ફોર્બિડન આઇલેન્ડ - 3 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોર્બિડન આઇલેન્ડ - 3

પ્રકરણ 3 


અમે જેટીથી નીકળી ત્યાંથી 4 કિલોમીટર દૂર આવેલ લોજિસ્ટિક ગોડાઉન પર પહોંચ્યા જ્યાં અમારા ઇક્વિપમેન્ટ્સ આવીને પડ્યા હતા. ગોડાઉન પર જઈ અમે બધી ફોર્માલિટીઝ પતાવીને અમારા ઇક્વિપમેન્ટ્સ નો ક્બજો લીધો અને  તેને ચેક કરી ગણી ને એ લઈને હોટેલ પર પરત ફર્યા.  હોટેલ પર આવીને ફ્રેશ થઈને હોટેલની  રેસ્ટોરન્ટ મા લંચ પતાવી ને અમે ઇક્વિપમેન્ટ્સ ની ચેકીંગ કરવા બેસી ગયા . અમારી  આવેલા ઈક્વિપમેન્ટ્સ માં બે મીની ફ્રિજ હતા જેનું બેટરી બેક અપ 4 દિવસ ચાલે તેટલું હતું.આ ફ્રિજમાં અમારે વનસ્પતિ ના પાન અને ફૂલ નું સ્ટોરેજ કરવાનું હતું. તે વનસ્પતિના નામ નો તો ડાયરી માં ઉલ્લેખ નહોતો પણ તે ફૂલ ને ત્યાંના આદિવાસી ચિકોરી ના નામથી ઓળખતા તે કદાચ ચિકોરીના છોડ તરીકે જ ઓળખાતો હશે.  બીજા ઇક્વિપમેન્ટ્સમાં  ટેસ્ટિંગ ટ્યુબ્સ થોડા કેમિકલ્સ કે જેને મિક્સ કરીને પણ પણ અને ફૂલના રસ ની સેલ્ફલાઈફ  કેમ વધારી શકાય અને બીજી થોડી આયુર્વેદિક મેડિસિન્સ હતી જેની સાથે ચિકોરી ના ફૂલ ને પાનને મિક્સ કરી ને તેનો પ્રયોગ કરવા નો હતો  આ સિવાય નેવીગેશન માટે ને લૅટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ હતા જે સેટેલાઈટ સાથે કનેકટેડ હતા જેથી અમને ગીચ જંગલમાં પણ ડાયરી માં રહેલા મેપ પ્રમાણે રસ્તો શોધવા માં અનુકૂળતા રહે . સાથે જ સાત સેટલાઈટ ફોન પણ આવ્યા હતા. દરેક પાસે એક સેટલાઈટ ફોન રહે જેથી કોઈ મુશ્કેલીના સમયમાં કે કોઈ છુટ્ટુ પડી જાય તો એકબીજાની સાથે કનેકટેડ રહી શકીએ એકબીજાનો સંપર્ક જાળવી શકીએ. સાથે પાંચ  લેટેસ્ટ વોટરપ્રૂફ ટેન્ટ હતા  અને પંદર જોડી રેઇનકોટ અને જેકેટ જે કોઈ મૌસમમાં વરસાદ અને ઠંડી થી રક્ષણ આપવા સક્ષમ હતા. પાવર ફૂલ ટોર્ચ અને પાવરફૂલ બેટરીઓ  હતી.  આમ લોજીસ્ટીકમાં બધા  જ કામના  ઇક્વિપમેન્ટ્સ આવી ગયા હતા. અમારું ઇક્વિપમેન્ટ્સ ના ચેકીંગ નું કામ પતાવી બધા પોતપોતાના રૂમમાં થોડી વાર આરામ કરવા ગયા હું અને આરવ નીચે  આવેલ રેસ્ટોરેન્ટ માં ચા પીવા ગયા અને ચા પી ને પછી થી બજારમાં સફરમાં જવા માટે થોડો સમાન ખરીદવા ગયા આમ તો બધી વ્યવસ્થા જ્યાં સુધી યૉટ માં હતા ત્યાં સુધી કેપ્ટન અર્જુન સંભળાવાના હતા આગળ ની વ્યવસ્થા માટે અમે  ફોર્બિડન આઇલેન્ડ પર રહેલા ભારત સરકારના અધિકારીઓ ની સહાય લીધી હતી ટાપુ પર પહોંચ્યા પછી ત્યાં રહેવા જમવા ની વ્યવસ્થા ત્યાં ના રેસ્ટ હાઉસમાં થઇ હતી છતાં પણ અમે અમારી રીતે થોડો ખાવા પીવાનો સમાન તથા પ્રાથમિક જરૂરિયાતો નો સમાન લેવા માટે બજાર ગયા હતા. જેથી અમને કોઈ તકલીફ ના પડે.  