પ્રેમની વાત, એનો સાથ - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની વાત, એનો સાથ - 2


કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર હસે છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ!

હવે આગળ: "લિસન ટુ મી, જો હું એવો જ હોત ને તો હું ક્યારેય તારા માટે આટલી કેર ના કરતો.. ક્યારેય તારા માટે રડતો પણ નહિ!" રોનક બોલી રહ્યો હતો.

"હમ.." વાતની કોઈ વિસાત જ ના હોય એમ ગણીને જાણે કે મેં એને ખવડાવવું શુરૂ કરી દીધું. હા, જાણે કે કઈ થયું જ ના હોય. પણ, હા, સાવ એવું પણ નહોતું કે કઈ થયું જ નહોતું. થયું તો હતું.. રોનક બહુ જ રિલેક્સ ફીલ કરી રહ્યો હતો. જાણે કે કઈ થયું જ ના હોય એમ બધું લાગી રહ્યું હતું.

પણ શું ગ્રાઉન્ડ ખાલી થઈ જવાથી એવું થોડી માની લેવાય કે ત્યાં ક્યારેય મેચ રમાઇ જ નહિ હોય?! ઘટના ઘટી જ હતી અને હા, એના જ લીધે હાલ અમારે આટલી દૂરી હતી.

"યાર, બટ મને નહોતી ખબર કે તું આટલી નાની વાતમાં રિસાઈ જઈશ.." રોનકનાં શબ્દોમાં બહુ જ અફસોસ સાફ જાહેર હતો.

"કઈ વાત?!" મને થોડું હસવું પણ આવી ગયું!

"એ જ.." જાણે કે રોનકને કઈક યાદ આવી ગયું.

"મસ્તી કરે છે તું?! હું સિરિયસ છું?! પાછી આવી જા, કમ ઓન!" રોનકે એક અલગ જ હકથી કહ્યું.

"નહિ આવવું મારે ત્યાં, તું રહે ત્યાં ખુશીથી તારી માહી જોડે!" મનમાં જાણે કે તોફાન આવી ગયું હતું. મૂડની પથારી ફરી ગઈ મારા.

"ઓ! યાર અમારા બંનેની વચ્ચે એવું કઈ જ નહિ! તું કેમ સમજવા નહિ માગતી!" રોનક મને સમજાવી રહ્યો હતો, પણ મારો ગુસ્સો અને ચીડ વધી રહ્યાં હતાં.

"હા, વૉટ એવર, બટ જો તારી મમ્મીને પણ માહી જ ગમે છે અને આમ પણ તમે બંને ક્લોઝ પણ તો છો જ ને!" હું એક પછી એક એને તાણા મારી રહી હતી, તેમ છત્તા મારા મૂડને તો વધારે જ ખરાબ થવાનું બાકી હતું!

"અરે બાબા, એ તારી બહુ જ મોટી ગલતફેમી છે! પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ! રોનક કહી રહ્યો હતો.

"જો હું ત્યાં આવીશ અને જો એ ઘરે આવશે અથવા તો કોઈ પણ કારણસર જો તું પણ એના ઘરે ગયો તો સમજી લે જે કે તું ક્યારેય મને મળ્યો પણ હતો!" મને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો અને મન તો એવું જ કરતું હતું જાણે કે માહીને જઈને એક ઝાપટ મારી આવું, પણ દિલને ડર એ પણ હતો કે શું હક છે મારો રોનક પર?! હજી તો અમે એક બીજાને પ્યારનો એકરાર પણ નહિ કર્યો! અને હા, સવાલ તો એ પણ હતો કે ખુદ એ પણ કેમ મારી સામે આટલા બધા ખુલાસા કરી રહ્યો હતો, જાણે કે જસ્ટ ફ્રેન્ડ પણ નહિ અને ઈવન બોયફ્રેન્ડ પણ નહિ ને મારો હસબન્ડ જ ના હોય! અને આ વિચારની સાથે જ મારો મૂડ સારો થવા માંડ્યો. હા તો આ જ વાતથી તો સાબિત થઈ રહ્યું હતું કે એના માટે પણ મારા માટે ફિલિંગ છે, પણ હવે તો હું પણ મુસીબતમાં હતી, હવે ગુસ્સો કરવો કે નહિ?!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: પણ હું તો એને ઇગ્નોર જ કરી ને મારા જ ખ્યાલો માં હતી, જાણે કે એના શબ્દોની કોઈ કેર જ ના કરતી હોય એમ!

થોડીવાર આમ જ એને તડપાવી ને હું ઉઠી. આંસુઓ થોડા થોડા આપોઆપ જ આવી ગયા હતા, મારા દિલને તો નહોતી જ ખબર પડી શકી કે હું બનાવટી ગુસ્સો કરું છું, પણ મેં એવા જ અર્ધા આંસુઓ આંખોમાં લઈ ને જ પૂછ્યું -

"તું અહીં રોકાઈ જા!" મારા શબ્દોથી જાણે કે એના દિલમાં ધમાકો થયો!