પ્રેમનો સાથ ક્યાં સુધી… - 13 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 13

ભાગ...૧૩

(અલિશા પોતાના પૂર્વભવનું ગામનું નામ કહી શકતી નથી. સુજલ અને અલિશા ઘણીવાર ગાર્ડનમાં મળે છે પણ તે અલિશાને નેચરલી એન્જોય કરવા દે છે. પ્રાણાયમ કરતાં માનવને આજુબાજુ જોતા જોઈ એક વડીલ તેને ટોકે છે. હવે આગળ...) 

"એ વાત તો છે જ, અને આમ પણ દાદા દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું લાગે..." 

અંકલની સાથે વાત કરતાં કહ્યું.
"એમાં પણ એક લોજિક કહો કે કારણ છે જ..." 

"કેવું લોજિક અંકલ?" 

"એમાં એવું છે ને કે માણસ એમાં ખાસ કરીને પુરુષ પોતાનું બાળક જયારે મોટું થઈ રહ્યું હોય ત્યારે કામમાં ઉલઝાયેલા રહેતા હોઈએ છીએ. કામની વચ્ચે ઘેરાયેલા હોવાથી પોતાના બાળકનું બાળપણ કયાં વીતી જાય તે ખબર નથી પડતી. કામનું ભારણ ઓછું થાય એટલે પોતાના બાળકોનો સંસાર વસી ગયો હોય એટલે જેવો જોઈએ તેવો સમય તે માતા પિતાને ના આપી શકે. આપણે ફ્રી હોવાથી તેમના બાળકોનું બાળપણ માણવું પડે અને સંતોષ પણ..." 

"હા, એ વાત પણ તમારી બરાબર છે..." 

એટલામાં જ એલિના ઝડપથી મારી પાસે આવી અને મને કહેવા લાગી કે,
"ડૉ.નાયક જલ્દી ચલિએ... જલ્દી ચલિએ... વહાં પે અલિશા?..." 

"અલિશાને શું થયું મિસસ વિલિયમ?..." 

"એકબાર આપ ચલો ફીર કહેના કી બાત કયાં હૈ. આપ દેંખેંગે તો આપકો ભી પતા ચલ જાયેગા..." 

એમની વાત સાંભળી હું પણ તેમની પાછળ ઝડપથી ગયો અને ત્યાં પહોંચીને જોયું તો અલિશા એક ખૂણામાં ટૂટિયું વાળીને બેઠી હતી અને રડે જતી હતી. મેં એલિનાને પૂછ્યું કે,
"કયા હુઆ... ઈતના કયો રો રહી હૈ... ઉસકો ચૂપ કરવાઓ..." 

"યહીં કરવાની કી કોશિશ કર રહી હું, પર વો તો બસ રોતી હી જા રહી હૈ..." 

"મગર વો રો કયો રહી હૈ?" 

"વો તો મેરે કો ભી નહીં પતા, મગર થોડી દેર પહેલે યહાં પે એક લડકી રોતી હુઈ બેઠી થી ઔર વો બાર બાર બોલ રહી થી કે મેરે માં પાપાને મુજે કુવે મેં ધકેલ દીઆ." 

"હમમ... તો" 

"મૈને ઉસસે સિર્ફ ઈતના હી કહાં કી ઐસા કયો બોલ રહી હો, તુમ તો યહાં બેઠી હો કહાં કૂવે કે પાસ યા કુવે મેં ખડી હો." 

વો મુજે કુછ હક્કીબક્કી સી દેખતી રહી ઔર બાદમેં રોતી રોતી વો વહાં સે ચાલી ગઈ." 

"બાદ મેં..." 

"ઉસકે ચલે જાને કે બાદ મેં તો યહાં બેઠ કે કિતાબ પઢને લગી, મગર અલિશા તો વહાં પે એક કોને મેં જાકે બેઠક ગઈ. મેં તો સમજ રહી થી કી વો ખેલ રહી હોગી. મગર જબ મેં ને ઉસકા રોતી હુઈ સિસકીયા સુની તબ પતા ચલા કી વો તો રો રહી હૈ. મેં ઉસે ચૂપ કરવાને ગઈ તો વો બોલી કે, 

'કાહે અમ્મા આપને હમકો ઈનસે બ્યાહ દીયા. હમ તો...' 

ઔર બસ વો જોર જોરસે રોને લગી. ચૂપ હોને કા નામ લે હી ન રહી હૈ. હમે તો આગે સે પતા હૈ ના કિ અલિશા કો કુછ ભી, કહીં ભી હો સકતા હૈ તો આપકો બુલાને આ ગયે." 

"ઠીક હૈ, ઔર કુછ કીયા થા કયાં યા વો લડકી કુછ ઔર બોલી થી કયાં?" 

"ના... ના, હા યાદ આયા વો કુછ કાલી હું... ગોરી ના હું... મેં કુવે મેં પડકે મર જાુઅંગી, જી કે કયા કરું કીસી કો મેરી જરૂરત નહીં..." 

"ઔર અલિશાને..." 

"નહીં..." 

મેં અલિશા સામે જોયું તો અલિશા હજી પણ રડી રહી હતી અને હિબકા ભરી રહી હતી. મેં આજુબાજુ જોયું તો એ જગ્યાએ આખા ગાર્ડન કરતાં ફૂલ અને તેની સુગંધ વધારે હતી. ત્યાં ખરેખર ઝાડ, ફૂલ ખૂબ હતાં જ અને સાથે સાથે વાતાવરણ પણ શાંત અને સુંદર હતું. 

