પ્રેમ સમાધિ - પ્રકરણ 5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ 5

પ્રેમ સમાધિ
પ્રકરણ - 5

શંકરનાથ ગર્ભિત રીતે પોતાનાં કુટુંબમાં પોતાનાં મનની વાત કહેવાં પ્રયત્ન કરી રહેલાં. પછી એમણે જાતેજ વાત અટકાવી પણ ઉમાબહેન બોલ્યાં “બદલી થયે હજી 4-5 વરશ થયાં છે હવે ક્યાં મોકલશે ? તમને શું લાગે છે ? ક્યાં જવાનું થશે ?”
શંકરનાથે કહ્યું “અરે ઉમા હું શક્યતાની વાત કરું છું કંઈ નક્કી નથી. કલરવનું બારમું ધોરણ નીકળી જાય પછીજ થશે જે થશે એ આતો બધાની વાતો સાંભળી વિચાર આવ્યો. આજે ઓફીસથી પાછા આવીને થોડો ગંભીર એટલેજ થઇ ગયેલો તેં જ મને પૂછેલું શું વાત છે ? તો વાત આવી હતી.”
“અહીં ઘણું કામ રહે છે બધી જાતનાં માણસો સાથે કામ અને વ્યવહાર કરવા પડે છે મારાં હાથમાં દરિયા કિનારાનાં બધાં શહેર અને ગામ છે જેમાં માત્ર ટપાલજ નથી વહેંચવાની હોતી હમણાં હમણાંથી પાર્સલ અને મોટાં ટ્રાન્ઝેકશન વધી ગયાં છે અહીં પૂરતી વ્યવસ્થા કે સંસાધન નથી... ગુજરાતનો છેવાડો હોય એવું લાગે છે અને ધંધા રોજગાર બધાનાં વધતાં જાય છે એટલે સરકારી કામકાજ પણ વધી ગયાં છે.”
“આ બધી વાતો મેં કીધી પણ તમારે કોઈ મતલબ નથી આપણે કોઈ ચિંતા નથી બસ કલરવ એકવાર સારાં માર્ક્સથી પાસ થઈ જાય પછી કોઈ નિર્ણય લઈશ”.
આમ કહી હાથ ધોઈ ઉભા થઇ ગયાં. કલરવને પૂછ્યું “તારી પરીક્ષાઓને કેટલાં દિવસ રહ્યાં ? ક્યારે છે ? ક્યારે પુરી થવાની ?” કલરવે કહ્યું “પાપા આવતા સોમવારથી ચાલુ થશે લગભગ 10 દિવસમાં બધી પુરી થઇ જવાની હું એની તૈયારીમાંજ લાગેલો છું મારાં ભણવા અંગે તમે કોઈ ચિંતા ના કરશો. નિશ્ચિંત રહેજો.”
શંકરનાથે કહ્યું “મને કોઈ ચિંતા નથી મને તારાં ઉપર પૂરો વિશ્વાસ છે. અને મારાં વિશ્વાસ પર તું ખરો ઉતરીશ. એ પણ ખબર છે હું નિશ્ચિંત જ છું બસ ભણવામાં અને પરીક્ષાઓની તૈયારીઓમાં ધ્યાન આપજો.” આમ કહી પગમાં ચંપલ પહેરી ઘરની બહાર નીકળી ગયાં.
ઉમાબહેને કહ્યું “કંઈ નહીં છોકરાઓ તમે તમારું ભણવાનું કરો હું કામ પરવારી જઊં તારાં પાપા ત્યાં સુધીમાં પાછા આવી જશે”. અને તેઓ રસોડામાં ઘુસ્યા. કલરવ અને ગાર્ગી એકબીજા સામે જોઈ ભણવા ગયાં કલરવે ગાર્ગીને પૂછ્યું “તારી પરીક્ષાઓ પણ નજીક છે બરાબર ભણે છે ને ? કંઈ ના સમજાય કે આવડે તો મને પુછજે.”
ગાર્ગીએ કહ્યું "ભાઈ હું તમારી બહેન છું હું પણ બરાબર ભણું છું તમે ક્યાંય અટકો તો મને પૂછજો” એમ કહી હસવા લાગી. કલરવે કહ્યું “ચીબાવલી ભણવા જા... અટકો તો મને પૂછજો વાળી” એમ હસતો હસતો એનાં રૂમમાં ગયો.

