ગુમરાહ - ભાગ 30 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 30

ગતાંકથી...

ભોંયરામાંથી બહાર કાઢેલા તારના દોરડા સર આકાશ ખુરાનાની હવેલીની ચીમની ઉપર શા માટે લગાડેલા હશે ? સર આકાશ ખુરાના ના મકાનમાં જઈને આને લગતું રહસ્ય કોઈવાર પણ જાણવા જેવું ખરું .દરમિયાન ભોંયરા ના અંદરના ભાગમાં આ દોરડા નું મૂળ ક્યાં છે, એ અત્યારે તક મળી છે તો સૌથી પ્રથમ તપાસી લેવું જ ઠીક. નિસરણી પરથી ઊતરવા પહેલા તેણે શરૂઆત કરી .તેને સહેજ મનમાં હસવું આવ્યું કે આખરે મારે ભોંયરુ જ પહેલું તપાસવું એમ, આટલો બધો સમય બગાડ્યા પછી પણ ઠરાવવું પડ્યું, તેના કરતાં પહેલાં જ થી જ તપાસ ચાલુ રાખ્યું હોત તો સમય બચત ને ? કાંઈ વાંધો નહિ .થોડુંક પણ વધુ જાણ્યુ છે ને ? સમય બગાડવાથી કંઈ નુકસાન તો હાલ તુરંત નથી થયું ને ?એમ અનેક પ્રશ્ર્નો પોતાના મનમાં કરતો તે નીસરણી પરથી નીચે ઊતર્યો.

હવે આગળ....

જે દોરડાં બાકોરાં મારફત બહાર કાઢેલા હતાં તે, અંદરની દિ
દીવાલ દ્વારા જમીનની અલગ અલગ ઊતારેલાં હતાં, અને જમીન તથા દિવાલની નીચેની કિનારી એકત્ર થતી હતી; ત્યાંથી તે અંદરના ભાગમાં આગળ વધારેલા હતાં .તેમણે તેમના છેડો તપાસવા નજર કરી, તો જે બારણામાંથી તે આવ્યો હતો તેની દીવાલમાંથી તે દોરડાનો માર્ગ કરેલો જણાતો હતો .તે એ જ રસ્તે પાછો ફર્યો. બારણામાં પ્રવેશ્યો; ટોર્ચની મદદ આ વખતે લેવી પડી, કારણકે તે રૂમમાં તો અંધારું હતું. જે રૂમમાંથી દોરડું આરપાર કરેલા હતા તેના જુદા જુદા ફાંટાઓ કરી દીધેલા તેને લાગ્યા. જે રસ્તે આવેલો તે જ રસ્તે એક ફાંટો જતો હતો. તેણે ચાલવા માંડ્યું. ગલીમાં થઈને અગાઉ જે બંધ બારણા આગળ તે આવ્યો હતો, ત્યાં આવી પહોંચતા તેની દીવાલમાં તે ફાંટો દાખલ કરેલો છે ,એમ તેણે જોયું. અહીં તેને એક વાત યાદ આવી. આ પહેલા જે વીજળીના તારના અકસ્માતમાંથી પોતે બચી ગયો હતો ,પણ ઇન્સ્પેક્ટર ખાન તથા તેના પોલીસના સિપાઈને ઈજા થઈ હતી તે આ તારના દોરડાને લીધે જ હશે; આ વાત યાદ કરવાથી તેને ફાયદો થયો. વગર વિચારે આ દોરડાને હાથ ન લગાડવો અને એકદમ સાવચેત રહેવું એમ તેણે નક્કી કર્યું. તે પાછો ફર્યો અને જ્યાં હતો ત્યાં આવ્યો.

આ રૂમમાં એક ફાંટો સામી દિશાએથી લેવાયેલો તેને લાગ્યો તેણે ટોર્ચની મદદથી નજર દોડાવી તો સામે પાછી એક દિવાલ દેખાય અને તે દીવાલમાંથી દોરડું પેલી બાજુએ લીધેલું જણાયું એ દીવાલની આરપાર કેમ જવું ? તેણે બારણું તો એકેય જણાતું નહોતું ! ભારે ભેદી ભોંયરું!
અને આ ભોયરું ભેદી હોય એમાં નવાઈ પણ શી !! ઉઠાવગીર બદમાશોની એક ટોળી જો સાવચેત ન રહે ,જો ભેદભરેલા મકાનોમાં ન રહે ,તો તો પછી તે જલ્દી જ પકડાઈ જાય ને ?એવી કઈ બદમાશ ટોળી જાણી જોઈને અથવા બેફામ રહીને પોલીસના હાથમાં પકડવા આતુર હોય ખરી ???

