ઝમકુડી - પ્રકરણ 22 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 22

ઝમકુડી ભાગ @ 22.......

કંચન બેન દુધ આપી ઝમકુડી ને સમજાવી ને નીચે પોતાના બેડરૂમમાં જાય છે ,કિશનલાલ પણ ચિતીત છે કે સુકેતુ નો ફોન પણ લાગતો નથી ,.......રાત ના ત્રણ વાગયા સુધી કિશનલાલ ને કંછન બેન જાગતા હતાં , ઝમકુડી પણ ટેનસન માં હતી એટલે નચીકેત સાથે વાત કરી મન હળવૂ કરતી હતી ......સુકેતુ ને કયી થયુ તો નહી હોય ને ,.....ના ના કંચન તુ એવા ખોટા વિચારો ના કર ,એના ફોન ની બેટરી ઉતરી ગયી હશે ,એ સવાર સુધીમાં તો આવી જશે .......ચલ સુયી જયીએ .....ને ઘરમાં બધા સુકેતૂ ની રાહ જોઈને થાકી ને સુયી જાય છે ,.....સવારે સાત વાગે સુકેતુ ગાડી લયી ઘરે આવે છે ,.......કિશનલાલ ને કંચનબેન બેન હોલમાં બેઠા હતાં ને ઝમકુડી રાત્રે મોડા સુધી જાગી હતી ને તબિયત થોડી નરમ હતી એટલે હજી સુતી હતી ...........સુકેતુ હજી ઘરમાં પગ મુકયો જ છે ને .......સાલા નાલાયક કયા હતો કાલનો ? અમે તિરી ચિંતા મા આખી રાત ઉઘી નથી શકયા ને તને ફોન કરવાનો પણ સમય નથી ,સાલા ફોન પણ બંધ કરી દીધો .......પપ્પા પહેલા મારી વાત તો સાભળો .......કાલે હુ ને ઝમકુડી નીકળ્યા તયારે મારી કોલેજ મિત્ર હીના નો ફોન આવ્યો ......એ બહુ ટેન્શન માં હતી ને મને તત્કાળ આવી જા એવુ કહયુ એટલે હુ ઝમકુડી ને હોસ્પિટલ આગળ ઉતારી ને નીકળી ગયો ......ને તયા હીના ના ઘરે જયી જોયુ તો હીના બાથરૂમમાં લપસી પડી હતી એટલે એનો પગ મચકોડાઈ ગયો હતો ને એ એકલી જ છે અંહી .....રડતી હતી ફોનમાં એટલે હુ ગયો ને એનાથી ચાલી શકાતુ નહોતુ એને ઉચી કરીને ગાડીમાં મુકી ને હાડવૈદ પાસે પાટો બંધાવા લયી ગયો ,ને મારો ફોન સાઈલેન્ટ મોડ પર હતો ને પછી ફોન ની બેટરી ઉતરી ગયી .....ને હીના ચાલી નથી શકતી એટલે રાત્રે મારે તયા રોકાઈ જવું પડયુ ......કિશનલાલ ગુસ્સે થયી ગયા ને ઉભા થયી સુકેતૂ ને એક લાફો લગાવી દીધો .....નાલાયક એક કોલેજ મિત્ર ને એ પણ સ્ત્રી એના માટે તુ પોતાની પ્રેગનેટ પત્નીને હોસ્પિટલમાં એકલી છોડી ને જતો રહયો ....તને જરા પણ શરમ ના આવી ,ઝમકુડી ઘરમાં શોરબકોર સાભળી ને નીચે આવી ને ચુપચાપ સાસુ પાસે બેસી ગયી ,......જવાબ આપ નાલાયક એ હીના તારી શુ સગલી થાય છે ? ....પપ્પા હુ કોલેજમાં હતો તયારે એને જ પ્રેમ કરતો હતો ને હાલ એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ,........લો સાભળો કંચનગૌરી તમારો લાડલો શુ કહે છે ........કોલેજમાં એને પ્રેમ કરતો હતો ને પછી .....ઝમકુડી ગમી તો એને પ્રેમ થયી ગયો ને લગ્ન કરવા છે ,.......તો એ વખતે તારી હીના કયા ગયી હતી ? .....પપ્પા હીના કોલેજ પત્યા પછી હીના મને કહયા વિના એના ફેમીલી સાથે યુરોપ શિફ્ટ થયી ગયી ,........ ....મે બહુ શોધી ને પછી થાકી ને ઝમકુડી મળી ને ગમી ગયી એટલે એની સાથે મેરેજ કરી લીધા ,. ........એટલે તારો કહેવાનો મતલબ એ કે તુ હજી પણ હીના ને પ્રેમ કરે છે ? ના પપ્પા મે એવુ કયા કહયુ .....એ આરી મિત્ર તો ખરી ને ....ને આ શહેરમાં એનુ મારા સિવાય કોઈ નથી એટલે કયી પણ હોય તો એ મને જ ફોન કરે ને ....મારે જવુ પણ પડે ......ને અત્યાર સુધી ચુપ ઝમકુડી બોલી ......તમે કોમલ ના લગ્ન માં મને જોઈ તયારે તો તમે એમ કહયુ હતુ કે તમારા જીવનમાં કોઈ બીજી સ્ત્રી નથી .......