સંસ્કાર ૫
બીજા દિવસથી રશીદે મને પાકીટમારી ના ગુણ શીખવવાની શરૂઆત કરી.
"દેખ અજય.આપણા જમણા હાથના અંગૂઠા નો નખ હંમેશા અડધો ઇંચ લાંબો રાખવાનો.બીજી આંગળીઓના નખ બરાબર સાફ રાખવાના.નવી બ્લેડ લેવાની.અને વચ્ચેથી તોડવાની.અને એ બ્લેડને પણ વચ્ચેથી ત્રિકોણાકારે પાછી તોડવાની.પછી ધાર વાળો ભાગ ઉપર રહે એ પ્રમાણે અંગૂઠા ના નખમાં બરાબર ગોઠવી દેવાની."
આ બધુ કહેતા કહેતા રશીદ મને પ્રેક્ટિકલ પણ કરી દેખાડતો હતો.અને હું એક સારા સમજદાર શિષ્યની જેમ. રશીદ ની બધી વાતો ગ્રહણ કરતો જતો હતો.
કોઈ શખ્સે પોતાના સાઈડના ખિસ્સા માં પૈસા રાખ્યા હોય.તો બે આંગળીની કરામતથી કઈ રીતે સેરવી લેવા.અંગુઠા માં ભરાવેલી બ્લેડથી ખીસ્સુ કઈ રીતે કાપવું.ટ્રેન કે બસમાં ચડતી કે ઉતરતી વખતે પોતાની કાલાની કઈ રીતે કરામત કરવી.એ રશીદે મને પોતાની સાથે બસ અને ટ્રેનમા લઈને લઈ જઈને કરી પણ દેખાડ્યું.
પાકીટ મારી ના હુન્નર શીખવતા રશીદે મને બીજા પણ મહત્વના બોધ પાઠ શીખ્યા.જેમકે કોઈનુ પાકીટ મારતા આપણ ને કોઈ જોઈ જાય તો કઈ રીતે છટકવું.અને છટકી ન શકાય.અને પકડાય જવાય.અને પબ્લિક નો માર પડવા લાગે.તો કઈ રીતે બે ચાર હાથ પડતા જ બેહોશી નુ નાટક કરવુ એ પણ શીખવ્યુ. કે જેથી લોકો માર મારતા બંધ થઈ જાય.અને મોકો મળતા જ મુઠ્ઠી વાળીને ભાગી જવુ.પબ્લિક કે પોલીસ નો માર પડ્યો હોય તો પહેલુ કામ પોતાના જ પેશાબને હથેળીમાં લઈને પી જવો.
*છી.પેશાબ શુ કામ પીવાનો"
મેં મોઢું બગાડતા પૂછ્યુ.
"એટલા માટે કે પેશાબ મા એવી તાસીર છે.કે ગમે તેટલો માર પડ્યો હોય.તે માર ના દર્દ ને દબાવી દે છે."
મને પેશાબના ગુણ સમજાવતા રશીદે કહ્યું.હું પણ ઓગણીસ દિવસની ટ્રેનિંગ પછી રશીદ સાથે થોડીક મજાક મસ્તી કરવા લાગ્યો હતો.
"અચ્છા તો એમ કહો ને કે પેશાબ પેન કિલર નુ કામ કરે છે."
"હા એમ જ સમજ.અને હવે સાંભળ અત્યાર સુધીમાં તુ કેટલુ શીખ્યો છો એની કાલે તારી પરીક્ષા લેવાની છે.કાલે તારે પહેલી વાર પાકીટ મારવાનું છે.અને એ પણ એકને હાથે સમજ્યો?"
મેં ઉત્સાહ થી હકાર માં માથુ હલાવ્યુ.
"અને એ પાકીટ માથી જેટલા પણ રુપિયા મળે એ તારે ગુરુ દક્ષિણા રુપે મને અર્પણ કરી દેવા પડશે.મંજૂર?"
"મંજૂર છે ઉસ્તાદ."
મે રશીદ ની વાત સ્વીકારી લીધી.
