પ્રેમનો સાથ ક્યાં સુધી… - 39 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 39

ભાગ-૩૯

(જયસિંહ વનરાજ સિંહ અને માનદેવીના રૂપ અને એમને મળતાં માન વિશે જણાવે છે, પણ એમના વિશે વધારે તે જાણતો નથી. અલિશાને થોડું ઘણું યાદ આવી રહ્યું છે. હવે આગળ....)

જયસિંહ ના મુખેથી માન વિશે સાંભળીને અમને ખૂબ નવાઈ સાથે એક વાત પાકી પણ થઈ ગઈ કે માનદેવીનું ગામ આ જ હતું. હવે બસ એના વિશે જાણવાનું બાકી હતું અને જણાવનારને શોધવાનું.

હવે અમારી નજર અલિશા પર હતી. અલિશા એક ખૂણામાં ટૂટિયું વાળીને બેઠેલી અને બસ જોયા કરતી હતી. જાણે કે કેટલા સમય પછી પોતાની કોઈક વસ્તુ ના મળી હોય.

હવે અમારો બધો જ આધાર અલિશા હતી. પણ અલિશા તો મારા પગ પકડીને રોતી જાય અને બોલવા લાગી એટલે એટલામાં એલિના ત્યાં મારી બાજુમાં આવી અને તેને કહ્યું કે,

“અલિશા પણ આ તો આપણા ડૉક્ટર અંકલ છે...”

એટલામાં એના પગ પકડીને,

“અમ્માજી ઉનકો બોલોની કી હમેં ના નીકાલે, ઈસ ઘરસે જાને કો ના કહે. હમ કહાં જાયેંગે, હમ ઉનસે કોનો શિકાયત ના કરેંગે ઔર ના હી કભી ઉનકો શિકાયત કા મૌકા ભી ના દેંગે. અમ્માજી આપ તો હમ પે રહેમ કરો, અમ્માજી. આપને હી હમારા બ્યાહ ઉનસે કરકે લાયે થે. હમાર બાઉજીને હમે કહ દીયા થા કી એકબાર લડકી માયકે સે સસુરાલ જાયે તો બાદ મેં સસુરાલ સે અર્થી પર હી બાહર નીકલતી હૈ. માયકે કી દહેલીજ તો સસુરાલ જાને કે લીએ છોડ દી તો છોડ દી, વાપિસ મત આઈઓ. આપ હી બોલો હમ ફિર કહાં જાયે. અમ્માજી આપ ભી એક ઔરત હો, હમારી બાત તો સમજો ઔર ઉનકો ભી સમજાઓ ના. જેઠાની સા, અમ્માજી ઔર બુઆસા કો બોલોના કી હમારી બાત સુને ઔર હમકો યહાં રહને દે, અમ્માજી...”

કહેતી કહેતી તે રોઈ રહી હતી. તેને આગળ શું કહેવું તે સમજમાં નહોતું આવી રહ્યું. પણ અમારી સાથે ઊભેલા જયસિંહને અમારા કરતાં વધારે શોક લાગ્યો કેમ કે કોઈને આટલું બધું ડીપમાં કેવી રીતે યાદ હોય.

રોતી અલિશાને પછી ખબર નહીં શું થયું અને તે દરવાજો ઓળંગીને અંદર ગઈ અને એક ખૂણા આગળ ઊભી રહી. અમે પણ તેની પાછળ પાછળ ગયા તો ત્યાં બેસેલી હતી અને કંઈક શોધતી શોધતી બોલી હતી કે,

“એ હમારી જગહ હૈ, હમ યહીં સોતે થે. હમારી ખટિયા કહાં ગઈ?”

અને જયસિંહને જોઈ તે બોલી કે,

“ઓ બિટવા હમારી ખટિયા કહાં ગઈ? બોલોના બિટવા... તુુમ કૌન હો ઔર યે ખડક કહાં ગયા? ખડક ઓ ખડક કી બહુરિયા... ઓ બહુરિયા... હમારી ખટિયા તો લા જરા....”

 

જયસિંહ અવાક થઈ ગયો અને શું બોલવું તે સમજ ના પડી....”

 

હવે મને બોલવાનો થોડો થાક લાગ્યો હતો એટલે મેં થોડીવાર બેક લેવાના વિચાર સાથે બોલવાનું બંધ કર્યું. મિતા મારા મનની વાત સમજી ગઈ અને મીનાની સાથે કીચનમાં જઈ મારા માટે કોફી અને બધા માટે ચા બનાવી લાવી અને સ્નેકસમાં બિસ્કિટ મૂક્યા.

 

બધા તેને ન્યાય આપવા લાગ્યા ત્યાં તો ઉમંગ બોલ્યો કે,

“કેવી વાત છે નહીં સર, તમે અલિશાને હિપ્નોટાઈઝ કરવાનો વિચાર કરતા હતા અને આ તો અલિશાને બધું આપમેળે જ યાદ આવી ગયું.”

 

મિતા બોલી,

“બધું કયાં યાદ આવ્યું છે, એ તો હજી બાકી છે.”

 

“હા, એ તો છે જ ઉમંગભાઈ. પણ એક વાત ભૂલો છો કે માનવભાઈ ના કહ્યા મુજબ આ તો એક પુર્નજન્મની કિસ્સો છે. તો તેને એ જગ્યા જોતા તેની યાદો જલ્દી આવી ગઈ એમાં શું નવાઈ. બસ જોવાનું તો એ જ રહ્યું કે,

 

‘તેને બધું યાદ આવી જાય છે કે નહીં? અને બધું જ યાદ આવશે તો તેની હેલ્થ બગડી જશે કે પછી? અને તેની તકલીફો કે અધૂરાં અરમાનો પૂરા થશે કે પછી આ જન્મે પણ તે અશક્ય હશે? તો પછી આગળ શું થશે?”

