Featured Books
શ્રેણી
શેયર કરો

જલધિના પત્રો - 6 - રિસાયેલી નાનકીને પત્ર

મારી મીઠુંડી,🤱🏻

👧🏻 મને ખબર છે કે તું મારાં આ પત્રની ભાષા ઉકેલવા સમથૅ નથી કે નથી તું મારી લાગણીઓને સમજવા જેટલી પરિપક્વ.છતાં, આજે તારા વિરહમાં વ્યાકુળ આ માતૃહ્દયને એની વાત તારા સુધી પહોંચાડવા કોઈ માધ્યમ મળ્યું નહીં. એટલે, આ પત્ર લખી તને મનાવવા આ લાગણીભર્યો પ્રયાસ કરું છું. 👧🏻


🤷🏻 જ્યારથી તું રિસાઈને મામાના ઘરે ચાલી ગઈ છે ત્યારથી આ ઘર શાંત અને સુનુ-સુનુ લાગે છે. તારી વ્હાલી મમ્મી ભલે આજ તારા માટે વ્હાલી નથી. પણ, તું તો હંમેશા મારી મીઠુંડી,ઢીંગલી ને વ્હાલસોઈ રહીશ જ... મને એમ કે રાતના તને મારા વગર ઊંઘ નહિ આવે... અને, તું મામા પાસે ફોન કરાવી મારી પાસે પાછી આવવા જીદ કરીશ. પણ, તું ના આવી ને મારી એ આશા પણ વ્યર્થ જ નીવડી.🤷🏻

"તેરી રાહ તકે અખિયાં જાને કૈસા કૈસા હોયે જીયા.
ધીરે-ધીરે આંગન,ઉતરે અંધેરા મેરા દિપ કહાં..?
ઢલકે સુરજ કરે ઈશારા ,ચંદા તું હૈ કહાં..?
મેરે ચંદા તું હૈ કહાં....?
લુક્કા છુપી બહુત હુઈ ,સામને આ..જા.. ના.
કહાં કહાં ઢૂંઢા તુજે,થક ગઈ હૈ અબ તેરી માં..
આજા સાંજ હુઈ મુજે તેરી ફિકર,
ધુંધલા ગઈ દેખ મેરી નજર આજાના..."

🙆🏻 આજ તારા વગર મને આખી રાત ઊંઘ ના આવી. તું ત્યાં કેમ હશે..?બરાબર ઊંઘ આવશે કે કેમ એ વિચારમાં ઘડિયાળના કાંટાઓ જોતા જોતા જ સવાર પડી.🙆🏻
🕛🕐🕑🕒🕓🕔🕕


🥤🥤રસોડામાં ગઈ અને તારો બોનૅવીટાનો મગ જોઈને થયું કે ...! તું હમણાં આવી તારી કાલીઘેલી ભાષામાં મારી પાસે બોનૅવીટાની માંગણી કરીશ. મેં તો એકવાર મગ ભરી પણ લીધેલો પણ, તું ક્યાં અહીંયા હતી તો આવવાની...🤔


👸🏻 તને તો ખબર જ છે કે તારા આવ્યા પછી તો તારા વગર રહેવાની મને આદત જ નહોતી કે, હું સ્વસ્થ રહી શકું. મારા માટે તો તું મારું મનગમતું વ્યસન. વગર ચાવીએ નાચતું-કુદતું ને અપાર સ્નેહ લુટાવતું મારું પ્રિય રમકડું. એટલે, તારા વિના ન ગમે તે સ્વાભાવિક છે.👰🏻


🖥 તને રોજ ટીવીમાં તારું પ્રિય કાર્ટૂન છોટાભીમ અને પાપા પીગ જોવા કરી જ દેતી હતી. અને મોબાઇલમાં કવિતા,બાળગીત અને બાળવાર્તાઓ જોવાની હું ક્યાં તને ના પાડતી હતી...! આતો ,તારી આંખો ખરાબ ન થાય અને આ સુંદર આંખોને કોઈ નુકસાન ન થાય એટલે મેં તને મોબાઈલમાં વધારે વખત જોવાની ના પાડી.🤳🏻👈🏻

રમત તો મેદાને જઈ રમવાની મજા આવે મોબાઈલમાં થોડી રમાય..?એટલે તારી એ જીદ આગળ મારાથી ગુસ્સો થઈ ગયો.🥅🏸⚽🏑