અમે બજારમાં ખરીદી પતાવતા બે કલાક જેટલો સમય લાગી ગયો. તે પછી અમે હોટેલમા પરત ફરયા હોટેલ પહોંચ્યા ત્યારે ડિનર નો ટાઈમ થઇ ગયો હોવાથી અમે સીધા રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા અને બાકીના બધાને ત્યાંજ ડિનર માટે બોલાવી લીધા.બધા ડિનર માટે આવી ગયા પછી મેં અને આરવે  આવતી કાલે આપણે કાલે સવારે 10 વાગ્યે ભરતપુર જેટી પરથી ફોર્બિડન આઇલેન્ડ જવા નીકળીશું.સફરની બધી જ જવાબદારી કેપ્ટન અર્જુને પોતાના માથે લીધી છે સફર દરમ્યાન ની બધી સુવિધાની જવાબદરી તો કેપ્ટને લીધી જ છે પરંતુ તે આપણ ને માત્ર ટાપુ પર છોડીને પાછા નહિ  જાય કે ત્યાં પહોંચાડીને આપણને એકલા જંગલ ની અંદર નહિ જવાદે તે પણ આપણી શોધમાં આપણી સાથે જ રહેશે અને સાથે તેનો સાથી બબન પણ આપણી જોડે જ રહેશે. આ અમે સાથે લાવેલ બધી વસ્તુઓ નું લિસ્ટ  આપી જોઈ લેવા કહ્યું અને જો કોઈ જરૂરી વસ્તુ  લાવી હોય તો અત્યારે જ લઇ આવે બજાર હજુ એક કલાક સુધી ખુલ્લું હશે.રવીના અને કાવ્યા  પોતાને થોડીકે વસ્તુઓ જોઈશે તે પોતેજ તેઓ ડિનર પતાવી ને લઇ આવે છે તેવું કહ્યું અમે લગભગ અડધી કલાક માં ડિનર પતાવીને રૂમમા પહોંચ્યા રવિના અને કાવ્યા બજારમાં ગયા. હું મારા રૂમ ગયો પછી થોડી જ વર્મા આરવ મારા રૂમમાં આવ્યો તેને આવી ને મારી પાસે અમે જે જંગલ ની સફરે જવાના હતા તેનો નકશો માંગ્યો જેથી તે નકશાને સ્કેન કરીને તેની પાસે રહી  નેવીગેશન ડિવાઇસ માં ઇન્સર્ટ કરી તેને સેટેલાઈટ સાથે કનેક્ટ કરી દે જેથી અમને નેવીગેશન માં આસાની રહે મેં તેને મારી પાસે રહેલો નકશો મારી પાસે ની ડાયરીમાંથી કાઢીને આપતા કહ્યું બહુ સાચવીને  કામ કરજે કારણ કે નકશો બહુ જૂનો અને જર્જરિત છે તેથી સચવાઈને કામ કરજે આરવે કહ્યું ડોન્ટ વરી હું બહુ સાચવીને અને મોબાઈલ  માં સ્કેન કરી લઉં છું પછી તેને મોબાઈલ થી નેવિગેટર માં ટ્રાન્સફર કરી દઈશ. તે નકશા ને આધારે નેવિગેટર આપણું લોકેશન ડિસાઈડ કરી ને અપને આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં હેલ્પ કરશે. આટલું કહી આરવે નકશો પોતાના મોબાઇલ માં સ્કેન કરવાનું શરુ કરી દીધું અને લગભગ બે મિનિટ માં નકશો સ્કેન થઇ ગયો નકશા ની પાછળ નીબાજુ એ અમુક નિશાની ઓ પણ હતી આરવ તેનો અભ્યાસ કરવા માંથી રહ્યો હતો પહેલાના જમાનામાં નકશાની સાથોસાથ તેમાં અમુક નિશાની રાખવામાં આવતી જેનાથી નકશો ઉકેલવામાં સરળતા રહે નકશાની પાછળ ફુલઅને  ચંદ્ર  