મારી છાતી ધડક ધડક થઈ રહી હતી.આજે હું પહેલીવાર મારા બા બાપુજીએ મારામાં છે સંસ્કારો સિંચ્યા હતા.એનું વિરુદ્ધનું કાર્ય કરવા જઈ રહ્યો હતો.છેલ્લા ઓગણીસ દિવસથી હું રશીદ પાસેથી પાકીટ મારી ની ટ્રેનિંગ લઈ રહ્યો હતો.એ ટ્રેનિંગ લેતી વખતે પણ જ્યારે હું નવરો પડતો.ત્યારે મારું હૃદય ડંખતુ.મારો આત્મા મને ઠપકારતો કે તું ખોટે માર્ગે જઈ રહ્યો છે.પણ મારી મહેનત મજુરી થી કમાયેલા પચાસ રૂપિયા જ્યારથી કોઈ મારા ખિસ્સા માંથી કાઢી ગયુ.ત્યારથી મારા દિમાગમાં આ એક જ ધૂન સવાર થઈ ગઈ હતી.કે મહેનત કરવા કરતાં હવે આ જ રસ્તેથી મારે પૈસા બનાવવા છે.
રશીદ નું પાકીટ મારવાનું એક ગણિત હતુ.કે પહેલી તારીખથી લઈને દસ તારીખ સુધી લોકોના ખિસ્સા ગરમ હોય છે.અને આ તારીખ દરમિયાન જો હાથ સાફ કરવામાં આવે.તો લગભગ લાભ જ લાભ હોય છે.પણ આજે મને પોતે આપેલી ટ્રેનિંગ પછી હું કેટલું શીખ્યો છુ.એની પરીક્ષા લેવા માટે રશીદે પોતાના ગણિત વિરુદ્ધ અંતિમ તારીખો માં હાથ સફાઈ નો કાર્યક્રમ બનાવ્યો હતો.
સાંજે પાંચ વાગ્યે અમે બંને બાંદ્રા ગયા.અને ત્યાંથી બોરીવલી લોકલ મા ચડ્યા.અમે અલગ અલગ દરવાજે ઉભા હતા.પણ રશીદ ને અચાનક મોકો મળતા એ કોઈનુ પાકીટ મારીને પાર્લા સ્ટેશને ઉતરી ગયો.એને એ પણ યાદ ન રહ્યું કે એ આજે મારી પરીક્ષા લેવા જ મારી સાથે આવ્યો છે.અને મને પણ ખબર ન પડી કે એ પારલા માં ઉતરી ગયો છે મને તો એમ જ હતું કે એ આગલા દરવાજા ઉપર જ ઉભો છે. એટલે મને હિંમત હતી.કે રશીદ મારી સાથે છે.હું હજી મોકાની તલાશમાં હતો.મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતુ.આટલી ભીડમાં મે એક શિકાર શોધી રાખ્યો હતો.એ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરનો એક આધેડ પુરુષ હતો.હૂ એના ઉતરવાની રાહ જોઈ રહ્યો હતો.મને એમ હતું કે ઉતરતા ઉતરતા એને ધક્કે ચડાવીને કામ પતાવીશ.અને મારા ભાગ્ય જુઓ. ગોરેગામ આવતા એ ઉતરવાની તૈયારી કરવા લાગ્યો.હુ બરાબર એની પાછળ જ હતો.ગોરેગાવ સ્ટેશન આવ્યુ.અને મેં સિફથ થી.એ માણસના ખિસ્સામાંથી પાકીટ સેરવી લીધુ.અને એની પહેલા હૂ પ્લેટફોર્મ પર ઉતરી ગયો.ધક્કા મૂકીને હિસાબે એ બિચારા ને ખબર પણ ન પડી કે એનુ ખિસ્સુ હળવું થઈ ગયું છે.
શરત પ્રમાણે મારે મારી પહેલી કમાણી રશીદ ને ગુરુ દક્ષિણા મા આપી દેવાની હતી.એટલે પ્લેટફોર્મ પર મે રશીદ ને શોધવા મારી નજર ને ચારે તરફ દોડાવી પણ એ ક્યાય મને દેખાણો નહી.અને મને મારી પહેલી સફળતામાં કેટલોક માલ મળ્યો છે એ જાણવાની તાલાવેલી હતી.એટલે રશીદ ને શોધવા ની વધુ માથાકૂટ કરવા ની પડતી મુકી ને હું ટોયલેટ માં ઘૂસ્યો.
ટોયલેટ માં જઈને મેં પાકીટ ખોલ્યું તો મારી આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ. મેં ક્યારેય મારી જિંદગીમાં આટલા રૂપિયા એક સામટા જોયા ન હતા. પાકીટમાં હજાર હજારની પાંચ અને સો સોની ત્રીસ એમ કુલ આંઠ હજાર રૂપિયા હતા.હું ઘણો જ ખુશ થઈ ગયો વાહ શું બોણી થઈ છે.