મારા માટે નવાઈ હતી કે આટલા સમયથી હું ગાર્ડનમાં આવતો હોવા છતાં મેં આ જગ્યા ક્યારે દેખી નહોતી. આટલી સુંદર અને શાંત જગ્યાની ખોજમાં હંમેશાં રહેતો છતાં આ જગ્યા શોધી ના શકયો. 

અહીંથી તો બાળકો કે કોઈપણ વ્યકિત દેખાતું નહોતું. કદાચ બધા માટે આ અણદેખી જગ્યા હશે. જે કોઈને પોતાની દુનિયાથી અલિપ્ત થવું હોય તો આ જગ્યા એના માટે સૌથી વધારે બેસ્ટ હશે. 

અલિશાને ચૂપ કરવાના ઈરાદે હું તેના નજીક ગયો અને તેને પ્રેમથી બોલાવી કે,
"અલિશા... અલિશા ડીઅર..." 

"હમ અલિશા થોડે ના હૈ..." 

કહીને તે વધારે જોશ જોશથી રોવા લાગી. એલિના થોડી ઝુંંઝલાઈને તેને ખભેથી પકડીને જોશ જોશથી હલાવવા લાગી અને બોલી કે,
"અલિશા ક્યાં કર રહી તો તુમ, ઔર ક્યાં બોલ રહી હો તુમ? હમ ઘર પે નહીં, હમ અભી ગાર્ડનમેં હૈ?" 

તે આગળ બોલે તે પહેલાં જ મેં તેમને હાથ બતાવીને તેનાથી થોડે દૂર જવા કહ્યું.
"મિસીસ વિલિયમ, યે કયાં કર રહી હો આપ? આપ કો પતા તો હૈ હી કી અલિશા કે બારે મેં? ફીર ઐસે આપ ક્યોં બોલ રહી હો. આપ પીછે જાયે મેં પરિકો હેન્ડલ કર લુંગા.." 

તે પાછળ ગઈ પછી અલિશાને શાંતિથી,
"અલિશા... અલિશા ડીઅર..." 

તે પહેલાં મારી સામે જોઈ રહી પછી રોવા લાગી અને રોતાં રોતાં બોલી કે,
"હમ કોનો અલિશા અલિશા થોડે ના હૈ... હમ તો..." 

તે ચૂપ થઈ ગઈ તો તેની પાસે વાત કઢાવવા મેં પૂછ્યું કે,
"હમ તો કયા?" 

"હમ તો કીસીકી પસંદ ના હૈ, મગર ઉસમેં હમાર કોઈ ગલતી ના હૈ...' 

થોડી વાર રહીને,
"હમ પઢે લીખે ના હૈ તો હમાર કોઈ ગલતી હૈ કયા? જબ હમાર બાઉજીને હમે પઢયા ના તો હમ કયાં કરે  હમાર બાઉજીને જમીનદારસે કર્જ લીયા તો ઉસમેં હમાર કોઈ ગલતી હૈ ક્યાં? જમીનદારને કર્જ કે બદલે હમાર બ્યાહ ઉનકે બિટવા સે કરને કો કહાં તો હમાર કોઈ ગલતી હૈ કયા? 

જમીનદાર કા ઘર હૈ દેખ કે, કર્જ ઉતર જાયેગા ઔર એક બ્યાહ ભી નિપટ જાયેગા સોચકર ચૌદહ સાલ કી બચ્ચી કો ઈસ ઘરમેં બ્યાહ દીયા તો હમાર કોઈ ગલતી હૈ કયા? હમ થોડે સાઁવલે હૈ તો હમાર કોઈ ગલતી હૈ કયા? રંગ તો ભગવાન દેતા હૈ, ઇન્સાન કે હાથમેં તો કુછ ના હૈ કે વો અપનેઆપ રંગ પસંદ કર શકે, અગર ઐસા હોતા તો હમ ભી ગોરે ચીટ્ટે ના હો જાતે. 

માનતે હૈ કી ઉન્હોંને હમે નાહી દેખા મગર ઉન્કે બાબુજી ઔર અમ્માને તો હમકો દેખા થા ના, ફિર ઐસા ક્યોં બોલ રહે હૈ... ઉનકો હમાર સાસ સસુરજીને નાહી બતાયા તો હમાર કોઈ ગલતી હૈ કયા?" 

તે વધારે રોવા લાગી અને બોલી પણ જતી હતી કે,
"ઉનકે બાબુજીને હમાર બાબુજી કર્જ સૂત સમેત ઐસે વાપસ લિયા તો હમાર કયાં કસૂર? હમ કો તો વો બ્યાહ કર લાયે થે ના, ઉન્હો ને શાદીકે મંડપમેં કાંહે કો ના બોલ દીયા કે હમ ના પસંદ હૈ, વો ના બોલ શકે તો હમાર કયાં કસૂર? ફિર હમ કયાં કરે, કહાં જાયે... 

ઉન્હોં ને હમે કહ દીયા કે નિકલ જાઓ હમાર કક્ષસે ઔર હમાર ઘર સે ભી... તુમ હમાર પસંદ ના હો. હમકો તો હમાર બાઉજીને બ્યાહ દીયા તો અબ હમ કહાં જાયે..." 

"તો તુમને અપને બાબુજી કો ના બતાયા?"

(શું કારણ હશે અલિશા આવું બોલી રહી છે? શું તે એ વખતના જમીનદારના જુલ્મનો શિકાર છે કે શું? સુજલ અલિશાને હેન્ડલ કરી શકશે? અલિશાને તબિયત બગડશે તો નહીં?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૪)