ઝમકુડી ભાગ @ 26 ્્્્્્્
સમીર ને આશા બહુ થાકયા હતા એટલે એ એમના બેડરૂમમાં જયી સુઈ ગયા ......સમીર ના પપ્પા મે તો સ્વપ્નમાં પણ નહોતું વિચારયુ કે સુકેતુ ઝમકુ સાથે આવુ કરશે ,......તમે હોસ્પિટલમાં થી એ નાલાયક ને ફોન કરયો હતો ? ના ......શુ કરવા નુ હવે ફોન કરીને ? અરે તમે પણ એક વાર તો ટ્રાય તો કરો .....કદાચ બાળક ખોવાના દુખ થી સુધરી જાય તો ,.....કંચનગૌરી ના કહેવાથી કિશનલાલ સુકેતુ ને ફોન લગાવે છે ......ચાર રીગ ગયા પછી એ ફોન ઉપાડે છે ,...હેલલો બોલો પપ્પા ...શુ હતુ ? મે ઝમકુડી ને બધુ કહી જ દીધુ છે એની સાથે વાત કરી લો ,......એ નાલાયક બધા તારા કારસ્તાન કહયા ઝમકુ એ કહયા......ઝમકુ હોસ્પિટલમાં છે એનું મિસકેરેજ થયી ગયુ છે .....ઓહહહ.....સારૂ થયુ મારે આમ પણ એ બાળક નહોતું જોઈતૂ ,....ને.હુ્હવે ઝમકુ સાથે મારી જીદંગી કાઢવા નથી માગતો ,.....તમે ઝમકુ ના ને મારા ડીવોર્શ ની તૈયારીઓ રાખજો ,......ફોન સ્પીકર પર હતો ....કંચનબેન બોલ્યા નાલાયક તુ આ શુ બોલે છે .....બ્રાહ્મણ ની ગરીબ દીકરી ને તરછોડતા તને લગીરેય શરમ ના આવી ? એમાં શરમ શાની ? મને મારી જુની પ્રેમિકા હીના પાછી મળી ગયી ને હવે હુ બહુ જલ્દીથી હીના સાથે લગ્ન કરી લયીશ .....કિશનલાલ એ ત્રાડ પાડી એ નાલાયક શરમ કર .....તુ જો એમ વિચારતો હોઈશ ને કે ઝમકુડી ને છોડી તુ હીના સાથે લગ્ન કરીશ ને અમે તને ઘરમાં રાખીશુ એ વાત ભુલી જજે ,.....તને મારી મિલકત માં થી બેદખલ કરી નાખીશ ને ઝમકુડી ને આપી.દયીશ ઝમકુડી હવે મારી દીકરી છે ,......તૂ રખડી ખા હવે મારી હવેલી માં તારો પગ ના જોઈએ સમજયો ,.....હા હુ સમજેલો જ છુ .....તમને દિકરા કરતા વહુ વહાલી લાગે છે ......તો રાખજો એને તમારા ઘેર હુ મારૂ સભાળી લયીશ .....સુકેતુ હજી ટાઈમ છે બેટા સુધરી જા ....તારા પપ્પાને હુ સમજાવીશ ને ઝમકુડી ને પણ મનાવી લયીશ ....એ બધુ છોડી દે ......એક સ્ત્રી ના નીશાસા ના લયીશ ...... તુ કદી સુખી નહી થાય...... મને હીના મળી એટલે હુ હવે સુખી જ છુ મમ્મી .....ને ગુસસે થયેલા કિશનલાલ એ ફોન કટ કરી નાખ્યો ને લમણે હાથ દયી બેસી ગયા ,......જોયુ કંચન આ તારા છોકરા એ કેટલો ઝડપથી રંગ બદલયો.....આટલુ જલ્દીથી તો કાચંડો પણ રંગ ના બદલે ,....્આવી ગુણિયલ ને સંસ્કારી .....ને અપ્સરા જેવી પત્ની ને તરછોડી ને એ પારકી સ્ત્રી પાછળ ઘેલો થયો ,........બસ તમે હવે હીમંત રાખો ,તમે આમ ભાગી પડશો તો ઝમકુડી ને હિમંત કોણ આપશે ,આપણે સુકેતુ નો નિર્ણય એના મોઢે સાભળી લીધો ,એ જીદ્ગીલો છે ને એને ગમે એજ કરે છે એ આપણે કયા નથી જાણતા.........