બીજા દિવસે સવારે કવને આંખ ખોલી.તે વિચારતો હતો કે તે ક્યાં છે?,તેને બધુંજ નવું લાગતું હતું કોઈ આસપાસ નહોતું.તેણે છેલ્લે જોયેલું દ્રશ્ય તેને યાદ નહોતું.તેને ગંભીર રીતે ઇજા થઈ હતી તે તો તેને ખબર હતી અથવા કહી શકાય કે યાદ આવ્યું. તેના પગે તથા તેના હાથે પાટો હતો.તે સરખી રીતે ઊભો થઈને જાતે બેસી શકે તે સ્થિતિમાં નહોતો.તેને યાદ આવ્યું કે તે તો હોસ્પિટલમાં હોવો જોઈએ પણ કદાચ તેને ત્યાંથી રજા આપી દીધી હતી.તે ઘરે હતો પણ આ કોનું ઘર હતું.તે વિચારતો હતો કે આ ઘર તેનું નહોતું અને સાચે જ આ ઘર તેનું નહોતું.પણ તે ઘર તેને જાણીતું લાગ્યું.જાણે તે પહેલા અહિયાં આવી ગયો હતો.હા,તે અહિયાં આવી ગયો હતો.તેને યાદ આવ્યું જ્યારે આરોહી અને આકાંક્ષા તે રૂમમાં આવ્યા.તે આરોહીનું ઘર હતું જેમાં તેણે લાયબ્રેરી બનાવી હતી.કવનને લાગ્યું કે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે.તેણે ફરીથી પોતાની આંખ બંધ કરી અને થોડીકવાર બાદ ખોલી.આરોહી અને આકાંક્ષા બંને પાસે બેઠા હતા.
કવનથી રહેવાયું નહીં તેણે અત્યંત ધીમા અવાજે કહ્યું.
“શું આ કોઈ સ્વપન છે?”
આરોહી અને આકાંક્ષા હસવા લાગ્યા.આરોહી એ કહ્યું
“તને શું લાગે છે?”
કવને ધીમેથી કહ્યું “કદાચ આ સ્વપન જ છે.”
આરોહીએ તેનો એક હાથ ખુબ જ નાજુક રીતે કવનના હાથ ઉપર મૂક્યો.
કવનને હવે ખબર પડી કે આ સ્વપ્ન નથી.
સ્વપ્ન અને હકીકત વચ્ચે આમતો આંખના પલકારા જેટલોજ ફરક હોય છે.છતાંય જે લોકો ખુલ્લી આંખે સ્વપ્ન જોવે છે તેમની વાત અલગ છે.
કવન ચૂપ હતો.આરોહી એ તે ચિઠ્ઠી કાઢી જે કવને લખી હતી.તેણે તે રડતાં રડતાં વાંચવાની શરૂ કરી.તે પૂરી ચિઠ્ઠી વાંચી ના શકી.આજે કવનની આંખના ખૂણા માં એક આંશુ હતું.
“તે મને આ પહેલા કેમ ના કહ્યું?,તું શું કરવા વગર વાંકે પોતાને તકલીફ આપતો રહ્યો” આરોહી એ રડતાં રડતાં કહ્યું
“મારી હિંમત જ ના થઈ તને કહી શકવાની.” કવને ધીમા અવાજે કહ્યું.
“સાંભળ્યું છે તું લેખક બની ગયો છે?” આરોહી ફરી રડતાં રડતાં કહ્યું.
“લખવાનું તે જ શરૂ કરાવ્યું હતું,પણ હવે આદત બની ગઈ છે.” કવન ધીમા અવાજે કહ્યું
“તે આપણી વાર્તા પણ લખી છે અને વાર્તા ના અંત માં આપણે બંને મળતા જ નથી,તેવું કેમ?” આરોહી જાણે ફરિયાદ કરી રહી હોય તેમ રડતાં રડતાં બોલી.
“હકીકતમાં પણ કયાં મળી શક્યા છીએ, આરોહી” કવન ખુબ ધીમું બોલી રહ્યો હતો.
“હું પબ્લિશર ને કહું છું વાર્તામાં છેલ્લી ઘડી એ એડિટિંગ કરવાનું આવ્યું છે.હવે બાકી ની વાર્તા હું લખીશ.”
