વિશુદ્ધ પ્રેમ Hiral Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશુદ્ધ પ્રેમ

સવાર ની આ ઠંડી હવા જયારે મારા શરીર ને અડકે છે,ત્યારે એ મારા આત્મા ને એક અલગ જ શાંતિ આપે છે. રોજ સાવર એ હું ને મારું મોર્નિંગ વોક પોતાની જાત સાથેનો ટાઈમ અને કુદરત સાથે ની પળો….. વિચારતી ધિયાના ઘરે પહોંચે છે.
"આજે ઓફિસ થોડું વહેલા જવું પડે એમ છે મમ્મી... મારું ટિફીન રેડિ કરી આપને, હું આવું છું નાહી ને " ધિયાનાએ બૂમ મારી મમ્મી લાવણ્યાને કહ્યું. ૯ વાગી ગયા આજે લેટ થઈ ગયું આ ટ્રાફિક મા , ફટાફટ ઉપર પહોંચી લેપટોપ ને લૉગિન કરે છે . ધિયાના એક હોટેલ માં મેનેજર ની નોકરી કરે છે.
ધિયાના હોટેલ ના રિપોર્ટ બનાવામાં વ્યસ્ત થઈ જાય છે, રિપોર્ટ તૈયાર કરી એના બેસ્ટફ્રિન્ડ કે જે આ હોટેલ નો માલિક છે તેને આપવા માટે કેબિન માં જાય છે . ધિયાનાએ પૂછ્યું, "સપન હું અંદર આવી શકું છું?" સપન પોતાની આલીશાન કેબિન માં બેસી ને ફાઇલમાં કામ કરતો હોય છે , ધિયાના ને સામે નઝર કરી ખુશી વ્યકત કરતા કહે છે, "આવ ને ..." સામે ની ખુરશી માં બેસતા ધિયાનાએ કહ્યું, "હું રિપોર્ટ લાવી છું મને થોડાં ચેન્જીસ કરવા છે તો આપડે લંચ પછી મીટિંગ કરીએ."
ધિયાના હોટેલ લોબીમાં જતી હોય છે એટલામાં લાવણ્યા નો ફોન આવે છે , તેની સાથે વાત કરતી હોય છે ને પાછળથી શબાના દોડતી આવે છે, "ક્યારની તારી રાહ જોવું છું યાર આજે રાત્રે પાર્ટી કરવી છે? ચાલ માજા કરશું ."
"
તને ખબર છે શબાના હું ડ્રીંક નથી કરતી."

"ખબર છે તારી માટે હું કૉલ્ડ્રીંક લાવીશ તું એ પીજે પ્લીસ. સારું હું આવીશ પણ પાર્ટી આજ ની જગ્યા એ શનિવાર એ રાખીએ."
કહેતી શબાના ત્યાંથી પોતાનાં કામ માટે નીકળી ગઇ.

લંચ પછી સપન સાથે મીટિંગ પતાવી ને ધિયાના હોટેલના ગાર્ડન બાજુ જતી હોય છે , શબાના હોટેલ ની રિસેપ્શનિસ્ટ હોય છે તે ધિયાના ને રોકી ને રિક્વેસ્ટ કરે છે. ૫ મિનીટ અહીંયા મારી જગ્યાં એ ઊભી રહે હું વોશરૂમ કરી આવું , ચેક- ઇન નો સમય છે તો કસ્ટમર ને તુ હૅન્ડલ કરીલે.
હોટેલ નો મેઈન ગેટ માંથી એક છોકરો એન્ટ્રી કરે છે, બ્લેક શર્ટ જીન્સ માં…. ધિયાના નું ધ્યાન કોમ્પ્યુટરમાં ને હિન્દી મૂવીનું સોંગ ગુણગુણતીએ હોય છે . છોકરો એને આવી ને સાંભળતો હોય છે એટલાંમાં ધિયાના એણે જોવે છે , "યસ, પ્લીઝ how can i help you?"

