પ્રેમ સમાધિ - પ્રકરણ 13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ 13

પ્રેમ સમાધિ
પ્રકરણ-13
વિજય ટંડેલે સીગરેટનાં દમ માર્યા.. એનાં હોઠ મરક્યાં.. પછી ફોન ડાયલ કર્યો... રીસીવ કરવાની રાહ જોઇ પછી સામેથી ફોન ઊંચકાયો.. વિજયે કહ્યું "સાધુનાથ... તારું નામ સાધુ અને કામ ડાકુ જેવા... મને બધાં સમીકરણ સમજાઇ ગયા છે..” વિજય આગળ બોલે પહેલાં સામેથી પેલાએ કહ્યું "વિજય આટલી રાત્રે તારો ફોન આવ્યો હું સમજી ગયો.. મને જ્ઞાન આપવા ફોન કર્યો છે ? તું બેતાજ બાદશાહ હોઇશ પણ હું કંઇ કમ નથી... મારો પણ દરિયો છે હું ખાબોચીયામાં નથી જીવતો... શેના માટે ફોન કર્યો ?"
વિજયે કહ્યું "મારે તને જ્ઞાન નથી આપવું… નથી મને એવો કોઇ શોખ. સીધી ચેતવણી આપું છું કે મારાં ગ્રુપનાં કોઇ પણ માણસને નુકશાન પહોંચવુ ના જોઈએ. મને ખબર છે મારી સાથે કામ કરનારા ડબલ ગેમ કરી રહ્યાં છે... એક વાત સાંભળ સાધુ જેને તારું કામ કરવું હોય કરે હું ક્યારેય વચ્ચે નથી આવતો પણ આપણાં બે નંબરી, ધંધામાં પણ નીતી હોય છે અને હું એને માનું છું મારી પાસે પાકી બાતમી છે કે ડબલગેમ કરનાર મધુટંડેલને તારી પાસેથી પૈસા મળે છે એ નોકરી પર પણ નિયમિત નથી જતો કોઇવાર એ ફૂટી ગયો કે ભરાઇ ગયો તો તકલીફમાં તું આવીશ...”.
“ખેર ! મારે એની સામે પણ મતલબ નથી સાધુ તું પેલાં મધુને... છોડ તને થશે હું જ્ઞાન આપું છું મારાં માણસને એ નુકશાન પહોચાડશે એવી ખબર પાકી છે તું આ થવા ના દઇશ એ લોકોની ઇર્ષ્યામાં નુકશાન આપણને જ છે આગળ તું બધુ હોશિયાર છે મારે સમજાવવાનું ના હોય... બહુ બોલી લીધુ. મેં ફોન મૂકુ છું...” એમ કહી ફોન કાપ્યો.
ફોન પર વાત કર્યા પછી વિજય વિચારમાં પડી ગયો એને બધાં સમીકરણ સમજાઇ ગયાં હતાં. મધુ ટંડેલની નીચતા એને ખબર પડી ગઇ હતી શંકરનાથને ઇર્ષ્યામાં નિશાન ના બનાવે એ જોવાનું હતું... એણે બીજી સીગરેટ સળગાવી અને બે ત્રણ દમમાર્યા અને દરિયામાં ફેંકી દીધી. એનો જીવ ચોળાઈ રહેલો એણે રાજુનાયકાને ફોન કરીને બોલાવ્યો એણે કરેલો બધો નશો ઉતરી ગયો.
વિજયટંડેલ રાજુની રાહ જોતો હતો અને રાજુનાયકો હાજર થયો.. વિજયટંડેલનો ચહેરો જોઇ પૂછી પડ્યો. "બોસ શું થયું ? મેં બધી વ્યવસ્થા ગોઠવી દીધી છે. મુંબઇ ડોક પર વાત થઇ ગઇ છે ત્યાં બધુ સબસલામત છે. કોઇ ચિંતાની વાત નથી."
રાજુ બોલી રહેલો બધું સલામત છે કહી રહેલો પણ વિજય ટંડેલ વધુ ડીસ્ટર્બ થયો એ બરાડી ઉઠ્યો "મૂર્ખ મુંબઇની વાત નથી.. સબસલામત નથી મને બધી કડીઓ મળી ગઇ ચે જે વહેમ હતો એ સાચું પુરુવાર થઇ રહ્યું છે ઇબ્રાહીમ બકી ગયો અને યુનુસને શું કોનો ફોન આવેલા ? એ બધુ સમજાઇ ગયું પેલા મધુટંડેલ પાસે સાધુનાથનો હાથ છે એનાં પૈસા છે મધુટંડેલને શંકરનાથ નડે છે એણે સાધુનાથનાં પડીકાં સુરત મોકલી દીધાં છે અને સુરત પહોચી પણ ગયાં ચે સાધુનાથે મધુટંડેલને ફોડ્યો છે અત્યાર સુધી આપણને વફાદાર હતો...”
