ઝમકુડી - પ્રકરણ 28 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 28

ઝમકુડી ભાગ @28.........સાજે શોરુમ થી સીધા કિશનલાલ હોસ્પિટલમાં આવી ગયા ને ડોકટર મનસુખ પુરોહિત ને પુછયુ ......મનસુખ કયી ટેન્સન જેવુ તો નથી ને ? હવે કેવુ છે ઝમકુ ને ...? આમ તો બધુ સારૂ છે પણ એને માનસીક શોક લાગયો છે ,....ને એની નાની ઉમર માં મિશકેરેજ થયી જવાથી બ્લડીગં બહુ વહી જવાથી ફીકકી પડી ગયી છે,જોકે બ્લડ ચઢાવા ની જરૂર તો નથી .....ગ્લુકોઝ ના બોટલ થી શરીરમાં શકતિ આવી જશે ,.......પણ કિશન એવુ તો શુ થયુ કે ઝમકુ ને મીસકેરૈજ થયી ગયુ,....ચાર દિવસ પહેલાં તો સોનોગ્રાફી કરાવા આવી હતી તયારે તો બધુ ઓકે હતુ ..........હા ....મનસુખ બધુ સારૂ જ હતુ ને ઝમકુડી એની મરજી થી શોપ પર પણ રોજ આવતી ......પણ અચાનક જ બધુ બની ગયુ ,સુકેતુ ની કોઈ કોલેજ ફ્રેન્ડ હીના નામની છે કોઈ એ અચાનક જ ટપકી પડી બનારસ માં ને સુકેતુ ના શોરુમ પર એની મુલાકાત થયી ને તયા ઝમકુડી પણ હાજર હતી ને સુકેતુ એને વળગી પડયો ને પેલી એ શોરુમ માં થી ચાર સાડી ખરીદી એના પૈસા સુકેતુ એ એના એકાઉન્ટ માં થી ચુકવયા .....બસ એ દિવસ થી બને વચ્ચે ઝગડા ચાલુ થયી ગયા ને કાલે તો સુકેતુ એ ઝમકુડી પર હાથ ઉપાડયો ને ગાડીમાં બન્ને વચ્ચે કયી ઝપાઝપી થયી ને એમાંથી જ ઝમકુ ને પેટમાં વાગી ગયુ .....ઓહહહ માય ગોડ ......ને સુકેતુ કયા છે મે એને હોસ્પિટલમાં જોયો નથી એક પણ વાર......એ ઝમકુડી ને જોવા પણ નથી આવ્યો.....ના યાર ...એ નાલાયકે ઝમકુડી ને બધી ચોખવટ કરી ,કે એ હવે ઝમકુ ને ડીવોર્શ આપી ને હીના ડી સાથે લગ્ન કરવા માગે છે ,.......શુ વાત કરે છે કિશનીયા.....તને કયી ભાન.બાન છે ? સુ બોલે છે ? આમ આવી રીતે પ્રેમ થી પસંદ કરી પરણયો હતો ને હવે બીજી સ્ત્રી જોઈએ છે એને ? લગ્ન કયી ગુડા ગુડીયા ના ખેલ થોડા છે કે ચાહો તયારે છોડી દો.,સુકેતુ ને તે કશુ કહયુ જ નહી ? સાલા ને ચાર લાફા મારી દેવા હતાં ને ,.....તને શુ કવ યાર ઝમકુ કરતાં વધારે આઘાત તો મને લાગયો છે ,કંચન નુ બીપી પણ વધી ગયુ હતું અમે એને સમજાવાની બહુ કોશિશ કરી પણ નાલાયક માન્યો જ નહી ને રાત્રે ઝમકુડી ને ચોખ્ખું કહી દીધુ કે તનખ કાયમ માટે છોડી ને હીના ના ઘરે રહેવા જવ છુ ,......ને પાછળ ના બારણે થી નીકળી ગયો ......ને તરતજ ઝમકુડી આઘાત થી બેભાન થયી ગયી .....ઓહહ વેરી શેડ .....ને હા ઝમકુ ના મમ્મી પપ્પા ને આ વાત ની જાણ કરી છે ? ના મનસુખ નથી કરી .....કયા મોઢે ફોન કરુ ? ને ઝમકુ એ પણ નથી કરયો ...જમના શંકર તો સાવ સીધો માણસ છે આ વાત જાણસે તો એમને તો અટેક જ આવી જાય .......એટલે મેં ને કંચન એ તો નક્કી કરયુ છે કે ઝમકુડી હવે અમારી દીકરી ની જેમ જ રાખીશુ ને સુકેતુ ના ભાગ નો શોરુમ માં ઝમકુ ને પાર્ટનર રાખી લવ છુ ....હા એ વાત સાચી તારી એ હવે તારી દીકરી જ કહેવાય ......પણ બીચારી ને સંસાર નુ સુખ તો નહી મળે ને યાર ? તુ ને કંચન ભાભી છો તયા સુધી તો વાધો નથી .....પણ કાલ ઉઠીને સમીર ને આશા એને કેવુ રાખે ના રાખે એ બધુ વિચારવાનુ ને ,હમમ...જોઈએ છે શુ થાય છે કંઈક તો વિચારી શુ પછી .....મનસુખ એક તૂ જ એવો ખાસ છે કે તને મિત્ર ગણુ કે ભાઈ .....એટલે જ તારી સાથે દિલ ખોલીને ઘર ની બધી વાત કરી શકુ છુ .......તારી સાથે વાત કરી મન હળવુ થાય છે ......ને કિશનલાલ એ આખના ખુણા ભીના થયી ગયા ને મનસુખ પુરોહિત એ ખભે હાથ મુકી દિલાશો આપ્યો ચિંતા ના કર કિશન બધુ સારુ થયી જશે ......ને બને મિત્રો ઝમકુ ના રૂમ માં આવ્યા .....કેમ છે ઝમકુ બેટા ,....સારું છે પપ્પા હવે .....ઘરે કયારે જયીશુ....? ને ડોક્ટર નચીકેત કહે છે હજી બે દિવશ રહેવુ પડશે ......ડોક્ટર મનસુખ પુરોહિત બોલ્યા કેમ ઝમકુ ઘરે જેવી તો છે હોસ્પિટલ ,કયી તકલીફ હોય તો કહેજે .......ના ના અંકલ કોઈ તકલીફ નથી પણ ઘર સિવાય કયાય ના ગમે ને ...મમ્મી પપ્પા... સમીર ભાઈ ...આશા ભાભી ..બબલુ ...બધા સાથે સવાર સાજ સાથે જમીએ કેવુ ભરયુ ભરયુ લાગે ......તુ છે જ એટલી મીઠડી કે જયા જાય ત્યા રોનક છવાઈ જાય .....ને એમ કહી ઝમકુ ને હસાવી દીધી ....થેનકયુ અંકલ .....પપ્પા તમે શોરુમ પર થી સીધા આવ્યા? હા બેટા ....પપ્પા હવે ઘરે નીકળો મમ્મી જમવા માટે રાહ જોતાં હશે ......હા બેટા જવ છુ ને સમીર ને આશા ને જમીને ટીફીન લયી મોકલુ છું .....જી પપ્પા.... મનસુખ તુ જમ્યો ? ના હવે ઘરે જવ છુ .....નચીકેત અંહી જ રહે છે રાત્રે ...કોઈ પેશન્ટ આવે તો .....તો હુ નચીકેત ને ઝમકુ બન્ને નુ ટીફીન મોકલુ છુ ....ઓકે ચલ ઝમકુ હુ નીકળુ ...ને મનસુખ ડોક્ટર ને કિશનલાલ બને નીકળે છે ......નચીકેત ઝમકુડી પાસે ખુરસી લયી બેસે છે ......સમીર તારા પપ્પા ને ફોન કર ને બહુ મોડુ કરયુ .......આ આવી ગયા .....હોસ્પિટલ ગયો હતો મનસુખ ને બધુ પુછવાનુ હતુ ઝમકુ ની તબિયત વિશે ......સમીર આશા ને બુમ પાડ બબલુ ને ખવડાવી રહી હોય તો ચલો બધાં જમવા આવી જાઓ ..જમવાનું ઠંડુ થાય છે....ને સમીર તારે હજી જમીને હોસ્પિટલ ટીફીન આપવા જવાનુ છે ,.... હા મમ્મી ..ને બધાં જમવા બેસે છે ....નચીકેત તમને ભુખ લાગી હશે ને ...? ના હમણા ચા પીધી .....નચીકેત સમીર ભાઈ ને આશા ભાભી આવે તયારે તુ કાઉન્ટર પર જ રહેજે ,એમને શક ના પડે ,ને એ જાય પછી આપણે સાથે જમીશુ ...ઓકે મેડમ....ને હા નચીકેત તે મારા વિશે બધુ જાણી લીધુ પણ તે તારા વિશે તો કયી કહયુ જ નહી .....ઘરે ફેમીલી માં કોણ કોણ છે ,ને મારા પછી કોઈ છોકરી તારા જીવન માં આવી કે નહી ....