સૂર્ય અને તારાઓ નો ઉપયોગ થયો હતો. હવે તે શું સૂચવવા માંગતા હતા તે અમને ત્યાં જઈને જ ખબર પડે તેમ હતું અમુક નિશાનીઓ દોરી હતી જે આદિવાસીઓ ઉપયોગમાં લેતા હશે તેવું પ્રથમ નજરે જાણી આવતું હતું. અત્યારે એનિશાનીઓ મોજુદ હશે કે કેમ એ એપણ એક પ્રશ્ર્ન હતો કારણકે આટલા એંસી વર્ષના ગાળામાં કુદરતી હોનારત માનવ સર્જિત રમખાણો ઘણું બધું બન્યા હોઈ શક્ય છે કે એ નિશાનીઓ માટી ગઈ હોય અને અમારે માત્ર નકશામાં રહેલી દિશાઓ ના આધારે  જ આગળ વધવાનું હતું. જોકે એ નકશા  ની મેં પંદર જેટલી નકલ બનાવી ને મારી સાથે લીધી હતી તેમાં થી બે નકલ આરવને અભ્યાસ માટે આપી દીધી  હતી  એ નકશો આઇલેન્ડ પર રહેલા ક્લિનિકલ રિસર્ચ સેન્ટર થી શરૂ થતો  હતો ત્યાં પહોંચ્યા પછી જ અમને ખબર પડે એમ હતું કે અમારે કઈ દિશામાં કઈ રીતે આગળ વધવું એવું આરવનું કહેવું હતું. અમે કેપ્ટન  અર્જુનને  ફોન કરીને કાલે સવાર દસ વાગ્યે મળીએ છીએ તેવું જણવ્યું સફર ની બધી તૈયારીઓ થઇ ગઈ છે તેના વિષે પૂછ્યું જવાબમાં કૅપ્ટને કહ્યં ડોન્ટ વારી બધી જ તૈયારીઓ થઇ ગઈ છે અમે અમારી સાથે  થોડા હથિયારો પણ લઇ લીધા છે. જે આપણા સેલ્ફ  ડિફેન્સ માટે છે નહીં કે શિકાર માટે .તમે પણ જો હથિયાર સાથે લાવ્યા હોય તો લઇ લેજો જવાબ માં મેં કહ્યું અમને તો હથિયાર હાથમાં પકડતા પણ ન ફાવે અમે કયાંથી હથિયાર સાથે લઈએ. પણ એ વખત અમે અજાણ હતા કે અમારી સાહત રહેલા એક સાથીએ લેટેસ્ટ  ગેરમાં બનાવટની મોઝર M18  પિસ્તોલ પોતાની સાથે રાખેલી અને એ પણ શિકારના શોખ થી એ આઇલેન્ડ પર રિસર્ચ ની સાથેસાથે પોતાન શીકારના શોખ માટે પણ આવતો હતો તેણે  આ આઇલેન્ડ પર સિંહ જોવા મળી રહે છે તેવું સાંભળેલું એથી તે સિંહના શિકાર કરવા ના સ્વપ્નમાં પોતાની સાથે પિસ્તોલ લઇ ને આવેલો. કેપ્ટન સાથે વાત પતાવી હું અને આરવ ગપ્પા મારતા બેઠા હતા એટલામાં રવિના અને કાવ્યા પોતાની ખરીદી પતાવીને  હોટેલ પર આવી ગયા હતા કાવ્યાએ મને મોબાઇલ પર કોલ કરી ને પૂછ્યું જો હું જાગતો હોઉં તો તે અને રવિના મારા રૂમ મને મળવા  આવવા માંગે છે મેં તેને કહ્યું હું જાગું છું અને આરવ પણ મારા રૂમમાં છે તમે બને મારા રૂમમાં આવી જાઓ . કાવ્યાએ કહ્યું તેઓએ પાંચેક મિનિટમાં રૂમ પહોંચે છે મેં પણ ઇન્ટરકોમ થી રેસ્ટોરેન્ટમાં કોલ કરી ને ચાર કોફી મારા રૂમમાં મંગાવી લીધી. તેટલી વારમાં રવિના અને કાવ્યા રૂમમાં આવી પહોંચ્યા કાવ્યા  એ આવી ને કહ્યું રવિના કશુંક કહેવા માંગે છે તે તું સાંભળી લે મેં રવિના ને પૂછ્યું કે તારે શું કહેવું છે  જવાબમાં રવીના એ કહ્યું આજે મારા પર ઇન્સ્યોરન્સ કંપની નો મેઈલ આવ્યો હતો મારે તમારા અમુક ટેસ્ટ કરવા પડશે કે જે પ્રૂવ કરે તમે આ સફરે ઉપડ્યા એ પહેલા તમે કમ્પ્લીટ ફિટ એન્ડ ફાઈન હતા. અને કદાચ સફરમાં તમને કંઈ થાય  છે તો તે ફેરફાર ત્યાં જઈ ને જ તમારામાં આવ્યો છે તે સાબિત થઇ શકે અને તમારો કોઈ કલેઇમ આવે છે તો તે પાસ કરવામાં તમને અને ઇન્સ્યોરન્સ  કંપની ને કોઈ તકલીફ ના પડે માટે કાલે સવારે મારે તમારા બ્લડ સેમ્પલ અને યુરિન સૅમ્પલ લેવા પડશે તો તેને માટે તમે કાલે વહેલી સવાર તૈયાર રહેજો હું સવારે 6:30 આવી ને તમારા બધાંના લઇ લઈશ પછી જ આપણે બ્રેકફાસ્ટ લઈશું માટે હું સેમ્પલ લઇ લઉં ત્યાં સુધી કોઈ કશું ખાશો  નહિ અને બ્રેકફાસ્ટ કર્યાંના બે  કલાક પછી ના પણ મારે સેમ્પલ લેવા પડશે  આ સેમ્પલ હું અહીંની લેબોરેટરી માં આપી દઈશ જ્યાં ઇન્સ્યોરન્સ  કંપની નું ટાઇ-અપ છે તે રિપોર્ટ ઇન્સ્યોરન્સ કંપનીને પહોંચાડી દેશે તો કાલે તે પ્રમાણે તમે તૈયાર રહેજો મેં તેની વાત માં સહમત થતા કહ્યું આપણે  જે કંપની નોર્મ્સ છે તે પ્રમાણે જ કરીશું ડોન્ટ વરી આરવ અને કાવ્યા એ તો વાત સાંભળી લીધી છે આ વાત હવે હું નિક અને ડેનિયલ ને પણ કોલ કરીને જણાવી આપું  છું  એટલું કહી મેં નિક અને ડેનિયલ વારાફરતી કોલ કરીને રવિના સાથે થયેલી વાત જાણવી અને વહેલી સવારે સૅમ્પલ આપવા માટે રેડી રહેવા જણાવી દીધું એટલી વારમાં  વેઈટર કોફી લઇ ને આવ્યો એણે ડોરબેલ વગાડી એટલે આરવે ઉભા થઇ દરવાજો ખોલ્યો વેઈટર કોફી સર્વે કરીને ચાલી ગયો એટલે અમે કોફી પિતા થોડીવાર બેઠા અને સફરમાં શું શું કરીશું એવી ચર્ચા કરતા હતા  એટલી વારમાં બહાર  અચાનક થી વીજળીના કડાકા ભડાકા શરૂ થઇ ગયા અને ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો અમારા ચહેરા  પર મૂંઝવણ તરી આવી અમે કાલે સફરે નીકળી શકીશું કે નહિ  થોડી વાર રવિના  કાવ્યા અને આરવ પોતપોતાના રૂમ જવા નીકળ્યા  હું તેમને વિદાઈ કરી મારા રૂમ બેડ પર પડખા ફેરવતો બેઠો હતો એ ચિંતામાં કે કાલે સફરે નીકળશે કે નહિ . બીજા બધા કરતા મારે માટે એ સફર વધારે અગત્ય ની હતી એટલા માટે કે મારા દાદા એ દવા ની શોધ ની નજીક પહોંચી ગયા હતા તે મારે પૂર્ણ કરવાની હતી પણ સંજોગો એવા ઉભા થયા હતા કે પોર્ટુગીઝ લોકો એ ત્યાંથી કોલોની ખાલી કરવી પડી અને આઇલેન્ડ પરથી રિસર્ચ સેંટર ખસેડવું પડેલું અને મારા દાદા ની એ રિસર્ચ અધૂરી રહી ગયેલી તે મારે પૂર્ણ કરવા ની હતી. વિચાર કરતા કરતા  મને કયારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર ના પડી