ફોર્બિડન આઇલેન્ડ - 2 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોર્બિડન આઇલેન્ડ - 2

પ્રકરણ 2 


કેપ્ટન અર્જુન ની શોધ માટે અમે પહેલા જલપરી બાર એન્ડ રેસ્ટોરન્ટ ની મુલાકાતે ગયા. ત્યાંના મેનેજર પૂછતાં તેને કહ્યું કે જો તમારે કેપ્ટન અર્જુનને મળવું હોય તો કલાક રાહ જુઓ એ આવે તો ઠીક છે  નહિતો  પછી તમે અપ્સરામાં જતા રહેજો તે તમને ત્યાંજ મળશે. મેનેજર ની વાત સાંભળી અમે એક કલાક જલપરીમાં રહેવાનું જ નક્કી કરી મેનેજર ને કહયું જો કેપ્ટન અર્જુન આવે અમને જાણ કરજો અમે સામે ખૂણા ના ટેબલ પર બેસી તેમની રાહ જોઈએ છીએ. મેનેજરે હા ભણી  એટલે અમે ખૂણાના ટેબલ પાર જઈને બેઠા અને વેઈટર ને બોલાવી ને બે સોફ્ટડ્રીંક્સ ઓર્ડર કરયા અને કેપ્ટન આવે તેની રાહ જોવા લાગ્યા. આરવે લોજિસ્ટિક કંપનીમાં કોલ કરીને અમને અમારા ઇક્વિપમેન્ટ્સ કાલે સવારે જલ્દી મળી શકે તેવું ગોઠવવા માટે સૂચના આપી તો જવાબમા લોજિસ્ટિક ના મેનેજરે કહ્યું કે અમારા ઇકવીપમેન્ટ્સ અમને કાલ  બપોર સુધીમાં મળી જશે. એટલે કાલ બપોર પહેલા તો અમે ભરતપુર થી ફોર્બિડન આઇલેન્ડ માટે નીકળી શકીએ તેમ હતા જ  નહિ. લગભગ સવા કલાક જેટલો સમય વીતી ગયો હતો. પણ કેપ્ટન અર્જુનના દર્શન થયા નહિ એટલે અમે બિલ ચૂકવીને અપ્સરા બાર જવા નીકળ્યા  અપ્સરા બારમાં પહોંચી બાર ટેન્ડરને કેપ્ટન અર્જુન વિષે પૂછતાં તેણે સામે બેઠેલા એક વ્યક્તિ તરફ ઈશારો કર્યો એટલે અમે તેની પાસે પહોંચ્યા. જેવા મે તેની  પાસે પહોંચી કહ્યું કેપ્ટન અર્જુન તેણે અમને હાથથી ઈશારો કરી તેની પાછળ આવવા માટે જણાવ્યું  હું અને  આરવ તેની પાછળ જવા લાગ્યા તે અમને  જમણી બાજુના ખૂણામાં આવેલા ટેબલ  પર લઇ ગયો ત્યાં કોઈ બેઠું હતું એકદમ કસાયેલું શરીર અને કસરતી બદન પ્રભાવશાળી ચહેરો અને ભરાવદાર દાઢી  તેને જોઈને જ પહેલી નજરે સમજણ પડી જાય તેવું હતું કે નક્કી આ કોઈ સૈન્ય અધિકારી છે. જે વ્યક્તિ અમને ત્યાં દોરી ગયો હતો તેને અમને કહ્યું આ જ છે કેપ્ટન અર્જુન અને હું છું બબન કેપ્ટન સાહેબ નો આસિસ્ટન્ટ દોસ્ત જે કહો તે  હું છું. બોલો તમારે કેપ્ટન સાહેબ નું શું કામ હતું. મેં કેપ્ટન ને મારો પરિચય આપતા કહ્યું  હું કબીર ભાર્ગવ અને આ છે આરવ હું ફાર્મા રિસર્ચ સાયન્ટિસ્ટ છું અને આરવ નેવિગેશન એક્સપર્ટ છે. અમે અહીંથી  પૂર્વમાં 100 નોટિકલ માઈલ  દૂર આવેલા ફોર્બિડન આઇલેન્ડ પર ચોક્કસ  વનસ્પતિની શોધમાં જવા માંગીએ છીએ. એ માટે મારી કંપનીએ  આ આરવની કંપની ને શિપિંગ નું કામ સોંપેલું પણ તેને જે શિપિંગ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલો તે કંપની બદલાયેલા મૌસમ ને હિસાબે અને આગામી વેધર ફોરકાસ્ટ ને કારણે તે આગામી ઓછામાંઓછા દસ દિવસ સુધી સફરે જવા માટે તૈયાર  નથી.  