દો દિલ મિલ રહે હૈ - 20 - અંતિમ ભાગ Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 20 - અંતિમ ભાગ

ફાઇનલી મયંક અને ક્રિતિકા એકબીજાના થવા જઈ રહ્યા હતા. તેઓ બંનેના પણ લગ્ન થવા જઈ રહ્યા હતા. લગ્નમાં દરેક ફંકશન ધામ ધૂમથી ઉજવવામાં આવ્યા હતા. બીજી બાજુ માનસી અને આદિત્ય બંનેના લગ્નના જીવન બહુ સારું ચાલી રહ્યું હતું. ક્રિતીકા પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તો મયંક પણ ધીમે-ધીમે ઝુકતા શીખી ગયો હતો. ક્રિતિકા ની દરેક વાતને આર્ગ્યુમેન્ટમાં બદલવાની જગ્યાએ વાત માનવા લાગ્યો હતો.

બે દિલ જે અલગ અલગ ધડકી રહ્યા હતા. પણ એકબીજા માટે ધડકી રહ્યા હતા એ આજે એક થઈ ગયા. મયંક અને ક્રિતિકાના લગ્નની વાત એક ડીલ થી જ શરૂ થઈ હતી જે દિલ ઉપર પૂરી થઈ. બીજી બાજુ આદિત્ય અને માનસી ના પ્યાર ની શરૂઆત એક પરફેક્ટ લાઈફ સ્ટાઈલ થી શરૂ થઈ હતી જે સાડી પર ફિદા થઈ ગઈ. બંનેને પોતાના જીવનના સાચા પાર્ટનર મળી ગયા.

પડતા પહેલા જ હાથ જીલી લે
દુખ આવતા પહેલા જ હાથ પકડી લે
સુખમાં હાથ પકડી સાથે લઈ થાય
જિંદગીભર સાથ નિભાના વચન પાળે
ગમે એટલી તકરાર થાય પણ
એકબીજાથી તે દૂર ના થાય
સાથ વચન નિભાવે લગ્ન ના
સાત જનમ નહીં પણ દરેક જનમ સાથ રહે
એવો જન્મો જનમનો સાથે મળી ગયો હતો.

આજે લગ્નના એક મહિના પછી ચારે ચાર એક હોટલમાં ભેગા થયા હતા. એકબીજાને જોઈ હસી રહ્યા હતા કે ક્યાંથી ક્યાં દિવસો આવી ગયા. શરૂઆતમાં તો એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર ન હતા ને હવે એકબીજાથી દૂર પણ નથી થઈ શકતા. દૂર થવું તો દૂરની વાત છે પણ તેનો વિચાર કરવાથી પણ ડર લાગે છે.

તેના વિના સવાર નથી પડતી
તેના વિના સાંજ નથી પડતી
તો તેના વિના જીંદગી કેમ ગુજરે?

પહેલી નજરમાં પહેલો પ્રેમ હતો. આ પ્રેમને ભૂલવું અશક્ય છે. આ પ્રેમને પામવું પણ મુશ્કેલ છે પણ પામી લીધો.
મારો દિવસ એ હોય
મારી સાંજ એ હોય
મારાં રાતના સપનામાં એ હોય
હું બોલતી રહુ, એ સાંભળતો રહે
મારી પેહલી મોહબ્બત એવી હોય

તેને યાદ કરતા એ હાજર થાય
મારી ખુશી પાછળનું કારણ થાય
મારાં દુઃખ પાછળનું રહસ્ય જાણે
મને હસાવવા એ નવા નવા રસ્તાઓ કાઢે


શમી સાંજે સપનામાં એ આવે
આવીને મને મનમાં હરખાવે
હરખાઈને હું ખીલી ઊઠું
ને રાત દિન બસ તેને જ ગોતું

કોઈ આવીને મને પૂછે પેહલી મોહબ્બત કેવી હોય
હું એટલું જ કહું પેહલી મોહબ્બત બસ આવી જ હોય

બસ આવી જ કંઈક હતી આ પહેલી મહોબ્બત. બસ આમ જ આ પહેલી મહોબ્બત ચાલી રહી હતી. એકબીજાના રંગમાં રંગાઈ ગયા હતા. એકબીજાના થઈ ગયા હતા. માત્ર કહેવાથી એકબીજાનું નામ નહોતું ચડ્યું પણ દિલથી એકબીજાના દીલ જોડ્યા હતા. લગ્ન બાદ આમ તો મયંક અને ક્રિતિક અને નાની મોટી આર્ગ્યુમેન્ટ ચાલતી રહી. બીજી બાજુ આદિત્ય અને માનસીને એકબીજા પ્રત્યેની લાગણીઓ અને મેચ્યોરિટી વધતી રહી. ક્રિતિકા અને મયંક ગમે એટલે કરી લે પણ રાતના એક મિનિટ પણ એકબીજા વિના રહી શકતા ન હતા.

મીણબત્તી લઈને શોધવા જઈએ તો પણ આવો સાથી ન મળે એવો સાથે મળી ગયો હતો. એકબીજાને વાતોને સમજવા વાળા હતા. જિંદગીમાં ઉતર ચડાવો તો આવતા રહે અને આવશે જ અને ઉતાર ચડાવનાર સાથે મળીને સામનો કરનાર. કહેવાય છે કે જે થાય એ સારા માટે જ થાય છે. અરેન્જ મેરેજ લવ મેરેજમાં કન્વર્ટ થઈ ગયા હતા. લવ મેરેજ કરતા પણ અરેન્જ મેરેજ માં વધુ મજા આવી. તમને શું લાગે છે તમને અરેન્જ મેરેજ વાળી સ્ટોરી પસંદ આવી? કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા અને મારી વાર્તાને રેટ આપવાનું પણ નહીં ભૂલતા. આમ આ વાર્તા નો એન્ડ થાય છે.

Subscribe kro mari you tube channel "priya talati "
~ પ્રિયા તલાટી