ચકીબેન ની વાર્તા Gujarati Kids Story દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

ચકીબેન ની વાર્તા

એક હતો ચકો અને એક હતી ચકી બંને ખુબજ સારા દોસ્ત હતા એક દિવસ બંને જંગલ મા ફરવા ગયા ત્યારે ફરતા ફરતા ચકી ને મળ્યો ચોખાનો દાણો ચકા ને મળ્યો મનનો દાણો ત્યારે ચકીબેને ચકાને કયું ચકાભાઈ ચકાભાઈ તમે મગનો દાણો ખાસો ના કેમ કે આપણે ચોખા નો દાણો અને મગનો દાણો ઘરે લઈ જઈયે પછી આપણે ઘરે ખીચડી બનાવસુ. ત્યારે ચકાભાઈયે કયું ઠીક છે ચલો હવે આપણે ઘરે જઈને ખીચડી બનાવીયે. એમ કહી ને એ બંને જંગલ થી પોતાના ઘરે આવ્યા. ત્યારે ચકાભાઈયે કયું ચકીબેન ચકીબેન તમે ખીચડી બનાવો હુ થોડોક આરામ કરી લવુ. એમ કહી ચકાભાઈ તો સુઈ ગયા અને ચકીબેન માંડ્યા ખીચડી બનાવા ત્યાર પછી ઘરમાં પાણી પણ ખુબજ ઓછુ હતું ચકીબેન ને થયુ કે ચકાભાઈ ને કહી ને હું પાણી ભરતી આવુ ત્યારે ચકીબેન ચકાભાઈ પાસે જઈને ચકાને જગાડે છે. ચકાભાઈ ચકાભાઈ હું પાણી ભરવા જવું છુ અને તમે ખીચડી નુ ધ્યાન રાખજો ચકાભાઈયે કયું ઠીક છે જાઓ ત્યારે ચકીબેન પાણી ભરવા જતા રહે છે અને પછી ચકીબેન ને આવામાં થોડોક સમય લાગી જાય છે ત્યારે ચકાભાઈ ને ખુબજ કકડીને ભૂખ લાગી છે ત્યારે ચકાભાઈ વિચાર કરે છે. આ ચકીબેન ક્યારે આવસે મને તો ખુબ જ કકડીને ભૂખ લાગી છે ત્યારે ચકાભાઈ ને થયુ ચકીબેન આવે ત્યાંસુધી હુ જમી લવુ ત્યારે પછી ચકાભાઈ તો જમવા બેસી ગયા ત્યારે ચકાભાઈ તો થોડું થોડું ખાતા ખાતા બધી જ ખીચડી ચકાભાઈ ખાઈ ગયા બધી જ ખીચડી ખાઈ અને આરામથી સુઈ ગયા. થોડીકવાર પછી ચકીબેન આવ્યા અને ઘરમાં જઈને જોવે છે ત્યારે તો તપેલીમાં ખીચડી બધી જ ખલાસ હોય છે ત્યારે ચકાભાઈ ને પૂછ્યું ચકાભાઈ ચકાભાઈ ખીચડી ક્યાં ગઇ કોણ ખાઇ ગયું. ત્યારે ચકાભાઈ એ જવાબ આપ્યો. ખબર નહીં ચકીબેન હુતો સુતો હતો ખબર નથી ખીચડી કોણે ખાધી મને લાગે છે કે આપણી ખીચડી પેલો રાજાનો કુતરો ખાઈ ગયો હશે. ત્યારે ચકીબેન રડતાં રડતાં રાજા પાસે જાય છે અને રાજાને કહે છે. રાજાજી રાજાજી તમાંરો કુતરો બાંધીને રાખો અમારી બધીજ ખીચડી આજે ખાઈ ગયો છે. ત્યારે રાજાએ કહ્યું... એ ચકી તુ જુઠ્ઠું શું કામ બોલે છે મારો કુતરો તો અહીં બાધેલો છે તો પછી તારી ખીચડી કેવી રીતે ખાધી હશે મને તો તારા દોસ્ત ચકા ઉપર વ્હેમ આવે છે. ત્યારે ચકાભાઈયે કયું. ના રાજાજી મને તો આ ખીચડી કોણે ખાધી જરાયે ખબર નથી. ત્યારે રાજાએ કહ્યું આ ચકો એમ નહીં માને ચાલો કુવા ઉપર હિંચકો બાંધીએ અને જે પણ હિંચતા હિંચતા કુવામાં પડશે એણે ખીચડી ખાધી હશે. ત્યારે કૂવા ઉપર હિંચકો બાંધીને ચકાભાઈ ને હિંચવા મોકલ્યા ત્યારે ચકાભાઈ નો હિંચકો તુટી ને કુવામાં પડી ગયો. ત્યારે ચકીબેન રડવા લાગી અને કહેવાા લાગી. અરે રાજી મારા દોસ્ત ચકાભાઈ ને કુવા મા બહાર કાઢો અને એના કર્મ ની સજા મળી ગઇ છે અને મારી ખીચડી ચકાયે જ ખાધી છે. ત્યાર બાદ ચકાભાઈ ને કુવામાંથી બહાર કાઢ્યો અને ચકો ચકીબેન ની માફી માંગી અને કયું.ચકીબેહે મને માફ કરો એ ખીચડી મે ખાધી હતી અને હુ તને બતાવી ન શક્યો ચકીબેન મને માફ કરો. ત્યારે ચકી એ કયું ઠીક છે હુ તને માફ કરું છું પણ આવી ભુલ ક્યારેય ન કરતો. ચકો કહે હા બહેન હવે આવી ભુલ ક્યારેય નહીં કરુ. એવું કહીને એ બંને ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. અને ખુશી ખુશી રહેવા લાગ્યા..........

દોસ્તો આ હતી આજની વાર્તા 🙏