 

મીના બોલી અને હું ચૂપચાપ કોફી પીતાં પીતાં તેમની વાતો અને તર્કવિતર્ક સાંભળી રહ્યો.

 

કોફી પી મેં પાછો વાતનો દોર મારા હાથમાં લીધો. અલિશાના શબ્દો અને વર્તનથી જયસિંહ અવાક થઈ ગયેલો અને અમે લોકો કંઈ ના બોલી શકવાની સ્થિતિમાં. છેલ્લે તે બોલ્યો કે,

 

“અહીં જ દદિયા કી ખટિયા રહેતી થી ઔર ઉસી પે ઉન્હોંને અપની અંતિમ સાંસ ભી લી થી. ઉનકા અંતિમ સંસ્કાર ભી હમારા ચાચાદાદા કી બાજુમેં હી કીયા થા. યે રહી ઉનકી ખટિયા.”

 

ચોગાનના એક ખૂણામાં પડી રહેલી ખટિયા બતાવીને તેને કહ્યું. મેં નિરાશ થઈને પૂછી બેઠો.

“આપકો માનદેવી કે બારે મેં જયાદા નહીં પતા? આગે કી માનદેવી કો વનરાજ સિંહ કયોં પસંદ નહી કરતે થે, સિર્ફ સાઁવલે રંગ કે લીએ કે ઔર કોઈ બાત થી?”

 

“નહીં... સચમુુચ હમેં નહીં પતા. જબ કી હમ યહાં નહીં રહે તો કૈસે પતા હોગા. મેેરા જન્મ હી અહીં હુઆ હૈ, મેં પલા બડા હુઆ મામા કે ઘર ઔર દાદા કે ઘર પે. બાદ મેં હમ કોટા મેં રહેતે થા પઢાઈ કે લીએ, ફીર જોબ ભી વહીં મિલ ગયી વહાં પે તો કોટા વાલે ઘરમેં વહીં શીફટ હો ગયે. હમ ભી દદિયા કો એક દો બાર દેખા હી હૈ. પહેલે તો હમેં યે ભી ના પતા થા કી હમારા ગાઁવ મેં ઘર ઔર ખેત ભી હૈ, પહેલે પાપા સંભાલતે થે. જબ સે પાપા કી તબિયત બિગડ ગઈ તબ ઉન્હોંને હમે યે સબ બતાયા. હમ જયાદા ખ્યાલ નહીં રખ શકતે થે ઈસ લીએ તો ઈસ ઘર કા ઔર સાફસુથરા રખને કા જિમ્મા હમને એક દાદા કો દે દીયા.”

 

“આપકો પતા નહીં, આપકે પિતા યહાં હૈ નહીં ઔર ઉનકી સહેલી હૈ હી નહીં.... અબ માનદેવી ઔર વનરાજ સિંહ કે બારેમેં જાનના હૈ તો કરે તો કયા કરે?”

 

આમ અમારી વાત ચાલી રહી હતી ત્યાં જ એક વડીલ જેવા ભાઈ આવ્યા અને બોલ્યા કે,

“જય મહાદેવ... મહેમાન આયા સે. ચા બનતા હું, બિઠાઓ ઉનકો?”

 

જયસિંહને કંઈક યાદ આવતાં જ તે બોલ્યો કે,

“યે દાદા હમારે યહાં માનદેવી આને સે પહેલે કામ કરતે થે. તો શાયદ ઉનકો ચાચાદાદુ ઔર દદિયાચાચી કે બારે મેં પતા હોગા? ઠહરિયે હમ કહતે હૈ...”

 

તે દાદાને ક્હ્યું કે,

“દાદા ચા નહીં પીની હમે. આપ સિર્ફ ઈન લોગો કો દાદા ઔર દદિયાચાચી કે બારે મેં બતાઓ.”

 

તે જોઈ રહ્યા તો ફરીથી જયસિંહ,

“યા ની કી માનદેવી ઔર વનરાજ સિંહ કે બારે મેં આપ કયાં જાનતે હૈ વો ઈનકો બતલાઓ.”

 

“સબ કુછ જાનતા હું ઉનકે બારે મેં, પર ઈનકો ક્યોં જાનના હૈ? ઔર પૂછે ભી કાહે હો?”

 

“દાદા વો સારી બાત બાદ મેં પૂછના.”

 

ત્યાં તો અલિશા તેની સામે આવી ગઈ અને બોલી કી,

“રામૂ ઓ રે રામૂ તું કૈસા હૈ?”

 

તે તો પહેલાં આશંકિત થઈને જોઈ જ રહ્યા તો ફરીથી તે બોલી કી,

“રામૂ તું સબ્જી લે કે આયા કી નહી. પતા હૈ ના અમ્મા ફિર તેરે કો હી બોલેગી. કહાં હૈ તુમ્હારા ચિત્ત, સબ બાતે ભૂલ જાતે હો... તુમ્હારે મનમેં અમ્માાજી ડાંટ કા અસર રહેતા હિ નહીં, કયા કરે અબ...”

 

(રામૂ જણાવશે ખરો? તેને ખબર હશે કે પછી ત્યાંથી પણ નિરાશા મળશે? માનદેવીની તકલીફ વિશે જાણવા મળશે ખરું? આગળ શું થશે? અલિશાનું બોલવું સાંભળી રામૂનું રિએક્શન શું હશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૪૦)