સંસ્કાર - 2 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસ્કાર - 2

સંસ્કાર 2
માર્કોસ લગભગ ૩૭/૩૮ વર્ષનો પડછંદ યુવાન હતો.પાંચેક વર્ષથી એ સાગર ડિસ્ટ્રીબ્યુટર માં કામ કરતો હતો. કોહીનૂર મીલની બરાબર સામે મહારાષ્ટ્ર ગાદી ભંડારની દુકાન છે ત્યા એણે મેટાડોર ઉભી રાખી.અને મને કહ્યુ
"તુ બેસ.હું હમણાં આવું છુ."
તે નીચે ઉતર્યો.અને ગાદી ભંડારમાં જઈને એણે પૂછ્યું.
"પરમ દિવસે ગાદલા બનાવવાનું કહ્યું હતુ.એ તૈયાર છે ને?"
"હા તૈયાર જ છે."
ગાદલા વાળા એ કહ્યું.
"તો આપી દો."
ગાદલા વાળાએ પોતાના માણસ પાસે બે મોટા વજનદાર ગાદલા મેટાડોરમાં મુકાવ્યા.
માર્કોસ પાછો પોતાની ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો.અને ફરી એકવાર ટેમ્પો રોડ ઉપર દોડવા લાગ્યો.લગભગ પાત્રીસ ચાલીસ મિનિટ પછી અમે મહમદ અલી રોડ પર આવેલા તેર માળની ગગનદીપ નામની બિલ્ડીંગ પાસે પહોંચ્યા.ગાડી પાર્ક કરીને માર્કોસ નીચે ઉતર્યો.અને મને પણ નીચે ઉતરવા કહ્યું. હું પણ નીચે ઉતર્યો.મેટાડોરમાં મુકેલા ગાદલા બહાર કાઢ્યા.એક એણે પોતે ઉંચક્યુ.અને બીજુ મને લઈ લેવા કહ્યુ. મેં મહામહેનતે તે ઊંચક્યુ અને માર્કોસ ની પાછળ પાછળ ચાલ્યો.અમે લિફ્ટ પાસે આવ્યા.પણ મારા નસીબ કદાચ ખરાબ હતા.આજે મારા કામનો પહેલો દિવસ હતો અને આ બિલ્ડીંગ કે જેમાં અમારા શેઠ સાહેબ રહેતા હતા એની લિફ્ટ ખરાબ થઈ ગઈ હતી.એ શેઠ નું ઘર ત્રીજા માળ ઉપર હતુ.માર્કોસે એકલા એકલા બબડાટ પણ શરૂ કર્યો.
"હવે ટાંટિયા તોડતા દાદરા ચઢીને જવું પડશે."
એણે પોતે ઉંચકેલું ગાદલું દાદરા પાસે રાખ્યુ.અને વોચમેનને કહ્યું.
"અરે મિશ્રા.જરા ગદેલે કા ધ્યાન રખના મેં અભી યે લડકે કો લેને ભેજતા હુ."
કહી એ દાદરા ચડવા લાગ્યો.હું પણ એની પાછળ મેં ઉચકેલું ગાદલુ લઈને એની પાછળ દાદરા ચડવા લાગ્યો.ત્રીજા માળે પહોંચીને એણે એક ફ્લેટ ની ડોરબેલ વગાડી.એક જાડી એવી સ્ત્રીએ દરવાજો ખોલ્યો.એ માર્કોસ ને ઓળખતી હશે.એટલે એ માર્કોસને જોઈને દરવાજા માંથી દૂર ખસી ગઈ. હવે માર્કોસે મારા હાથમાંથી ગાદલુ લઈ લીધુ.અને મને કહ્યુ.
"જ્યાં નીચેથી બીજું ગાદલુ લઇ આવ."
