માનસીને મયંક ની વાત ક્યાંક સાચી લાગતી હતી. તેને થતું હતું કે આદિત્ય તે નથી ને તમે ભૂલી જશે પણ તે તેને ભુલવાના ચક્કરમાં વધુ હેરાન થઈ રહ્યો હતો. તે ડ્રિન્ક કરવા લાગ્યો હતો. તે પોતાના આપને એક રૂમમાં કેદ કરીને રહેતો હતો. ઓફિસ, બિઝનેસ પાર્ટી તો જાણે તે ભૂલી જ ગયો હોય. તે જમવાનું પણ રૂમમાં જ જમતો હતો. કોઈ તેની આજુબાજુમાં રહે છે એની પણ તેને ખબર ન હતી. માનસીનું તેમનાથી જુદા થવું એ તેના માટે અસહ્ય હતું.
આદિત્યના મમ્મી પપ્પા આ વાતને લઈ બહુ ચિંતિત હતા. તેઓને લાગતો હતો કે હવે આદિત્ય અને આ હાલત માનસીના આવ્યા પછી જ બદલી શકે છે. માનસી ના ગયા પછી ને તો નથી ખબર પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો આદિત્ય ખુશ જ રહેશે. આદિત્ય આમને આમ વધુ નશા ની હાલતમાં જ રહેશે તો તેની આખી જિંદગી બરબાદ થઈ જશે. જો માનસી તેની જિંદગીમાં આવી જશે તો તે અત્યારે સુધરી જશે. આ વાત તો સમજી માનસીના મમ્મી પપ્પા સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ પાસે જાય છે.
તેઓ માનસી ના મમ્મી પપ્પા પાસે માફી માંગે છે. માનસીને બોલાવે છે અને તેની પાસે પણ માફી માંગે છે. તેઓએ છે પણ કર્યું તે ખોટું કર્યું. તે હવે માનસીને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. "ખબર છે તમને કે માનસી કેટલું જીવવાની કોઈને નથી ખબર જેટલું જીવે એટલું આજે તેની સાથે જીવે. આદિત્ય અને માનસી બંનેને ખુશ જોવા માંગે છે. તેઓ બંનેને ખુશીમાં તેમની ખુશી છે. માનસી ને જો આ વાત યોગ્ય લાગે તો આપણે શુભ મુહૂર્ત કઢાવી લઈએ."
માનસી ના મમ્મી પપ્પાને આ વાત યોગ્ય લાગે છે. તેઓ માનસીને પૂછે છે, " હા હું લગ્ન કરવા તૈયાર છું પણ એક શરત પર.."
" હા બોલ દીકરા તારી બધી શરતો અમને મંજૂર છે "
" આદિત્યને ઇન્ડિયન વેડિંગ બિલકુલ નથી પસંદ અને આમ પણ અમારે હવે એમાં ખોટા ખર્ચા નથી કરવા કેમકે મારા કેન્સરના રોગમાં બહુ ખર્ચા થઈ ગયા છે. તો હું કોર્ટ મેરેજ કરવા ઈચ્છું છું. "
" ઓકે કંઈ વાંધો નહીં તારા કોટ મેરેજ અમે કરાવી દઈશું. છેલ્લે રિસેપ્શન રાખી દઈશુ એટલે બધા મહેમાનો આવી જાય "
આદિત્ય નામ મમ્મી પપ્પા માનસી ને તેના ઘરે લઈ જાય છે. આદિત્ય રૂમમાં હોય છે. રૂમના દરવાજો અંદરથી બંધ હોય છે. તેણે કાલ રાતનું કંઈ જમ્યો પણ ન હતું. બધા દરવાજો ખખડાવે છે પણ તે ખોલતો નથી. અંતે માનસી દરવાજો ખખડાવે છે, " આદિત્ય મારે તારી સાથે થોડી વાત કરવી છે. "
માનસી નો અવાજ સાંભળીને આદિત્ય હેરાન થઈ જાય છે જેને તરત જ દરવાજો ખોલી દે છે, " તું અહીંયા કેવી રીતે? "
" મને દરવાજા પર જ નથી સવાલ પૂછીશ? અંદર નહિ આવવા દયો? "
" હા, આવી જાવ ને બેસો "
" માનસી પેંડો ખવડાવે છે આદિત્યને. ખુબ ખુબ બધાઈ હો. "
" પેંડા કઈ ખુશીમાં ખવડાવી રહી છો? તારા લગ્ન નક્કી થઈ ગયા? કોન્ગ્રેચ્યુલેશન્સ "
" અરે વાહ તને ખબર પણ પડી ગઈ કે આપણા લગ્ન નક્કી થઈ ગયા. "
" આપણા નહીં તારા "
" અરે આદિત્ય તમારા લગ્ન નથી થયા તેના એકલી ના નહીં "
" હું કંઈ સમજ્યો નહીં "
" તારા મમ્મી પપ્પા મારા ઘરે આપણા લગ્ન ની વાત કરવા આવ્યા હતા. તમે હા પાડી દીધી. કોર્ટ મેરેજ માટે.... "
" શું વાત કરે છે માનસી....તો તારો બોયફ્રેન્ડ... "
" એ મારો બોયફ્રેન્ડ ન હતો. મારો ફ્રેન્ડ હતો. એ તો બસ તને મારાથી દુર કરવા માટે.... મને એવું લાગ્યું કે તું મારાથી દુર રહીશ એટલો બધો ખુશ રહીશ. પણ હવે હું જાણી ગઈ છું કે આપણે બંને જેટલા નજીક રહેશુ એટલા ખુશ રહેશું. "
" માનસી હું તને જણાવી નથી શકતો કે હું કેટલો ખુશ છું."
માનસી અને આદિત્ય અને જોડી તો બની ગઈ પણ હવે ક્રિતિકા અને મયંક નું શું?
~ પ્રિયા તલાટી