો ?” શંકરનાથે કહ્યું “મારી પાસે ફોન જ નથી કોઇનો હતો એ ટ્રેઇનમાં ચોરાઇ ગયો.”
જવાબમાં પેલો હસ્યો બોલ્યો “કશો વાંધો નહીં તે ભૂલ કરી છે એ તું ભોગવ.. તેં અજણ્યાનાં (નબર) ફોનથી ફોન કર્યો પણ લોકેશન અમને મળી ગયું છે અમે દરિયાનાં ખેડુ- દિશા અને લોકેશન પકડવામાં માહિર છીએ... તું તારુ કામ પતાવે એ પહેલાં અમે તારાં સુધી પુગી જઇશું. જીવ વ્હાલો હોય તો એવાં કોઇ નાટક જોખમ કરતો નહીં...” અને આગળ સાંભળ્યા વિના ફોન કાપ્યો.
શંકરનાથે ફોનમાંથી રીસીવ થયેલો નંબર પણ ડીલીટ કર્યો.. પછી કહ્યું “ભાઇ મને પાછો સ્ટેશન લઇજા અને તને વાંધો ના હોય તો તારો આ મોબાઇલ...” પેલો મોઢું વકાસી શંકરનાથે સાંભળી રહ્યો....."

વધુ આવતા અંકે ---- પ્રકરણ-24