પૃથ્વી આ વિચારો કરતો હતો તેવામાં દીવાલનું એક ભેદી બારણું ખુલ્યું અને ટોર્ચની એક નાની લાઈટનો પ્રકાશ તેના ઉપર ફેંકાયો .પૃથ્વી એ જોયું કે : આ પ્રકાશ ફેંકનાર ઇન્સ્પેક્ટર ખાન છે.
"કેમ ,તારા કરતા મેં વધારે શોધ કરી છે ખરું કે નહિં ?"ઈન્સ્પેક્ટરે હસતા હસતા કહ્યું.

"હા .એમ લાગે છે તો ખરું."પૃથ્વી એ જવાબ દીધો. પણ તેને ઇન્સ્પેક્ટરનો અવાજ બેસી ગયેલો અને ઘોઘરો લાગ્યો. તેથી તેને ત્વરિત પુછ્યું : " તમારો અવાજ મને કેમ વિચિત્ર લાગે છે ,ઇન્સ્પેક્ટર ?"
ઇન્સ્પેક્ટરે જવાબ દીધો : આ હવા ઉજાસ વિનાના ભોંયરામાં ભૂખ્યો ને તરસ્યો કોણ જાણે કેટલાય કલાકથી હું ખૂબ શોધખોળ કરી રહ્યો છું, એટલે સ્વાભાવિક છે કે મારી તબિયત ઉપર અસર થાય, કદાચ મને શરદી લાગવી શરૂ થઈ ચૂકી છે એમ લાગે છે .પણ તેની ચિંતા નહિ .આજ મેં ખૂબ જ મોટી શોધ કરી છે ,અને હવે તો જરૂર આ બદમાશો ને હું પકડી શકીશ . પણ ચાલાક યુવાન ,કહે જોઈએ તે કેટલે સુધી શોધ કરી અને હમણાં તું કંઈક ગુચવણમાં પડેલો ઉભો છે કે શું?"

પૃથ્વીને ઇન્સ્પેક્ટરનો ખુલાસો બરોબર લાગ્યો .એટલે તેણે છેલ્લા પ્રશ્નનો જવાબ આપ્યો : જે તારના દોરડા અહીં છુટા છવાયા ફેલાયેલા છે તેમનો છેડો ક્યાં હશે એનો હું વિચાર કરતો હતો."

ઇન્સ્પેક્ટર : "એ બાબતમાં મેં તારાથી વધારે જાણ્યું છે. ચાલ, આવ મારી સાથે હું મારી તપાસનું પરિણામ બતાવું અને તે પછી આપણે આ ભોંયરામાંથી બહાર નીકળીને આ બદમાશોને પકડવાની તૈયારીઓ કરી લઈએ."

ઉત્સાહમાં આવી જઈને પૃથ્વી ઇન્સ્પેક્ટર ની પાછળ ને પાછળ ચાલ્યો દીવાલના છુપા દરવાજામાં થઈને બીજી બાજુએ નીકળતા એક સાંકડી નહેર પહેલાના જેવી જ દેખાણી. તેમાંથી તેઓ આગળ આવ્યા થોડેક દૂર ગયા પછી ડાબી બાજુની દીવાલમાં એક પાછું છૂપું બારણું ઇન્સ્પેક્ટર એ ખોલ્યું. એ બારણામાં થઈને તેઓ એક વિશાળ રૂમમાં આવ્યા. એક બટન દબાવતા તે રૂમમાં લાઈટ નો પ્રકાશ થયો.

આ વિશાળ રૂમ એક ડ્રોઈંગ રૂમ જેવો હતો. તેમાં બધા પ્રકારનું બેસવા ઉઠવાનું ફર્નિચર હતું ખુરશીઓ ,ટેબલો સોફા, પંખા, કબાટ વગેરે આ ઉપરાંત તેમાં કેટલીક પેટીઓ પણ હતી .એ પેટીઓને સુંદર ચળકતો બ્લેક કલર લગાડેલો હતો.

પૃથ્વી એ જતા વેંત એક પેટી ખોલી તેણે તેમાં શું જોયું? આહાહા!!!!..
પુષ્કળ ઝવેરાત, આભુષણ..