ને પગ મચકોડાઈ જવો એતો સાવ સામાન્ય વાત છે ,અમારા ગામડા માં તો હળદર મીઠુ લગાવે ને પગ સારો થયી જાય .....ને તમે તો પગ મચકોડાઈ ગયો એની સેવા માં 24 કલાક એની સાથે રહયા .....વાહહહહ્.....ને અંહી પ્રેગનેટ પત્ની અજાણ્યા શહેરમાં ,હોસ્પિટલમાં ડોકટર પાસે એકલી ગયી એની કોઈ ચિંતા નહી ?.....જુઓ સુકેતુ જે હોય એ સ્પષ્ટ કહી દો .....હુ ગામડા ની સીધી સાદી સ્ત્રી છું ....મને મારો પતિ કોઈ બીજી સ્ત્રી સાથે વાત પણ કરે એ મને મંજૂર નથી ,.....પપ્પા જી તમે સુકેતુ ને કહી દો કે એ હીના સાથે દોસ્તી છોડી દે .....ને.એનો ફોન પણ ના આવવો જોઈએ ......આતો આજે એનો પગ મચકોડાયો તો ચોવીસ કલાક એની સેવા મા એના ઘરે રહયા ને કાલે ઉઠીને એકસિડન્કટ થાય તો મહીનો કે વરસ એની સેવા માં એના ઘરે રહેશો .......આ બધુ મને ના પોસાય......મને શુ કોઈ સ્ત્રી ને ના પાલવે કે પોતાનો પતી બીજી સ્ત્રી મિત્ર રાખે ને એની સાથે આખો દિવસ ફોનમાં લાગેલો રહે ,.......પપ્પા જી એ હીના શોપમાં આવી તો એની સાડીઓ ના દોઢ લાખ રૂપિયા સુકેતુ એ એના એકાઉન્ટ માં થી ચુકવયા ને એના બ્લાઉઝ ની ડીઝાઇન પણ સુકેતુ એ પસંદ કરી ......ને આખો દિવસ શોપ માં ધ્યાન આપતાં જ નથી બસ પેલી જોડે ફોનમાં વાતો જ કરે છે ,છતાં ય આજ સુધી હુ એક શબ્દ નથી બોલી ,...પણ હવે મારૂ લગ્ન જીવન મને જોખમ માં લાગી રહયુ છે .......એટલે બસ હવે જો હીના સાથે દોસ્તી રાખી કે ફોન માં વાત પણ કરી તો ........તો તુ શુ કરી લયીશ બોલ ઝમકુડી ...તો શુ ? તુ પણ સાભળી લે તુ મારા જીવનમાં પછી આવી હીના મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને રહેશે .....કિશનલાલ સુકેતુ ને ફરીથી એક લાફો મારવા જાય છે ને કંચનબેન હાથ પકડી લે છે ......ભૈ સાબ તમે બધાં આમ બુમો ના પાડોશમાં લોકો સાભળે છે .....આમ ઈજજત ના કાઢો ......પણ કંચન તે સાભળયુ નહી આ નાલાયક એ ઝમકુ વહુ ને શુ કીધુ એ .........ઝમકુ ની જગયાએ ગમે એ સ્ત્રી હોય તારા દિકરા ના એ ધંધા ના જ ચલાવી લે ......ને સમીર વચચે બોલ્યો કે તને કયી ભાન છે કે નહી ? ઝમકુડી જેવી ગુણીયલ પત્ની મળી છે તો બીજી સ્ત્રી સામે જોવાનું પણ શેનુ હોય ? આપણાં સંસ્કાર તો જો તુ ,અમે પણ કોલેજ કરી હતી ,ને અમારે પણ બેસ્ટ ફ્રેન્ડ હતી ,પણ હવે લગ્ન પછી એનુ શુ .....કયી ના હોય એ બધુ ભુલી જવાનું ને ધંધામાં ધ્યાન આપવાનુ હોય .........સમીર ભાઈ તમે તો ના બોલો તો સારૂ છે ......આ મારો પરશ્નનલ મામલો છે ........જોયુ પપ્પા તમારા લાડ નુ પરિણામ ......ચઢાવો હજી ......
ઘરમાં માહોલ બગડી ગયો .....કંચનબેન નુ બીપી વધી ગયુ ,......ને બેભાન થયી ગયા .....રામુ કાકા જલદીથી પાણી લયી આવ્યા ને ઝમકુડી એ સાસુ મા ને ભાનમાં લાવવા માટે પાણી છાટયુ ,.....સમીરે ડોક્ટર ને ફોન કરયો ને બધા કંચનબેન ને ભાનમાં લાવવા ની કોશિશ કરવા લાગયા ...... ને સુકેતુ લમણે હાથ દયી સોફામાં બેસી ગયો ને વિચારી રહયો કે આ બધુ મારા લીધે જ થયી રહયુ છે ,..... કિશનલાલ વધારે ગુસ્સે થયી ગયાં ને સુકેતુ ને ફરીથી બોલવા લાગ્યા.....તારા લીધે જો આ તારી મા ને કયી થયુ તો તારી ખેર નથી ........ડોકટર આવી ગયા ને કંચનબેન ને ઈન્કજેકસન આપ્યું ,......ને બીપી ની દવા આપી .........ઘરમાં બધાં કંચન બેન ની આશપાશ બેસી ભાનમાં આવે એમ રાહ જુએ છે ......ઝમકુડી ના જીવન ની વાત વાચો ભાગ 23 ઝમકુડી....
નયના બા વાઘેલા
્્્્્્્્્્્્્્