ગુમરાહ - ભાગ 23 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 23




ગતાંકથી......

સર આકાશ ખુરાના એ કહ્યું : " કેટલીક બાબતો એવી છે કે તેની તને સમજણ પડશે નહિ ;તેઓ આપણા જ માણસો હતા .અને તેઓ શા માટે લડતા હતા તે હું તને કહી શકતો નથી, પણ તારે મને બીજીવાર વચન આપવું પડશે કે આ બનાવ વિશે કોઈને પણ કોઈને એક પણ શબ્દ કહેવો નહિ .મારે વચન આપવું પડ્યું હતું ."

પૃથ્વી એ પૂછ્યું : "બસ, આથી વધુ હકીકત તમે નથી જાણતા ?

હવે આગળ.....

"ના "
પણ તે વાતથી બાકોરાવાળી ગટર અને સર આકાશ ખુરાનાના ના મૃત્યુ સાથે સંબંધ ન મળ્યો?"

સંબંધ ન મળે તે વાત જુદી છે. પરંતુ મારું માનવું છે કે કોઈક બદમાશ અચાનક એ ગટરમાંથી બહાર આવેલો હોવો જોઈએ અને તેણે સર આકાશ ખુરાના ને ખબર ન પડે એવી રીતે તેમને એકદમ ઝડપથી વીજળી વેગે મારી નાખ્યા હોવા જોઈએ...."

પૃથ્વી એ કહ્યું : બની શકે ખરું . પણ સાચી વાત તો તે જ છે કે કેમ, તે તો વધુ તપાસ કરી પછી માલુમ પડે પણ એ તપાસ હું પોતે મારી જાતે. કરવા ઈચ્છું છું. મિસ શાલીની, તમે આ બધી હકીકત મારા ઉપર ભરોસો રાખીને કહી તે માટે હું તમારો ખુબ ખુબ આભારી છું અને
ખાતરી આપું છું કે કોઈ ત્રીજા માણસના કાને એ વાત જશે નહિ જ. તે મારા પેપરમાં પણ પ્રગટ થશે નહિ."

મિસ શાલીનીએ તેનો ફરીથી આભાર માન્યો ,અને પૃથ્વી તે પછી તેને નમસ્કાર કરી વિદાય થયો.

બહાર ઇન્સ્પેક્ટર ખાન એક છુપી જગ્યાએ ઊભો રહીને પૃથ્વીની હિલચાલ તપાસતો હતો. તેણે પૃથ્વીને બહાર નીકળતો જોઈને મનમાં ને મનમાં કહ્યું : "જોયું ?કેટલો બધો સમય તેને મકાનમાં વિતાવ્યો? ખરેખર, આ માણસ કોઈ અલગ જ ખોપરી નો લાગે છે .શા માટે તે ત્યાં ગયો હશે? કાંઈ વાંધો નહિ ; કાલ સવારે તારી વાત ,બચ્ચા ! "

ઇન્સ્પેક્ટર ખાન પૃથ્વીની પાછળ પાછળ જવા લાગ્યો. પૃથ્વીને તેની ખબર નહોતી. તે તો પોતાના નવા ભાડે રાખેલા મકાનમાં આવ્યો અને આગલા દરવાજામાંથી તે દાખલ થયો ઇન્સ્પેક્ટર છુપી રીતે તે મકાનમાં ગયો. પણ તેને રોમેશ સામે મળ્યો. ઇન્સ્પેક્ટર એ કડકાઈથી તેને કહી દીધું કે : "હું અહીં આવેલો છું એ વાત કોઈને કહીશ નહિ .પહેલા નવા છોકરાને પણ નહિ જો કહી છે તો યાદ રાખજે કે તારી સી વલે કરીશ." રોમેશ તેથી શાંત રહ્યો. પૃથ્વીએ પોતાના રૂમમાં આવી કોફી બનાવી. કોફી પી તે સહેજ સ્ફુર્તિ માં આવ્યો. બાદ તેને મિસ શાલીની પાસેથી જે ખબર મળી હતી તે વિશેનો એક ફકરો એવી રીતે લખી કાઢ્યો કે જાણે અનુમાનથી એ બધી બાબતો ઉપજાવી કાઢી ન હોય ! મિસ.શાલીનીનું નામ તેણે તેમાં લખ્યું નહિ.એ લખાણ નો કાગળ પોતાના કોટના ખિસ્સામાં મૂકી દઈ તે બારી આગળ આવ્યો .આમ તેમ નજર કરતાં તેને મકાન નીચે ઇન્સ્પેક્ટર ખાનને ફરતો જોયો તે એકદમ ચમક્યો ! શું ઇન્સ્પેક્ટર મારા ઉપર શંકા કરતો હશે ? કંઈ ચિંતા નહિ .તેણે એક યુક્તિ રચી. મકાનના પાછલા ભાગની બારીમાંથી એક દોરડું નીચે સરકાવી તેના દ્વારા તે નીચે ઉતર્યો; અને જુદા જ રસ્તે થી પોતાની ઓફિસે ગયો ઇન્સ્પેક્ટર અને પૃથ્વી આમ છુટા પડ્યા.