"મારે એક કિંગ સાઇઝ નો બૅડ વાડો રૂમ જોઇએ છે,અવેલેબલ છે?"
સ્માઈલ સાથે ધિયાના આન્સર આપે છે ."યસ અવેલેબલ છે તમારું આઇડી આપો." છોકરો આઇડી આપે છે આઇડી પર નક્શ નામ લખેલું હોય છે.
ધિયાના કોમ્પ્યુટર પર વિગતો ભરે છે , નક્શ ધિયાનાને કાંઇક અલગ જ નજરથી નિહાળતો હોય છે, you have pretty voice , please translate for me . નક્શ મેક્સીકન છોકરો છે જેને હિન્દી આવડતું નથી. ધિયાના તેને ટ્રાન્સલૅટ કરી કહે છે,

નક્શ: please give me your number .
ધિયાના :why?
નક્શ : why not?
ધિયાના : l want to complete my
work than i will give you
નક્શ : ok
અચાનક કૉમ્પ્યુટર સીસ્ટમ સ્લૉ થાઈ જાય છે, ધિયાના કોમ્પ્યુટર રિસ્ટર્ટ કરે છે એટલા મા શબાના આવી જાય છે ને ધિયાના થોડી આગળ જાય છે એટલાંમા તો ફોન પર મેસેજ આવે છે : hey this is naksh from the hotel. save my number
ધિયાના: what you want , why you need my number.
( ધિયાના અને નક્શ ની વાત અહીંયા ગુજરતીમાં ટ્રાન્સલૅટ કરીને મૂકેલ છે)