તે કંપની પણ પરાણે સફર માં આવવા તૈયાર થઇ હતી ફોર્બિડન આઇલેન્ડ નું નામ સાંભળીને કોઈ શિપિંગ કંપની આવવા તૈયાર નથી અમને સાંભળવા મળ્યા મુજબ જો અમને કોઈ આ સફરે લઇ જઈ શકે એમ હોય તો માત્ર કેપ્ટન અર્જુન જ છે તમે તેને મળો તો તમારું કામ થઇ જશે એટલે અમે તમને મળવા આવ્યા છીએ. આશા રાખું છું કે આપ મને નિરાશ નહિ કરો અમને સફર પર લઇ જશો.આ સાંભળી કેપ્ટન કહ્યું  તમને મળી ને મને આનંદ થયો મી. ભાર્ગવ પણ હું તમને ત્યાં નહિ લઇ જઈ શકું  આઈ એમ સોરી એટલા માટે નહિ કે મને ત્યાં જતા ડર લાગે છે કે મોતનો ભય છે હું તો હવે મોત હાથમાં લઇ ને જ જીવું છું હું જીવું કે મરુ મને તેનો કોઈ જ હરખ કે શોક નથી પણ હું તમને તે આઇલેન્ડ પર લઇ જઈ ને તમારા લોકોની જિંદગી જોખમમાં મુકવા માંગતો નથી એટલું હું તમને ત્યાં લઇ જવાની ના પાડું છુ.  મેં અને આરવે અમે તેમને અમારા ત્યાં જવાનો ધ્યેય શું છે તેની વાત કરી માન્યું કે અમે  કમાણી કરી શકીએ એટલે માટે ટેબ્લેટ બનાવીશું પણ  તેનો લાભ માનવજાત ની સુખાકારી અને આયુષ્ય વધારવા માટે જ થવાનો છે. અને અમે ત્યાં જઈ  અમારા જીવનું જોખમ લેવા તૈયાર છીએ જો માનવજાતનું આયુષ્ય વધતું હોય અને અમને પૈસા મળતા હોય   કેપ્ટને વિચારવા માટે થોડો સમય લીધો પછી તેણે  આવવા માટે હા પડી પણ સાથે એક શરત પણ મૂકી તે પોતે  આ સફર ની આગેવાની કરશે અને તે આખી સફરમાં સાથે રહેશે. તે તેમને આઇલેન્ડ પર છોડીને પાછો આવતો નહિ રહે કારણ તે આઇલેન્ડ પર રહેવું જોખમી છે તમે જે જંગલમાં વનસ્પતિ ની શોધમાં જવાના છો તા જંગલમાં થી છેલ્લા 40 વરસમાં કોઈ જીવતું પાછું આવ્યું નથી. એ જંગલમાં જવું જોખમી છે અને મને જરા પણ તામર કોઈના જીવ પર જોખમ તોળાતું લાગશે તો તરત જ સફર ને ત્યાં અટકવી ભરતપુર લઇ આવીશ  અને મારો તમારી સાથે આવવાનો ખર્ચ 2.5 કરોડ રૂપિયા થશે જો તમારે આ તમામ શરત પાળવા ની તૈયારી હોય તો હું   સાથે આવવા તૈયાર છું અને જો તમે આમાંથી એક પણ શરત ન સ્વીકરાવના હોય તો રામરામ નસીબમાં મળ્યું હશે તો ફરીથી  