પોતાની ઓફિસે લખાણ પહોંચતું કરી તે સર આકાશ ખુરાનાને ત્યાં ગયો. મિસ શાલીનીની પરવાનગી લઇ તે ભોંયરાની અંદર ગયો.
પૃથ્વી ખૂબ જ સાવચેતીથી ભોંયરાની અંદર ઊતર્યો. તેણે યાદ હતું કે ભોંયરા ની આસપાસ જે દીવાલો છે તે રોમેશના મકાનની ઓરડીમાં પડે છે .વળી તે ઓરડીમાં ઇન્સ્પેક્ટર ખાને પોલીસના સિપાઈઓનો પહેરો મૂકયો છે. જે ઓરડામાં કબાટ વાળો દરવાજો છે ત્યાં ખાને પ
પોતે પહેરો ભરવા કહ્યું હતું. એ પણ તેને યાદ આવ્યું. તે સહેજ હસ્યો ,તે છતાં સાવધાનીથી અને જરાય પણ અવાજ ન થાય એ રીતે ભોંયરામાં આગળ વધ્યો.
અંધારું હતું પણ તે પોતે એક વખત તેમાં જઈ આવેલો હોવાથી કોઈ જાતની લાઈટની જરૂર તેને જણાય નહિ તેમ છતાં જરૂર પડે કામ લાગે તે માટે એણે પોતાના ખિસ્સામાં મીણબતી અને માચીસ રાખ્યા હતા .તે ધીમે ધીમે વચલા ભાગમાં આવી પહોંચ્યો. કોઈપણ ખડભડાટ નહિ કરતા તે સાવધાની થી આગળ વધી રહ્યો અને ધીમે ધીમે વચ્ચેના ચોગાનમાં જઈ પહોંચ્યો ને આગળના તરફ સીધો જવાને બદલે તે દિવાલ ને ઘસાઈને આગળ વધ્યો. તેનું માનવું હતું કે એકાદ પોલીસને અધવચ્ચે ઉભો રાખેલો હશે; જેથી તેની નજરે ન પડે તે માટે તેણે કાળજી રાખી.
કોઈપણ જાતના અકસ્માત વિના તે ભોંયરાની એન્ટ્રી આગળ જઈ પહોંચ્યો હોત ,પણ વચ્ચે એક સિપાઈ ઊભેલો હતો. બહુ જ ચીવટથી તે તેની લગોલગ થઈ પસાર થયો તે વખતે તેણે પોતાનો શ્વાસ રૂંધી રાખ્યો. જાણે બરફ ઉપર પગલા માંડતા હોય તેમ ધીમે ધીમે એક એક પગ ઉપાડ્યા અને એ રીતે દરેક પ્રકારનો અવાજ અટકાવીને તે જ્યાં આગળ સહેજ પ્રકાશ આવતો હતો ત્યાં જઈ પહોંચ્યો. એણે જોયું કે કબાટનું બારણું ખુલ્લું છે .એ કબાટમાં વળી એક બીજો સિપાઈ નિરાંતે બેઠેલો હતો .વળી તેને ખ્યાલ આવ્યો કે ઇન્સ્પેક્ટર ખાન પણ અહીં જ છે અને રૂમમાં માં આમતેમ આંટા મારે છે.