નક્શ : મારે તમને જાણવું છે, મને તમે really pretty લાગો છો.
ધિયાના : 😃 હું તમારા ટાઇપ ની નથી .
નક્શ : તમારું નામ શું છે?
ધિયાના : હું અત્યારે બીઝી છું મારા કામ
મા, બાય.
ધિયાના હોટેલની અરેનજમેન્ટ પતાવી ઘરે જવા નિકળે છે, સામે નક્શ દેખાય છે . એક્સક્યૂઝ મી મેમ હું તમારા શહેરનું ફેમસ ડીશ જમવા જવું છે મારી સાથે આવશો? ધિયાના તેની પાસે થી પસાર થતા સહકર્મચારી દવેને રોકી ને કહે છે આ નક્શ છે ;આપણા ગેસ્ટ છે એમને અહીંયાની ફૈમસ ડીશ જમવી છે એમણે તમે કંપની આપો એમની સાથે જાઓ . દવે સ્યોર મેમ કહી નક્શ સાથે જવા માટે તૌયાર થઈ જાએ છે . નક્શના પોતાના અણગમાના એક્સપ્રેશન છૂપાવી જાય છે .
બીજાં દિવસ સવારે ધિયાના ૯ વાગે હોટેલ પોહચે છે. નક્શ ધિયાનાની રાહમાં લોબીમાં આંટા મારતો હોય છે , એટલામાં ધિયાના મરૂન શર્ટને ટાઈટ્સમાં એન્ટ્રી કરે છે. મરૂન લિપ્સ્ટિક, ખુલા વાળમાં નક્શ એની પાસે જયને ધીમા અવાજએ કહે છે તેમ વગર મેકઅપએ પણ ગોર્જીયસ લાગો છો. થેન્કયૂ પણ તમારો ટાઈમ વેસ્ટના કરો . બાય 😊
ધિયાના પોતાની કેબિનમાં જાય છે, લેપટોપમાં બીઝી થઈ જાય છે. થોડીવારમાં એના ફોનની રિંગ વાગે છે નક્શનો કોલ હોય છે , ધિયાના કોલ રિસીવ કરતી નથી . ટેક્સ્ટ મેસેજ આવે છે .
નક્શ : hi
ધિયાના : હું બીઝી છું , શું કામ છે તમારે કેમ મેસેજ કરો છો?
નક્શ : ઓકે તમે પછી મેસેજ કરજો.
ધિયાના : પણ હું અલગ છું તમારા થી .
નક્શ : કેમ તમે આવું કહો છો, તમે really pretty છો અને મને તમારો અવાજ ગમે છે.
ધિયાના : કોમ્પ્લિમેન્ટ માટે થેન્ક યૂ .
નક્શ : મને તમે ગાવો છો એ ગમે છે.
ધિયાના : પણ, તમે તમારો સમય બગાડો છો ; કારણકે હું તમારા થી ઉંમર માં મોટી છું.
નક્શ : તમે કેટલા વર્ષના છો?તમે અગલ છો? કેવી રીતે?
ધિયાના : હું બધી રીતે અલગ છું .ભુલી જા મને.
નક્શ : હું ના ભૂલી શકું.
ધિયાના : હું વેજિટેરિયન છું, સ્મોક પણ નથી કરતી, દારૂ ને કોઈ દિવસ હાથ પણ નાથી લગાવ્યો, હું રોજ રોટલી શાક ખાઉં છું , મારી એક લાઇફસ્ટાઇલ છે.
નક્શ : હું દારૂ નથી પીતો એ નુક્શાન કરે છે, મારા પિતા દારૂ પીને કાર ડ્રાઇવ કરતા હતા એમ તેમનું મૃત્યુ થયું હતું, હું સ્મોક નથી કરતો, હું વેજિટેરિયન નથી હું ફિશ ખાઉછું પણ તમારી સાથે રોટલી શાક ખાવા તૈયાર છું લાઇફટાઇમ. પ્લીઝ મને તમારા વિશે વધુ જણાવોને .
ધિયાના : ( મનમાં આ લપ ને ભગાડવા કાંઇક કરવુ પડશે , અમ્મ્મ આને મારી ભાષા નથી આવડતી એમાં જ વાત કરું ધિયાનાએ હિંદીમાં વાત કરવા લાગી.)
તમારે શું જાણવું છે મારા વિષે?
નક્શ : તમે શું કહો છો સમજાતું નથી તમે કઈ ભાષામાં વાત કરો છો?
ધિયાના : હું મારી ભાષામાં વાત કરું છું , જોયું તમને સમજાતી નથી મારી ભાષા તો આપડે અલગ છીએ. તો દૂર રહો.
નક્શ : તમે એક વાર તમારાથી નાના ને ચાંસ આપોને , હું તમારું ધ્યાન રાખીશ, હું
તમને એ બધું આપવા માટે શક્ષમ છું જેની તમને જરૂર છે . મારી પાસે ઘર છે કાર છે નોકરી છે હું બધી રીતે સક્ષમ છું મને એક ચાન્સ આપોનો!
ધિયાના : હું મારું ધ્યાન રાખવાં સક્ષમ છું .તમને હિંદી આવડતું નથી તો તમે ગૂગલમાં સર્ચ કરીને આન્સર આપો છો .
નક્શ : હા કદાચ તમે મને એક ચાન્સ આપીદો ,તમારી ઉંમર મારી માટે મેટર નથી કરતી તમે ગોર્જીયસ છો મારી માટે. હું ૨૨ વર્ષનો છું તમે?
ધિયાના : હું ૩૫ વર્ષની છું .
નક્શ : i don’t mind. મને તમે ગમો છો.
ધિયાના : તમારી પાસે ઘણાં બધાં options છે . બીજી કોઇ તમારી ઉંમરની😊
નક્શ : મને બીજાંમાં નહીં તમારામાં રસ છે , એમ પણ મને મેચ્યોર છોકરી ગમે છે જે તમે છો.
ધિયાના : હું ડિવૉર્સી છું, હું એક્લી ખુશ છું મારી દીકરી સાથે તો please મારાથી દૂર રહો.
નક્શ : મને કોઇ રસ નથી તમારા ભૂતકાળમાં ; તમારી દીકરીનો પિતા બનવું મને ગમશે😊🙏
ધિયાના : મને નહીં ગમે એ . મારી દીકરી માટે હું સક્ષમ છું.
ધિયાના ગુસ્સામાં ત્યાંથી ઘરે જાય છે.
નક્શ મનમાં હું ગીવ અપ નહીં કરું .
ધિયાના બીજાં દિવસ હોટેલ આવી બીઝી થઈ જાય છે, નક્શ ધિયાનાને શોધતો એની કેબિનમાં પહોચી જાય છે .
નક્શ : હાઈ હું અંદર આવું?
ધિયાના : ના હું બીઝી છું.
નક્શ ત્યાંથી જતો રહે છે.
લંચ સમયે ધિયાના ને શબાના એક ટેબલ પર વાતો કરતાં જમતાં હોય છે નક્શ આવીને તેમની સાથે બેસે છે.

