મિત્રતા Vimal Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા

સમય જાણો વાયું વેગે પસાર થઈ રહ્યો છે. તેની સાથે સાથે હવે દોસ્તી અને મિત્રતા જાણે નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. ખબર નહીં કેમ, પણ લોકો હવે વધારે સ્વાર્થી થઈ જવા લાગ્યા છે. પોતાના ફાયદા માટે તે લોકો ગમે તે હદ સુધી પણ જવા માટે તૈયાર થઈ જાય છે. મિત્રતાની વ્યાખ્યા હવે ભૂંસાવા લાગી છે. પેલી એકબીજા માટે મરી મટવાની વાતો અને સાથ આપવાની વાતો જાણો માત્ર કાગળ પર ઘૂંટાઈને રહી ગઈ છે. અહીં ઘૂંટાવું શબ્દ એટલા માટે વાપરવો પડે છે કેમ કે, મિત્રતાનો સંબંધ હવે હ્રદયથી નહીં પર જરૂરતથી બંધાયેલો છે.

દોસ્તો, ખરા અર્થમાં કહું તો મિત્રતા શ્રેષ્ઠ સંબંધમાંનો એક સંબંધ છે. અત્યારે મિત્રતામાં સ્વાર્થતા આવી છે તે, દુ:ખની વાત છે પરંતુ ખરા અર્થમાં મિત્રતાને સ્વાર્થ સાથે કોઈ લેવા કે દેવા નથી. આ તો સમય એવો આવ્યો છે એટલે કદાચ મિત્રતા લજવાઈ રહી છે. પરંતુ પારકો થઈને પણ પોતાનો થઈને રહે તે એટલે મિત્ર. મિત્રતા એક એવો સંબંધ છે જેની સાથે તમે દરેક પ્રશ્નનો ઉકેલ હકથી માંગી શકો. પછી એ પ્રશ્ન ગમે તેટલો અંગત કેમ ના હોય!

જેની સાથે અંગતતા પણ અંગત ના રહે તે મિત્રતા
જેની સાથે હળવા મને નહીં પણ હળવાફુલ થઈ વાત થાય તે એટલે મિત્રતા
જેની સાથે વાત કરતા વિચારવું ના પડે તે એટલે મિત્રતા
જેની સાથે નિ:સંદેહપણે સાથ માંગી શકીએ તે એટલે મિત્રતા
જેની સાથે વાત કર્યા પછી કહેવું ના પડે કે, કોઈને કહેતો નહીં તે એટલે મિત્રતા
જેની સાથે બેસતા પહેલા શરીરના અંગોનું ધ્યાન રાખવું ના પડે તે એટલે મિત્રતા
જેની સાથે જતા પહેલા કપડા સરખા ના કરવા પડે તે એટલે મિત્રતા
જેની સાથે શબ્દો કરતા વધારે મૌંનથી વાત થતી હોય તે એટલે મિત્રતા
જેની સાથે વ્યક્તિગત સમસ્યાનો વિશ્વાસપૂર્ણ ઉકેલ માંગી શકીએ તે એટલે મિત્રતા
જેની સાથે ચાલતા કોઈ બીજાનો વિચાર ના કરવો પડે તે એટલે મિત્રતા
જેની સાથે બેઠા હોઈએ ત્યારે 'લોકો શું વિચારશે?' તે વિચારવું ના પડે તે એટલે મિત્રતા