“એ મધુ વધુ પૈસાની લાલચમાં ઓવરટેક કરી ગયો આપણને અંધારામાં રાખી સાધુનાથનાં વહેવાર સાચવવા લાગ્યો છે શંકરનાથને અંધારામાં રાખી એણે "ડીલીવરી" પણ કરી દીધી અને ત્રાગડો એવો રચ્યો છે કે શંકરનાથ ફસાઇ જાય.. પણ..."
રાજુ નાયકાની આંખો ફાટી ગઇ એણે કહ્યું “એ મધુ ટંડેલની આટલી હિંમત ? એની તમારો ડર ના લાગ્યો ? પેલાં શંકરનાથને ફસાવવા બધી બાજી ગોઠવી દીધી ?”
વિજય ટંડેલે કહ્યું “પેલાની ડીલીવરી કરાવવા એણે શંકરનાથને ફસાવ્યો. પૈસા એ ગણી લેશે અને શંકરનાથ વગર ફોગટનો ફસાઇ જશે... પણ મેં શંકરનાથને સાચી વાતથી અવગત કરાવી દીધો છે.. શંકરનાથ કાલે ને કાલે સુરત પહોચીને પોલીસને સાક્ષીમાં રાખી મધુ ટંડેલનો બધો માલ પકડાવી દેશે... મધુ પોતે જ ફસાઇ જશે.”
રાજુ નાયકાએ આર્શ્ચથી પૂછ્યું "બોસ પડીકા કેટલી કિંમતનાં છે ?” વિજય ટંડેલે ખંધુ હસતા કહ્યું “પડીકા પહોંચી તો ગયા પણ આગળ ડીલીવર અહીં થાય લગભગ 3 કરોડનો માલ છે કદાચ વધારે પણ હોઇ શકે. મેં સામે બીજી બાજુ ગોઠવી દીધી છે. શંકરનાથને સમજાવ્યું છે કે એમણે શું કરવું.....”
રાજુનાયકો બધું સાંભળી રહેલો.. એણે કહ્યું "બોસ પેલો મધુ ખૂબ ખંઘો છે એણે સોપારી આપેલી એતો આપણે જાણી ગયાં પણ યુનુસ શું કરશે ? એ લાલચમાં આવીને કામ તમામ કરશે તો ? ઇમ્તીયાઝને જાણ કરી બધી આપણને પણ યુનુસને કેમ અટકાવવો ?”
વિજયે કહ્યું "યુનુસ સાથે હું ફોડી લઊં છું એક કામ કર યુનુસને ફોન કર મારી સાથે વાત કરાવ... પછી એકદમ વિચારીને કહ્યું છોડ ના ના એને ફોન ના કરીશ બીજી રીતે ગોઠવવું પડશે.. કઇ નહીં તું જા હું કંઇક કરું છું.....”
રાજુનાયકો વિચારમાં પડી ગયેલો... પણ વિજયે કહ્યું એટલે ત્યાંથી ના છૂટકે ગયો. વિજયે વિચાર્યુ સવાર પડે પહેલાં હું વાત કરી લઊં એમ વિચારી ફરી ફોન ડાયલ કર્યો સામે થી તરત જ ફોન ઉઠાવ્યો.... વિજયે કહ્યુ “નારણ એક કામ કર...’. એમ કહી બધી સૂચનો આપી....
નારણે કહ્યું “બોસ ચિંતા નથી તમે કહ્યું એમ જ થશે અને હું એ પ્રમાણે જ કરીશ. શંકરનાથનો વાળ વાંકો નહીં થાય હું હમણાં જ ભૂરીયાને બોલાવી લઊં છું એને કામ સોંપી દઊં છું તમે નિશ્ચિંત રહો.” વિજયે “ભલે..” પછી કહ્યું “એ જો કોઈ ભૂલ ના થાય. ગમે તેટલો ખર્ચો થાય ચિંતા ના કરશો. ભૂદેવ સલામત રહેવા જોઇએ.’
વિજયે ફોન પર વાત કર્યા પછી પોતે ત્યાં ડેક પર બેસી ગયો. વિચારમાં પડી ગયો આ શંકરનાથમાં એવુ શું છે કે મને આટલી એની ચિંતા થાય છે ? ભૂદેવ સારા માણસ છે પણ મને એનાં માટે આટલી લાગણી ? કઇ જાતનાં લેણદેણ છે આ માણસ સાથે ? કોઇ ઋણાનુબંધ ચોક્કસ છે... કંઇ નહીં નારાયણ બધુ સારુ કરશે.
ત્યાં પાછળથી એક હાથ આવ્યો અને વિજયની છાતી પર વિંટાયો બીજા હાથમાં વ્હીસ્કી ભરેલી હતી એ એનાં હોઠ સુધી પેંગ આવ્યો. “વિજય તમે મને એકલી મૂકી બહાર આવી ગયાં મને ચેન જ નથી પડતું લો ચૂસ્કી મારો પછી...” વિજયે રોઝી સામે જોયું. અને બોલ્યો.. “તું આજે મને વારે વારે ડીસ્ટર્બ કરી રહી છે શું વાત છે ? "ત્યાં એણે રોઝી પાછળ એક પડછાયો જોયો."
વધુ આવતા અંકે ---- પ્રકરણ-14