" હાઈ બ્યૂટીફૂલ લેડીઝ!" કહેતો નક્શ પોતાની પ્લેટ ટેબલ પર મૂકે છે , શબાના નક્શની ડિશ જોઇ બોલે છે, "સર તમે રોટી સબ્જી લાવ્યાં છો તમને ભાવે છે?"
નક્શ: હા, હવેથી હું પણ રોજ આવું ભોજન લઈશ.કરણ હું જેને પ્રેમ કરું છું એણે આવું ભોજન પસંદ છે .

ધિયાના સાંજે ઘરે આવી એની દીકરીને સમય આપે છે, ધિયાનાની દીકરી રુહી મમ્મી મને ગેમઝોન લાઇ જાને આજે, ધિયાનાને રુહી નજીકના ગેમઝોનમાં જાય છે.
ધિયાના મોર્નિંગ વોક કરતી હોય છે ત્યાં નક્શ આવે છે , "ગૂડમોર્નિંગ હની."

"તમે અહીંયા શું કરો છો ?"

" મારે તમારી સાથે થોડો સમય વિતાવો છે , તમારી સાથે જિંદગી વિતાવાના પ્લાનિંગ કરવા છે , પ્લીઝ થોડીવાર આ બાંકડા પર બેસોને મારી સાથે."

બંને બાંકડા પર બેસે છે . નક્શ ધિયાનાને ફ્લાવર્સ આપે છે .

ધિયાના : કહો શું કહેવું છે તમારે?

નક્શ : મારી ઉંમર ૨૨ છે પણ હું મારી ઉંમર કરતાં મેચ્યોર છું મને તમારા જેવી મેચ્યોર છોકરીઓ ગમે છે , હું તમને ક્યારેય પણ કોઇ બંધનમાં નહીં બાંધુ તમને પુરી આઝાદી છે તમારી રીતે જિંદગી જીવની તમને હું સપૉર્ટ કરીશ , હું તમને સમજીશ તમે મને , તમારા દરેક શોખ , સપનાં પૂરા કરવાંમાં મદદ કરીશ, રુહીને આપડે સાથે મળીને મોટી કરશું. બસ એક ચાંસ આપો.
ધિયાના : અત્યારે તેમને હું ગોર્જીયસ લાગું છુંને થોડાં સમય પછી જ્યારે કરચલીઓ અને ઘડપણ દેખાશે ત્યારે હું તમને બોજ લાગીશ , કહેવું સહેલું છે બોજ નિભાવવામાં લાગે છે 😃
નક્શ : નિભાવવા એક ચાંસ આપશો? નિરાશ નહીં થવાનો મોકો નાઈ થવડાઉં.
ધિયાના : જ્યારે ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં મને લઈ જશોને બધાં ફ્રેન્ડ્સ તમારી ખિલ્લી ઉડાવશે. ત્યારે આ પ્રેમ ને નિભાવાની વાતો ક્યાંય દૂર રેહશે ને ત્યારે તમને એક જ વસ્તુ થાશે અફસોસ ; મારે એ નથી કરવું , આ સમાજ ક્યારેય એક્સેપ્ટ નથી કરતો આવા કપલને, સમાજ ટેબુ માને છે આવા કપલને, જ્યારે મારી ઉંમર થાશેને હું તમારી ફિઝિકલ જરૂરિયાત સંતોષી નહીં શકું ત્યારે આજ પ્રેમ હવા બની ઊડી જશે. દૂર ભાગશો મારાથી કદાચ ડીવોર્સ આપી કોઈ બીજાની સાથે આગળ વધી જશો.
નક્શ : પ્રેમમાં મને તમે જેવા છો એવા સ્વિકાર છો , બનશો મારા જીવન દોરી?
ધીયના : તમે અણસમજુ છો હું મેચ્યોર છું. એમ પણ મારા ભૂતકાળના ઘાવ ઊંડા છે. સોરી, હું તમને કોઇ ચાન્સ આપવાની નથી તમે જઈ શકો છો.
નક્શ : હું કોઇ ઘાવ નઈ આપું પ્લીઝ કોઇ ની ભૂલ ની સજા મને ના આપો. મને તમે જેવા છો એવા ગમો છો મને બધું સ્વિકાર છે તમારું!!!
નક્શ એક કાગળ ધિયાનાના હાથમાં આપે છે .
ધિયાના : આ શું છે?
નક્શ : તારું એડમિશન છે. મ્યુઝિકનો શોખ છે તમને ; મેં તમને ફર્સ્ટ ટાઈમ જોઇ ત્યારે તમે સોંગ ગાતા હતા તમારો અવાજ મસ્ત છે તો એમ આગળ વધો!!!!
નક્શ બાંકડા પરથી ઉભો થઈ નીચે જમીન પર ઘુંટણ પર બેસીને મ્યુઝિક સ્કૂલ નું ફોર્મ ધિયાના સામે ધરતા પ્રપોઝ કરતાં કહે છે ; "સંગીતના સૂરની જેમ તું મારા શ્વાંસનો સૂર છે."