હું ફરીથી નીચે ગયો અને એ ગાદલાને પણ મહા મુશ્કેલીથી ઉપર લઈ આવ્યો. એ બંને ગાદલા ત્યાં મૂકી અમે પાછા નીચે આવી મેટાડોરમાં બેઠા.આ વખતે મર્કોસ સંન્ડહસ્ટ્રરોડની કોઈ ફેક્ટરીમાં મને લઈ ગયો.પહેલા તો મને બાહર જ ઉભો રાખ્યો.અને પોતે અંદર જઈને કંઈક વાતચીત કરીને આવ્યો.એની સાથે એક વોચમેન પણ હતો.માર્કોસે મને કહ્યું કે.
"તું આ વોચમેન સાથે જા.અને તને જે બેગ આપે એ લાવીને આ ટેમ્પોમાં નાખ."
હૂ વોચમેન ની સાથે ગયો.અને માર્કોસ ત્યાં મોટા ડોર પાસે ઉભો રહ્યો.એક રુમમાં ઘણી બધી પાવડરની ગુણીઓ હતી.જેનુ વજન ગુણી દીઠ પાત્રીસ કિલો હતું.વોચમેને એક ગુણી ઉપાડીને મારા માથા પર મૂકી.હું એ ઊંચકીને લઈ આવ્યો.અને મેટાડોરમાં નાખી.પછી મેં માર્કોસ સામે જોયું.તો માર્કોસે કડક શબ્દોમાં મને તતડાવ્યો.
"અલ્યા મારુ મોં શુ જોવે છે?હજુ ચોવીસ બેગ લાવવાની છે.જા ફટાફટ લઈ આવ.પાત્રીસ કિલોનુ વજન મેં મારા જીવનમાં પહેલી જ વાર ઉચક્યું હતુ.અને એમાં પણ સતત પચ્ચીસ ગુણીઓ ગોડાઉનમાંથી લાવીને મે ટેમ્પોમાં ઠલવી.ત્યારે હું પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.રીતસર હું હાંફી રહ્યો હતો.અને મને હાંફતા જોઈને મારી હાંસી ઉડાડતા માર્કોસે કહ્યું.
"હજુ તો બચ્ચુ.આજે પહેલો દિવસ છે અને ઘણું કામ કરવાનું બાકી છે. અત્યારથી આ હાલ છે.તો આગળ શું કરીશ?"
મારી એવી સ્થિતિ જ ન હતી કે હું માર્કોસ ને કોઈ ઉત્તર આપી શકું.હું મારા શ્વાસોને નિયંત્રણમાં કરવાની કોશિશ કરતો હતો.
હવે ફરી અમે મેટાડોરમાં બેઠા.આ વખતે ગાડી મસ્જિદ બંદરમાં કોઈ બે માળના મકાન પાસે માર્કોસે ઊભી રાખી.ત્યારે બપોરનો દોઢ વાગ્યો હતો. એ પોતાની સાથે.પોતાનું બે ખાનાનું ટિફિન લઈને નીચે ઉતર્યો.અને મને પૂછ્યું.
"તું જમવાનું લાવ્યો છો?"
મેં ના પાડી.તો એણે કીધું.
"તો તુ અહીં બેસ.હું હમણાં જમીને આવું છુ."
આટલું કહીને એ સામેના મકાનમાં ઘૂસી ગયો.હૂ એની રાહ જોતો ગાડીમાં જ બેઠો.
હું સવારે ઘેરથી નીકળ્યો ત્યારે નાસ્તો પણ કર્યો ન હતો.એટલે મને પણ કકડીને ભૂખ તો લાગી હતી.અને મે મારી અત્યાર સુધીની સત્તર વર્ષની ઉંમરમાં ક્યારેય આટલું વજન ઉંચક્યુ ન હતુ.કયારેય આટલી મેહનત પણ કરી ન હતી.પણ આજે માર્કોસે મારી પાસે બરાબરની મહેનત કરાવી હતી. મને ભુખ તો લાગી હતી.પણ ખીસ્સામાં પૈસા ન હતા.અને તરસ પણ લાગી હતી.ગળુ સુકાઈ ગયુ હતુ.પણ અજાણી જગ્યાએ અજાણ્યા માણસો પાસે મને પાણી માંગતા પણ સંકોચ થતો હતો.લગભગ અડધા કલાકે માર્કોસ આવ્યો.એણે મેટાડોર સ્ટાર્ટ કરી.
