પ્રેમ સમાધિ - પ્રકરણ -17 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ -17

શંકરનાથ સડસડાટ ઘરની બહાર નીકળી ગયાં અને કલરવ અને ઉમાબહેન એમને અંધારામાં જતાં ઓળાની જેમ જોતાં રહ્યાં. એ દેખાતાં બંધ થયાં અને ઉમાબહેને નિસાસો નાંખી કહ્યું" બેટા કલરવ ચાલ બારણા બંધ કર તારાં પાપા ગયાં છે ખૂબ જોખમી કામ પર.. અહીં રહી આપણે માત્ર પ્રાર્થનાજ કરી શકીશું બાકી બધુ મહાદેવનાં હાથમાં છે અડધી રાત વિતી ગઇ છે. પથારીમાં હવે પડખાંજ ઘસવાનાં છે નીંદર વેરાન થઇ છે એ પાછા નહીં આવે ત્યાં સુધી આ આંખમાં નીંદર નહીં આવે...”
કલરવ શાંતિથી સાંભળી રહેલો એણે બારણું બંધ કર્યું અને બંન્ને જણાં ઘરમાં આવ્યાં. કલરવે કહ્યું “માં તુ આટલી ચિંતા ના કર. જો તને મહાદેવજી પર શ્રધ્ધા હોય તો ભરોસો રાખજે. પાપા સાચું કામ કરવા નીકળ્યા છે મને વિશ્વાસ છે બે દિવસ પછી આપણાં ઘર ઉપરથી બધાં જોખમ જેમ સવારનાં સોનેરી કિરણો નીકળે અને અંધારુ ગાયબ થાય એમ બધી મુશ્કેલીઓ ગાયબ થઇ જશે તું સૂઇ જા... હું પણ રૂમમાં છું” એમ કહી ઉમાબહેને ઠાલાં આશ્વાસન આપી રૂમમાં આવ્યો.
કલરવ રૂમમાં આવ્યો સૂતેલી નાનકી ગાર્ગી સામે જોયું એનાં નિર્દોષ ચહેરાં પર નિશ્ચિંત નીંદરની રેખાઓ જોઈ આનંદ થયો. એ એનાં પલંગ પર આડો પડ્યો. પાપાએ આપેલો ફોન હાથમાં લીધો અને ફોન ચાલુ કરી અંદર બધું જોવા લાગ્યો...
********************
શંકરનાથ ઘરેથી નીકળ્યાં અને જાણે અંધારામાં ઓગળી ગયાં. ક્યાંય સુધી ચાલતા રહી નાકા પર આવી આજુબાજુ જોયું ત્યાં એક પેડલ રીક્ષાવાળો એની રીક્ષામાં ઊંઘતો હતો. એને ઉઠાડ્યો અને બોલ્યો "એયય... ચાલ સ્ટેશન જવાનું છે.. ઉઠ... પેલો અર્ધી ઊઘમાં હતો બોલ્યો" અરે સાહેબ અડધી રાત્રે સ્ટેશન ? ત્યાં શંકરનાથે આજુબાજુ જોઇને કહ્યુ" હાં ચાલ ઉતાવળો ઉઠ મારે અગત્યના કામે જવાનું છે બમણું ભાડુ આપીશ."
પેલો બમણું ભાડુ આપીશ એવું સાંભળતાજ સફાળો ઉઠી ગયો. એણે શંકરનાથ તરફ જોયું ના જોયું અને બોલ્યો “ચાલો બેસી જાવ. હમણાં પહોચાડી દઊ” અને પોતાનાં ગૂમછાથી મોઢું લૂછી માથે બાંધી દીધો. શંકરનાથ એમની નાની બેગ હાથમાં રાખી રીક્ષામાં બેઠાં અને બોલ્યાં “ચાલ ઝડપથી પહોચાડી દે...”
રીક્ષાવાળાનાં પગમાં જોર આવી ગયેલું એનાં પેડલમાં બમણાં ભાડાનું જોર આવી ગયું અને મનમાં કંઇક ગણગણતો ઝડપથી ચલાવવા માંડ્યો...
**************
વિજય ટંડેલ વિચારમાં પડી ગયો આ નંબર તો... આ કોનો અવાજ ? પછી ધ્યાન આવ્યું એ બોલ્યો “સાધુ ? તું સાધુ નહીં સેતાન છે અને હું નં.1 છું. તું શેના શમણા શેવે છે ? તારું હસવાનું રડવામાં બદલાઇ જશે શેતાન...”
