પ્રેમનો સાથ ક્યાં સુધી… - 57 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 57

ભાગ-૫૭

(મિતા મનમાં પ્રશ્નો લઈ પણ અલિશા અને સુહાસને ડીનર કરાવે છે. બંનેની વાત કેમ કરવી એ મૂંઝવણ જોઈ, તેને આસાન કરવા પૂછે છે. અને અલિશા તેના મોમ ડેડનો વિરોધ કેમ કરે છે તે કહી રહી છે. હવે આગળ....)

 

મેં સુહાસની વાત સાંભળી અને હા પાડતું માથું હલાવ્યું પણ મિતા બોલ્યા વગર ના રહી શકી કે,

“એમાં તે લોકો થોડા ખોટા છે, તે અલિશાના મોમ ડેડ છે, તેની કેર કરે છે તો આ બધું વિચારે એમાં શું નવાઈ?”

 

“હા આન્ટી, પણ અલિશા અને હું તો... અમારે માટે પણ એકબીજાનો સાથ મેળવવું જરૂરી છે. જે વાત બધા માટે લાગુ પડે છે તે અમારા માટે નહીં?”

 

“હા, બધા પ્રેમ કરનારા આવું જ કહે છે. પણ હક્કીતમાં એવું હોતો નથી અને સમય આવતાં બદલાઈ જાય છે. અરે ભલભલા લોકો પણ બદલાઈ જાય છે, એનું શું? આજ સુધી આપણે આવું સાંભળીએ જ છે ને?”

 

સુુહાસ આગળ આર્ગ્યુમેન્ટ ના કરી શકયો અને તે ચૂપ થઈ ગયો અને મારી સામે લાચારીથી જોયું એટલે મે વાતનો દોર મારા હાથમાં લીધો.

 

“મિતા તું સમજી નથી રહી કે આ બંને એકબીજા માટે જ સર્જાયા છે. એમને એકબીજાનો સાથ મળવો એ જ નિયતી છે અને એ જ એમનો ધ્યેય છે એમ કહો કે તેમની મંઝિલ છે, તેમના પ્યારની અંતિમ પડાવ આ જ હોઈ શકે. તેને કોઈ ફેરવી ના શકીએ, એમાં પછી ભલે એના માતા પિતા કે આપણે જ ના હોઈએ કે પછી કુદરત જ કેમ ના હોય.”

 

“કેમ માનવ?”

 

“કેમ કે મિતા તું એમ સમજી લે કે, આ તો વિધિએ લખેલા લેખ છે, એ કરતાં પણ વિધાતાને આ લેખ મજબૂર થઈ લખવા પડ્યા છે.”

 

“સુજલ તમે એક તો સમજાય એવું ક્યારે બોલ્યા છો, તો હવે બોલશો? પણ આ વખતે પહેલીમાં નહીં સમજાય તેવું બોલોશો, પ્લીઝ?”

 

તેને મને ટોંટ માર્યો પણ તેને ઈગ્નોર કરી અને અજાણ બનીને હું,

“એટલે હું પહેલીઓ માં વાત નથી કરતો, પણ સત્ય કહું છું.”

 

“શું સત્ય એ સમજાવશો જરા? પહેલાં અલિશા અને અક્ષત વિશે કહેતા હતા અને હવે આ સુહાસ? આ સમજાવશો જરા...? અક્ષત અને અલિશાની નાની ઉંમરમાં જ નજીકતા જોઈને તો વિલિયમ ફેમિલી ગ્રીસ શિફટ થઈ ગયેલી અને હવે આ સુહાસ કયાંથી આવ્યો?”

 

તેને થોડા ગુસ્સામાં કહ્યું એટલે નાછુટકે મારે તેને કહેવું પડયું,

“એક મિનિટ મિતા.. થોડી ધીરજ ધર, હું તને કહુ છું કે વાત શું છે પછી તું જ કહીશ કે આ બંને એકબીજા માટે જ છે અને એ જ વિધાતાને આ લેખ લખવા મજબૂર કર્યા છે...’

 

“તમારા બધાને મેં જે વાત કહી હતી એ પછી પણ મેં એક વાત કોઈને નહોતી કહી...

 

વિલિયમ ફેમિલી પાછી ગ્રીસ શિફ્ટ થઈ ગઈ અને ત્યાં સેટલ થઈ ગયા બાદ મારા મનમાં એ બંને એકબીજાને મળશે કે નહીં તે જાણવા ઉત્સુક હતો. એટલે હું ફરીથી અક્ષતને મળ્યો હતો અને તેને આઇસક્રીમ ખવડાવવાને બહાને બાહર લઈ ગયેલો. પણ ખરેખર તો હું તેને આપણી હોસ્પિટલની ઓપીડીમાં લઈ ગયેલો અને તેને હિપ્નોટાઈઝ કરીને પૂછેલું કે,

“શું તું અને અલિશા હવે નહીં મળી શકો? શું તું અને અલિશા કાયમ માટે જુદા પડી ગયા? શું વનરાજે આપેલું વચન નહીં નિભાવે? શું માનદેવી એટલે કે અલિશાને તેનો પ્રેમ નહીં મળે?”

 

“ના તમે વિચારો છો એવું કંઈ નહીં બને? માનદેવી અને વનરાજ સિંહ એકબીજાને મળવા સર્જાયા છે અને તે મળશે એવો લેખ તો વિધાતાને પણ લખવા જ પડશે.”

 

“હા, તારી વાત સાચી પણ હાલ તો એવું જ લાગી રહ્યું છે ને કે તમે બંને જુદાં પડી ગયા છો.”