નક્શ : મને તમે જેવા છો એવા તમરાં ભૂતકાળ સાથે અપનાવવાં છે , મેં તેમને પેહલીવાર જોયા હતા ત્યારે જ મને તેમ બહુ ગમી ગયા હતા. મને ખબર હતી તમે મારાથી મોટા છો તો પણ પ્રેમ થઈ ગયો તમને જોઇને લાગણી થઈ ગઈ , હું સમાજમા માનતો નથી.
ધિયાના : એ લાગણિયોનો કોઈ મતલબ નથી.
નક્શ: બાંકડા પરથી ઊઠીને ઘૂંટણભેર બેસી જાય છે , એક કાગળ ધિયાના સામે ધરે છે.
ધિયાના : શું છે આ?
નક્શ : આ ફૉર્મ છે મ્યુઝિક અકેડમીનું , મેં તારું એડમિશન કરાવ્યું છે. તારો અવાજ સરસ છે તું મ્યુઝિકની અંદર આગળ વધ. આ ફૉર્મ અને મારો બંનેનો સ્વીકાર કર. સંગીતમાં સૂર હોય એમ, તુ મારા શ્વાસનો સૂર છે.
ધિયાના : ત્યાંથી જતી રહે છે કંઈ પણ જવાબ આપ્યાં વગર….
નક્શ : પાછળથી બોલે છે આ ઑફર લાઇફટાઇમની છે તુ વિચાર કરજે ફરી .