" ઇન્સ્પેક્ટર !તમે આ પેટી જોઈ કે ?"પૃથ્વી એ આશ્ચર્ય થી પૂછ્યું .ઇન્સ્પેક્ટર ખાન કે જે હવે એ ખુરશી ઉપર બેઠો હતો અને પોતાની સિગરેટની પેટી કાઢીને તેમાંથી સિગરેટ સળગાવતો હતો તેણે સહેજ હસીને કહ્યું : "હા. એક જ પેટી નહિ ,પણ એવી સાતે સાત પેટીઓ મેં જોઈ. એ બધીઓ બધીમાં આવો જ માલ ભરેલો છે."
"પેલી ગુમ થઈ હતી તે મોટી પેટી અહીં દેખાતી નથી?"

"હા .મને પણ એ ખ્યાલ આવ્યો હતો. ઇન્સ્પેક્ટરે નિશ્ચિંતપણે જવાબ દીધો. સિગરેટ પૂરી થઈ, તેના ધુમાડા કાઢતાં કાઢતાં તેણે ખુરશીમાં બેઠે બેઠે આળસ મરડી.

પૃથ્વીને ઇન્સ્પેક્ટર નું નિશ્ચિંતપણુ અજીબ લાગ્યું. એક પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે ચોરીનો મુદ્દામાલ પકડે ત્યારે તેનામાં કદી પણ ન દેખાવો દેખાયો હોય એવો અપૂર્વ ઉત્સાહ આવી જ જવો જોઈએ, તેને બદલે આ ઇન્સ્પેક્ટર સાવ બેફામ જેવો અને લાગણી શૂન્ય કેમ જણાય છે? પૃથ્વીએ આ પ્રશ્ન પોતાના મનમાં જ પૂછી જોયો. તેણે વધુ તપાસ કરવા માંડી. તે કબાટ તરફ ગયો. તે કબાટ ખોલવા તેણે કોશિશ કરી પણ ખુલ્યું નહિ.

ઇન્સ્પેક્ટરે કહ્યું : "એની ચાવી આ ઝુડામાં છે .આ ઝુડો મને મારી તપાસ દરમિયાન મળી આવ્યો છે. લે, ખોલ."

પૃથ્વી એ ઝુડો લઈને તેમની એક ચાવીથી કબાટ ખોલ્યો. તેને આશ્ચર્ય સહિત માલૂમ પડ્યું કે તેમાં વીજળીના વાયરોને લગતા અનેક વાયરો ને બોર્ડના ઢગલા હતા. હવે તેને સમજાયું કે જે તારના દોરડા નું મૂળ પોતે શોધતો હતો તે કબાટની અંદર છે આસપાસ નજર કરતાં દોરડાઓ વિવિધ રીતે આ કબાટમાં ઉતારેલા દેખાયા.

"મેં આ બધું ધ્યાનમાં લઈ લીધું છે ."ઇન્સ્પેક્ટર એ કહ્યું.

"પણ આનો અર્થ શું હોવો જોઈએ? પૃથ્વી એ પૂછ્યું.

"મોતને ઘાટ ઉતારી દેવાનો જ મતલબ હોય ને ,એમાં શું નવાઈ ?"ઇન્સ્પેક્ટર એ સામો સવાલ કર્યો.

"મને લાગે છે કે આ ભોંયરામાં પ્રવેશ કરનારે કરનારાઓને આ સાધનથી જ મારી નાખવા માટે આ દોરડાઓનું જાળું ગોઠવેલું છે .આ ઝવેરાત કોઈ અહીંથી લઈ જાય તો બદમાશો તેને મારી નાખે .ઉપરાંત-"
"આ ભેદ જે જાણી જાય તે બહાર જઈ પોતાની જબાન ખોલે નહીં તે માટે તેને જીવતો બહાર જવા દેવો નહિ, એવો તેમનો હેતુ હોવો જોઈએ." ઇન્સ્પેક્ટરે પૃથ્વીનું અધુરુ વાક્ય પૂરું કર્યું.

તો હવે શું કરવા માંગો છો ,ઇન્સ્પેક્ટર ? પૃથ્વી એ પૂછ્યું.

ઇન્સ્પેક્ટર નો આગળ નો પ્લાન શું હશે? તે પૃથ્વીને શો જવાબ આપશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ....