સાઈન કરેલ 15 મિનિટનો પ્રેમ Nirmal Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

સાઈન કરેલ 15 મિનિટનો પ્રેમ

શું પોતાની ઈચ્છાપૂર્તિ માટે બીજાનો ઉપયોગ કરવો કેટલા અંશે વ્યાજબી છે? શું સંતોષ સ્ત્રી જ આપી શકશે, કોઈ વસ્તુ કે કોઈ જગ્યા તમને પ્રિય નથી. તમારી એક સુંદરતાની ઝલક અને એક સુંદરતા સાથે પ્રતિઉત્તર તમારી જિંદગીનું ચરિત્રનું નિર્માણ કરશે. જે ઉંમર ભણવાનું છે તે જ ઉંમર પ્રેમ કરવાની છે, સમસ્યાનું સમાધાન તમે સ્વયં છો.બાળક જ્યારે જાહેર દુનિયામાં પ્રવેશે ત્યારે બહારના વાતાવરણથી પરિચિત થાય છે બહારના લોકોથી પરિચિત થાય છે તેના પોતાના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે ,વાણી વર્તનમાં બદલાવ જોવા મળે છે, પોતાની કાર્ય પદ્ધતિમાં બદલાવ જોવા મળે છે અને જ્યારે અંતે 18 વર્ષ પસાર કર્યા બાદ જે મેચ્યોરિટી વ્યક્તિનામાં આવવી જોઈએ તે આવતી નથી તેનું શું કારણ? શારીરિક સુ:ખ કારણ કે પછી ...!

પ્રેમ અઢી અક્ષરનો શબ્દ છે પરંતુ તે ત્રણ અક્ષરનો થઈ ગયો. ભારત દેશમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા પરંતુ આ અંગે કોઈ પણ બદલાવ હજુ સુધી જોવા મળ્યો નથી, પ્રેમની વ્યાખ્યા 15 મિનિટ સુધી આનંદ માણવાની નથી પરંતુ પ્રેમ એટલે બે વ્યક્તિઓના સ્વભાવ , કાર્યપદ્ધતિ અને વિચારવાની શક્તિ એકબીજાને પસંદ આવે ત્યારે પ્રેમ હકીકતમાં સુંદર દેખાય. પ્રેમ એવું નથી કે ત્રાહિત પક્ષકારથી થાય માતા -પિતા અને પુત્ર અને પુત્રી નો પ્રેમ, ભાઈ બહેન નો પ્રેમ, સાસુ અને વહુ નો પ્રેમ...

કહેવાય છે કે પ્રેમમાં દગો મળે ત્યારે વ્યક્તિનું મેચ્યોરિટી લેવલ લગભગ વધી જતું હોય છે પરંતુ મેચ્યોરિટી લેવલ વધારવા માટે પ્રેમમાં પોતાનું અપમાન કરવું તે યોગ્ય નથી. જ્યારે પ્રેમ ના છૂટાછેડા થાય છે ત્યારે ભૂલ એક વ્યક્તિની નથી પરંતુ બંને પક્ષકારોની હોય છે, શું આધુનિક સમયનો પ્રેમ પોતાની આંતરિક સીમા ભૂલી ગયો છે કે પછી નવું સંશોધન માની શકાય.

15 મિનિટ સુધીનો પ્રેમ એ પોતાની આંતરિક ઈચ્છાઓને સંતોષવાની એક કળા કહી શકાય પરંતુ તેને પ્રેમ હકીકતમાં કહેવો પાપ થઈ શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે સાચો પ્રેમ આજ દિન સુધી ભગવાન અને મનુષ્ય બંનેને મળ્યો નથી. હું એક સમાજ ઈચ્છું છું કે જેમાં પ્રેમ હોય પરંતુ ઈર્ષા અને શંકા નું સ્થાન ન હોય, લગ્નજીવનએ બંને પક્ષકારોને પોતાની આંતરિક જવાબદારીઓમાં જકડી રાખ્યા છે, લગ્ન થયા પછી પ્રેમ થવો ખૂબ જ મુશ્કેલ બાબત થઈ શકે, પોતાના સંતાનોને જન્મ આપને પ્રેમ સાબિત થતો નથી, કદાચ ભૂલ પણ હોઈ શકે. એકબીજાનું ધ્યાન રાખવું એકબીજા ઉપર ખોટા આક્ષેપો મુકવા અથવા એકબીજા પર રોકટોક લગાવી એ સાચા પ્રેમ નો પતન કરે છે. આ સમાજે સાચા પ્રેમને પોતાનું સ્થાન આપ્યું જ નથી, આ સમાજની જૂની પ્રણાલી એવું કહે છે કે પ્રેમ એટલે લગ્નજીવન બાદ પોતાના સંતાનોને જન્મ આપો અને જન્મ આપ્યા બાદ તેમનું ધ્યાન ના આપો.

