પ્રેમ સમાધિ - પ્રકરણ -19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ -19

રોઝી વિજય ટંડેલને કરગરી રહી હતી એ છેલ્લે બોલી કે “હું એટલી નીચ કે લાલચી નથી કે મારાં માણસને ખોઇ બેસું એવાં ગોરખધંધા કરું મારી કુમળી વયની છોકરી સાધુ પાસે છે એ મજબૂરીએ હું..... માફ કર વિજુ......”.
વિજય ટંડેલ રોઝીની સામે જોઈ રહ્યો હવે એને થોડો ભરોસો પડી રહેલો... એણે રોઝીને કહ્યું " જો તું ખોટી નીકળી તો સાચેજ માછલીઓનો ખોરાક બનાવી દઇશ. અમે શીપ લઇને નીકળીએ... દિવસો અને મહિના દરિયો ખેડીયે ... ખૂબ પરિશ્રમ કરીએ બધા જોખમ ઉઠાવીએ લાંબા સમય સુધી ઘરવાળાનું મોઢું નથી જોતાં એટલે તારાં જેવીને અમારાં મનોરંજન માટે સાથે રાખીએ. મેં તને ક્યારે ખોટ સાલવા દીધી ? બધી રીતે તારું પુરુ કર્યું છે.. આ વિજય ટંડેલને દગો દેવો સહેલો નથી"
વિજય બોલી રહેલો અને રાજુ નાયકો આવ્યો એનાં હાથ લોહીવાળા હતાં. બોલ્યો બોસ કાળીયાએ બધુ ઓક્યું છે.. સાધુની પાસે આની છોકરી છે અને સાધુએ એનું મોઢું ભર્યુ છે એ થેલીમાં ગ્રેનડ લઇને આવ્યો છે નીચે પણ બોક્ષ પાસેજ મૂક્યું છે તક મળે વિસ્ફોટ કરી શીપ ઉડાડી આપણને બધાને ખલાસ કરવાનો પ્લાન છે"
વિજયે કહ્યું "એમ વાત છે.. સાચું બકી રહી છે. પહેલાં પેલી થેલીનો નિકાલ કર... કાળીયાને એની સાથેજ કાપીને દરિયામાં પધરાવી દે.... આની છોકરીનું કંઇક કરવું પડશે...” એ પાછો વિચારમાં પડ્યો.
રાજુ હજી વિજયની સામે ઉભો હતો. વિજયે કહ્યું “જા મે કીધું એ પહેલાં નિકાલ કર પછી આગળનો પ્લાન કરીએ...”
રોઝી વિજયનાં પગ પકડીને બેસી ગઇ બોલી " વિજુ આખી જીંદગી તારી રખાત થઇને રહીશ બધીજ જાતની સેવા કરીશ... મારી દીકરીને બચાવી લે હું તારો ઉપકાર કદી નહીં ભૂલું મારી નાજુક નિર્દોષ છોકરી પેલો શું કરશે મને ખૂબ ચિંતા છે એને ખબર પડીકે કાળીયો પકડાઇ ગયો છે તો એ મારી છોકરીને...”.
વિજય કહ્યું "તું નિશ્ચિંત રહે તારી છોકરીનો વાળ વાંકો નહીં થાય મારું વચન છે પણ મારી છે એવું કોઇનાં મોઢે બોલી છે તો તમને માં દિકરી બંન્ને ને જીવતા દાટી દઇશ.” એમ કહી ત્યાંથી ઉભો થઇ ગયો.
********************
સુરત આવાવની તૈયારી હતી. શંકરનાથે સુસ્તી ઉડાડી.. પોતાની પાસેની બેગ પાસે લીધી અને ઉતરવા પ્લેટફોર્મ આવે એની રાહ જોવા લાગ્યા.... ટ્રેઇન ધીમી પડી હવે ટ્રેઇનમાંથી પ્લેટફોર્મ દેખાવા લાગ્યું.
શંકરનાથ પોતાની જગ્યાએથી ઉઠયા અને ઉતરવા દરવાજા તરફ ગયાં. .... ઉતરનાર ઘણાં હતાં એ લાઇનમાં ઉભા રહ્યાં. ટ્રેઇન ઉભી રહી બધાં ધીમે ધીમે ઉતરી રહ્યાં હતાં શંકરનાથ પણ ઉતરી ગયાં.
ઉતરીને આજુબાજુ જોવા લાગ્યાં.... કોઇ એમને જુએ છે કે કેમ ? કોઇ નથી બધાં અજાણ્યાં ચહેરાં છે એ જોઇને સુરત સ્ટેશનની બહાર નીકળવાં લાગ્યાં.
સુરત સ્ટેશનની બહાર નીકળી રીક્ષાવાળા પાસે આવીને પૂછ્યું" આવવું છે ભાઇ ?” પેલાએ પૂછ્યું “ક્યાં જવાનું છે ?” શંકરનાથે કહ્યું “ડુમસ.. બીચ ઉપર..”. પેલાએ કહ્યું “ચાલો સાહેબ 300 રૂ. થશે. પાછા ફરતાં સવારી મળે ના મળે... મેં ખૂબ વ્યાજબી કીધાં છે.”