સામેથી લુચ્ચુ હસતાં સાધુ બોલ્યો “અલ્યા આ નંબર જોઇને તને આશ્ચર્ય ના થયું.... આ નંબર તો તારા માણસનો છે એ મારાં પગમાં પડ્યો છે એ મારી પાસે જીવનની ભીખ માંગે છે તારો બંદોબસ્ત આટલો કાચો ? ઇમ્તીયાઝને તેં પકડીને બધું ઓકાવ્યું અને એ રીતે પ્લાન બનાવ્યો.. પણ મેં પ્લાન બદલી નાંખ્યો છે” પછી હસ્યો...
વિજય ટંડેલે કહ્યું “તું પ્લાન બદલે છે તારો ઈરાદો... તું સફળ નહીં થાય. વિજય ટંડેલને હરાવવો છે ? તેં જે માણસ સાંધ્યો છે એ તને કેટલો વફાદાર ? તારી બાજી તેં જ બગાડી દીધી છે. આવતીકાલ સવાર થવાદે બધું સામે આવી જશે.”
સાધુએ એનાં પગમાં પડેલાં વિજય ટંડેલનાં ખારવાને લાત મારી... પેલો ઓય કહીને ચીસ પાડી ઉઠ્યો. “વિજય આ અવાજ સાંભળ્યો ? તારો માણસ ફુટી ગયો.. એની જગ્યાએ મારો માણસ તારી શીપ પર છે તું મુંબઈ પણ નહીં પહોંચી શકે મારો એવો પ્લાન છે” એમ કહી હસ્યો અને ફોન કાપી નાંખ્યો.
વિજયે ફોન ખીસામાં સેરવ્યો. એણે પહેલા તો રોઝી નાં વાળ પકડી એનાં તરફ ખેંચી અને બોલ્યો" “સાલી રાંડ મેં તને અત્યાર સુધી આના માટે પાળી ? સાલી તારી જાત પર ગઇ કુલ્ટા..” એમ કહી જોરથી લાત મારી પેલીનાં મોઢામાંથી ઉલ્ટી થઇ ગઇ બધી દારૂ બહાર નીકળી ગઇ ડોળા ફાટીને લાલ થઇ ગયાં.
વિજયે જોરથી રાજુને બૂમ પાડી.. રાજુ કેબીન ખોલી દોડતો બહાર આવ્યો. "બોસ શું થયું ?” એણે રોઝીને તડપતી જોઇ... એને ખ્યાલ આવી ગયો એણે કહ્યું “સર મને શંકા આવી હતી પણ તમારી એ...” વિજયે કહ્યું “મારી કશુ નથી સાલી હરામખોર પેલા સાધુ સાથે વેચાઇને આવી છે એનો કોઇ સાથીદાર શીપ પરજ છે કોણ છે એની ઓળખ કરીને પકડીને લાવ મારી પાસે.... જા ઝડપથી બધાને કામે લગાડી દે.. શીપ પર કેટલાં જણ છે ? નવો કોઇ ખારવો આવ્યો છે ?”
ત્યાંજ દરિયામાં કોઇ કૂદી પડ્યાનો અવાજ આવ્યો. રાજુ પણ કઈ વિચાર કર્યાં વિના પાછળ દરિયામાં કૂદયો. વિજયનાં હોઠ પર પહેલાં સ્મિત આવ્યું અને રોઝી સામે જોઇને તિરસ્કાર....
વિજય ટંડેલે રોઝીને પાછી વાળથી પકડીને ઉભી કરી અને એનાં ચહેરાં પર થૂંક્યો અને બોલ્યો “જેનું ખાય છે એનેજ દગો દીધો ? કોણ હતો એ તારી સાથે ? અને સાધુએ તને શું ભણાવીને મોકલી હતી બોલ... આજે તારાં ગાભા કાઢી નાંખીશ....”
રોઝીએ બે હાથ જોડીને કહ્યું "વિજય હું તો તારાં પર ગાંડી છું હું સાધુનું શા માટે માનું ? તુંજ છે દરિયાનો રાજા.. મને માફ કર..” વિજય એને જોરથી થપ્પડ મારતાં કહ્યું “માફ કરું ? પડખું મારું સેવ્યું અને વફાદાર બીજાને રહી ?”
“તને આજે હું એવી સજા આપીશ કે તારાં કોઠાની બધી રાંડો સબક લઇ લેશે” ત્યાં શીપ પર રાજુ કોઇને ખેંચી લાવ્યો એને જોઇને વિજય.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-18