 

“એ તો લાગે જ ને, પણ આ એકબીજા થી તો દૂર રહેવાનું ચૌદ પંદર વર્ષ પૂરતો જ છે, પછી અમારું મળવાનું લખાયેલું જ છે.”

 

“એટલે સમજ ના પડી? પહેલાં પણ તું એવું જ બોલેલો કે સમય આવશે એટલે તમને બધું જણાવીશ, હવે તો કહે...”

 

“અમે બંને એટલે કે અક્ષત અને અલિશાના મેરેજ નહીં પણ સુહાસ અને અલિશાના મેરેજ થશે એટલે કે સુહાસના રૂપમાં મારો નવો જન્મ થશે અને અમે એકબીજાનો સાથ મેળવી જીવન ગુજરાશે.”

 

“મને સમજાય તેમ કહીશ બેટા?”

 

“એટલે કે મારું જીવન એટલે કે અક્ષત અગ્રવાલ તરીકેનું જીવન પૂરુ થવા આવ્યું છે. મારા પિતા એટલે કે રમેશ અગ્રવાલ આગળ હું ટુ વ્હીલર શીખવાની જીદ કરીશ અને એ જીદ પૂરી કરવા તે પાછળ અને આગળ હું બેસીને એ વ્હીકલ શીખશ. બાદ એક વીક પછી મારા પપ્પાને કોન્ફિડન્સ આવી જશે કે મને આવડી ગયું છે એટલે એ દિવસે તે હાથ છોડી દેશે અને હું પણ સરસ રીતે વ્હીકલ ચલાવીશ. તે મને એક રાઉન્ડ માર્યા બાદ મૂકી દેવાનું કહેશે પણ હું નવો નવો શીખેલો હોવાથી મને ચલાવવાની મજા વધારે આવશે અને હું તેમની વાત ના ગણકારી અને કહીશ કે,

 

“ના પાપા મને ચલાવવાની મજા આવી રહી છે તો મોટો એક રાઉન્ડ લેવા દો ને, પ્લીઝ...”

 

તે મારી જીદને માની હા પાડશે અને હું હાઈવે લોંગ ડ્રાઈવ કરવા લાગીશ. તેમની ના ના સાંભળીને પણ હું નહીં માનું અને થોડી થોડી કરીને સ્પીડમાં ચલાવતો જ રહીશ. આખરે તે અકળાઈ જશે અને હાઈવેના ઢાબા પર ચા પીવા માટે ઊભું રાખવાનું કહેશે. હું ઊભો રાખીશ અને તેમના ઉતર્યા બાદ એકદમ જ મારાથી વ્હીકલના એક્સિલેટર પર રેસ અપાઈ જશે અને તે વ્હીકલ કંટ્રોલ બહાર થઈ દોડવા લાગશે. પાપા તે જોઈ ગભરાઈ જશે અને તેને કંટ્રોલ કરવા પાછળ થી પકડી લેશે પણ વ્હીકલ કંટ્રોલમાં નહીં આવે અને સીધું તે ટ્રક સાથે અથડાઈ જશે. એ જ જગ્યા પર મારું મોત થઈ જશે અને પપ્પાને હાથ પગનું ફ્રેક્ચર.

 

આ ઘટના બાદ એ સમયના આઠ મહિના બાદ મારો જન્મ આ જ શહેરના જાણીતા ઈન્ડ્રીયાલિસ્ટ મનોહર સાન્યાલના ત્યાં થશે.

 

પિતા મનોહર અને માતા સુમન પરથી ત્યાં મારું નામ સુહાસ રાખવામાં આવશે.”

 

“પછી?...”

 

“પછી આમ તે ફેમિલી સાથે મારા એ જીવનના ચૌદ વર્ષ વ્યતીત થઈ જશે. મને પંદરમું બેસવાની તૈયારી હશે અને એક વાર અમે બધા મિત્રો સાથે ઉદેપુર દિલ્લી ફરવા જઈશું. દિલ્લી ફર્યા બાદ અમે લોકો કુરુક્ષેત્ર જોવા જઈશું અને મને ત્યાં અલિશા પણ એક રિસર્ચ માટે કુરુક્ષેત્ર આવેલી હશે. આ હશે અમારો પ્રથમ મેળાપ.

 

પ્રથમ વાર જ મળતા હોવા છતાં અમે બંને એકબીજા માટે કંંઈક અલગ જ ફીલ કરશું. એ ફીલિંગ શું છે અને શેની છે અને શા માટે છે એ સમજવા જ અમે એકબીજા ના સાથે સમય પસાર કરીશું.

 

એમાં મને અને એને પણ થોડું થોડું યાદ આવશે એટલે એ વાત જાણવાના નામ પર બરોલી જઈ પહોચશું અને અમને ત્યાં બધું જ યાદ આવી જશે.

 

એ યાદ આવતાં અમારા મનમાં પનપતી પ્રેમની લાગણીઓ એમના અંતિમ મંઝિલ સુધી પહોંચશે. અમે એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપીશું અને અલિશા અને હું અમારક બંનેના મોમ ડેડને મનાવવા તે પાછી ગ્રીસ જશે અને હું જયપુર આવીશ.”

 

“તો તમે મળશો ખરા?”

 

(અક્ષત કહો કે સુહાસ વનરાજ સિંહ નો જીવ છે? શું સુજલ સુહાસ અને અલિશાના મોમ ડેડને સમજાવી શકશે ખરા? શું વનરાજ સિંહ એમને આપેલો વાયદો નિભાવી નહીં શકે? સુજલ કેવી રીતે એ લોકોને સમજાવશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૮)