ને તને અમેરિકા માં કોઈ છોકરી જ ના ગમી ? ઝમકુડી મજાક ના મૂડમાં હતી એટલે નચીકેત ને ચીડાવતી હતી ,....અમેરિકા માં તો મારાં કરતાય સુદંર ...ભુરી મેડમો બહુ હોય ...તો કોઈ ને ફ્રેન્ડ બનાવી હતી કે નહી ? .....બસ હો ઝમકુડી બહુ થયુ .... હુ તને એવો લાગુ છુ ? આ ડોક્ટર નચીકેત એ પ્રેમ જીદગી માં એકવાર જ કરયો છે ને લગ્ન પણ એકવાર એની સાથે જ કરશે ......તુ જોજે હો......ઓહહહ. પણ હવે એ કયા શકય છે .... એ બધુ ભગવાન પર છોડી દેવાનું .....જો નસીબ મા લખ્યુ જ ના હોત તો જીદગી ના ઇ મોડ પર આપડે ફરીથી મળયા જ ના હોત.....હુ તો બહુ ધીરજ વાળો છું,..... તારા જેમ ઉતાવળીયો નથી ....કે ફટ કરતા ફટ મારા થી અલગ થયી ને દશ મા દિવસે લગ્ન કરી મને ભુલી પણ ગયી ....નચીકેત ના શબ્દો ઝમકુડી ને સોય ની જેમ દિલ માં વાગ્યા.....ને માયુશ થયી બોલી તારી વાત 100% સાચી છે પણ એમાં હુ જવાબદાર નહોતી, મારા પપ્પા એ જબરદસ્તી કરી હતી એમના આગળ મારુ કયી ના ચાલ્યુ...ને ગામડામાં છોકરીઓ ને પોતાનો જીવનસાથી મમ્મી પપ્પા જ પસંદ કરે છે ......હા હવે ચીબાવલી ....મને ખબર છે .....ચાલ હુ હવે હુ મારી કેબીન માં જવ ,સમીર આવતો હશે ....મને મુકીને જમી ના લેતી ......સાથે જમીશુ...ઓકે...
સમીર ને આશા ટીફીન લયી ને ઝમકુડી ના રૂમમાં આવ્યા ,આશા ઝમકુ પાસે પલંગ પર બેસે છે ને સમીર ખુરશી માં બેસે છે .....ઝમકુ જમવાનું પ્લેટ માં કાઢી દવ ને ? ના ભાભી ભુખ નથી મોડે થી જમી લયીશ,....સમીર બોલ્યો..... ઝમકુડી તુ બિલકુલ ટેન્સન ના લેતી.... આખુ ફેમીલી તારી સાથે જ છે....તુ મને તારો ભાઈ જ માનજે ,તને કયી પણ તકલીફ હોય મને બેજીજક જણાવજે .....હુ ને આશા તારા પડખે જ છીએ....આપણાં ઘરનાં નોકરો પણ તારી ચિંતા કરે છે ...ને મમ્મી પપ્પા પણ આખો દિવસ ઉદાશ રહે છે.......ઘરમાં કોઈ સુકેતુ નુ નામ પણ નથી લેતુ ......તુ હવે જલદીથી સાજી થયી જા, પહેલા ની જેમ હસતી રમતી થયી જા ને બિઝનેસ માં મન પરોવી નાખ ,ઝમકુ તને ખબર છે પપ્પા એ એ શોરુમ માં તને પાર્ટનર બનાવી છે ....ને સુકેતુ ને બૈદખલ કરયો છે .....આશા તુ જ કહે ઝમકુડી ને તુ પાચ વરસ થી પરણી ને આવી ,બબલુ આવ્યો..... તોય તને મમ્મી પપ્પા એ એટલો પ્રેમ નથી આપ્યો જેટલો ઝમકુ ને આપ્યો છે ,.......હા ઝમકુ સમીર સાચુ કહે છે ....તુ ખરેખર ઘરમાં બધાં ની લાડલી છે ને સુકેતુ એ આવુ કરયા પછી તો પપ્પા જી એ જાહેર કરી દીધુ છે કે ઝમકુ હવે આ ઘર ની દીકરી છે .....ઝમકૂડી ના આખ માં આશુ આવી ગયાં..... કે ઘરના બધાં ને એની ચિંતા કેટલી બધી છે .....ઝમકુડી ના જીવનની આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 29 .........
નયના બા દિલીપ સિંહ વાઘેલા....
્્્્્્્્્્્્્્