પ્રેમની વાત, એનો સાથ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની વાત, એનો સાથ - 1


"મારે તને કંઇક જરૂરી કહેવું છે!" મેં કહ્યું.

"હા, બોલ ને!" રોનક બોલ્યો.

કેટલું મુશ્કેલ લાગતું હતું આજે એની સાથે વાત કરવું, હા, જેની સાથે એક સમયે કઈ પણ વિચાર્યા વગર અને કોઈ પણ ટેન્શન વગર એકદમ ફ્રી માઇન્ડ થી વાત કરી હોય, પણ છેલ્લાં કેટલાક દિવસોથી અમે દૂર હતાં!

"બોલ ને શું કહેવું છે?!" રોનક એ જાણવાની આતુરતાથી પૂછ્યું.

"કઇ નહિ.." હું કહેવા તો માગતી હતી, પણ હા, એટલી હિંમત તો નહોતી મારામાં!

"મમ્મીની તબિયત કેવી છે?!" એને અલગ વાત શુરૂ કરી.

"હા, સારી છે હવે." મેં કહ્યું.

"રોનક, આવ્યું કોઈ તારી લાઇફમાં?" મેં સીધું જ પૂછી લીધું.

"ના.." ખબર નહિ પણ કેમ એને મને સામું મારા પ્યારનું ના પૂછ્યું, કદાચ એને એ ડર પણ હશે કે કંઇક ના જાણવાનું જાણવા મળી જાય તો!

"તારા વાળ તો.. કેવી ભૂત જેવી થઈ ને આવી છું!" એ બોલ્યો અને ખડખડાટ હસવા લાગ્યો, મને પણ બહુ જ હસવું આવ્યું, હજી પણ મને તો એ પેલાં જેવો જ કોલેજમાં ભણતો બેફિકર અને બિન્દાસ્ત રોનક જ લાગતો હતો.

વેઇટર અમારું ખાવાનું લઈને આવ્યો તો એને તો જાણે કે અમે ફરી જેટલા જ પહેલાં કરીબ હતા એવા જ હક અને પ્યારથી કહ્યું -

"ખવડાવ મને." મેં એને ખવડાવવું શુરૂ કર્યું.

અમારી સાથે ગાળેલ બધા જ પળ મારી આંખોની સામે આવી ગયા. એ દિવસો કેટલાં મસ્ત હતા, બધું જ મસ્ત લાગતું હતું, જાણે કે બધી જ ખુશિયાં મળી ગઈ હોય. પણ લાઇફમાં હંમેશા એવું તો નહિ રહેતું ને.

"કેવી ચાલે લાઇફ?!" પૂછતા જ જાણે કે હું અલગ જ ફિલિંગ ફીલ કરી રહી હતી, હા, આ વાક્ય તો મેં એને ક્યારેય કહ્યું જ નહોતું! હા, મેં જાતે જ તો એની લાઈફ પણ જીવી હતી તો હું કેવી રીતે એને આવું પૂછી પણ શકું?!

"બસ, તારી યાદ આવે છે, બહુ જ!" એણે બહુ જ ઉદાસીનતાથી કહ્યું.

"આવી જાવ તો પાછા!" મેં પણ કહી દીધું.

"એક ઈચ્છા હતી, જો તું થોડા દિવસ ત્યાં, અમારી જોડે આવ તો, આંટી સાથે હું વાત કરી લઉં છું!" રોનક બોલ્યો.

"હા, કોઈ વાંધો નહિ," મારા મનમાં તો એવું હતું જાણે કે કહી જ દઉં કે થોડા દિવસ તો શું, હું તો જિંદગીભર તારી સાથે જ રહેવા માગું છું!

"યાર સિરિયસલી, તમારી બધાની બહુ જ યાદ આવે છે, ત્યાં તો કંઈ જ નહિ ગમતું!" રોનક એ કહ્યું.

ભૂલ રોનક ની પણ થોડી હતી, પ્યાર છે જ એવી વસ્તુ, બસ જ્યારે કોઈ જોડે પ્યાર થઈ જાય છે એ પછી એ વ્યક્તિ સિવાય કોઈ પણ ગમતું નહિ. કઈ જ વસ્તુ આપણને સુખ અને શાંતિ આપી શકતી નહિ, બસ એક એ વ્યક્તિની સ્માઈલ જ બધું જ આપી શકવા સક્ષમ હોય છે, ખુશી કહો કે સંતોષ બસ એ સ્માઈલ માં જ જોવા મળે છે..

"લિસન જે કઈ થયું, મારો એવો કોઈ જ ઇરાદો નહોતો!" રોનક એ વાતનો દોર શુરૂ કર્યો.

"એવો જ તો ઇરાદો હતો.. તું ખાલી મારી સાથે ટાઇમપાસ જ કરે છે, પ્યાર જેવી કોઈ જ ફિલિંગ છે જ નહિ તારામાં!" મેં એની આંખોમાં આંખો પરોવી. ચશ્માની આડમાં એની આંખો મારી આંખો પર જ સ્થીર હતી.

વધુ આવતા અંકે..

એપિસોડ 2માં જોશો: "નહિ આવવું મારે ત્યાં, તું રહે ત્યાં ખુશીથી તારી માહી જોડે!" મનમાં જાણે કે તોફાન આવી ગયું હતું. મૂડની પથારી ફરી ગઈ મારા.

"ઓ! યાર અમારા બંનેની વચ્ચે એવું કઈ જ નહિ! તું કેમ સમજવા નહિ માગતી!" રોનક મને સમજાવી રહ્યો હતો, પણ મારો ગુસ્સો અને ચીડ વધી રહ્યાં હતાં.

"હા, વૉટ એવર, બટ જો તારી મમ્મીને પણ માહી જ ગમે છે અને આમ પણ તમે બંને ક્લોઝ પણ તો છો જ ને!" હું એક પછી એક એને તાણા મારી રહી હતી, તેમ છત્તા મારા મૂડને તો વધારે જ ખરાબ થવાનું બાકી હતું!