હવે અમે પાછા પારલા તરફ આવી રહ્યા હતા.કૂપર હોસ્પિટલ ની બાજુમાં એક સ્ટોર પાસે માર્કોસે ગાડી ઉભી રાખી.પાવડરની જે પચ્ચીસ ગુણીઓ ગાડીમાં ભરી હતી.એ બધી ગુણીઓ માર્કોસે મારી પાસે ત્યા ઉતારાવી.
ફરી પાછો હું હાંફવા લાગ્યો.જે હાલત ટેમ્પામાં ગુણીઓ ભરી ત્યારે થઈ હતી. એવી જ હાલત ગુણીઓ ખાલી કરતા થઈ.ત્યાંથી અમે પાછા વળ્યા.મીઠીબાઈ કૉલેજ ની બરાબર સામે આવેલી બિલ્ડીંગ ના કમ્પાઉન્ડમાં ગાડી લઈ ગયા.આ બિલ્ડિંગમાં સાગર ડીસ્ટ્રિબ્યુટરનું ગોડાઉન હતુ.અહીં મારા થી એકાદ બે વર્ષ મોટા ત્રણ છોકરાઓ હતા.અને એક સેલ્સમેન હતો.અહીંથી મેટાડોરમાં અમે.દૂધ પાવડર.આચાર.ઘી એવો ઘણો બધો સામાન ભર્યો.અને એ સામાનના બીલ સેલ્સમેને માર્કોસ ને આપ્યા.હવે મારી સાથે એકબીજા છોકરાને પણ માર્કોસે ટેમ્પા મા સાથે લઈ લીધો.અમે મેટાડોરમાં બેઠા.
અંધેરી.જોગેશ્વરી અને ગોરેગામ માં આવેલી અમુક દુકાનો અને મેડિકલ સ્ટોરમાં અમે એ માલની ડીલેવરી આપીને અમે સાગર ડિસ્ટ્રીબ્યુટર ની ઓફિસે પાછા આવ્યા.ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા.ઓફિસમાં સવારે જે શેઠ હતા તે અત્યારે ન હતા. પણ મેનેજર ઠક્કર સાહેબ હતા.એમણે મને જોઈને પ્રશ્નાર્થ ભરી નજરે માર્કોસ ની સામે જોયું.એટલે માર્કોસે મારી ઓળખાણ આપતા કહ્યુ.
"ચારણીયા સાહેબની ભલામણ ચીઠ્ઠી લઈને આવ્યો હતો.એટલે સાહેબે રાખ્યો છે."
"ચારણીયા તારા સગામાં થાય છે?"
ઠક્કર સાહેબે મને ઉદેશી ને પૂછ્યું.
"જી.મારા દૂરના મામાના દીકરા ભાઈ થાય છે."
મારા મોઢામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા.ભૂખ અને તરસ થી હૂ સાવ ભાંગી ગયો હતો.અને મારી સ્થિતિ ઠક્કર સાહેબના પણ ધ્યાનમાં આવી હોય એમ એ બોલ્યા.
"કેમ ભાઈ.કંઈ ખાધું નથી લાગતું."
હું કાંઈ બોલું એ પહેલા માર્કોસે ટાપસી પુરી.
"કાંઈ ખાધુ નથી.ટિફિન સાથે લાવ્યો ન હતો."
"હવે કાલે આવ ત્યારે ટિફિન સાથે લેતો આવજે."
ઠક્કર સાહેબે મને શિખામણ આપી. મે ફક્ત હકાર માં ડોકુ હલાવ્યુ.
"શું નામ છે તારું?"
ઠક્કર સાહેબે મને પૂછ્યુ
"અજય"
મે ટૂંકમાં જવાબ આપ્યો
"જો ભાઈ અજય.હવે તુ જઈ શકે છે. પણ સવારે નવ વાગે હાજર થઈ જજે"
અને જાણે આજ ઘડીની હું વાટ જોતો હોવ એમ મેં ફક્ત.
"અચ્છા"
કહીને પારલા સ્ટેશન તરફ દોટ મૂકી.