પ્રેમનો સાથ ક્યાં સુધી… - 6 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 6

ભાગ-૬

(હું અલિશાને હિપ્નોટાઈઝ કરવા ડાર્કરૂમમાં લઈ ગયો અને તેને હિપ્નોટાઈઝ થયા બાદ એક પુરુષ જે એક સ્ત્રી પર અત્યાચાર કરે છે અને બીજી ઘરડી સ્ત્રી તે જોઈ રહે છે, તે વિશે કહે છે. પણ અલિશાને સિસકતી જોઈ વિલિયમ નારાજ થઈ જાય છે. હવે આગળ.....) 

"લુક વિલિયમ, કદાચ આ કેસ ધારીએ એટલો અને એવો નાનો નથી, અને ધાર્યા કરતાં અલગ વાત છે અને મને કંઈક અલગ ફીલ પણ થાય છે. હા એટલું ખરું કે હું હજી શ્યોર નથી, માટે હાલ કંઈ નહી કહું. પણ આની ટ્રીટમેન્ટ કરતાં આપણને સમય લાગશે. પ્લીઝ બી પેશન..." 

વિલિયમને સમજાવતાં મેં કહ્યું.
"ઈટ્સ ઓકે, હું પ્રયત્ન કરીશ." 

"નાઈસ, પાંચ દિવસ બાદ ફરી મળીએ ત્યાં સુધી તેને નોર્મલ થઈ જવા દો." 

અને તેને હામી ભરી અને તેઓ હોસ્પિટલમાં થી વિદાય થયા. મારું મન વારેવારે કહેતું હતું કે,
'આ કયાંક અલગ જ ઈશારો કરે છે, પણ શું તે સમજવા માટે તેને જુદી જુદી રીતે વિચારીને અને સમજાવટથી વાત કઢાવવી પડશે, એ પણ આ કુમળી બાળકીને ખબર ના પડે તેમ અને ધીરજથી નહીંતર જેટલી તે ગભરાઈ છે, તેનાથી વધારે ગભરાશે તો તેની તબિયત બગડવાના ચાન્સ છે.' 

હું પણ આ વાત કેવી રીતે હેન્ડલ કરવી તે વિચારવામાં જ ઘરે જવાનો સમય ક્યાં થઈ ગયો એ મને ખબર જ ના પડી." 

"સર તમને એ વખતે ખરેખર આઈડિયા નહોતો આવી રહ્યો આ કેસમાં કે પછી ખરેખર તમે શ્યોર નહોતા?"
ઉમંગે જીજ્ઞાસાથી પૂછ્યું. 

"હા, બંને બાજુ સમજ નહોતી પડી રહી કે હું મારી વાત પર શ્યોર છું કે અનશ્યોર. મારા મનની ઢચુપચુ જ કદાચ મને આ બાળકીના કેસમાં વધારે રસ પડી રહ્યો હતો. એટલે જ એ પાંચ દિવસ કયારે અને કેમ કરીને જલ્દી વીતે તેની જ રાહ જોઈ રહ્યો હતો. 

'જયારે કોઈ પણને ઈમ્પોર્ટન્ટસ આપીએ કે તેની રાહ જોઈએ તે જલ્દી આપણને મળતી નથી' એ જ ઉક્તિ મુજબ પાંચ દિવસ બાદ અલિશા કે તેના ડેડ વિલિયમ ના આવ્યા. દિવસ પૂરો થવાની તૈયારીમાં હતો અને વિલિયમનો મારા પર ફોન આવ્યો કે,
"સોરી સર, પણ અલિશાને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી છે, એટલે ત્યાં લાવવી શકય નથી." 

"શું થયું? કોઈ?..." 

"નો સર, બસ તેને ફીવર હતો. ફેમિલી ડૉક્ટરની પાસે ચેક કરાવ્યું તો તેને વિલિયમડીન્સ થયો છે અને એટલે જ એડમિટ કરવી પડી." 

