પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 20 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 20

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 20

અત્યાર સુધી આપડે જોયું કે આદિ ને કામ વધારે હોવા ના લીધે તેને આખી રાત કામ કરવું પડે છે અને જયારે સવારે સમર આવે છે અને તે આદિ ને કામ કરતા જોવે છે તો તેને એવું લાગે છે કે આદિ આજે ઓફિસ વેલા આવી ગયો છે...

"સર તમે આટલા વેલા આવી ગયા આજે..."

સમર બોલે છે...

આ વાત સાંભળી ને આદિ તેની સામે ગુસ્સા માં જોવે છે અને જયારે સમર ની નજર આદિ ના ચહેરા પર પડે છે ત્યારે તે જોવે છે કે તેની આંખો ઊંઘ થી ભરેલી અને તે મુશ્કેલ થી પોતાની આંખો ખોલતો હોય છે અને આ રીતે આદિ ને જોઈને તેને આશ્રય થાય છે...

"હજુ હું ઘરે ગયો જ નથી..."

આદિ ગુસ્સા માં સમર સામે જોઈને બોલે છે...

"એટલે સર તમે આખી રાત કામ કર્યું..."

સમર આશ્રય થઇ જાય છે અને બોલે છે...

"હા તો શું લાગે અહીંયા આખી રાત રેવાનો મને કોઈ શોખ નથી..."

આદિ ચિડાઈ ને બોલે છે...

આદિ આમ તો કોઈ સાથે આ રીતે વાત નથી કરતો પણ આખી રાત કામ કરવા ના લીધી તે ચિડાયેલો છે હમણાં...

"ચાલો મારુ કામ પૂરું થઇ ગયું છે તો હું જાઉં છું ઘરે..."

આદિ બોલે છે...

"આ ૨ દિવસ નું કામ હતું અને તમે એક રાત માં પૂરું કરી દીધું.."

સમર બોલે છે...

"હા થઇ ગયું અને મારા માટે કાર તૈયાર કરાવજે ને...

હવે હું ઘરે જઈશ..."

આદિ અંગડાઇ લેતા બોલે છે...

"સર હું ડ્રાઈવર ને કઉ છું તે કાર તૈયાર રાખે..."

સમર ફરી થી બોલે છે અને આદિ ઓફિસ ની બારે આવે છે ત્યાં જ તેની કાર ઉભી હોય છે...

તે સીધો જઈને કાર માં બેસી જાય છે અને થોડી વાર માં તેનું ઘર આવી જાય છે...

"સર ઘર આવી ગયું..."

ડાઇવર બોલે છે પણ જયારે તે પાછળ જોવે છે તો આદિ સુઈ ગયો હોય છે...

ડાઇવર આદિ ને ઉઠાડે છે અને આદિ ઉઠી ને સીધો પોતાના રૂમ તરફ જાય છે તે સામે બેઠેલા તેના મમ્મી પપ્પા સામે પણ નથી જોતો...

આદિ ના મમ્મી ગુસ્સા માં રોહન સામે જોવે છે...

"અરે હવે તમે મારી સામે આ રીતે ના જોવો..."

રોહન બોલે છે....

રોહન એ પેલા જ વાત કરી દીધી હોય છે. પણ મમ્મી તો મમ્મી જ હોય તે પોતાના છોકરા ને આ રીતે ના જ જોઈ શકે...

"હા મારે પણ તમારા સાથે વાત નથી કરવી..."

આદિ ના મમ્મી બોલી ને રસોડા માં જતા રે છે...

"અરે ભાગ્યવાન સાંભળો તો ખરી મારી વાત..."

રોહન બોલતા બોલતા રસોડા માં જવા લાગે છે...

*****

આ બાજુ રાહી અને આરતી પોતાના ક્લાસ તરફ જવા લાગે છે ત્યારે જ રાહી ની નજર સામે જતી આશિકા પર જાય છે...

"શું આશિકા ને હું યાદ નથી કે તે મને ના ઓળખવાનું નાટક કરે છે..."

રાહી મન માં વિચારતી હોય છે...

"રાહી...જલ્દી ચાલ ને..."

આરતી બોલે છે...

તે બન્ને ક્લાસ માં પોચી જાય છે અને ત્યાં જઈને તે કાલે જે જગ્યા પર બેઠા હતા ત્યાં જઈને બેસી જાય છે...

શીતલ હજુ સુધી નથી આવી હોતી...

"શીતલ હજુ સુધી નથી આવી..."

આરતી બોલે છે...

"હું ફોન કરું એને..."

રાહી બોલે છે અને શીતલ ને ફોન કરે છે પણ તે ફોન નથી ઉપાડતી...

જયારે રાહી આરતી ને કેવા જ જતી હોય છે કે શીતલ ફોન નથી ઉપાડતી ત્યારે જ ત્યાં શીતલ ભાગતી ભાગતી આવે છે...

"અરે આજે મોડું થઇ ગયું...."

