ઝમકુડી ભાગ @ 27.........નચીકેત ઝમકુ ને ચા નાસ્તો કરાવી ને ગ્લુકોઝ ની બોટલ ચઢાવે છે ને આરામ કરવાનુ કહે છે ,.......કિશનલાલ ને કંચનબેન પણ ઝમકુ માટે ચા નાસ્તો લયી ને
હોસ્પિટલમાં આવે છે .......નચીકેત બને ને ઝમુ ના રૂમમાં લયી આવે છે ,........કંચનબેન ઝમકુ પાસે બેસી ને માથે હાથ ફેરવે છે ......ને ઝમકુડી પાછી રડી પડે છે.....મમ્મી જી સુકેતુ એ ના કારણે મે મારૂ બાળક ગુમાવી દીધુ ,......એણે કાલે ગાડી માં મારી સાથે ઝપાઝપી કરી ને એમાં જ આ બધુ થયુ ,......હા બેટા નચીકેત બધી વાત કરી ....તુ હવે જલદી થી સાજી થયી જા બસ બીજુ કયી નથી જોઈતુ .......પપ્પા જી શોરુમ પર કોણ ગયુ ? ખુશી ,રીમા ને મુનીમજી ને રામુકાકા પણ ગયાં છે તુ ચિંતા ના કર ધંધા ની .......ના પપ્પા જી તમે પણ શોરુમ પર જાઓ ....બેટા તને હોસ્પિટલમાં એકલી મુકીને હુ શોપ પર જવ તો કેવુ લાગે ? ના પપ્પા જી એવુ કયી ના હોય ......મારે ચાર દિવસ અંહી રોકાવાનુ છે ને એની અસર આપણાં બિઝનેસ પર પડે એ ના ચાલે ,પ્લીઝ તમે જાઓ ,ને મમ્મી ને પણ ઘરે મુકતા જાઓ ....્નાનો બબલુ ઘરે એકલો હશે ......બેટા તુ તારી તબિયત સાચવ ઘર ને બિઝનેસ ની ચિંતા તુ ના કર....કિશનલાલ બોલ્યા બેટા ઝમકુડી આજ થી તુ અમારા સુકેતુ ની વહુ નહી પણ અમારી દીકરી છે ,એટલે તુ કયી ચિંતા ના કરતી તારે અમારા સાથે જ રહેવાનું છે ને તુ જે શોરુમ સભાળે છે તેમાં તારો હુ ભાગ કરૂ છુ આજ થી ,......ના પપ્પા જી પૈસા ને મારે શુ કરવાના છે ,મને તો બસ તમારો પ્રેમ મળે એ જ મારા માટે બધુ જ છે. ,......ભગવાન એ મારૂ બાળક જન્મયા પહેલા જ લયી લીધુ ........એટલુ મને આપ્યુ હોત તો મારા જીવન નો સહારો તો બની રહેતો ને મને જીવવા નુ કારણ પણ મળી રહેત,પણ મુજ અભાગી ના નસીબ જ ખરાબ છે ,ભગવાને રૂપ આપી ને બહૂ ભુલ કરી આજે જે પણ થયુ એ બધુ આ રૂપ ના કારણે થયુ છે .....બેટા તુ બહુ ના વિચાર તિરી તબિયત નો ખ્યાલ રાખ .........એકલુ રૂપ થોડું ,તારા મા હોશિયારી છે સાડી પહેરવાની એક આગવી કળા છે ,તારા ડીજાઈનર બ્લાઉઝ આખા બનારસ શહેરમાં વખણાય છે ,તું તો બેટા એ ભીનમાલ ની ઝમકુડી મટી ને બનારસ ની ,મારી હવેલી ની શાન છે મારી દીકરી છે તુ ને કાયદેસર ની ભાગીદાર બનાવીશ તને ....બસ બેટા એક વચન આપ કે તુ આપણો બનારસી શોરુમ જીદગીભર ચલાવીશ ,ને આજ થી તુ મને અને કંચન ને ખાલી મમ્મી પપ્પા કહીશ.....વહુ મટી ને દીકરી બની છે આજે ,.....તારો નવો જન્મ થયો છે ,.........હા પપ્પા મને આજે બહુ સારૂ લાગી રહયૂ છે .......પપ્પા જાઓ નીકળો તમારા શોરુમ પર કોઈ નયી હોય ..... ને મમ્મી તમે પણ નીકળો ઘરે બબલુ પણ એકલો હશે ....