ભાગ્ય ના ખેલ - 29 (અંતીમ ભાગ) Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 29 (અંતીમ ભાગ)

આપણે આગળ જોયું કે જસુબહેન ને પગનો દુઃખાવો બહુજ થતો હોય છે સમીર નાયક ની દવા લેવા થી સારૂ થઈ જાય છે સમીર સાહેબે દસ દિવસ ની દવા💊 આપી હતી હવે જોવા નું ઈ હતુ કે દવા💊 પુરી થાય પછી દુઃખાવો મટે છે કે નહિ જોકે અત્યારે સંપૂર્ણ દુઃખાવો બંધ થઈ જતાં જસુબહેન ને એકદમ સારૂ ફીલ થતુ હોય છે અને એકદમ રીલેક્સતા અનુભવે છે
આમને આમ છ દિવસ પસાર થઇ જાય છે રાત્રે જસુબહેન ને બંને છોકરાઓ સાથે જમે છે રાત્રે અગિયાર વાગ્યા સુધી બંને છોકરાઓ સાથે જસુબહેન ટીવી જોતા હોય છે હવે જસુબહેન ને નીંદર આવતા બાથરૂમ જઈને પછી સુઈ જાય છે છોકરાઓ હજી ટીવી જોતા હોય છે રાતના બાર વાગતા છોકરાઓ પણ ટીવી બંધ કરી ને સુઈ જાય છે
વહેલી સવારે પાંચ વાગે જસુબહેન ઉઠી જાય છે અને મુના ને ઉઠાડે છે કે બટા મારે બાથરૂમ જવું છે મને તુ લઇજા મને સ્વાસ ચડીયો છે મારે થી એકલા નઇ જઈ સકાય એટલે મુનો તરત જ મુનો સેટી ઉપર થી ઉભો થઈને જસુબહેન ની બાજુ મા આવી ને બેસી જાય છે જસુબહેન સેટી ઉપર બેઠાજ હોય છે એટલે મુનો જસુબહેન ને પુછે શે કે શું થાય છે એટલે જસુબહેન કહે છે કે મને સ્વાસ ચઢીયો છે બીજુ કાંઈ નથી એટલે મુનો કહે છે ચલો મમ્મી હવે બાથરૂમ લઈજવ એટલે જસુબહેન કહે છે કે બેટા ઘડીક વાર બેસ મારાથી હજી ઉભુ નઇ થવાય એટલે મુનો જસુબહેન ને શ્વાસ
ની દવા આપે છે જસુબહેન દવા સાથે એક ગ્લાસ પાણી પી જાય છે હવે થોડીક વાર પછી મુનો જસુબહેન ને કહે છે મમ્મી હવે બાથરૂમ લઈ જવ ચલો જવુ છેને એટલે હજી જસુબહેન ના પાડે છે અને કહે છે કે બેટા મારે થી ઊભુ નઈ થવાય આ વખતે જસુબહેન ને બોલવા મા ફેર દેખાતા મુનો તરત સજાગ થઈ જાય છે કે આ ખાલી શ્વાસ નથી મમ્મી ને કાઈક તકલીફ વધારે છે
અને મુનો ભાઈ ને કહે છે કે ટીવી પાસે ફોન પડયો હોય છે તે લાવ તો કારણ કે મુનો જસુબહેન નો ખંભો પકડી ને બેઠો હોય છે એટલે ભાઈ ફોન લઈ ને મુના ને આપે છે અને ભાઈ પણ મમ્મી ની બાજુ મા આવી ને ખંભો પકડી ને બેસી જાય છે મુનો એક હાથે મમ્મી ને ખંભે થી પકડી રાખે છે અને એક હાથે ૧૦૮ ને ફોન કરે છે અને ૧૦૮ ને જલદી આવી જવા કહે છે અને ત્યારે જસુબહેન કહે છે કે મારે દવાખાને નથી જવુ આજે અમાસ છે મારે ધામમાં જવાનું છે તુ ગાડી ન બોલાવીસ હવે હું ધામ માં જાવ છુ એટલે મુનો કહે છે કે હમણાં ગાડી આવે એટલે આપણે દવાખાને પહોંચી જઈસુ એટલે જસુબહેન કહે છે કે ના હવે દવાખાને નથી જવાનું આજે હું ધામમાં જવછુ આમ વાતો કરતા હોય છે જસુબહેન અને ૧૦૮ વાળા ના ફોન આવે છે કે તમો શેરી ના નાકે ઉભા રહો એટલે અમને ઘર ગોતવામા તકલીફ ન પડે એટલે મુનો ભાઈ ને કહે છે કે તુ મમ્મી નુ ધ્યાન રાખ હું ૧૦૮ વાળા ને લઈને આવુ હજી મુનો ઉભો થવા જાય છે ત્યાંતો જસુબહેન મુના ના ખંભે માથુ ઢાળી દે છે જસુબહેન કૈલાસ ગમન થઈ જાય છે (ધામમાં જતા રહે છે) આજે શ્રાવણ મહીના નો છેલ્લો દિવસ એટલે કે અમાસ હોય છે એટલે મે લખ્યું કે જસુબહેન કૈલાસ મા ગયા આમ જસુબેન આખી જીંદગી શ્રાવણ મહિનો રહેતા એટલે આખો શ્રાવણ મહીનો પુરો કરી છેલ્લા દિવસે જ વિદાય લીધી અને શ્રાવણ મહિનો પુરો કર્યો વાહ ધન્ય છે જસુબહેન તમારી શીવ ભક્તિ ને કારણ કે રાત્રે સુતા ત્યારે પણ ગીરી બાપુ ની શીવ કથા જોઈને જ સુતા હતા અને સવારે તો વીદાઈ લઈ લીધી આમ જસુબેન ધામમાં જતા બને છોકરાઓ એકલા થઈ જાય છે
તો આ હતા જસુબેન ના ભાગ્ય ના ખેલ (આ આખી નવલકથા સત્ય ઘટના છે)
મેં નવલ કથા પહેલી વખત લખી છે હું કોઈ લેખક નથી આતો મે સીધી લીટી મા લખ્યું છે જો કોઈ લેખક આ કથા ને સુ વ્યવસ્થીત
લખવા માંગે તો હું તેમને રાઈટ આપીશ. . ..