******
રાજુનાયકો ધીમું અંધારું થતાંજ એમની બોટ પાસે આવ્યાં અને ખારવાઓને પકડેલી માછલીઓ કાર્ટનમાં પેક કરાવી રહેલો એણે થોડું લગભગ 36 કાર્ટન તૈયાર થઇ ગયેલાં.ત્યાં એક ટેમ્પો આવ્યો એમાં બીજા 6 કાર્ટન હતાં. રાજુનાયકાએ એ બધાં ઉતરાવીને માછલીઓના કાર્ટન પાસે મુકાવી દીધાં એનાં ઉપર ખાસ નિશાન હતાં જે રાજુનાયક સિવાય કોઈને ખબર નહોતી.
નાયકાએ એ બધાંજ કાર્ટન મોટી શીપનાં પાછળ ભાગમાં લોડીંગ ડેકમાં કાર્ટન લોડ કરી દીધાં અને પછી સીટી મારી માણસોને ડેક બંધ કરવા કહ્યું અને એ બહાર નીકળી ગયો. એણે પોતાનો સેટેલાઇટ ફોન લગાવ્યો અને વિજય ટંડેલને ફોન કર્યો "સર બધા કાર્ટન 36 6=42 કાર્ટન મુકાઈ ગયાં છે તમે કહો એટલે શીપને મુંબઈ જવા રવાના કરું...”
વિજય ટંડેલે ખુશ થતાં કહ્યું "વેલડન પણ શીપમાં હું પોતે જવાનો છું સાથે ઘણાં અહીં મુંબઈ જતાં મુસાફરો લેવાનાં છે એ બધાની વ્યવસ્થા પણ થઇ ગઈ છે રાત્રે 11 વાગે હું ત્યાં આવી જઈશ પછી શીપ ઉપાડીશુ. તું સાથેજ રહેજે ડીલીવરી બે ભાગમાં કરવાની છે જે રૂબરૂ સમજાવીશ ત્યાં આપણાં વિશ્વાસુ ખારવા સિવાય બીજાને બોટમાં ફિશ પકડવાનું કામ કરવા મોકલી દેજે નાઈટ શિફ્ટ કરાવજે રાત્રે... કંઈ નહીં પછી વાત” એમ કહી ફોન કાપી નાંખ્યો.
વિજય ટંડેલે ફોન કાપ્યો અને એમનાં મોબાઈલ પર રીંગ આવી... "બોલો શંકરનાથ " પાર્સલ બધાં પહોંચી ગયાં છે અને થેંક્સ... તમે રહ્યાં બ્રાહ્મણ... અમારાં ભૂદેવ એટલે સારામાં સારી માછલી જે લાખ રૂપિયામાં નંગ વેચાય છે એવી ભેટમાં પણ નથી આપી શકતો. પણ આજ સુધી તમે મારી પાસે કોઈ વળતર નથી લીધું નથી કદી અપેક્ષા રાખી ક્યારેકતો સેવાનો મોકો આપો ?”
“નારાયણની કૃપાથી ધંધો ઘમધોકાર ચાલે છે આજ સુધી કોઈ અગવડ નથી આવી કે માલ પકડાયો. ભલે તમારું પોસ્ટ ખાતું છે પણ ક્યારેક કસ્ટમ કરતાં પણ વધુ કામ આવ્યું છે ભૂદેવ ક્યારેક તો સેવાનો મોકો આપો. આજકાલતો વ્યવહાર વિના તેહવારજ નથી થતો.”
શંકરનાથે હસતાં હસતાં કહ્યું “મારો મહાદેવ બેઠો છે મારે કોઈ ચિંતા નથી પણ વ્યવહાર તહેવારમાં શોભે જયારે એવી કોઈ જરૂર લાગશે તો જરૂરથી કહીશ. તમે ભલે ગમે તે ધંધો કરતાં હોવ પણ નારાયણને માથે રાખો છો તો શું કામ તકલીફ આવે ? કે તમે કોઈને તકલીફમાં મુકો ? આપણે કોઈને તકલીફ આપીએ તોજ આપણાં માથે આવે. વાત રહી મારી તો હું કોઈ તહેવાર આવશે ત્યારે વ્યવહારની અપેક્ષા રાખીશ બાકી મારી કોઈ હવે અપેક્ષા નથી” એમ કરી હસ્યાં.
વિજય ટંડેલે કહ્યું "શંકરજી તમારાં જેવાં માણસ આજ સુધી મારાં જીવનમાં નથી આવ્યાં... સાચું કહું તમે કચ્છ હતાં કે અહીં જૂનાગઢ પોરબંદરથી માંડીને બધાં પોર્ટવાળાં વિસ્તાર તમારે હસ્તક છે પણ આજ સુધી મારાં બધાં કામ કઢાવ્યા છે તમે પણ કોઈ દિવસ કોઈ "વ્યવહાર " નથી લીધો ઉપરથી મારાં કામ સરળ કરી આપ્યાં છે.”
"શંકરજી તમે તમારાં સ્ટાફમાં કોઈને જાણ સુધ્ધાં નથી થવા દીધી... પણ તમારાં સ્ટાફમાં "અમુક" વ્યક્તિઓ છે જે અમારાં "ગોળ" ની છે જેણે બહું વસુલ કર્યું છે અમે એમનાં ખીસા લાયકાત પ્રમાણે ભર્યા છે એટલું કહું સર થોડાં સાવધ રહેજો આ બધાં "ગીધડા" અને વરુઓને પાછા પાડે એવાં છે... બીજું ખાસ એ છે કે” .....

વધુ આવતા એકે - પ્રકરણ 6