ધિયાના ઘરે આવે છે ત્યાં રૂહી દોડીને મમ્મી મમ્મી કરતી હગ કરીલે છે , મમ્મી આજે બ્રેક્ફાસ્ટમાં સેન્ડવિચ બનાવને.ધિયાના રૂહીને કિસ કરતાં કહે છે સેન્ડવિચ ખાઈ ને હોમવર્ક પતાવી દે ફટાફટ આજે આપડે બહાર ફરવા જઈસુ. રૂહી ખુશ થઈ જાય છે .
લાવણ્યા : ધિયાના આજે તારે હોટેલ નથી જવાનું ?
ધિયાના : ના મમ્મી આજે નથી જવું ; આજે રૂહી સાથે ફરવું છે તુ પણ રેડિ થઈ જા આપડે બધાં જઈસુ.
ધિયાના સપન ને મેસેજ કરી દે છે તે આજે હોટેલ નથી આવાની.
૧૦ વાગે ધિયાના , રૂહી અને લાવણ્યા ફરવાં નીકળે છે . તેમની પછાડ નક્શ પણ જાય છે . શોપિંગ મોલમાં H એન્ડ M રૂહીની શોપિંગ પતાવી બહાર નીકળે છે રૂહી આઈસ ક્રીમ ખાવી છે મમ્મી તુ લાઇ આવને. ધિયાના આઈસ ક્રીમ લેવાં જાય ત્યાં સામેથી નક્શ રૂહી ની ભાવતી ચોકલેટ આઈસ ક્રીમ લાઇને આવે છે લે રૂહી આ તારી માટે .
રૂહી : ના મમ્મીએ અજાણ્યા જોડેથી કઈ પણ લેવાની ના પાડી છે મારી માટે આઈસ ક્રીમ મારી મમ્મી લાવશે.
ધિયાના : તમે અહીંયા શું કરો છો ?
નક્શ : હું રૂહી ને મળવા આવ્યો છું , hi રૂહી મારું નામ નક્શ છે.
લાવણ્યા : ધિયાના તું આને ઓળખે છે?
ધિયાના : હા મમ્મી મારી હોટેલ નો ગેસ્ટ છે .
નક્શ : hi મમ્મી , હું તમારો થનારો જમાઈ છું .
ધિયાના : આંખો કાઢે છે .
લાવણ્યા : કન્ફ્યુઝનમાં બંનેને જોતી હોય છે .
ધિયાના : રૂહીને લઈને ચાલતી થાય છે .
નક્શ : મમ્મી હું ધિયાનાને પ્રેમ કરું છું ,એની સાથે લગ્ન કરવા માંગુ છું. તે ના પાડે છે , મારી મદદ કરો એ હા પડે એમાં.
લાવણ્યા મનમાં ખુશ થઈ જાય છે ,જો મારી દીકરી લગ્ન કરીલે તો મને એની ચિંતા ના રહે, કયાં સુધી એકલી જીવસે.
લાવણ્યા : મારી દીકરી ને દુઃખી નહીં કરે એ પ્રોમિસ આપ તો મદદ કરીશ. તારા વિશે બધી માહિતી આપ.
નક્શ અને લાવણ્યા વાતો કરે છે.
લાવણ્યા ધિયાનાની પાસે આવે છે , રૂહી સૂઈ ગઈ હોય છે . લાવણ્યા ધિયાનાને સમજાવે છે
લાવણ્યા : ધિયાના નક્શ વિષે તે મને કંઈ જણાવ્યું કેમ નઈ ?
ધિયાના : એમાં કઈ જાણવા જેવું નથી એટલે ….
લાવણ્યા : ભૂતકાળ ભૂલીને એક ચાંસ આપ પોતાને .
ધિયાના : નથી આવતો વિશ્વાસ કોઈની ઉપર .
લાવણ્યા : બધાં સરખાંના હોય.
ધિયાના : મમ્મી મને ઊંઘ આવે છે , હું સૂઈ જાઉં છું .
ધિયાના હોટેલ પર જાય છે , કેબિનમાં બેસે છે ત્યાં ટેબલ પર મ્યૂઝિક એકેડમીનું ફોરમ પડ્યું હોય છે . એ જોઇને વિચારમાં પડી જાય છે.
શબાના : હું અંદર આવી શકું મેમ?
ધિયાના : આવોને.
શબાના: મારે મેનેજમેન્ટ વિષે વાત કરવી છે .
ધિયાના : હા બોલો શું કહેવું છે.
ધિયાના અને શબાનાની મીટિંગ ૧ કલાક ચાલે છે .
શબાના : મેમ નક્શ સારો માણસ છે .
ધિયાના : એની સામે જોવે છે . હા તો તુ કરીલે એની સાથે લગ્ન.
શબાના : કરી લઉ હમણાં જ પણ નક્શ તમને ચાહે છે મને નહીં.
સાંજ થઈ ગયી પણ આ નક્શ આજે દેખાયો કેમ નહીં ધિયાના વિચારે છે; ધિયાના બહાર આવી દવેને પૂછે છે આજે તમારા નવા ફ્રેન્ડ કયાં ગયા ?

"મેમ એ બીમાર છે એના માટે મેડિસિન લેવા ગયો હતો એ આપવાં જાઉં છું."