કવન ધીમે ધીમે હસવા લાગ્યો.
“તને લખતા આવડે છે?” કવને ધીમે ધીમે હસતાં હસતાં કહ્યું. જાણે તે આરોહીની મજાક કરી રહ્યો હતો.
“તને લેખક મે જ બનાવ્યો છે. ભૂલી ગયો.”આરોહી પણ રડતાં રડતાં હસવા લાગી.
બંને ગળે મળવા માંગતા હતા.પણ કવનની ગળે મળવા જેવી હાલત રહી નહોતી.જિંદગીમાં પોતાના ગમતા વ્યકિતને ગળે મળવું જોઈએ કારણકે ગળે મળવાથી જીવનના દુખ અડધા થઈ જાય છે અને સુખ બમણા થઈ જાય છે.
ક્વને આકાંક્ષા ની સામે જોયું.
“તને ખોટું તો નથી લાગ્યુંને કે મે તારી વાર્તા પહેલેથી વાંચી નાખી.”આકાંક્ષા એ કહ્યું
“તું વાંચી ને સમજી શકી તે વાત નો મને આનંદ છે.” કવને ખુબ ધીમેથી કહ્યું.
“તો તને તારા ઉપર વિશ્વાસ હતો કે હું વાર્તા સમજી જઈશ.” આકાંક્ષાએ કવનને કહ્યું
“ના, આ વખતે મને તારા પર વિશ્વાસ હતો.”
આકાંક્ષા હસી પણ રહી હતી અને તેની આંખમાં આંશુ પણ હતા.
“મને તે વાતનું ખુશી છે કે હું તારી પ્રેમકહાની નું પાત્ર બની શકી.” આકાંક્ષા એ કવનને કહ્યું.
“તું જલ્દી સાજો થઈ જા હું તમારા બંને ના લગ્ન જોવા માંગુ છું અને લગ્ન થયા બાદ તમારે બંને એ મારા માટે એક છોકરો ગોતવાનો છે.” તે હસી રહી હતી.
“શું તને સાચેજ તે વાત નું દુખ નથી કે હું તને છોળી ને આરોહી સાથે લગ્ન કરવા માંગુ છું.” કવને આકાંક્ષા ને પૂછ્યું.
“જરાય નહિ.” આકાંક્ષા હસી રહી હતી.
“તું ખરેખર મહાન છે.આમ કરીને તે સાચે જ બે અંદરથી મરી ગયેલા જીવ ને જીવન આપ્યું છે.”
“ઠીક છે બહુ થઈ ગયા મારા વખાણ. હું બહાર જવું છું તમે બંને વાતો કરો.”
આકાંક્ષા તે રૂમ માંથી બહાર ચાલી ગઈ.
આરોહી તેની અત્યંત નજીક આવી ગઈ અને તેના માથા ઉપર એક ચુંબન કર્યું અને તેના કાનમાં કહ્યું “તું જલ્દી સાજો થઈ જા મારે તારી સાથે લગ્ન કરવા છે.”
“અને મને સાજા થતાં વાર લાગી તો?” કવને હસી ને કહ્યું
“તો હું પાછી અમેરિકા જતી રહીશ.”
આરોહી અને કવન બંને હસી રહ્યા હતા અને ખુશી ના આંશુ રડી રહ્યા હતા.
ત્યાં જ કવનના મમ્મી પપ્પા એ દરવાજો ખોલ્યો.તે બંને છૂટા પડ્યા અને તે દિવસે તે બંને છૂટા પડીને પણ હમેશાં માટે એક થઈ ગયા.