શીતલ બોલે છે અને ત્યારે જ સર આવી જાય છે...

"સારું થયું તું આવી ગઈ નઈ તો તું ગઈ તી આજે..."

આરતી ધીમે થી બોલે છે...

તેમના ચાર લેક્ચર પુરા થાય છે...

"ચાલો આપડે કેન્ટીન માં જઈએ..."

આરતી બોલે છે અને તે બન્ને પણ તેની સાથે કેન્ટીન માં જાય છે...

તે ત્રણે વાતો કરતી જ હોય છે...

"તમારે બન્ને એ કોપીડિશન માં ભાગ લેવો છે...?"

શીતલ બોલે છે...

"હા..."

આરતી અને રાહી બન્ને એક સાથે જ બોલે છે...

તે ટ્રે કેન્ટીન માં જઈને બેસે છે અને પેલા તો થોડો સમય શું ખાસે એમાં બગાડે છે અને પછી રાહી તે ત્રણે માટે ઓડૅર આપવા જાય છે...

"હા તો પેલા નક્કી કરીએ કે આપડે સેમા ભાગ લઈશું..."

શીતલ બોલે છે...

ત્યારે તે ત્રણે નક્કી કરવા લાગે છે કે કોને સેમા ભાગ લેવો છે...

"હું તો ગીત ગાવા માં જ ભાગ લઈશ..."

શીતલ બોલે છે...

"હું ડાન્સ માં..."

આરતી બોલે છે...

"તો હું પણ ડાન્સ માં જ ભાગ લઈશ..."

રાહી બોલે છે...

"હા આપડે આપણું નામ લખાવા માટે પણ જવાનુ છે પેલા આ નાસ્તો પૂરો કરી લો..."

રાહી બોલે છે અને તે ત્રણે નાસ્તો કરવા લાગે છે...

"જલ્દી કરો હવે નઈ તો લેક્ચર નો સમય થઇ જશે..."

આરતી બોલે છે અને તે ત્રણે જલ્દી જલ્દી નાસ્તો કરી ને પોતાના ક્લાસ માં જાય છે...

થોડી વાર માં ક્લાસ પુરી થાય છે...

"ચાલો હવે આપડે કોપીડિશન માં આપણું નામ લખાઈ આવીએ..."

આરતી બોલે છે...

ત્યારે જ રાહી ને આશિકા યાદ આવે છે...

"તે પણ ત્યાં જ હશે ને...

શું હું ત્યાં જાઉં કે નહિ...."

રાહી વિચારતી જ હોય છે...

"ચાલ રાહી..."

આરતી બોલે છે અને તે સાંભળી ને રાહી વિચારો માં થી બારે આવે છે...

તે ત્રણ પોતાનું નામ કોપીડિશન માં લખાવા માટે જાય છે...

લાઇબેરી ની બાજુ વાળા રૂમ માં જાય છે અને ત્યારે હમણાં બસ રાધિકા જ હોય છે....

રાધિકા ને જ જોઈને રાહી ને રાહત મળે છે અને તે ત્રણે રાધિકા પાસે જઈને પોતાના નામ લખાવે છે...

તે ત્રણે ત્યાં થી નીકળી જાય છે અને આજ માટે આટલા જ લેક્ચર હોય છે...

શીતલ ઘરે જવા માટે નીકળી જાય છે...

રાહી અને આરતી બન્ને સોહમ ની રાહ જોવે છે અને સોહમ ના આવ્યા પછી તે ત્રણે ઘરે જવા માટે નીકળી જાય છે...

લાઇબેરી જતા પેલા રાહી આદિ ને ફોન કરે છે, પણ આદિ તેનો ફોન નથી ઉપાડતો...

"લાગે છે આદિ હજુ સૂતો જ હશે..."

રાહી મન માં વિચારે છે અને તે લાઇબેરી જવા માટે નીકળી જાય છે...

રાહી લાઇબેરી તો પોચી જાય છે અને બુક વાંચવા લાગે છે પણ આજે એને નથી ગમતું હોતું...

આજે આદિ ના આવ્યા પછી પહેલી વાર એવું બન્યું હતું કે રાહી આદિ વગર લાઇબેરી માં બેઠી હોય છે...

તે થોડી વાર તો ત્યાં બેસે છે અને તે ઘરે જવાનું વિચારતી જ હોય છે ત્યારે જ કોઈ તેની બાજુ માં આવી ને બેસે છે...

જેવું રાહી જોવા માટે કે તેની બાજુ માં કોણ બેઠું છે નજર કરે છે તેને જોતા જ રાહી ના ચહેરા પર સ્માઈલ આવી જાય છે...

"શું રોહન તેની પત્ની ને માનવી લેશે...?"

"આદિ આજે લાઇબેરી આવશે...?"

"રાહી શું આશિકા થી વાત કરશે...?"

"તે કોણ હશે જેના આવા થી રાહી આટલી ખુશ થઇ ગઈ...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...