ધિયાના કાંઇક વિચારીને "મને આપ મેડિસિન હું આપી દઈશ." ધિયાના રૂમ ખખડાવીને અંદર જાય છે, નક્શ સૂતો હોય છે. ધિયાના મેડિસિન મૂકે છે ટેબલ પરને તાવ ચેક કરવા હાથ મૂકે છે એના કપાળ પર ગરમ હોય છે. ધિયાનાના સ્પર્શથી નક્શ ઉઠી જાય છે.
ધિયાના : તમને તાવ છે, મેડિસિન લાવી છું .
નક્શ: થેન્ક યૂ.
ધિયાના મેડિસિન આપે છે. નક્શ તે પી લે છે. નક્શ હવે હોટલમાથી નીકળી એક ફ્લેટ રેન્ટ પર લાઈલે છે. ત્યાં શિફ્ટ થઈ જાય છે, રોજ ધિયાનાને મળે છે મોર્નિંગવોક પર, હવે નક્શ મૌન પ્રેમ કરે છે ધિયાનાને. તે હવે બોલ્યા વગર પ્રેમ જતાવે છે ધિયાના પ્રત્યે. સમય સાથે ધિયાના નક્શના પ્રેમને મેહસૂસ કરે છે.
નક્શ અને ધિયાના મોર્નિંગવોક કરતા હોય છે , ત્યાં અચાનક ધિયાના નક્શને એક કાગળ આપે છે. નક્શએ જોવે છે તો એમ મ્યૂઝિક એકેડમીના ફોર્મમાં ડિટેલ્સ ભરી સિગ્નેચર કરેલ હોય છે.
ધિયાના : હું તારું પ્રપોઝ સ્વીકારૂ છું , આ મ્યૂઝિક એકેડમે અને તને બંનેને. ક્યારે જાન લાઇને આવું ?
નક્શ : ખુશ થઈને ધિયાનાને હગ કરીલે છે , જાન તો છોકરાવાડા લાઈને આવે મારે લાઈને આવાની હોયને તો?
ધિયાના : હા છોકરાવાડા લાવે પણ મારે લાઇને આવી છે આપડે એમ પણ કયાં નોર્મલ લગ્ન થવાના છે .
નક્શ : તને ગમે એમ કરશું.😊
ધિયાના: એક વાત કહે તો તારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો હતો?
નક્શ : મેં તને જોઇ ત્યારથી મને ગમી હતી , તારી પાસે માંગ્યો તે ના આપ્યો. મેં ફ્રંટ ડેસ્ક પર જાય ગુસ્સો કર્યો તમારું મેનેજમેન્ટ સારું નથી હોટેલનું તમારી મેનેજરનો નંબર આપો મારે કમ્પ્લાઈન કરવી છે ,એ લોકો ડરી ને તારો નંબર આપી દીધો.
ધિયાના : બહુ લુચ્ચો . એક વાત કહેવી છે : "હું હવે બીજું કોઇ સંતાન નહીં લાવું એ વિચારી આગળ વધજે, રૂહી એક જ બસ."
નક્શ : મંજૂર છે .
ધિયાના અને નક્શના લગ્ન લેવાય છે , સરસ રીતે લગ્ન પતે છે. ધિયાના અને રૂહી નક્શ સાથે તેના દેશ જાય છે, ૩ સાથે એક સુખી જીવન જીવે છે. નક્શ રૂહીને બહુ લાડ કરે છે એની સગી દીકરી જેવા. નક્શએ તેના કહ્યાં પ્રમાણે કરી ને બતાવ્યું ; ધિયાના અને રૂહીની જિંદગી ખુશીઓથી ભરી દીધી.

વર્ષો પછી મોર્નિંગવોક ધિયાના અને નક્શ કરતાં હોય છે. ધિયાનાને હવે ઉંમર દેખાય છે.અચાનક ધિયાના નક્શનો હાથ પોતનાં હાથમાં લાઇ ગીત ગાય છે ; તું હે તો મુઝે ફીર ઓર કયાં ચાહીએ તું હે તો મુઝે ફીર ઓર કયાં ચાહીએ , ના કિસીકી મદદ ના દુઆ ચાહીએ.
નક્શ: ધિયાનાને હગ કરીલે છે.
ધિયાના : થેન્કયૂ મારી લાઇફમાં આવા માટે , રૂહીના પિતા બનવા માટે તે પ્રેમ કર્યો તો નિભાવીને જાણ્યો નિભાવ્યો મારો સાથ……
નક્શ સોંગ ગાય છે ; મેં ફીર ભી તુમકો ચાહું ગા , ઇસ ચાહત મેં મર જાઉંગા મેં ફીર ભી તુમકો ચાહું ગા ……..