હા બેટા અંહી બે નર્શ ને પૈસા આપયા છે તારા પપ્પા એ ધ્યાન રાખશે ને નચીકેત તો આપણાં ઘર નો જ સભ્ય છે એટલે ચિંતા ના કરતી ,ને લે બેટા આ થર્મોસ માં આદુ વાળી ચા છે ને આ ડબ્બામાં મેથી ના થેપલા છે ,તારા માટે જ શાંતા બેન એ બનાવ્યા ....નચીકેત આવ્યો એટલે કિશનલાલ એ કહયુ નચીકેત ઝમકુડી નુ ધ્યાન રાખજે હો.....મારી દીકરી ને કોઈ તકલીફ ના પડે ,ને હા બેટા ઝમકુ કયી પણ કામ હોય તો મને ફોન કરી દેજે ને તારિ મમ્મી ને પણ જે ખાવુ હોય એ ફોન કરી દેજે ,સાજે સમીર ને આશા ટીફીન લયી ને આવસે........હા પપ્પા ....સાચવજે દીકરી એમ કહી કંચન બેન ઝમકુડી ના માથે હાથ ફેરવે છે ,ને એમની આખો માં આશુ આવી જાય છે ને એ આશુ છુપાવતા નીકળી જાય છે ,.......કિશનલાલ કંચનબેન ને ઘરે ઉતારી શોરુમ પર પહોચે છે ,......નચીકેત થોડી વાર બાટલો કાઢી નાખ ને ......હાથ દુખી ગયો .....બસ પાચ મીનીટ ખમીજા ઝમકુ બોટલ પુરી થવા જ આવી છે ......નચીકેત ખુરશી પલંગ ની નજીક ખેચી ને તયા ઝમકુ પાસે બેસે છે ,.........ઝમકુડી આજે આ ખડુસ કિશન અંકલ તને દીકરી કેમ કહેતા હતા ? ઓય, નચીકેત મારા પપ્પા ને ખડુસ નહી કહેવાના ઓકે......ઓહોહોહો ઝમકુ મેડમ તમે તો પપ્પા ના લાડલા બની ગયા.........હા આજે પપ્પા અને મમ્મી એ વાત જ એવી કરી કે હુ મારૂ દુખ ભુલી ગયી ,.......સાચુ કહુ તો નચીકેત મારા સગા પપ્પા એ કદી મને આટલા પ્રેમ થી બોલાવી ને જીવનમાં કયારેય મારા આશુ પણ નથી લુછયા ,....તયા ગામડાઓમાં તો દીકરી ઓ ને બોજ .......દીકરી સાપ ના ભારા એમ જ માને .....ને બસ થોડુ જ ભણાવી ને અઢાર વરસ ની થાય એટલે ગમે તયા ગામડામાં પરણાવી ને છુટા...બસ આજ અમારી વેલ્યુ , ......તુ નહી માને નચીકેત મારા લગ્ન સુકેતુ સાથે નકકી થયા તયારે પપ્પા એ કે મમ્મી એ બનારસ શહેર નુ નામ પણ સાભળયૂ નહોતુ ,....ને મારે જે ઘરે પરણી ને જવાનુ છે એનુ ઘર પણ જોવા નહોતા આવ્યા.......કમલ ની જાન માં સુકેતુ ને જોયો ને એણૈ સામેથી કોમલ ના પપ્પા સાથે વાત કરી ને ચોથા દિવસે ફેમીલી સાથે જોવા આવ્યો ને એજ દિવસે સગાઈ ને સુકેતુ એ એ દિવસે ફોન પણ આપ્યો.......બસ બધુ નકકી કરયુ ને દશ માં દિવસે નકકી હુ ના સુકેતુ ને મળી કે ના વાત .....બસ.ફોનમાં જ વાતો થતી ને કોઈ જાન પહેચાન વીના મને પરણાવી દીધી ,........પણ ઝમકુડી એટલી બધી ઉતાવળ કરવાનુ શુ કારણ ? .......આપડા બે ની ખબર ઘરે પડી ગયી હતી ,ગામના કોઈ છોકરા એ બગીચામાં બેઠા હતા એમ પણ કહયુ ને હુ રોજ યારી બાઈક પર સકુલ થી આવુ છુ ,......બસ પેલો નાલાયક એક ચિનગારી ચાપી ગયો ને ઘરખ આવીને પપ્પા એ શુ હાલત કરી મારી ....એ રાત્રે હુ આખી રાત રડી હતી ને બીજા દિવસે મમ્મી સામે બહુ રડી ,પપ્પા ની માફી માગી ..હવે કદી કોઈ ભુલ નહી કરુ પણ માન્યા જ નહી ને બીજા દિવસે તો મને સ્કૂલમાં લયી ગયા ને દાખલો કઢાવી લીધો ......