મિત્રતા છોકરાને છોકરા સાથે અને છોકરીને છોકરી સાથે થાય એ જરૂરી નથી. કારણ કે, મિત્રતામાં લીંગ ભેદ સ્વીકાર્ય નથી. આ વાત તો હજારો વર્ષો પહેલા કૃષ્ણ અને દ્રૌપદીએ સાબિત કરી બતાવી છે. સાહિત્યમાં તો ત્યા સુધી લખાયું છે કે, પુરુષ અને સ્રીની મિત્રતા પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી કરતા વધુ મજબૂત ગાઢ અને મજબૂત હોય છે. કારણ કે, અહીં તમે નિ:સંદેહપણે તમારી વાત એકબીજાને કહીં શકો છો. અહીં હું ઇતિહાસની એક વાતનું ખંડિન કરવાનો પ્રયત્ન કરીશ. ઇતિહાસમાં લખ્યું છે કે, સ્ત્રીઓ વાતને પચાવી નથી શકતી. તો આ તથ્ય વિનાની વાત છે. અરે એમને સમજાવો કે, રાધાએ કૃષ્ણના પ્રેમની વાત લગ્ન પર્યત પણ પચાવી છે.

કોણ કહે છે કે, એક સ્ત્રી અને પુરુષનો સંબંધ ખરાબ અને ચારિત્રહીન હોય છે? અરે, મિત્રતા માટે લાગણીની જરૂર છે. ના કે શરીરની! અને ચાલો માની લીધું કે, સ્ત્રીની મિત્રતા પુરૂષ સાથે હોય તો તે ખરાબ છે, પરંતુ હવે તો પુરૂષના પુરૂષ સાથે અને સ્ત્રીના સ્ત્રી સાથેના શરીર સંબંધો પણ બહાર આવી રહ્યા છે! તો શું મિત્રતા મરી પરવારી એમ સમજવાનું? અરે દોસ્ત, પ્રથમ તો આ વાતનો ઉલ્લેખ કર્યો છે. હવે માત્ર મનમસ્તિજ માંથી ચારિત્રહીન કચરાને બહાર કાઢવાની જરૂર છે.

હા, એકવાત સત્ય છે કે, મિત્રતા પર્યત થોડા સંબંધો બગડ્યા છે, જેના માટે શંકા કરવી કેટલેક અંશે યોગ્ય પણ છે. પરંતુ તેનો અર્થ એવો નથીં કે, આપણે દરેક સંબંધને ચારિત્રહીન માનીએ! ફળોના ભેરલા ટોપલામાં એકાદ ફળ બગડી ગયું હોય તો એ એક ફળને જ બહાર કાઢીને ફેકવાનું હોય ના કે, આખા ટોપલાને! કારણ કે, બીજા ફળો તો પાકા અને સ્વાદિષ્ટ છે. તો જે સારા છે એને નહીં પરંતુ જે ફળો ખરાબ છે, જે બીજા ફળોને પણ બગાડી રહ્યા છે તેને અલગ કરવાનું રાખો.

મિત્રતા તો કુદરતે બનાવેલો એક શ્રેષ્ઠ સંબંધ છે. માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી અને કેટલેક અંશે પતિ-પત્ની આ સંબંધો આપણે જાતે પસંદ નથી કરી શકતા પરંતુ એક મિત્ર જ એવો સંબંધ છે જે આપણે આપણી પસંદ પ્રમાણે બનાવી શકીએ છીએ. તેમાં જાત, પાત અને નાત, ઉંમર કે જાતિયતાની કોઈ જ આવશ્યકતા નથીં. આ બધાથી ઉપર રહીને પણ તમે એક શ્રેષ્ઠ મિત્ર પસંદ કરી શકો છો.

ઘણીવાર એવું પણ બનતું હોય કે, પત્ની પોતાના પતિ સાથે અને પતિ પોતાની પત્ની સાથે જે વાત નથી કરી શકતો તે મિત્ર સાથે કરતો હોય છે. હવે એમાં એવું નથી કે, પતિ-પત્નીને એકબીજા પર ભરોસો કે, વિશ્વાસ નથીં! બન્ને એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય છે પરંતુ ઘણી વાતો નથી કરી શકતા. એટલે એક વાત એમ કહીં શકાય કે. જો પતિ-પત્ની એકબીજાના મિત્ર બની જાય તો? માટે લખવું પડે છે કે, પરિવારિક સંબંધો પણ જો મિત્રતાની માફક રહેવા લાગે તો સંબંધોની પરિભાષા જ બદલાઈ જાય.