Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની વાત, એનો સાથ - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)


કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર હસે છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ! મારા મૂડને ખરાબ કરનાર માહી પર મને ગુસ્સો આવે છે અને હું રોનક પર હક કરું તો છું પણ હજી તો અમે બંનેને એકબીજા સામે પ્યારનો એકરાર પણ તો નહીં કર્યો, તેમ છત્તા રોનક પણ મને સફાઈ આપે છે!

હવે આગળ: મેં કઈ જ ઉપાય ના સૂઝતાં મોં ને ટેબલ પર જ ઢાળી દીધું. ગુસ્સાના મૂડને બદલવા માટે મારે આવું કરવું જ પડ્યું! નહિતર રોનકને ખબર પડી જાત કે ગુસ્સો બનાવટી છે અને એ મને એના ઘરે લઈ જાત! એ તો ચાહે છે જ એવું!

હા, જવું તો મારે પણ હતું જ.. મને હજી પણ રોનકનાં મનાવવાનાં શબ્દો કાને પડી રહ્યાં હતાં - "સોરી યાર, હવે એવું ક્યારેય નહિ કરું! પ્લીઝ તું આવ ને! બધાં જ તારી રાહ જોઈ રહ્યાં છે!"

પણ હું તો એને ઇગ્નોર જ કરી ને મારા જ ખ્યાલો માં હતી, જાણે કે એના શબ્દોની કોઈ કેર જ ના કરતી હોય એમ!

થોડીવાર આમ જ એને તડપાવી ને હું ઉઠી. આંસુઓ થોડા થોડા આપોઆપ જ આવી ગયા હતા, મારા દિલને તો નહોતી જ ખબર પડી શકી કે હું બનાવટી ગુસ્સો કરું છું, પણ મેં એવા જ અર્ધા આંસુઓ આંખોમાં લઈ ને જ પૂછ્યું -

"તું અહીં રોકાઈ જા!" મારા શબ્દોથી જાણે કે એના દિલમાં ધમાકો થયો!

"રોકાઈ તો જાઉં, પણ યાર.." રોનક કઈક વિચારી રહ્યો.

"હા, નહિ! માહી વગર તો તું અધૂરો રહી જઈશ ને!" મેં ફરી વાર કર્યો.

"એવું કઈ નહિ!" રોનક એ બચાવ કર્યો.

"હું તો સાત દિવસ રોકાઈ હતી ને! તારામાં નહિ હિંમત?!" મેં પૂછ્યું.

"છે જ, પણ ભાઈ પણ નહિ અને હું ભાઈ ની સાસરીમાં રોકાવું તો થોડું અજીબ નહિ લાગે?!" રોનક એ કહ્યું.

"બહાનાં ના કાઢ.. તારાથી માહી વગર રહેવાતું જ નહિ, આઇ નો!" મેં એના હાથને જોરથી પકડી લીધો. જાણે કે કહેવા ના માગતી હોય, રહી જા ને, નહિ સતાવું, બસ તું રહે મારી જોડે!

"હા, બટ એક જ દિવસ અને કહી દે જે કે બસ ચૂકી ગયો હતો!" રોનક એ પ્લાન સમજાવ્યો.

ઘરનો એ દિવસ તો જાણે કે નવી જ બહાર લઈ ને આવ્યો. કારણ વગર જ મારા ચહેરા માં સ્માઈલ આવી જતી હતી. રોનકને અમે સૌએ બહુ જ ફોર્સ કરી કરી ને જમાડ્યો.

"તને અમારી નેહા કેવી લાગે છે?! મારી મમ્મી એ એને પૂછ્યું તો એ તો હેબતાઈ જ ગયો. આવા સવાલની આશા તો એને પણ નહોતી!

"મસ્ત છે.. હું લગ્ન માટે તૈયાર છું!" રોનક એ કહ્યું તો બધાં જ બહુ જ ખુશ થઈ ગયા. અને હા મારો પ્લાન પણ સક્સેસ થઈ ગયો હતો.

અમારી બંનેની દોસ્તી તો કોલેજના સમય ની છે, બોંડિંગ પણ સૌથી જોરદાર અમારી જ. કહ્યાં વગર જ અમે એકબીજાની દિલની વાત સમજી જતાં. અને એટલે જ મેં મમ્મીને આ વિશે વાત કરેલી. મમ્મી પણ બહુ જ ચાલક કે એમને મને કહ્યું કે પહેલાં તું જઈને ત્યાં જોઈ આવ, એમના ઘરનું વાતાવરણ, રહેણી સહેની અને ગમે તો કહી દેજે. મને બધું જ બહુ જ ગમ્યું અને એટલે જ અમે બધાને ખાલી મારા ઘરનાં જ નહિ, પણ હા, નિકિતા કે જે રોનક ની સગી બહેન છે, એના કહ્યાં પ્રમાણે જ એને આજે બોલાવ્યો અને વાત પૂછી લીધી.

રોનક પણ બહુ જ ખુશ નજર આવી રહ્યો હતો. એને પણ ખબર તો હતી જ કે હું એને લવ કરું છું, પણ એને ખબર નહોતી કે આમ લગ્નની વાત થશે! અને સૌથી વધારે તો ખુશ હું જ હતી! મારા લગ્ન એ જ વ્યક્તિ સાથે થવાના હતા, જેને મેં સૌથી વધારે ચાહ્યો છે. હું બહુ જ ખુશ છું.

(સમાપ્ત)