પ્રેમ કહાની ક્યારેય સિમ્પલ નથી હોતી અને જે સિમ્પલ હોય તે પ્રેમ કહાની નથી હોતી. દરેક પ્રેમકહાની માં છેલ્લે સંજોગો એવા જ થવા જોઈએ કે જેમાં નાયક અને નાયિકા બંને કવન અને આરોહીની જેમ મળી જાય.જરૂરી નથી કે લોકો કવન અને આરોહી ની જેમ અંતમાં જ મળે પણ કેટલીક વાર વિશ્વાસ અને કાવ્યાની જેમ પહેલા પણ મળી જાય.જે વહેલા મળી જાય છે તેમની વાર્તા લગ્નબાદ શરૂ થાય છે. આ કથાની જેમ દરેક શરમાળ છોકરા ને તેની નાયિકા ના પુસ્તકમાં આમ પ્રેમ પત્ર ના છોડવો પડે તેટલી ભગવાન સહુ ને હિંમત આપે.તથા જો છોકરી ના કહે તો તેને સહન કરવાની હિંમત પણ આપે.જીવન એમ કઈં સાવ નાનું થોડી છે કે એક આરોહી એ કે એક કવને ના પાડી દીધા પછી બીજી આરોહી કે કવન નહીં મળે.મળશે, જરૂર મળશે આમ જીવનમાં પણ એક સાચી આરોહી માટે એક સાચો કવન બનેલો છે અને એક સાચા કવન માટે એક સાચી આરોહી બનેલી છે.બધાના જીવનમાં કોઈક ને કોઈક કસક હોય છે,જીવનમાં કસકનું હોવું તે દર્શાવે છે કે મનુષ્ય હજી જીવતો છે, તે પોતાની કસક પૂરી કરવા માટે હજી જીવી રહ્યો છે.ઘણી વખત માનવી જીવનના એવા ભાગ પર પહોંચી જાય છે જ્યારે તેને લાગે છે કે હવે જીવનમાં કસક નથી રહી પણ માનવી ના જીવન માંથી કસક ક્યાંય જતી નથી.બસ તે સમય અને સંજોગોની જ્વાળાઓ માં વિસરાઈ જાય છે અથવા કહી શકાય કે તે કસક સમય અને સંજોગોની જ્વાળાઓમાં બળી ને રાખ થઈ જાય છે અને સમય અને સંજોગ તે રાખમાંથી ફરી એક કસક ને જન્મ આપે છે.
(વાર્તા અહીંયા સમાપ્ત થાય છે આ વાર્તા મેં કોરોના કાળ માં લખી હતી.મને આનંદ થયો કે તમને સહુ ને પસંદ આવી.હવે ફરી કોઈ નવી નવલકથા માં મળીશું ત્યાં સુધી સહુ ને મારા જય શ્રી કૃષ્ણ આ શિવાય આપને કોઈ સવાલ કોઈ વસ્તુ પૂછવી હોય અથવા મારી સાથે વાત કરવી હોય તો હું આપને ઇન્સ્ટાગ્રામ માં મળી જઈશ અને મારો વોટ્સએપ નંબર મેં આપેલો જ છે માફ કરશો મારો નંબર ભૂલ થી પહેલા ખોટો લખાઈ ગયો હતો,પણ આ સાચો છે.7567735250)
***********અગત્ય ની વાત**************
આ શિવાય એક અગત્ય ની વાત હું આ પુસ્તક ની હાર્ડકોપી બનાવવાનું વિચારી રહ્યો છું.હું જાણું છું કે આપે આ પુસ્તક અહીંયા વાંચી લીધું છે,પણ છતાંય જો આપ કોઈને ગિફ્ટ દેવા માંગો છો અથવા કોઈને મારી જેમ હાર્ડકોપી માં વાંચવું બહુ ગમતું હોય તો તેની માટે ખૂબ સારું રહેશે.તો બની શકે તો આપ સપોર્ટ કરશો.જો આપને પસંદ આવી હોય અને આપ ખરીદવા ઈચ્છતા હોય તો જરૂર થી ખરીદશો.મને પ્રોત્સાહન મળશે. આપ ખરીદવા ઈચ્છતા હોય તો આપ મને વોટ્સએપ મેસેજ કરી ને જણાવશો જો વધુ લોકો ઈચ્છતા હશે તો જ હું હાર્ડકોપી માં છપાવીશ.હા,તેમાં ઘણા ચેન્જ હશે જેમ કે બની શકે હું કેટલીક વસ્તુ તેમાં નવી એડ કરું કેટલાક ભાગ નું ફરીથી લેખન કરી ને વધુ સારું બનાવું પણ વાર્તા નો પ્લોટ નહીં બદલાય તે ધ્યાન રાખીશ.
બસ મારે આપ સહુ ને આટલુંજ કેવું હતું બને તો સપોર્ટ કરશો અને હા આપ સહુ કોઈ ઈચ્છતા હશો તો જરૂર થી મળીશું.
જય શ્રી કૃષ્ણ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર 7567735250
આપનો આભાર...