"ઓકે, કોની હોસ્પિટલમાં?" 

"શ્યામ હોસ્પિટલ..." 

કહીને તેને ફોન મૂકયો અને હું તરત જ શ્યામ હોસ્પિટલ પહોંચ્યો. ત્યાંના ઈન્ચાર્જ ડૉ.મનોહર અગ્રવાલ હતા, તેમને મળ્યો અને મારી ઓળખ આપી. તેમને અલિશા વિશે પૂછ્યું,
"કેવું છે અલિશાને? વિલિયમડીન્સ થવાનું કારણ શું?" 

"તમે તો ડૉક્ટર છો, એટલે ખબર જ હશેને કે વિલિયમડીન્સ થવાના રીઝન શું? છતાં એટલું ચોક્કસ છે કે વિલિયમડીન્સ એટલો બધો ગભરાઈ જવાય તેવો રોગ નથી અને તેનો રિપોર્ટસ મુજબ ડરવું પડે તેવી કોઈ વાત પણ નથી. હા, તેને સાજી થવામાં મહિના જેવું થઈ શકે અને ત્યાં સુધી એકસ્ટ્રા કેર પણ કરવી પડશે." 

મારી ઉતાવળના લીધે તે ડૉક્ટરે થોડું દાઢમાં કહ્યું અને પછી,
"એક વાત પૂછી શકું, તમે એ માટે અહીં કેમ?" 

તેમનો ઈશારો મને સમજતા વાર ન લાગી પણ મેં એકાદ મિનિટ વિચારી તેમને અલિશાનો કેસ કહ્યું કે,
"આમ ખાસ કારણ નથી, પણ તે અલગ ભાષા અને આ લોકો સમજી ના શકવાથી મારી પાસે લાવ્યા અને મેં તેને હિપ્નોટાઈઝ કરેલી, એ વખતે તેનો ચહેરો ફિક્કો પડી ગયેલો. એટલે એ જાણવા માંગતો હતો કે આ મારી થેરેપીના લીધે નથી થયું ને?" 

તો તેમને કહ્યું કે,
"મને ખબર નથી કે તમે માનશો કે નહીં પણ હું માનું છું ત્યાં સુધી તો આ છોકરીની કોઈ ઈચ્છા આગળના જન્મની અધૂરી રહી ગઈ હોય અને તે પૂરી કરવા જ અહીં આવી છે. છતાં એટલું નક્કી કે તમે તમારી ટ્રીટમેન્ટ મહિના પહેલાં તો નહીં જ કરી શકો. મહિના પછી પણ હિપ્નોટાઈઝ કર્યા વગર નેચરલી જ કરી શકો તો સૌથી સારું." 

"શ્યોર, હું સમજી શકું છું એટલે જ તમારી પરમિશન વગર આગળની ટ્રીટમેન્ટ શરૂ નહીં કરું. બાય ધ વે તમે મને અલિશાની કન્ડીશન વિશે અપડેટ કરતાં રહેશો, એવી આશા રાખું છું." 

તેમને હકારમાં માથું હલાવ્યું તો,
"થેન્ક યુ..." 

ડૉ.અગ્રવાલને અલિશાનું ચેકઅપ કરવાનું હોવાથી અમે બંને સાથે અલિશાના રૂમમાં ગયા. અલિશા પણ આંખો પટપટાવતી ઘડીક બાટલા સામે જોતી અને ઘડીક છત સામે જોતી.
મેં તેને બોલાવી તો તે બોલી કે,
"ડૉક્ટર મને કોની પે બોટલ વોટલ મત ચઢાઓ, મેરે કો સ્વર્ગ જાના હૈ ઉનકે પાસ..." 

મેં તેને સમજાવટ સાથે કહ્યું કે,
"કીસકે પાસ જાના હૈ, ઔર બોટલ વોટલ કયો નહીં ચાહતી ચઢાવવાની, ભલી ચંગી હો જાયેગી તો ફિર ઘૂમ સૂતી હૈ કે નહીં..." 