નવ માં ધોરણ ને પુરૂ પણ ના કરવા દીધુ ,સકુલ ના પ્રિન્સિપાલ એ પણ સમજાવ્યા કે ઝમકુડી બહુ હોશિયાર છે કેમ નથી ભણાવવી ? તો મારી મમ્મી બહુ બીમાર રહે છે એવુ બહાનુ કાઢયુ ,બીચારી મારી મમ્મી તો પપ્પા ને બહુ કરગરી કે મારી દીકરી ને ભણવા દો આવુ ના કરો ,....તો પપ્પા એ મમ્મી ને લાફો મારી દીધો , ......ઓહહહહ માય ગોડ....ઝમકુડી આ બધુ મારા કારણે જ થયુ ....એમ જ કહેવાય ને મારા લીધે તારુ જીવન બગડયુ ને .....ના ના નચીકેત હુ તને દોશ નથી આપતી ,......આ તો જસ્ટ તે પુછયુ એટલે કહયુ ......હાકી દોશ મારી કિસ્મત......નચીકેત એ ઝમકુડી ના હાથમાં હાથ લયી કહયુ .....તારુ કિસ્મત ખરાબ નથી ....સરસ જ છે ....્જે થયુ એ સારુ થયુ ...ને હૂ તને પ્રોમિસ આપુ છુ કે તારુ જીવન હતું એના કરતાં પણ સારુ હૂ કરી દયીશ....બસ તુ એટલો ખ્યાલ રાખજે કે તારા ઘરૈ આપણા સબધો ની ખબર ના પડવી જોઈએ.....એ લોકો સામે ભુલ થીપણ મને નચીકેત કહી ના બોલાવતી ......હા યાર એટલુ તો હૂ સમજુ છુ....્.ના ઝમકુડી તુ સાવ ભોળી ને નાદાન જ છે .....જેવી મે તને સ્કૂલમાં પહોંલી વાર જોઈ હતી એવી જ .....બસ ગામડા ની ગોરી માંથી શહેર ની મેડમ ફેશન ડીજાઈનર બની ગયી છે ....ને પોતાના પગ પર ઉભી છે ,ને બિઝનેસવુમન પણ બની ગયી છે ,.......ને સાલ બદલાયી ગયી છે ,પણ માસૂમ ને
ભોળી તો પહેલાં જેવી જ છે ,........ચલ બોટલ કાઢી નાખુ પતી ગયી .....હવે તુ થોડો ચા નાસ્તો કરી ને રેસ્ટ કર ....કલાક પછી બીજી બોટલ ચઢાવીશ.....નચીકેત તુ પણ સાથે નાસ્તો કરવા બેસ મને એકલી ને નહી ગમે ........નચીકેત થર્મોશ માં થી બે મગ માં ચા કાઢે છે ને પ્લેટ માં થેપલા ને મરચા કાઢે છે .....થેપલા ને મરચા ઝમકુડી નુ ફેવરિટ નાસ્તો હતો......પોતાના ગામડે ભીનમાલ તો એ રોજ માં જોડે મેથી ના થેપલા બનાવડાતી ને સકુલ ના ડબ્બામાં પણ લયી જતી ,ઘણીવાર તો મંગળા બા એને મેથી લેવા ખેતરમાં મોકલતા ......ઝમકુડી એ દિવસો ની જુની વાતો નચીકેત સાથે સેર કરી ખુશ થતી હતી ને બન્ને ચા નાસ્તો કરતા હતા ,નચીકેત તો ઝમકુડી ને હજી પણ એટલો જ પ્રેમ કરતો હતો જેટલો કોલેજ સમયે કરતો હતો ,ને એટલે જ નચીકેત એ હજી સુધી લગ્ન નહોતા કરયા ......મનસુખ પુરોહિત પણ જાણતા હતા કે નચીકેત ગામડા ની કોઈ છોકરી સાથે પ્રેમ હતો નૈ એની સાથે જ લગ્ન કરવાની જીદ હતી ,ડોક્ટર તો તૈયાર હતા ,પણ ઝમકુડી ના પપ્પા એ ઉતાવળ થી દશ દિવસમા તો એને પરણાવી દીધી ,....ને પછી નચીકેત નિરાશ થયી ગયો ને આગળ ભણવા અમેરિકા જતો રહયો ,ને હવે આટલા વર્ષે ઝમકુડી એને મળી તો છે ....પણ આગળ શુ થશે એ જાણવા માટે વાચો ભાગ @28........
નયના બા દિલીપ સિહ વાઘેલા....
્્્્્્્્્્્્્્્્