શંકરનાથે કહ્યું “350 આપીશ પણ ઝડપથી પહોંચાડજો”. પેલો ખુશ થઇ ગયો. શંકરનાથ બેસી ગયાં. પેલાએ રીક્ષા મારી મૂકી. શંકરનાથ મનમાં ને મનમાં બધો પ્લાન વિચારવા લાગ્યાં... એમને એક પ્રશ્ન થયો. પણ મોબાઇલ હતો નહીં એમણે રીક્ષાવાળાને પૂછ્યું “તારી પાસે મોબાઇલ છે ? મારે એક ફોન કરવો છે ?” પેલાએ રીક્ષા ધીરી કરતાં કહ્યું “છે ને સાહેબ. તમારે ફોન કરવો છે ? પણ તમારી પાસે મોબાઇલ નથી ?” શંકરનાથે કહ્યું "છે.... હતો પણ ટ્રેઇનમાં ચોરાઇ ગયો.”
પેલાએ કહ્યું “શેઠ એક શું બે ફોન કરી લો.. હું રીક્ષા ઉભી રાખું છું”. એમ કહી મોબાઇલ આપ્યો.. શંકરનાથે કહ્યું “ના ના રીક્ષા ચાલુ રાખ મારે જલ્દી પહોચ્વાનું છે મોબાઇલ આપ હું ચાલુ રીક્ષાએજ ફોન કરી દઊં છું....”
પેલાએ કહ્યું "ભલે સાહેબ...” શંકરનાથે મોબાઇલ લઇને ફોન જોડ્યો.... સામેથી તરતજ ઉપડ્યો... શંકરનાથે વાત કરતાં કરતાં ઘડિયાળમાં જોયું બપોરનો 1.00 વાગ્યો હતો.. એમણે ખૂબ સાવચેતી પૂર્વક વાત કરી... રીક્ષાનાં અવાજમાં રીક્ષાવાળાને કશું સાંભળાતું નહોતું પણ એ એનાં અરીસામાંથી શંકરનાથને ફોન કરતો જોઇ રહેલો.
શંકરનાથે સામેવાળાને કહ્યું “આ માહિતી તાત્કાલિક પહોંચતી કરો મેં જાનનાં જોખમે તમને કહ્યું છે એ તમે કામ પુરુ નહીં કરો તો સવારે છાપામાં તમારું નામ ખૂલશે” એમ કહીને ફોન કાપ્યો. ફોન કાપીને ડાયલ કરેલો નંબર ડીલીટ કરી નાંખ્યો.
પછી થોડીવાર વિચાર કર્યો કે આ બીજા નંબર પર ફોન કરું કે નહીં ? પછી વિચાર્યુ નથી કરવો આ મોબાઇલે એક ફોન કરી લીધો છે આમાં બીજો નંબર ના આવવો જોઇએ. પોલીસ તપાસમાં પણ નહીં.. પછી પેલાને હસતાં હસતાં મોબાઇલ પાછો આપતાં કહ્યું “થેંક્યુ દોસ્ત વાત થઇ ગઇ.”
પેલા રીક્ષાવાળાએ કહ્યું “અરે સાહેબ એમાં શું ? તમારો મોબાઇલ ચોરાઇ ગયો છે સમજુ છું પણ તમારું કામ થઇ ગયું એજ અગત્યનું છે.”
શંકરનાથે વાત ટૂંકાવીને મોબાઇલ પાછો આપી બહાર જોવા લાગ્યાં. પેલાં રીક્ષાવાળાએ પૂછ્યું “સાહેબ ડુમસ પહેલીવાર આવ્યા છો ? કઇ હોટલમાં જવાનું છે ? તો એ પ્રમાણે રીક્ષા લઊં બાકી મારાં ઓળખણની પણ હોટલ છે સસ્તી અને સુઘડ... બોલો લઇ જઊં ?”
શંકરનાથે કહ્યું “હાં પહેલીવાર આવ્યો છું પણ મારે હોટલમાં કામ નથી હું મારું કરી લઇશ વાત બદલવા પૂછ્યું હવે કેટલું દૂર છે ?”
પેલાએ કહ્યું “અડધા ઉપરતો આવી ગયાં હવે માંડ 10 મીનીટ દૂર છે.” શંકરનાથ સાવધ થઇ ગયાં બોલ્યાં “અહીનો બીચ તો ભૂતીયો કહેવાય છે ને ? પ્રેત ફરે છે બીચ પર એની રેતી પણ કાળી છે. ત્યાં ભૂતીયા આત્માઓનો વાસ છે કહેવાય છે.” પેલાએ શંકરનાથ તરફ વળીને પૂછ્યું “સાહેબ અહીં તમે આવ્યા નથી તો આટલું બધું જાણો છો ?”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-20