😢તું આવા કારણથી મારી સાથે ઝઘડો કરી. આમ,મામાને ફોન કરી તેની સાથે તેમના ઘરે ચાલી ગઈ. કોઈ આવી નાનકડી બાબતમાં મમ્મી સાથે રિસાઈને ચાલ્યા જતું હશે..! 😢

🙍🏻 હું તને ખીજાઈ ગઈ તો એ પણ, તારા હિતમાં જ હતું. તેનાથી થોડો મારો સ્નેહ ક્યારેય ઓછો થઈ જવાનો હતો. હા.., તારી જીદ આગળ મારાથી થોડો વધારે ગુસ્સો થઈ ગયો. પણ, એમાંય મારો પ્રેમ જ હતો. તું જલ્દી ઘરે આવી જા ને હવે... હું તારા પર ગુસ્સો ક્યારેય નહિ કરું.🙎🏻


🚴🏻 🎠 તારા વગર આ સાયકલ અને તારી બાર્બીને જોઉં છું તો લાગે છે કે એ પણ જાણે એવું જ કહી રહી છે કે મારી મીઠુંડી વગર તે પણ ખૂબ ઉદાસ છે. તારી ફ્રેન્ડ કાવ્યા અને ગુંજન તારી સાથે રમવા માટે અનેકવાર તને બોલાવવા ઘરે આવી અને નિરાશ થઈશ ચાલી ગઈ.🚲⛄

👨‍👩‍👧 નોકરીએ ગયેલા તારા પપ્પા અને તારા દાદાજી પણ વારંવાર તને જ યાદ કર્યા કરે છે ને ફોન કરી તારા વિશે પૂછ્યા કરે છે. તારા દાદી તો, તને ઠપકો આપવા બદલ અને તારા રિસાઈને જવા બદલ મને પણ ઠપકો આપી ગયા કે શા માટે મેં એમની મીઠુડીને દુઃખી કરી...?👨‍👩‍👧
👨‍👨‍👧‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👧👨‍👨‍👦‍👦👨‍👨‍👧‍👦


🏘⛲🌆તારા વિના માત્ર તારી વહાલસોઈ માઁ જ નહીં આખું ઘર નિરાશ છે. તો,તું આવી જા ને..! જો તું આવી જઈશ તો, હું તને ખીજાઈશ નહીં ને વહાલથી મારામાં સમાવી લઈશ.😘😘😘🧝🏻🧝🏻🧝🏻

🗿🗿તને ઘરમાં નાચતી કુદતી જોવા ટેવાયેલું આ ઘર જાણે મને અણગમો આપી રહ્યું હોય તેમ મૌન છે.એને પાછું જગાડવા તું આવીશ ને..?💃💃💃

💄📿👠💍👛👗તારી રિસાયેલી ઢીંગલી નારાજ છે.કેમકે આજે મારી ઢીંગલી તેને સજાવવા તેની પાસે નથી.તું આવીશ ને એટલે તને પણ તારું મનપસંદ ફ્રોક પહેરાવીશ.👑👗🧥

🍨🍧🍫તારો પ્રિય આઇસ્ક્રીમ અને ડેરીમિલ્ક તારી રાહ જોવે છે. તને એડવેન્ચર કરવું ખૂબ ગમે છે ને, તો તું આવીશ તો.. આપણે એડવેન્ચરપાર્ક જાશું અને ખૂબ આનંદ કરશું. પણ, તું આવી જા...
🤹🏻🏂🎏🎳🎿🎣🏄🏻🏇🏻


📝📝મને ખબર છે આને તું ક્યાં વાંચવાની હતી ?પણ,આપણું તો લાગણીથી સીધું જોડાણ છે.એટલે,વિશ્વાસ છે કે આ લાગણીઓ તારા સુધી જરૂર પહોંચશે અને તું જરૂર પાછા આવવાની જીદ કરીશ. મારી પ્રતિકૃતિ સમી તું જેના વગર હું અધુરપ અનુભવું. મારી આતુર નજર તારી રાહમાં દરવાજે જ મંડાયેલી રહેશે.લાગણીઓ પામી જલ્દી આવજે . બસ, હવે શબ્દો ખુટ્યા છે. એટલે, આ પત્ર અહીં પુરો કરું છું..મારી મીઠુંડીને ખૂબ ખૂબ સ્નેહ..😘😘😘

લી.
🤱🏻 એક વ્યાકુળ માઁ🤱🏻