ભારત દેશ લગભગ બધી જ બાબતોમાં પોતાનું સ્થાન ઊંચતર પર લઈ શક્યો છે પરંતુ આધુનિક સમયના માયાજાળને ના તો હું, કે પછી તમે સમજી શક્યા છીએ, મારા મત અનુસાર આ પ્રેમ લગભગ પતન ના રસ્તે છે કારણ કે ભવિષ્યના વર્ષોમાં પ્રેમ એટલે શરીર સુખ અથવા પોતાની ઈચ્છાપૂર્તિ માટે એક માનવ રોબોટ સાબિત થશે.

સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી. માતા -પિતા નું કામ શું જન્મ આપવાનું છે બાળકનું ધ્યાન આપવાનું નથી? બાળક કયું કાર્ય કરે છે અથવા કઈ જગ્યાએ જાય છે, કોની સાથે જાય છે અને ત્યાં જઈને શું એક્ટિવિટી કરે છે તેનું ધ્યાન રાખવું પડશે નહીંતર માતા -પિતા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. લગભગ 15 થી 17 વર્ષ સુધીના સંતાનોને તમે જે માર્ગે દોરશો તે માર્ગ પર જશે કારણ કે તે હજુ વૃક્ષ બન્યા નથી તેમનો ઉછેર છોડ સ્વરૂપે થઈ રહ્યો છે. હોટલમાં જઈને પોતાની ઈચ્છાઓ ની પૂર્તિ કરવી અથવા કોઈ દીકરીના ભવિષ્ય સાથે છેડા કરવા, પરંતુ આ કાર્યમાં દીકરીની પણ પરમિશન હોય છે, હવે 18 વર્ષ પસાર કર્યા બાદ કાયદો પણ તેની સાથે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તે ઈચ્છે તે કરી શકે અને તેની સાથે પોતાની ઈચ્છાઓ સંતોષી શકે તેવી છે.

સ્ત્રી એક સન્માન્ય પાત્ર છે, પરંતુ પોતાની આંતરિક શક્તિઓને તે સ્વયં ગુમાવે છે, સ્ત્રીને જેટલી સ્વતંત્રતા વધારે આપીશું તેટલું જ સમાજ માટે નુકસાન છે. એક નદી કિનારે બેઠેલો વ્યક્તિ પોતાની પત્ની પોતાની બહેન પોતાની દીકરીનું સ્મરણ પોતાના મગજમાં કરે છે ત્યારે તેને પોતાના ભૂતકાળમાં કરેલા કાર્યો યાદ આવે છે.

હવે વર્તમાન સમયનો પ્રેમ એકબીજાને સ્વતંત્રતા આપતો નથી એકબીજાના ઘળે ફાંસીનો ફંદો લગાવે છે, પ્રેમ માટે તો વ્યક્તિ માતા -પિતા પોતાના અંગત સ્વજનો છોડવા માટે તૈયાર થાય છે પરંતુ વ્યક્તિએ સમજવું જોઈએ પ્રેમ હવે પહેલા જેવો રહ્યો નથી . વર્તમાન સમયનો પ્રેમ વરસાદ સમાન છે, ગમે ત્યારે કોઈપણ ઋતુમાં વરસાદ આવી શકે તેવું જ કંઈ આ પ્રેમીઓ સાથે જોવા મળે છે આને રોકવાનો એક જ ઉપાય છે. પ્રેમને જે વિરોધી કહે છે પ્રેમને જે મોહ ,લાલચ કહે છે તેવા વ્યક્તિથી દૂર રહેવાનો પ્રયત્ન કરો, પોતાની જાતને પ્રશ્ન કરો કે હું જે કરવા જઈ રહ્યો છું તે કેટલા અંશે વ્યાજબી છે, પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમ કર્યા બાદ પોતાના વ્યક્તિની સાચવણીની ફરજમાંથી બચી જવું અથવા તેની પર શારીરિક અને માનસિક ત્રાસ આપવો આ યોગ્ય નથી.

સમાજ એક એવા વ્યક્તિનું નિર્માણ કરે છે કે જે પોતે પોતાની ફરજો માથી બચી રહ્યો છે અને બીજાને પણ સલાહ આપે છે ફરજમાંથી બચવાની અને સમાજ પોતે પ્રેમ કરે છે,પરંતુ બીજા વ્યક્તિને પાપ શબ્દ કહીને દૂર કરી દે છે, શું સારું અને શું ખરાબ કાયદો શું કાયદાનું પાલન કરવું કે નહીં આ નિર્ણય આપણો સમાજ લે કે પછી આપણે સ્વયમ?

તમે વિચાર કરો શું યોગ્ય છે, અને ભવિષ્યના શું સુધારા થવા જોઈએ..

હવે જે પ્રેમ હું જોઈ રહ્યો છું તે પ્રેમ સાઈન થાય છે.