"ઘૂમકે કયા કરેંગે, જબ વો હી હમારે પાસ નાહીં, બસ હમ કહે વો કરો..." 

આટલું બોલતાં બોલતાં તેની આંખો ભારે થવા લાગી પણ તે આંખો ખેંચી ખેંચીને બોલી રહી હતી કે,
"હમે બોટલ વોટલ મત ચઢાઓ મેરે કો ઉનકે પાસ જાના હૈ..." 

આ જોઈ મેં ડૉક્ટરને ઈશારો કર્યો અને તેમને તે સમજી ઊંઘ આવી જાય માટે પેરાસીટમોલ અને એન્ટી બાયોટીકસનું ઈન્જેક્શન આપી દીધું. આના લીધે તેની પરાણે પણ આંખો બંધ થઈ જતાં તે સૂવા લાગી પણ તેના ચહેરા પરની પીળાશ વધી રહી હતી. અમે રૂમની બહાર નીકળ્યા તો પણ ડૉ.અગ્રવાલ તેેે ડઘાઈ ગયેલા હતા અને તેમને પૂછયું કે,
"ઓહ બાપ રે, એક બાળકી એ પણ ફોરનેર.... જે મારવાડી બોલી શકે, એ પણ આટલું શુદ્ધ. જે હું મારવાડી હોવા છતાં બોલી નથી શકતો." 

"એ જ તો કહી રહ્યો છું."
"તો પછી તમે મને ઊંઘનું ઈન્જેક્શન આપવાઞકેમ ઈશારો કર્યો?" 

"એટલા માટે કે તેની વાતો કરવાના હાવભાવથી હું સમજી ગયેલો કે આના લીધે તેના મગજ પર વધારે ભારી આવી શકે અને એના લીધે તેની તબિયત વધારે બગડી શકે. મને આ જ ડાઉટ હતો એટલે જ આ રોગ થવાનું કારણ મારે સમજવું હતું." 

"હમમમ... હવે હું સમજી ગયો.." 

"થેન્ક યુ, ડૉ.અગ્રવાલ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાતની કોઈને ખબર પણ ના પડવી જોઈએ અને ના તો તમે કંઈ તેને કહેવાનો પ્રયત્ન પણ ના કરશો. અને હા, હું તેને નેચરલી જ પૂછવાનો પ્રયત્ન કરતો રહીશ."
કહીને હું ત્યાંથી નીકળી ગયો. 

બીજા દિવસે અલિશામાં કોઈ ચેન્જ નહોતો. તે નોર્મલ લાઈફ જીવી રહી હતી. ના તેને કોઈ વાત યાદ આવી કે ના કોઈ અલગ શબ્દો બોલી. 

તેનો રિપોર્ટસમાં સુધારો આવતાં, ડૉકટરે અલિશાની પણ બે દિવસ પછી ઘરે જવાની રજા આપી દીધી. પણ મહિના સુધી તેની બરાબર ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. 

હું તેના ડેડનો મિત્ર બનીને ઘરે જવા લાગ્યો. હું તેને અને તેની વાતોને ઓબ્ઝર્વ કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ તેના આગળના વર્તન સાથે મેચ થાય તેવી કોઈ જ વાત ના બની. 

હા, એના લીધે મારી મિત્રતા તેના ડેડ વિલિયમ સાથે સારી એવી થઈ ગઈ અને વારંવાર મળવાથી તેનો ડર મારા તરફી નહોતો રહ્યો. પણ મારી ઉત્સુકતા.... આગળ બોલું તે પહેલાં જ ઘડિયાળે બારના ટકોરા પરથી અમને ટકોર કરી સૂવાનો સમય થયો જણાવ્યો.

(શું ડૉ. માનવનો શક સાચો પડશે કે પછી? અલિશા સાજી થશે પછી તેના ડેડ વિલિયમ હિપ્નોટાઈઝ થેરેપી માટે તૈયાર થશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૭)