હવે દિકરો ગુમાવયો ને દિકરી ઘરે લાવ્યા છે ,એમ જ સમજી ને ઝમકુ ને રાખીશુ ,.....ને આમ પણ આપણો નપાવટ દિકરો કયા કોઈ સારૂ કામ કદી કરયુ જ છે ? એના કરતા તો લાખ ટકે ઝમકુડી સારી કે ગામડામાં ની ને ઓછુ ભણેલી હતી છતાં એક સફળ બિઝનેસ વુમન બની ને એના આવ્યા પછીતો આપણો બિઝનેસ વટવૃક્ષની જેમ ફુલયો ફાલયો છે ,.....એની મહેનત ને એના સ્વભાવે તમે આજ બનારસ શહેરમાં ટોચ ના વેપારી છો ,.......ને એ નાલાયક ઝમકુ ને એમ કહેતો હતો કે હુ શોરુમ પર રોજ આવીશ.......પણ હુ કવ છુ સમીર ના પપ્પા એનો ટાટીયો શોરુમ માં પણ ના જોઈએ,...... ના ના એની સાથે કોઈ સબંધ જ નથી રાખવો ....બસ એક દિકરો નથી રહયો એમ જ સમજવાનુ ........ચાલો ઉભા થાઓ આખી રાત નો ઉજાગરો છે થોડીવાર આરામ કરો ,હુ ફણ ચિંતા માં ઉઘી જ નથી .....ને કિશનલાલ ને કંચનગૌરી પોતાના બેડરૂમમાં આરામ કરવા જાય છે ને રામુ કાકા તયા હોલમાં જ સોફા માં આડા પડખે થાય છે ..........સિસ્ટર ને સુવા નુ કહી નચીકેત આરામ ખુરસી માં આરાભ કરે છે ,ને ઝમકુ કયારે ભાનમાં આવશે ...વારેઘડીએ ઝમકુ નુ બીપી પણ ચેક કરે છે.,.......એક બોટલ પુરી થયી એટલે સિસ્ટર ને બોલાવી ગ્લુકોઝ ની બીજી બોટલ ચઢાવે છે ,.....ને સિસ્ટર બહાર આવી ખુરશીમાં જ લંબાવે છે .....નચીકેત ના મગઝ માં વિચારો નુ વાવાજોડુ ઉમટયુ છે ,......ઝમકુડી ના ધોળા દુધ જેવા ગાલ પર ચાર આગળીયો ના લાલ નીશાન સાફ દેખાઈ આવે છે.......મન તો કરે છે કે પોલીસ હોલાવી લવ અત્યાર કરવા બદલ ,સુકેતુ ને જેલ ના સળીયા પાછળ મોકલી દવ,....પણ કિશન અંકલ પપ્પા ના ખાશ મિત્ર છે ને એમના સાથે વર્ષો થી ઘરોબો છે .....એટલે હુ મજબુર છું ....કેટલી સંસ્કારી ને સુદર પત્ની ની કોઈ કીમત જ ના કરી સુકેતુ એ એ ? એના કરતાં તો ઝમકુ મારી પત્ની બની હોત..તો કેટલુ સારૂ હોત હુ અંહી ઈન્ડિયા માં પાછો ના આવત .....અમેરિકામાં જ સેટ થયી જાત ,......બસ ઝમકુડી ને પ્રેમ કરયો પછી કોઈ ની સામે પણ નથી જોયુ પણ ....ઝમકુ કયા મારા દીલ ની વાત માં સમજે છે ,.....હવે ઝમકુડી નુ શુ થશે ? સુકેતુ એને છોડી દેશે તો ..? .......? ઝમકુડી ભાનમાં આવશે ને પોતાના બાળક વીશે જાણશે તો એની હાલત બગડશે ,.......હે ભગવાન ઝમકુડી ને આ દુખ સહન કરવાની તાકાત આપજે ,આજે ભલે એ મારી નથી પણ એક સમયે એ મારા એકલા ની ઝમકુડી હતી ,....એ કોલેજ ના બગીચામાં બેસી ને કેકલા સપનાં જોયા હતાં ,હુ ને ઝમકુડી બહુ ખુશ હતા એ દિવસે ....મને આજે પણ યાદ છે એ દીવસે ઝમકુ એ બ્લેક ઢ્રેસ પહેરયો હતો ને લાલ બાધણી નો દુપટ્ટો..... એ મુલાકાત અમારી પહેલી જ હતી ને ..... એજ દિવસે ઝમકુડી ના પપ્પાને ખબર પડી ગયી ને એ અમારી છેલ્લી મુલાકાત બની ગયી ,.....મે એ પછી ગામમાં બહુ આટા મારયા પણ ઝમકુડી ની ઝલક પણ જોવા ના મળતી ,.......ને એક જ મહીના માં ઝમકુડી ના લગ્ન થયી ગયા ,....ને હુ મન મારી ને પરાણે એની યાદ માં જીવી ગયો ,....ને પછી પપ્પા ના આગ્રહ ના લીધે ઈન્ડિયા છોડી હુ ભણવા માટે અમેરિકા ચાલ્યો ગયો ......ને આજે વર્ષો પછી ભગવાને ઝમકુ ને સામે લાવી ને મુકી દીધી ........વિચારો માં ને વિચારો મા નચીકેત કયારે સુઇ ગયો ,ખુરશી માં જ.......ને ઝમકુડી ના કણસવાના અવાજ થી નચીકેત જાગી ગયો ,......ઝમકુ ને પેટ માં દર્દ થતુ હતુ ને એણે આખ ખોલી ને જોયુ તો હોસ્પિટલમાં હતી ને સામે ખુરશી માં નચીકેત બેઠો હતો ને હાથ માં સોય લગાવેલી હતી ને બોટલ ચઢતી હતી ,.......પાણી. ...પાણી ...નચીકેત એ ઉભા થયી ગ્લાસ ભરી ઝમકુ ને ચમચી વડે પાણી પીવડાવ્યુ ......બસ....નચીકેત એ ગ્લાસ ટેબલ પર મુકયો ને ઝમકુડી ના હાથ માં થી બોટલ ખાલી થયી એ કાઢી ને સોય પણ કાઢી નાખે છે .....જેથી ઝમકુ ને દર્દ ના થાય ........ઝમકુડી પલંગ મા બેઠા થવાનો પ્રયત્ન કરયો એટલે નચીકેત એ ટેકો આપી ને બેસાડી ......નચીકેત હુ અંહી ? ....હા ઝમકુડી કાલે રાત્રે તુ બેભાન થયી ગયી હતી ,....કિશન અંકલ નો પપ્પા પર ફોન આવ્યો કે ઝમકુ બેભાન થયી ગયી છે અમે હોસ્પિટલ નીકળી યે છીએ તમે જલ્દી આવો ,ને અંકલે ફોન મુકી દીધો હુ નાઈટ માં હોસ્પિટલમાં જ હોઉ છુ ,પણ પપ્પા ને પણ અંકલ ના ફોન થી તુ સિરીયશ હોઈસ એવુ લાગયુ એટલે પપ્પા પણ આવી ગયાં .........ઝમકુડી એ મગઝ પર જોર આપી વિચારયુ કે કાલે રાત્રે શુ થયુ હતુ ,.......એટલે નચીકેત ને જ પુછયુ હુ આખી રાત બેભાન હતી ? ને હા પણ મને થયુ છે શુ ? ઝમકુ કાલે સવારે નચીકેત સાથે કોઈ ઝપાઝપી થયી હતી ? .....હા ગાડીમાં શોરુમ પર જતાં ,પેલી હીનાડી નો ફોન આવ્યો તો એનો ફોન છીનવવા મે કોશિશ કરી હતી તો સુકેતુ એ મને ધકકો મારયો તો હુ સીટ માં આખી વાકી વળી ગયી હતી ,.....પણ એનુ શુ છે ,? એ સમયે તારા શરીર નુ બધુ દબાણ પેઢા પર આવ્યુ હશે ને એજ કારણે તારુ મિસકેરેજ થયી ગયુ ને રાત સુધી માં એ મૂર્ત ભુર્ણ નુ ઝહેર તારા શરીર માં ફેલાવા લાગયુ હતુ ને તુ સાવ ઠંડી પડી ગયી હતી ,.......એતો તારૂ ફેમીલી ,તારા સસરા બહુ સારા કહેવાય કે અડધી રાત્રે તને હોસ્પિટલમાં લયી આવયા ને એડમીટ કરી ,ને બધાં આખી રાત બેસી રહયા ,હમણા પરોઢીયુ થયે જ ઘેર ગયા ,....એટલે મારૂ બાળક હવે નથી રહયુ ? ના ઝમકુ .....નચીકેત ની વાત સાભળી ને ઝમકુડી પોક મુકી ને રડવા લાગી ,.......નચીકેત એને રડવા દીધી ,ઝમકુ રડતાં રડતાં બોલી કે સુકેતુ એ મારા બાળક નુ ખુન કરયુ છે ,.....મારા પ્રેમ નુ ને મારી મમતા નુ ખુન કરયુ છે ,....નચીકેત એ ઝમકુ ના આશુ લુછી ને પાણી નો ગ્લાસ આપ્યો ને શાંત પાડી ને કહયુ જો ઝમકુ જે થવાનું હતુ એ થયી ગયુ ........તુ મને એકઝટલી શુ થયુ હતુ એ વાત કર ,તારા ને સુકેતુ સાથે ઝપાઝપી કયા કારણે થયી ,......નચીકેત સુકેતુ એ કાલે રાત્રે જ ઘર છોડી દીધુ છે મતલબ કે મને છોડી દીધી ને એના કપડાં લયી હીના ના ફલેટ માં ચાલ્યો ગયો ને મને સાફ શબ્દો માં કહી ને ગયો કે તુ માત્ર મારુ આકર્ષણ હતી ને હીના મારો સાચો પ્રેમ છે ,હુ હવે એની સાથે જ રહીશ ,આટલુ કહી એ નીકળી ગયો ,ને ઝમકુડી નચીકેત ને ગળે વળગી ને રડવા લાગી .....સુકેતુ એ મારી જીદંગી રોળી નાખી ને હવે હુ નહી ઘર ની કે ઘાટ ની ,......પિયરમાં મમ્મી પપ્પા ના કહેવાથી અજાણ્યા શહેરમાં ને અલગ સમાજ માં લગ્ન કરવા પડયા ......હવે મારી લાઈફ શુ ? ......હજી તો ગયી કાલે જ વિચારયુ હતુ કે સુકેતુ ની હવે કોઈ જરૂર નથી ....એ ભલે હીના પાસે જાય હુ મારા બાળક ના સહારે જીદગી કાઢી નાખીશ,.....પણ હવે તો મારૂ બાળક પણ ભગવાન એ લયી લીધુ ......મારી જીદંગી વેરણછેરણ થયી ગયી ,મારા મમ્મી પપ્પા સુકેતુ ના કરતુતો જાણશે તો એમનાં પર શુ વીતશે .......? બધુ થયી પડશે તુ હવે ચિંતા ના કર ,તારી તબિયત હજી સારી નથી .....પલંગમાં બેસી જા ,.......નર્સ .....યસ સર .....બે કપ ચા બનાવી લાવો ને સાથે નાસ્તો ......ઓકે......ઝમકુ ને પલંગમાં સુવાડી ને નચીકેત એ કિશન અંકલ ને ફોન કરયો કે ઝમકુ ભાનમાં આવી છે ,ચિંતા ના કરો આરામ થી આવજો હુ એની પાસે જ બેઠો છુ ,......કંચન ઝમકુ ને હવે સારૂ છે ભાનમાં આવી ગયી ,નચીકેત સાથે જ છે એટલે ચિંતા નથી શાંતિ થી હોસ્પિટલ જયીએ ,......સમીર ને આશા ને શોરુમ ભલે જાય હવે એમનુ કામ નથી ,લગ્ન ની સીજન ચાલે છે એટલે શોરુમ બંધ પણ ના રખાય ,......તમને જેમ યોગ્ય લાગે એમ કરો ,રામુ ચા નાસ્તો ડાઈનીંગ પર મુકયો,....જી શેઠજી કયાર નો પણ આપ ફોન માં બીજી હતાં ......સમીર ને આશા પણ તૈયાર થયી ચા નાસ્તો કરવા બેસે છે ,પપ્પા હોસ્પિટલ થી ફોન આવ્યો ? ઝમકુ કેમ છે હવે ? હા સમીર ....સારૂ છે ભાનમાં છે ,ચાર દિવસ હોસ્પિટલ માં રાખવી પડશે ,હુ ને આશા હોસ્પિટલ જયી આવીએ ? ના તમે શોરૂમ પર જાઓ હુ ને તારી મમ્મી જયીએ છીએ ,ને મનસુખ ની હોસ્પિટલ આપણાં માટે ઘર જેવી છે ને હવે તો નચીકેત પણ છે ત્યાં,......... ઝમકુડી ના જીવન માં હવે કેવો વળાક આવશે એ જાણવા માટે વાચો ભાગ @27 ઝમકુડી...
નયના બા દીલીપ સિંહ વાઘેલા...
્્્્્્્્્્્્્