મળીશું મેં આરવ સામે જોયું કે હવે આપણે શું કરીશું કારણકે છેલ્લો નિર્ણય અમારે બે એ મળી  ને જ લેવાનો હતો. આવે આંખના ઇશારાથી મને તેની તમામ શરતો મંજુર રાખવાની હા પાડી દીધી એટલે મેં કેપ્ટન સાથે હાથ મિલાવી કહયું ડન કેપ્ટન સાહેબ અમને તમારી તમામ શરતો મંજુર છે. આમ કેપ્ટન સાથે ડીલ ફાઇનલ કરી અને કાલે નહિ અને પરમ દિવસે સવારે અમારે ફોર્બિડન આઇલેન્ડ માટે નીકળવું એવું નક્કી કર્યું કેપ્ટન મને બીજે દિવસે સવારે તેની યૉટ ની મુલાકાત લેવા માટે આમન્ત્રણ આપેલું તે સ્વીકારી ને અમે અમારી હોટેલ જવા માટે ત્યાંથી રવાના થયા થોડી જ વાર માં હોટેલ આવીને અમારાં સાથીઓ ને યૉટ ફાઇનલ થઇ ગયા ની ખુશ ખબરી આપી અને થોડી વાર સફર માં કઈ રીતે શું કરશું તે અને થોડી વાતો કરી પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા. બીજે દિવસે સવારે ઉઠી ને બ્રેકફાસ્ટ પતાવી ની અમે જેટીની મુલાકાતે જવાનું નક્કી કર્યું હતું જ્યાં કેપ્ટન અર્જુને અમને તેની યૉટ જોવા માટે નું આમન્ત્રણ આપ્યું હતું  તે જોવા જવાનું નક્કી કરેલું .  હું આરવ અને નિક જેટી પર જવા માટે નીકળ્યા બાકીના ત્રણે આવવાની ના પડી તેઓ હોટેલ પર જ આરામ કરવા માંગે છે કારણ કદાચ પછીથી દસ-પંદર  દિવસ સુધી આરામ નસીબ થશે કે નહિ. એટલે અમે ત્રણ જેટી પર પહોંચી ને કેપ્ટન કોલ કરી જેટી પર આવી ગયા છીએ અને તમારી રાહ જોઈએ છીએ તેવી જાણ કરતા કેપ્ટન પોતે  લગભગ પંદર મિનિટમાં આવી પહોંચશે તેવું કહ્યું. કેપ્ટન આવે ત્યાં સુધી અમે જેટીમાં ફરવા નું નક્કી કર્યું વેધર ફોરકાસ્ટ ને કારણે જેટી પર માણસો ની ભીડ ન હતી. થોડી જ્વારમાં  કેપ્ટન આપેલા સમય મુજબ આવી પહોંચ્યા હતા. આવીને અમને લોકોને  તેમની યૉટમાં લઇ ગયા અને યૉટ બતાવતા કહ્યં આ છે આપણી યૉટ જે ભરતપુરમાં રહેલી કોઈ પણ યોટ  ની કમ્પૅરિઝનમાં લેટેસ્ટ છે આ છે મારી  યૉટ  મીની ક્રુઝ 440 એ અગાઉના તમામ મોડલ અને નવીનતમ અદ્યતન ઇનોવેશન ડિઝાઇનનું મિશ્રણ છે. આ યૉટે નૌકાવિહારને માત્ર સાહસિક બનાવ્યું નથી પણ તેને વૈભવી અને  ઉત્તમ વર્ગનો સ્પર્શ પણ આપ્યો છે. તે લગભગ 8 મહેમાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે આ આરામદાયક ક્રૂઝ રાઈડની ખાતરી આપે છે. આ યાટમાં ચાર સરખા કેબિન છે જેમાં સ્યુટ સુવિધાઓ છે અને બાથરૂમ સાથે વધારાના બે બર્થ છે. જે આનંદ અને વૈભવનું પ્રતીક છે. તો તમે બોટ ક્રુઝ રાઈડનો