હવે શું કરવું ? કબાટ અને ભોંયરાનો છેડો જ્યાં જુદો પડતો હતો ત્યાં આગળ એક જગ્યાએ બેસી શકાય એવો ખૂણો હતો .પૃથ્વી એ તે ખૂણામાં પોતાની જગ્યા લીધી. સિપાઈ ઊંઘતો હોવો જોઈએ એવું તેને લાગ્યું : કેમકે આગળ પાછળ કાંઈ જોયા વિના બબૂચકની માફક
છાનોમાનો બેસી રહેલો હતો. પૃથ્વીને આથી હસવું આવ્યું.

કેટલોક વખત પૃથ્વી પોતાની જગ્યાએ બેસી રહ્યો. તે પછી તેણે કંઈક નવી શોધ કરવાના ઇરાદે દિવાલો ઉપર ટકોરા મારવા શરૂ કર્યા .તેના આશ્ચર્ય વચ્ચે જણાયું કે, જમણા બાજુની દીવાલ નરમ હતી જ્યારે ડાબી બાજુ કઠણ છે .જમણી બાજુની દીવાલમાં આંગળાં દબાવતા તે બાજુએ રબ્બર છે ,એમ જોઈ તે એબાજુ તરફ ગયો આખી દીવાલ રબ્બરની નહોતી પણ તેને જોયું અમુક ભાગોમાં રબ્બર લગાવેલું હતું. આ રબ્બર અહીં કેમ લગાવવામાં આવ્યું હશે, એની પૃથ્વીને સમજ પડી નહિ.

એ બાબતમાં તે વિચાર કરતો હતો, તેવામાં એક ઘટના એવી બની કે જેથી રબર દીવાલમાં કેમ ચોંટાડેલું છે તેની તેને સમજ પડી ગઈ.

જે સિપાઈ દાદો કબાટમાં ઊંઘતો બેઠો હતો તેને જાણે કંઈક આંચકો લાગ્યો હોય એમ તે ચમક્યો અને કબાટમાં જ ગબડી પડ્યો. તેમજ તે જ ક્ષણે રૂમમાં જ્યાં ઇન્સ્પેક્ટર ખાન હતો ત્યાં કંઈક ખખડાટ થયો. પૃથ્વીને પોતાને કંઈ ઇજા ન થઈ પણ તેના મગજમાં થોડીવાર ઝણહણાટી થઈ ,પણ તે થોડી જ મિનિટ માં એકદમ સાવચેત થયો. અને રૂમમાં નજર કરી તો ઇન્સ્પેક્ટર ખાનને પણ જમીન ઉપર પડેલો જોયો. હવે તેની સમજમાં આવ્યું કે ભોંયરાના અંદરના ભાગમાંથી વીજળીનો કરંટ આવવાથી આ બે જણા ગબડી ગયા છે. અને પોતે રબ્બર કે જેને ઈલેક્ટ્રીસીટીની અસર થતી નથી, તેના આધારે હતો તેથી સહી સલામત રહ્યો છે.

પણ પૃથ્વી પોતાની સહી સલામતીથી સ્વાર્થી બન્યો નહિ .તરત જ તે કબાટના ખુલ્લા બારણાં મારફત ભોંયરાની બહાર નીકળ્યો. અને રોમેશ ને બોલાવી એક ડૉક્ટરની મદદ લાવવા ફરમાવ્યું.

જરૂર જેટલી હકીકત ડૉક્ટરને પૃથ્વીએ જણાવી અને ઇન્સ્પેક્ટર ની સારવારનું કામ સોંપીને તે એકદમ ભોંયરાની અંદર ધસી ગયો. ભોંયરાના વચલા ચોગાનમાંથી આવતા જે સિપાઈની બાજુએ થઈને શ્વાસને રૂંધીને પસાર થયો હતો તે સિપાઈની કેવી હાલત છે તે જોવા માટે પૃથ્વી અંદર ગયો હતો. તેને માલુમ પડ્યું કે તે સિપાઈ પણ બેશુદ્ધ બની ગયો હતો. રોમેશ ને બોલાવી તેની મદદથી તે સિપાઈને તેને બહાર કાઢ્યો.

શું ઇન્સ્પેક્ટર ખાન અને સિપાઈ ભાનમાં આવશે?
શું આ રહસ્ય ના મુળ સુધી પૃથ્વી પહોંચી શકશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ........