દો દિલ મિલ રહે હૈ - 11 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 11

આદિત્ય માનસીની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. આદિત્ય તેને જોવાની વાત માનસી આગળ રજૂ કરે છે. માનસી આદિત્યને રાતના 09:00 વાગ્યા પહેલા લવ ગાર્ડનમાં મળવાનું કહે છે. આટલી વાત થતા આદિત્ય પોતાના ઘરે જતો રહે છે. તે આખો દિવસ પોતાના રૂમમાં જ પુરાયેલો રહે છે. તે નથી કંઈ જમતો તે નથી પીતો.. પોતાના રૂમનો દરવાજો એક વખત પણ તેને નથી ખોલ્યો. આ બધું તેના મમ્મી પપ્પા જોઈ રહ્યા હોય છે. તેને લાગે છે કે જરૂર માનસી સાથે વાત ન થવાના લીધે તે આટલો પરેશાન છે. આદિત્યના મમ્મી થી આદિત્યની આવી હાલત જોવાતી નથી. તે આદિત્ય ની વાત માનસી ના મમ્મી પપ્પા સાથે કરવાનો કહે છે. તેઓ માનસી અને આદિત્યના લગ્ન કરાવવાની વાત કરે છે. જ્યાં સુધી માનસી છે ત્યાં સુધી આદિત્ય ખુશ રહેશે અને શું ખબર આદિત્ય અને માનસીના આ પ્યારને જોઈ ભગવાન માનસીને લાંબી આર્યુ આપી દે. આદિત્યના પપ્પાને આ વાત પસંદ નથી હોતી. તેઓ આ રિશ્તા માટે ચોખ્ખી ના પાડી દે છે. તેઓ થોડો સમય રોકવાનું કહે છે.

જો થોડા સમય પછી પણ આદિત્યને આવી જ હાલત રહી તો તે પોતે જ માનસીના મમ્મી પપ્પાને માનસી અને આદિત્યના લગ્ન વિશેની વાત કરશે. આદિત્યનો અત્યારે બધું જ કામ આમજ પડયુ હતું. આદિત્યને ઓફિસના ફોન તેના ઘરે આવતા હતા. આદિત્ય ઓફિસમાંથી કોઈનો પણ ફોન ઉપાડતો ન હતો. ખબર નહિ આદિત્યના દિમાગમાં શું ચાલી રહ્યું હતું તે માનસીને આ વાત સાંભળીને બહુ જ હેરાન હતો. માનસીને બોયફ્રેન્ડ છે એ વાત તેને સાચી ન લાગતી હતી.

બીજી બાજુ માનસી પણ તેની આ વાત તેના દોસ્તને જણાવી દે છે.

દ્રશ્ય 2

મયંક ના મનમાં ચાલી રહ્યું હતું કે એ ક્યાંથી પોતાની ગર્લફ્રેન્ડ શોધશે... તે જેટલો બહારથી સખત દેખાય છે એટલો જ પ્યાર ની વાતમાં શર્મિલો હતો. તેને અત્યાર સુધીમાં કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ જોયું ન હતું. તે અત્યારના કલ્ચર પ્રમાણે હતો પણ તેને જીન્સ ટોપ કરતા સાડી પહેરવા વાળી છોકરીઓ વધુ પસંદ આવતી હતી. હા એનો મતલબ એ નથી કે તેને જીન્સ ટોપ કહેવાવાળી છોકરીઓ બિલકુલ પસંદ ન હતી.

આ બાજુ ક્રિતિકા તો બીજી બાજુ મયંક બંને આ વાત વિશે વિચારી રહ્યા હતા. બંને આ વાતને લઈને ખૂબ જ કન્ફ્યુઝ હતા. મયંક થી રહેવાયું નહીં અને તે ક્રિતિકાને ફોન લગાવી દે છે, " સાંભળ ક્રિતિકા જે પણ થયું તે હવે ભૂલી જા. મારે તારી સાથે એક વાત કરવી છે તો આજે રાતના 9:00 વાગે તો મને લવ ગાર્ડનમાં મળ. "

" કેમ શું થયું મયંક આટલી જલ્દી હાર માની લીધી. કે પછી તને તારા સ્વભાવની ખબર પડી ગઈ "

" તારો કહેવાનો મતલબ શું છે મારો સ્વભાવ ખરાબ છે "

" અરે વાહ તું તો બહુ હોશિયાર છો. અગર તારા સ્વભાવ બહુ અલગ જ છે એટલે જ તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી "

" તો મારા સ્વભાવની વાત કરે છે એની પહેલા તો તારો સ્વભાવ છો ને! મારા સ્વભાવને બાજુમાં મુક અને તું કે તને તારો બોયફ્રેન્ડ મળી ગયો "

" તે મને કંઈ કામ માટે ફોન કર્યો હતો તો બોલ મારી પાસે સમય નથી "

" મારી પાસે પણ તારી સાથે વાત કરવાનો ફાલતુ સમય નથી. મારે તારું કામ હતું તો આજે રાતના લવ ગાર્ડનમાં આવી છે "

" હા લવગાડામાં આવીને લાસ્ટ ટાઈમ ની જેમ આ વખતે પણ ફાલતુ આર્ગ્યુમેન્ટ કરવી છે તારે "

" સિરિયસલી મારે એક કામ છે "

~ પ્રિયા તલાટી