દો દિલ મિલ રહે હૈ - 7 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 7

આગળ આપણે જોયું આદિત્ય ને માનસી સાથે પ્યાર થઈ જાય છે. આદિત્ય આજે તેના પ્યાર ની વાત તેના મમ્મી પપ્પા સાથે કરવાનો હતો.

આદિત્ય ઘરે જાય છે. રાત બહુ થઈ ગઈ હોય છે. તે ઘરે જઈને જમવા માટે બેસે છે, " મમ્મી પપ્પા હું તમને એક વાત કહેવા માગું છું. "

આદિત્યના મમ્મી આજે તેની વાત અટકાવતા બોલે છે, " તને ખબર છે માનસી જેની સાથે તારા લગ્ન થવાના હતા તેને કેન્સર થયું છે. હવે તારા લગ્ન તેની સાથે નહીં થાય. આમ પણ હવે કેટલું એ કોને ખબર...... સારું થયું આ વાતને પહેલા જાણ થઈ ગઈ નહિતર આખી જિંદગી બોજ બનીને રહી જાત. તારે ભણેલી છોકરી સાથે લગ્ન કરવા હતા ને તો હવે તારા લગ્ન તેની સાથે જ થશે. તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજે. "

આદિત્ય થોડા ધીમા અવાજમાં બોલે છે," હા મમ્મી મને એક છોકરી પસંદ છે. શું તમે મારા લગ્ન નથી એની સાથે કરાવશો? "

" અરે આ તો ખુશીની વાત છે. અમે ચોક્કસ તારા લગ્ન તેની સાથે કરાવશું. તે છોકરી નું નામ શું છે? "

" તે છોકરી બીજી કોઈ નહીં પણ માનસી છે.... હા હું માનું છું કે મારે પહેલા તેની સાથે લગ્ન નહોતા કરવા પણ મને તેની સાથે ક્યારે પ્યાર થઈ ગયો મને ખબર જ ન પડી. તેના વિના હવે મારી બે મિનિટ પણ નથી જતી. મને ખબર છે તે કેન્સર પેશન્ટ છે ત્યારે તેની મૃત્યુ થઈ જાય તે કંઈ નક્કી નથી પણ જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી હું તેની સાથે જીવવા માંગુ છું. મારી મારી જિંદગીની દરેક ખુશીની પર તેની સાથે વિતાવવા માગું છું. મારુ સુખ દુઃખ તેની સાથે વેચવા માગું છું. અત્યાર સુધી હું જિંદગી પસાર કરતો હતો પણ હવે હું તેને જીવવા માંગુ છું. માનસી મને જિંદગીનો ખરો મતલબ સમજાવ્યો છે. તને ખબર છે ત્યાં સુધી હું એક પરફેક્ટ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો કે મારી સાથે પાર્ટીમાં આવે, જેને કપડાની કોમન સેન્સ હોય પણ હવે મને ખબર પડી કે માનસી એક ખૂબસૂરત છોકરી છે. તે સાડીમાં બહુ સુંદર લાગે છે એટલે જ એ વન પીસ નથી પહેરતી. તે દિલની ભોળી છોકરી છે સૌ કોઈને પસંદ આવી જાય. એટલે જ એ બિઝનેસ મિટિંગમાં નથી જાતી .

દ્રશ્ય 2

ક્રિતિકાના મનમાં મૂંઝવતા પ્રશ્નનો તો તેને નિરાકરણ લાવી દીધું. તેને મયંક ના પ્યાર ને એક વહેમ સાબિત કરી દીધો. પણ મયંકના દિલમાં ઊભા થઈ રહેલા સવાલનો જવાબ શું છે? ખરેખર તે ક્રિતિકાને પ્યાર કરે છે? તે બહારથી જેવો દેખાય છે તેવો જ અંદરથી છે? તે બહુ ઇન્ટ્રોવર્ડ પર્સન છે. તે પોતાના દિલની વાત આટલી આસાનીથી કોઈને કહી નથી શકતો પણ શું ક્રિતિકા તેની વાતને સમજી શકશે? સવાલ તો ઘણા બધા છે પણ જવાબ માત્ર એક જ.

આમ જુઓ તો ક્રિતિકા પણ મયંકની જેમ જ છે બસ ફરક એટલો છે કે તે જે મનમાં આવે તે મોઢે બોલી દે છે. તે મયંક ની વાત ને સમજે એવું લાગતું નથી કેમ કે ક્રિતિકા માનસી જેટલી મેચ્યોર નથી. તેના માટે પ્યાર એ મયંકની જેમ એક બિઝનેસ ડીલ સમાન છે. શું તેઓ બંને બિઝનેસ ડીલ માંથી આગળ વધી એકબીજાના દિલ જીતી શકશે?

મયંક અચાનક થી ક્રિતિકાને ફોન લગાવે છે., " આજે રાત્રે તું ફ્રી છો? જો હા તો આજે રાત્રે તું મારા ઘરના નીચે મળ મને... મારે તારી સાથે થોડી વાત કરવી છે. "

"મને ખબર છે તમારે શું વાત કરવી છે. હું જાણું છું કે આ લગ્ન તમારા માટે એક બિઝનેસ ડીલ છે. આ વાતની મને જાણ છે એટલે હું નીચે નથી આવવાની."

" નીચે આવવું કે ના આવવું એ તારો નિર્ણય છે. હું નીચે નવ વાગ્યાં સુધી તારી રાહ જોઈશ.

તમને શું લાગે છે કે આદિત્ય ના મમ્મી પાપા આ રિશ્તા માટે હા પાડશે?

શું ક્રિતીકા મયંક ને મળવા આવશે? અને જો આવશે તો મયંક શું વાત કરશે?

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ અને સ્ટીકર જરૂર થી આપજો 🙏
~પ્રિયા તલાટી