આનંદ લઇ શકશો અને સાહસ પણ થઇ જશે  અને પછી અમને ગેસ્ટ  એરિયા બતાવી કહ્યું આ છે ગેસ્ટ એરિયા  તેની બાજુમાં જ   સ્ટીયરિંગ એરિયા આવેલો હતો  સ્ટીયરિંગ એરિયામાં ત્રણ લોકો બેસી શકે છે, કારણ કે તેના માટે વ્યક્તિગત ખુરશીઓ આપવામાં આવે છે. ત્રણ પાયલોટ એરિયા સીટો પૈકી, કેપ્ટનની સીટ એડજસ્ટેબલ છે જેથી તે આગળ-પાછળ જઈ શકે. તેમાં સીટની નીચે એક મોટું સ્ટોરેજ ડ્રોઅર પણ  છે.વિન્ડશિલ્ડ હેન્ડ્રેલ ઇન્સ્ટોલ કરવામાં આવશે. અને આ છે એન્ટેના, રડાર અને હોર્ન, રડાર અને હોર્ન સાથેનો નવો માસ્ટ આંતરિક સ્ટીયરિંગ સ્ટેશન હવે બેસેન્ઝોની ફ્લેક્સિબલ સીટથી સજ્જ છે જે ઈલેક્ટ્રોનિક સાધનોના શ્રેષ્ઠ એકીકરણ માટે રચાયેલ છે  .આ  કોકપિટ સંપૂર્ણ પણે બંધ કરી શકાય છે  ટેબલની આસપાસ લગભગ છ લોકો આરામથી બેસી શકે છે.મહેમાનો ચાર જગ્યા ધરાવતા સનડેક પર આરામ અને તણાવમુક્ત  અનુભવી શકે છે - એક સનડેક લાઉન્જ ખુરશીના આકારમાં છે જે હેલ્મ સ્ટેશનની ડાબી બાજુએ છે અને બીજી ટેબલ સીટિંગ એરિયાની પાછળની બાજુએ આવેલું છે જ્યાં તમે દરિયાની માજામાણી શકશો   ફ્લાઈંગ બ્રિજ ટેબલની બાજુમાં, બાર કેબિનેટ ફ્રિજ અને  સ્ટોરેજને સમાવી શકે છે. આરામદાયક બેઠકમાં સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે આ છે  નવા સલૂનમાં લાઉન્જ સોફા અને નિર્દેશકોની શૈલીમાં ફોલ્ડ કરી શકાય તેવી ખુરશીઓ છે.સલૂન ટેબલ ને  કોફી ટેબલ અથવા ડાઇનિંગ ટેબલમાં ફેરવી શકાય  છે અને તેને કોકપિટ વિસ્તારમાં પણ ખસેડી શકાય છે.અમારી સાથે ખાનગી યૉટ ભાડે લો અને તમારા પ્રિયજનો સાથે જાદુઈ પાણીનો અનુભવ કરો.અમને યૉટ જોતાજ ખુબ ગમી ગયેલી અમે યૉટ ફરીને ડેક પર આવ્યા ત્યારે  બબને અમારા માટે  ચિલ્ડ બિયર અને બાયટિંગ તૈયાર રાખેલી કેપ્ટને અમને આગ્રહ કરીને બિયર પીવડાવી અમે બિયર પિતા પિતા કેપ્ટને તેમને કરેલી સફરના અનુભવો કહ્યા બિયર પતાવી ને મેં કેપ્ટન અર્જુનને  એડવાન્સ  1.25 કરોડ નો ચેક આપી દીધો અને બાકીં રકમ નો ચેક સફરે થી પાછા  આવી ને આપવાનો વાયદો કર્યો જે કેપ્ટને પણ મંજુર રાખ્યું. અમે કેપ્ટન ની રજા લઇ હોટેલ પાછા જવા માટે નીકળ્યા એટલામાં જ લોજિસ્ટિક કંપનીમાંથી મેનેજર નો કોલ આવ્યો તમારા ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે તો તે કલેક્ટ કરી લેજો એટલે અમે હોટેલ પર જવાને બદલે લોજિસ્ટિક કંપની ના ગોડાઉન જવા માટે રવાના થયા.