જીવન એક સુંદર બગીચો Nirmal Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

જીવન એક સુંદર બગીચો

જીવનની ઢળતી સાંજે તો બસ સંતોષ હોવો જોઈએ કે  વાહ, ક્યા જિંદગી હૈ !

સુખ કોઈ મંજિલ નથી , ક્ષણેક્ષણની અનુભૂતિ છે.

આપણે બધા એ બગીચો જોયો હશે, બગીચો સારો હોય તો ગમે કે ખરાબ હોય તો ગમે? બધાનો જવાબ હશે કે બગીચો સારો હોય તો ગમે અને ખરાબ હોય તો તેનો જવાબદાર કોણ? તેનો માલિક. આપણે જિંદગીમાં સફળ ના થઇ શક્યા તો તેના જવાબદાર બીજું કોઈ નથી આપણે જાતે જ છીએ. જિંદગીમાં ક્યારેય પણ માણસે હતાશ, દુ:ખી થઈ જવાનું નહીં Always Be Happy. આ જરૂરથી યાદ રાખજો કે Learn Form The Past, Plan For Future ,But Live In The Present, ભૂતકાળમાંથી શીખો ભવિષ્યનું આયોજન કરો પરંતુ જીવો વર્તમાનમાં.

Im Possible Is a Word Found In The Dictionary Of Cowards. પુરુષાર્થ માંથી જ માનવી અવકાશયાત્રા કરી શક્યો છે. ખરેખર પરિશ્રમ એ જ પારસમણિ છે. માણસ ગમે તેટલો સફળ કેમ ન થયો હોય પણ તેને એક વાત જરૂર થી યાદ રાખવી જોઈએ કે આપણા પગે જમીન છોડી નથી. હું દરેક માણસને કહેવા માગું છું કે તેના ભવિષ્યને જો સુધારવા ઈચ્છતા  હોય તો એક અંગ્રેજીમાં કહેવત છે કે Heaven Helps Those Who Help Themselves. પરિશ્રમથી જીવનમાં વ્યવસ્થા આવે છે. પરિશ્રમ એ સૌથી ઊંચી દોલત છે.

હું બધાને માટે એક કહેવત ગુજરાતીમાં કહેવા માગું છું કે જીવનમાં જેને ભૌતિક સુખ, કુદરતી સુખ અને સાંસારિક સુખ જો પ્રાપ્ત કરવું હોય તો જીવનમાં મહેનત અને પરિશ્રમ કરતા શરમાય છે, તેનું જીવન કરમાય છે અને જે ભણતા બાળકો છે જે પોતાનું ભવિષ્ય સુધારવામાં માંગે છે, તો તેમના માટે એક નાનકડી વાત કહેવા માગું છું કે ચોક્કસથી બનાવજો તમારા જીવનનો નકશો. માણસ સફળતા તરફ જાય છે ત્યારે દુનિયા તેનો વિરોધ કરે છે એટલે એક વાત જરૂર થી યાદ રાખજો જે વૃક્ષ પર ફળ આવે છે તે વૃક્ષને જ પથ્થર મારવામાં આવે છે. જે પથ્થરને હથોડી અને છીણીનો  ભય લાગતો હોય તે ક્યારે પણ મૂર્તિ બની ના શકે. સફળતા ના વિચારો સફળતા લાવે છે અને નિષ્ફળતાના વિચારો નિષ્ફળતા.

ધરતીમાં બીજ વાવ્યા પછી માત્ર એ જ બિયારણ ઉગે છે એવું નથી વધારાનું પણ ઘણું નકામું ઘાસ સાથે ઊગી નીકળે છે ,જે બિનઉપયોગી હોય છે અને મુખ્ય બીજના પોષણમાં ભાગ પડાવે છે એને ખેતી ની ભાષા માં નિંદામણ કહેવાય. માણસ સફળ થતો જાય છે તેમ તેમ તેનામાં ખરાબ આદત આવતી જાય છે એટલે  તમારી ચેક અને ચેન્જ કરવાની આદત તમારા જીવન બાગમાંથી નિંદામણ દૂર કરવામાં મદદ કરશે.

તમે જે છો ,જે વ્યવસ્થામાં છો, જે રંગમાં છો, તમે મસ્ત છો, ક્યારે પણ કોઈની સાથે પોતાની તુલના કરતા નહીં ભગવાને આપણા જેવા બીજા કોઈ વ્યક્તિને બનાવ્યા નથી તમે જે કરી શકો છો એ દુનિયામાં કોઈ નથી કરી શકતું. Never Compare Yourself With Others In Your Life તમારા જીવનમાં ક્યારેય પણ તમારી જાતની તુલના બીજાના સાથે ના કરતા.

આપણા જીવનનું ભાગ્ય લખવા બ્રહ્મા આવશે નહીં મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા. જ્યારે કુદરતના સમયચક્ર માં સાંજ પડે ત્યારે એવું લાગે છે કે સુરજ આથમવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ સૂર્ય કાલે ઉગશે તેવી ખાતરી અને દરેક માનવીમાં આત્મવિશ્વાસ હોય છે કે સૂર્ય ઉગશે. માનવીમાં આત્મવિશ્વાસ સમય જતા ઘટતો જાય છે. આત્મવિશ્વાસ ઉપર ચર્ચા કરવા બેસીએ તો આત્મવિશ્વાસ માનવી નું ભવિષ્ય છે. જો તેનામાં આત્મવિશ્વાસ ના હોય તો તે માનવી કહેવાય નહીં.